هغه څه چې مسلمان ترې بايد ناخبره پاتې نه شي (بشتو)

  • earth ژبه
    (بشتو)
  • earth لیکنه:

نورې ژباړې 59

nl هولندي- Nederlands mk مقدوني- македонски te تلغو- తెలుగు sw سواحيلي- Kiswahili rw كينيارواندا- Kinyarwanda ru روسي- Русский es إسباني- español ms ملايو- Melayu ka جورجي- ქართული tl فلبيني تجالوج- Tagalog zh صيني- 中文 gu غوجاراتية- ગુજરાતી fr فرنسي- Français ps بشتو- بشتو id إندونيسي- Indonesia hi هندي- हिन्दी ar عربي- العربية bn بنغالي- বাংলা ha هوسا- Hausa ky قرغيزي- Кыргызча fa فارسي- فارسي ur أردو- اردو en إنجليزي- English da دنماركي- dansk hu هنجاري مجري- magyar tg طاجيكي- тоҷикӣ ta تاميلي- தமிழ் th تايلندي- ไทย ml مليالم- മലയാളം si سنهالي- සිංහල uz أوزبكي- Ўзбек ne نيبالي- नेपाली om أورومو- afaan oromoo am أمهري- አማርኛ tr تركي- Türkçe ti تجريني- ትግርኛ so صومالي- Soomaali vi فيتنامي- Tiếng Việt kk كازاخي- қазақ тілі no نرويجي- Norwegian mfe كريولي- créole ko كوري- 한국어 bs بوسني- bosanski mg ملاغاشي- Malagasy sn الشونا- Shona mos موري- Mõõré ro روماني- română yo يوربا- Èdè Yorùbá prs دري- فارسی دری dyo جوالا- Jóola st سوتي- Sesotho ig إيجبو- Igbo az أذري- azərbaycanca cs تشيكي- čeština lt ليتواني- lietuvių sv سويدي- svenska af أفريقاني- Afrikaans wo ولوف- Wollof zu زولو- isiZulu
PHPWord

 

 

 

 

مَا لَا يَسَعُ المُسْلِمَ جَهْلُهُ

 

તે વાતો જે એક મુસલમાને જાણવી જરૂરી છે.

 

 

اللَّجْنَةُ العِلْمِيَّةُ

بِرِئَاسَةِ الشُّؤُونِ الدِّينِيَّةِ بِالمَسْجِدِ الحَرَامِ وَالمَسْجِدِ النَّبَوِيِّ

 

મસ્જિદે હરામ અને મસ્જિદે નબવીમાં દીન બાબતો વર્ણન કરતી પ્રમુખ સંસ્થા

 


بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ

તે વાતો જે એક મુસલમાને જાણવી જરૂરી છે.

પ્રસ્તાવના

દરેક પ્રકારની પ્રશંસા સૃષ્ટીના પાલનહાર અલ્લાહ માટે જ છે, દરુદ અને સલામતી ઉતરે, તે નબી પર, જેમને સૃષ્ટિ માટે દયાળુ બનાવી મોકલવામાં આવ્યા છે, તેમજ તેમના ખાનદાન અને સાથીઓ પર અને તેમના પર, જેઓ આપનું અનુસરણ કરે છે અને કયામત સુધી આપના તરીકા પર ચાલે છે, ત્યાર પછી:

આ એક સંક્ષિપ્ત પુસ્તિકા છે, જેમાં અકીદહ, ઈબાદત અને વ્યવહાર સાથે સંબંધિત સૌથી મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને જાણવી દરેક મુસલમાનો માટે અનિવાર્ય છે, આ પુસ્તિકામાં અમે હરમૈન શરીફૈનના મુલાકાતીઓ માટે સંકલિત કર્યું છે, જેથી તેઓ પોતાના ધર્મની બાબતોમાં જ્ઞાન અને સમજ મેળવી શકે, અમે અત્યંત કૃપાળુ અને ઉદાર અલ્લાહથી દુઆ કરીએ છીએ કે તે આ પુસ્તિકાને ફાયદાકારક બનાવે, તેને નેક અને ફક્ત તેની પ્રસન્નતા માટે બનાવે, તે જ શ્રેષ્ઠ બદલો આપનાર અને આશા રાખવા માટે સૌથી સન્માનિય છે.

અલ્ લજ્નહ ઇલ્મીય્યહ બિ રિઆસતિશ્ શુઊનદ્ દીનિય્યહ બિલ્ મસ્જિદિલ્ હરામિ વલ્ મસ્જિદિન્ નબવી (મસ્જિદે હરામ અને મસ્જિદે નબવીમાં દીનની બાબતો વર્ણન કરતી વૈજ્ઞાનિક પ્રમુખ સંસ્થા)

(શરૂ કરું છું) અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

પહેલો ભાગ

અકીદહનું વર્ણન.

પ્રથમ વિષય: ઇસ્લામ અને તેના સિદ્ધાંતોની સમજુતી:

ઇસ્લામ તે છે: અલ્લાહની તોહીદનો સ્વીકાર કરવો અને અલ્લાહ સમક્ષ માથું જુકાવી દેવું, આજ્ઞાકારી બની તેનો આદેશ માની લેવો અને શિર્ક અને શિર્ક કરવાવાળાઓના માર્ગથી દૂર રહેવું.

તેના પાંચ સિદ્ધાંત

છે:

પહેલો સિદ્ધાંત: ગવાહી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે.

બીજો રુકન: નમાઝ કાયમ કરવી.

ત્રીજો રુકન: ઝકાત આપવી.

ચોથું રુકન: રમઝાન મહિનાના રોઝા રાખવા.

પાંચમો રુકન: જો શક્તિ હોઈ તો અલ્લાહના પવિત્ર ઘરની હજ કરવી.

તૌહીદની મહત્તવતા:

જાણી લો! નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક સર્જનને પેદા કર્યા, જેથી તેઓ તેની ઈબાદત કરે અને તેની સાથે કોઈને ભાગીદાર ન ઠહેરવે. અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿وَمَا خَلَقۡتُ ٱلۡجِنَّ وَٱلۡإِنسَ إِلَّا لِيَعۡبُدُونِ 56﴾

{મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે. (૫૬)}. [અઝ્ ઝારિયાત: ૫૬], અને તેની ઈબાદત ફક્ત ઇલ્મ (જ્ઞાન) વડે જ મેળવી શકાય છે, જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿فَٱعۡلَمۡ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّا ٱللَّهُ وَٱسۡتَغۡفِرۡ لِذَنۢبِكَ وَلِلۡمُؤۡمِنِينَ وَٱلۡمُؤۡمِنَٰتِۗ وَٱللَّهُ يَعۡلَمُ مُتَقَلَّبَكُمۡ وَمَثۡوَىٰكُمۡ 19﴾

{તો (હે પયગંબર) તમે જાણી લો કે અલ્લાહ સિવાય કોઇ બંદગીને લાયક નથી અને પોતાના માટે અને ઇમાનવાળા પુરૂષો અને ઇમાનવાળી સ્ત્રીઓના માટે પણ ગુનાહોની માફી માંગતા રહો, અલ્લાહ તઆલા તમારા લોકોની હરવા-ફરવા અને રહેઠાણને ખુબ સારી રીતે જાણે છે ૧૯}. [મુહમ્મદ: ૧૯], જેવુ કે અલ્લાહ તઆલાએ આ આયતમાં વાત અને કાર્ય પહેલા ઇલ્મ (જ્ઞાન)નું વર્ણન કર્યું, મુસ્લિમ માટે સૌથી અગત્યની શીખવા જેવી બાબત મહાન અલ્લાહની તૌહીદ છે; કારણકે તે દીનનો મૂળ સિદ્ધાંત છે, અને તૌહીદ વગર દીન કાયમ નથી થઇ શકતો, અને આ જ એક મુસલમાનનું પહેલું અને છેલ્લું વાજિબ કાર્ય છે, તૌહીદ ઇસ્લામના સિદ્ધાંતો માંથી સૌથી પહેલો સિદ્ધાંત છે, જેને શીખવું અને તે પ્રમાણે અમલ કરવો દરેક મુસલમાનો માટે જરૂરી છે, અને તે પાંચ સ્થંભો છે, જેવું કે અબ્દુલ્લાહ બિન ઉમર રઝી. ની હદીષમાં વર્ણન કરવામાં આવ્યું તે કહે છે: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:

«بُنِيَ الإسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أنْ لَا إلَهَ إلَّا اللَّهُ وأنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ، وَإقَامِ الصَّلَاةِ، وَإيتَاءِ الزَّكَاةِ، وَحَجِّ البَيْتِ، وصَوْمِ رَمَضَانَ».

«ઇસ્લામના મૂળ પાંચ સિદ્ધાંત છે: તે વાતની ગવાહી આપવી કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના પયગંબર છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ્જ કરવો અને રમઝાન મહિનાના રોઝા રાખવા».1

સૌ પ્રથમ એક મુસલમાન માટે તૌહીદની સમજૂતી શીખવી જરૂરી છે, અને તે એ કે દરેક ઈબાદત ફક્ત એક અલ્લાહ માટે જ કરવામાં આવે, ઈબાદતમાં તેની સાથે કોઈને ભાગીદાર બનાવવામાં ન આવે, ન તો કોઈ નિકટ ફરિશ્તાને અને ન તો કોઈ નબી અને પયગંબરને.

«:લા ઇલાહ ઈલ્લલ્લાહ" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી)» નો અર્થ:

તે એ કે બંદો ઠોસ યકીન જાહેર કરે કે સર્વશક્તિમાન અલ્લાહ સિવાય કોઈ સાચો પૂજ્ય નથી, તે ફક્ત એક અલ્લાહની ઈબાદત કરે અને ઈબાદતના દરેક પ્રકારને ફક્ત તેના માટે જ નિખાલસ કરે, જેમકે દુઆ, ડર, ઉમ્મીદ, ભરોસો કરવો વગેરે જેવી ઈબાદતો.

આ સાક્ષી બે ભાગ વગર પૂરી થઇ નથી શકતી:

પહેલો ભાગ: અલ્લાહ સિવાયના દરેક જુઠા પૂજ્યો, ઈલાહો અને મઅબૂદો અને તેમની ઈબાદતનો ઇન્કાર કરવો.

બીજું: તેના માટે ઉલૂહુય્યિતને સાબિત કરે, અર્થાત્ ઈબાદતને લાયક ફક્ત એક અલ્લાહ જ છે, તેના સિવાય બીજું કોઈ નથી, અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿‌وَلَقَدۡ بَعَثۡنَا فِي كُلِّ أُمَّةٖ رَّسُولًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱجۡتَنِبُواْ ٱلطَّٰغُوتَ...﴾

{અમે દરેક કોમમાં પયગંબર મોક્લ્યા, (જે તેમને આ જ વાત કહેતા હતા) કે અલ્લાહની ઈબાદત કરો, અને તાગૂતથી બચો...} [અન્ નહલ: ૩૬].

અને (લા ઇલાહ ઇલ્લલ્લાહ) ની શરતો નીચે મુજબ છે:

પહેલી શર્ત: ઇલ્મ (જ્ઞાન) જે અજ્ઞાનતાની વિરુદ્ધ હોઈ.

બીજી શર્ત: એવું યકીન જે શંકાની વિરુદ્ધ હોઈ.

ત્રીજી શર્ત: ઇખ્લાસ જે નિફાક (દંભ) ની વિરુદ્ધ હોઈ.

ચોથી શર્ત: સત્ય, જે જુઠની વિરુદ્ધ હોઈ.

પાંચમી શર્ત: મોહબ્બત, જે નફરત વિરુદ્ધ હોય.

છઠી શર્ત: આજ્ઞાકારી જે અવજ્ઞા વિરુદ્ધ હોઈ.

સાતમી શર્ત: સ્વીકાર જે અસ્વીકાર વિરુદ્ધ હોઈ.

આઠમી શર્ત: અલ્લાહ સિવાયના દરેક જુઠા પૂજ્યોનો ઇનકાર કરવો.

આ દરેક શરતો પર અમલ કરવો જરૂરી છે, જેને સંક્ષિપ્ત રૂપમાં બે પંક્તિઓમાં વર્ણન કરવામાં આવી છે:

"ઇલ્મુન્ યકીનુન્ વ ઇખ્લાસુન્ વસિદ્કુક્ મઅ" અર્થ: જ્ઞાન, ભરોસો, નિખાલસતા અને સત્યતા સાથે, *** "મુહબ્બતિન્ વ ઇન્કિયાદિન્ વલ્ કબૂલિ લહા" અર્થ: મોહબ્બતની સાથે આજ્ઞાકારી બની સ્વીકાર કરવો

ફરી આઠમાંનો સમાવેશ કરો તે એ કે તમે તે દરેક વસ્તુનો ઇન્કાર કરો *** જેની પણ સાચા પૂજ્યને છોડી ઈબાદત કરવામાં આવે છે.

આ સાક્ષી ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવાથી સાબિત થશે, જેનો કોઈ ભાગીદાર નથી અને નિખાલસ થઈ અલ્લાહની ઈબાદત કરવાથી, અને તેની માંગ એ છે કે અલ્લાહ સિવાય કોઈને પોકારવામાં ન આવે, અને તેના પર જ ભરોસો રાખે, તેના સિવાય કોઈનાથી ઉમ્મીદ ન રાખે, અને અલ્લાહ સિવાય બીજા કોઈના માટે ન તો નમાઝ પઢે ન તો જાનવર ઝબેહ કરે.

કેટલાક લોકો જે કબરોની આસપાસ તવાફ (પરિક્રમા) કરે છે, કબરની અંદર રહેલા લોકોથી ફરિયાદ કરે છે, અને અલ્લાહને છોડી તેઓ પાસે દુઆ માંગે છે, આ અલ્લાહની ઈબાદતમાં શિર્ક છે, જેથી આ પ્રકારના કામોથી ચેતીને રહેવું અને બચવું જરૂરી છે, કારણકે આ પ્રકારના કામ મુશરિકો (શિર્ક કરવાવાળા) જેઓ અલ્લાહને છોડી, વૃક્ષ, પથ્થર અને મૂર્તિઓની ઈબાદત કરે છે તેઓ કરે છે, આ તે જ શિર્ક છે, જેનાથી સચેત કરવા અને બચાવવા માટે કિતાબો ઉતારવામાં આવી અને પયગંબરો મોકલવામાં આવ્યા.

આપ ﷺ માટે ગવાહીનો આપવાનો અર્થ:

આપ ﷺ ના આદેશોનું પાલન કરવું, અને જેના વિશે તેમણે ખબર આપી છે, તેને સત્ય માનવું, અને જે કાર્યોથી તેમણે રોક્યા છે, તેનાથી રુકી જવું, અને તેમણે બતાવેલા તરીકા મુજબ અલ્લાહની ઈબાદત કરવી, એક મુસલમાન તે વાતનો એકરાર કરે છે કે મુહમ્મદ બિન્ અબ્દુલ્લાહ કુરૈશી, હાશમી દરેક સર્જન; જિન્નાતો માંથી અને માનવીઓ માંથી દરેક લોકો માટે અલ્લાહના પયગંબર છે, જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنِّي رَسُولُ ٱللَّهِ إِلَيۡكُمۡ جَمِيعًا...﴾

{તમે કહી દો કે હે લોકો! હું તમારી સૌની તરફ તે અલ્લાહનો પયગંબર છું...} [અલ્ અઅરાફ: ૧૫૮].

અને તે વાતનો એકરાર કરવો કે અલ્લાહ તઆલા એ તેમને પોતાના દીનનો પ્રચાર કરવા અને લોકોની હિદાયત (સત્ય તરફ માર્ગદર્શન) આપવા માટે મોકલ્યા છે, જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿‌وَمَآ أَرۡسَلۡنَٰكَ إِلَّا كَآفَّةٗ لِّلنَّاسِ بَشِيرٗا وَنَذِيرٗا وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ28﴾

{અને હે પયગંબર ! અમે તમને સમગ્ર લોકો માટે એવા પયગંબર બનાવી મોકલ્યા છે, જે ખુશખબરી પણ સંભળાવે અને સચેત પણ કરે, પરંતુ ઘણા લોકો સમજતા નથી. ૨૮} [સબા: ૨૮]. જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿‌وَمَآ أَرۡسَلۡنَٰكَ إِلَّا رَحۡمَةٗ لِّلۡعَٰلَمِينَ 107﴾

{અમે તમને સમગ્ર સૃષ્ટિના લોકો માટે રહેમત બનાવી મોકલ્યા છે. ૧૦૭} [અલ્ અંબિયા: ૧૦૭].

આ સાક્ષીનો ઉદ્દેશ્ય: તમે એવો અમાન્ય અકીદો (માન્યતા) ન રાખો કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને રુબૂબિય્યત (પાલનહાર) અને સૃષ્ટિના કાર્યોના ફેરફાર કરવાનો અધિકાર આપો, અથવા ઈબાદતમાં કોઈ પણ પ્રકારનો ભાગ છે, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ

તો ફક્ત એક બંદા છે, જેમની ઈબાદત કરવામાં આવતી નથી, અને એક પયગંબર છે, જેમને જુઠલાવી શકાય નહીં, અને તેઓ જ્યાં સુધી અલ્લાહ ન ઈચ્છે, ત્યાં સુધી તે પોતાને પણ ફાયદો અને નુકસાન પહોંચાડી શકતા નથી, જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿‌قُل لَّآ أَقُولُ لَكُمۡ عِندِي خَزَآئِنُ ٱللَّهِ وَلَآ أَعۡلَمُ ٱلۡغَيۡبَ وَلَآ أَقُولُ لَكُمۡ إِنِّي مَلَكٌۖ إِنۡ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰٓ إِلَيَّ...﴾

{(હે પયગંબર) તમે તેમને કહી દો કે ન તો હું તમને એવું કહું છું કે મારી પાસે અલ્લાહના ખજાના છે અને ન તો હું ગેબ(અદૃશ્ય)ની વાતો જાણું છું અને ન તો હું તમને એવું કહું છું કે હું ફરિશ્તો છું, હું તો ફકત જે મારી પાસે વહી આવે છે તેનું અનુસરણ કરું છું...} [અલ્ અન્આમ: ૫૦].

બીજો વિષય: ઇમાનની સમજુતી અને તેના સિદ્ધાંતો :

ઈમાન: તે દિલથી યકીન કરવું , જુબાન વડે કહેવું, અને અંગો વડે અમલ કરવું છે, જે અનુસરણ કરવાથી વધે છે અને અવજ્ઞા કરવાથી ઘટે છે.

ઈબાદતને સાચી કરવા અને તેને કબૂલ થવા માટે ઈમાન એ મહત્વની શર્ત છે, જેવું કે શિર્ક અને કુફ્ર દરેક સત્કાર્યોને નષ્ટ કરી દે છે, જેમકે વઝૂ વગર નમાઝ કબૂલ કરવામાં આવતી નથી, એવી જ રીતે ઈમાન વગર કોઈ પણ ઈબાદત સ્વીકારવામાં આવતી નથી, અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿وَمَن يَعۡمَلۡ مِنَ ٱلصَّٰلِحَٰتِ مِن ذَكَرٍ أَوۡ أُنثَىٰ وَهُوَ مُؤۡمِنٞ فَأُوْلَٰٓئِكَ يَدۡخُلُونَ ٱلۡجَنَّةَ وَلَا يُظۡلَمُونَ نَقِيرٗا 124﴾

{અને જે કંઈ સારા કાર્યો કરશે, ભલેને તે પુરુષ હોય અથવા કે સ્ત્રી, શરત એ કે તે મોમિન હોય, તો આવા લોકો જ જન્નતમાં દાખલ થશે અને સહેજ પણ તેમનો હક મારવામાં નહીં આવે. ૧૨૪} [અન્ નિસા: ૧૨૪].

આ આયતમાં સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું કે શિર્ક અમલને નષ્ટ કરી દે છે, જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿وَلَقَدۡ أُوحِيَ إِلَيۡكَ وَإِلَى ٱلَّذِينَ مِن قَبۡلِكَ لَئِنۡ أَشۡرَكۡتَ لَيَحۡبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ ٱلۡخَٰسِرِينَ 65﴾

{જો કે તમારી તરફ અને તમારાથી પહેલાના (દરેક પયગંબરો) તરફ વહી કરવામાં આવી છે કે જો તમે શિર્ક કરશો તો ખરેખર તમારા કર્મો વ્યર્થ થઇ જશે અને ખરેખર તમે નુકસાન ઉઠાવનારા માંથી બની જશો ૬૫}. [અઝ્ ઝુમર: ૬૫].

ઈમાનના છ અરકાન (સ્તંભો) છે, અલ્લાહ પર, ફરિશ્તાઓ પર, કિતાબો પર, પયગંબરો પર, આખિરતના દિવસ પર તેમજ સારી અને ખરાબ તકદીર પર ઈમાન.

૧) અલ્લાહ તઆલા પર ઇમાન લાવવું, જે ત્રણ વસ્તુઓ પર આધારિત છે:

૧- અલ્લાહની રુબુબિયત (પાલનહાર) હોવા પર ઈમાન લાવવું:

અર્થાત્ અલ્લાહ તઆલાને તેના દરેક કામોમાં એક માનવું, જેવું કે પેદા કરવું, રોજી આપવી, જીવિત કરવું, મૃત્યુ આપવું, અલ્લાહ સિવાય કોઈ પેદા કરવાવાળો નથી, અલ્લાહ સિવાય કોઈ રોજી આપનાર નથી, અલ્લાહ સિવાય કોઈ જીવિત કરનાર નથી અને અલ્લાહ સિવાય કોઈ મૃત્યુ આપનાર નથી, અને પવિત્ર અલ્લાહ સિવાય સૃષ્ટિની વ્યવસ્થા કરનાર કોઈ નથી,

એવું શક્ય જ નથી કે સૃષ્ટિમાં કોઈ એવું પવિત્ર અલ્લાહના પાલનહાર હોવાનો ઇન્કાર કરે, હા અહંકારી વ્યક્તિ પોતાના અહંકારમાં કહી શકે છે, જે પોતાની વાતો પર ભરોસો કરતો ન હોય, જેવું કે ફિરઔને તેની કોમને કહ્યું:

﴿‌...أَنَا ‌رَبُّكُمُ ‌الْأَعْلَى﴾

{...કહેવા લાગ્યો, હું તમારા સૌનો ઉચ્ચ પાલનહાર છું} [અન્ નાઝિઆત: ૨૪]. પરંતુ આ આયત ઇમાન વિશે નથી, જેવું કે અલ્લાહ તઆલાએ મૂસા અલૈહિસ્ સલામ વિશે કહ્યું:

﴿‌قَالَ لَقَدۡ عَلِمۡتَ مَآ أَنزَلَ هَٰٓؤُلَآءِ إِلَّا رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ بَصَآئِرَ وَإِنِّي لَأَظُنُّكَ يَٰفِرۡعَوۡنُ مَثۡبُورٗا 102﴾

{મૂસાએ જવાબ આપ્યો કે તું ખૂબ સારી રીતે જાણે છે કે આ દરેક નિશાનીઓ તે હસ્તીએ ઉતારી છે, જે આકાશો અને ધરતીનો માલિક છે, અને હે ફિરઔન! હું તો સમજી રહ્યો છું કે તું ખરેખર બરબાદ થઈને રહીશ. ૧૦૨} [અલ્ ઇસ્રા: ૧૦૨], બીજી એક જગ્યાએ ઉચ્ચ અલ્લાહએ કહ્યું:

﴿‌وَجَحَدُوا بِهَا وَاسْتَيْقَنَتْهَا أَنْفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا... ﴾

{તે લોકોએ અહંકાર અને જુલમનાં કારણે ઇન્કાર કરી દીધો, જો કે તેમના હૃદય માની ગયા હતાં, (કે મૂસા સાચા છે...} [અન્ નમલ: ૧૪].

કારણકે જરૂરી છે કે આ સર્જનીઓનો કોઈ સાચો સર્જક હોય, તેઓ પોતે જ પોતાને પેદા નથી કરી શકતા; કારણકે કોઈ વસ્તુ પોતે જ પોતાને જ પેદા નથી કરતી અને તે પણ શક્ય નથી કે તે અચાનક અસ્તિત્વમાં આવી જાય; કારણકે કોઈ સર્જક વગર સર્જનનું અસ્તિત્વ શક્ય જ નથી, અને એટલા માટે પણ કે આ સૃષ્ટિનો જબરદસ્ત સિસ્ટમ એ વાતનો ઇન્કાર કરે છે કે તે જાતે જ અસ્તિત્વમા આવી ગઈ હોય, એટલા માટે કોઈ સર્જકનું હોવું નિશ્ચિત છે, અને તે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર અલ્લાહ છે, અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿‌أَمۡ خُلِقُواْ مِنۡ غَيۡرِ شَيۡءٍ أَمۡ هُمُ ٱلۡخَٰلِقُونَ 35 أَمۡ خَلَقُواْ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَۚ بَل لَّا يُوقِنُونَ 36﴾

{શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે? અથવા તો આ પોતે સર્જન કરનારા છે? ૩૫

શું આકાશો અને ધરતીને તે લોકોએ પેદા કર્યા છે? સાચી વાત એ છે કે તેઓ (અલ્લાહની કુદરત પર) યકીન જ નથી રાખતા ૩૬} [અત્ તૂર: ૩૫-૩૬].

ખરેખર અરબના મુશરિકો અલ્લાહની સાથે અન્યની બંદગી કરતા હોવા છતાંય અલ્લાહને પાલનહાર તો માનતા જ હતા, પરંતુ તેના કારણે તેઓ ઇસ્લામમાં દાખલ ન થયા, જો કે આપ ﷺ એ તેમની સાથે યુદ્ધ કર્યું અને તેમના માલ અને જાનને હલાલ સમજ્યા, કારણકે તેઓ અલ્લાહ સાથે બંદગીમાં અન્યને ભાગીદાર સમજી તેમની ઈબાદત કરતા હતા, અને તેની સાથે અન્યની ઈબાદત કરતા હતા, જેવું કે મૂર્તિ, પથ્થર, ફરિશ્તાઓ વગેરેની ઈબાદત કરતા હતા.

૨- અલ્લાહના ઇલાહ હોવા પર ઈમાન:

ઉલૂહિય્યત પર ઈમાનનો અર્થ: ઈબાદતને લાયક ફક્ત એક અલ્લાહ જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, (ઇલાહ) અર્થાત્ (મઅબૂદ) જેની બંદગી (ઈબાદત) મોહબ્બત, પ્રતિષ્ઠતા અને વિનમ્રતા સાથે કરવામાં આવે.

અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿‌وَإِلَٰهُكُمۡ إِلَٰهٞ وَٰحِدٞۖ لَّآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلرَّحۡمَٰنُ ٱلرَّحِيمُ 163﴾

{તમારો ઇલાહ એક જ છે, તેના સિવાય કોઇ સાચો ઇલાહ નથી, તે ઘણો જ દયા કરવાવાળો અને ઘણો જ કૃપાળુ છે. ૧૬૩} [અલ્ બકરહ: ૧૬૩].

તે દરેક, જેને અલ્લાહ સાથે પૂજ્ય સમજી બંદગી (ઈબાદત) કરવામાં આવે તે અમાન્ય અને ખોટા છે, અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡحَقُّ وَأَنَّ مَا يَدۡعُونَ مِن دُونِهِۦ هُوَ ٱلۡبَٰطِلُ وَأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡعَلِيُّ ٱلۡكَبِيرُ 62﴾

{આ બધું એટલા માટે કે અલ્લાહ જ સાચો છે અને તેના સિવાય જેમને પણ આ લોકો પોકારે છે તે ખોટા છે. અને નિ:શંક અલ્લાહ જ પ્રતિષ્ઠિત અને ખૂબ જ મોટો છે. ૬૨}. [અલ્ હજ્જ: ૬૨].

એટલા માટે જ નૂહ અલૈહિસ્ સલામથી લઈ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુધી દરેક પયગંબરે પોતાની કોમને તૌહીદ અને ફક્ત એક અલ્લાહની બંદગી કરવાનું આમંત્રણ આપ્યું, ખરેખર મુશરિકો જેઓ પવિત્ર અને ઉચ્ચ અલ્લાહને છોડીને અન્ય પૂજયોની બંદગી કરતા હતા, તેમની સામે ફરિયાદ કરતા હતા અને તેમની પાસે મદદ માંગતા હતા, તેમને અલ્લાહ તઆલાએ બે તાર્કિક પુરાવા સમજાવી અમાન્ય કહ્યું:

પહેલો પુરાવો: જે લોકોને તેઓએ પૂજયો બનાવી રાખ્યા છે, તેમાં ઉલૂહિય્યત (ઈલાહ) હોવાની ગુણવત્તા નથી; કારણકે તે પોતે જ સર્જન છે, કોઈ વસ્તુને પેદા કરવી તેમના માટે શક્ય નથી, તે લોકો પોતાની બંદગી કરવાવાળાને કોઈ ફાયદો પહોંચાડી શકતા નથી, અને ન તો કોઈ તકલીફને દૂર કરી શકે છે, ન તો તેઓ કોઈને જીવન આપી શકે છે અને ન તો મૃત્યુ અને ન તો ફરીવાર જીવિત કરવા પર સક્ષમ છે, જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿وَٱتَّخَذُواْ مِن دُونِهِۦٓ ءَالِهَةٗ لَّا يَخۡلُقُونَ شَيۡـٔٗا وَهُمۡ يُخۡلَقُونَ وَلَا يَمۡلِكُونَ لِأَنفُسِهِمۡ ضَرّٗا وَلَا نَفۡعٗا وَلَا يَمۡلِكُونَ مَوۡتٗا وَلَا حَيَوٰةٗ وَلَا نُشُورٗا 3﴾

{અને (લોકોએ) અલ્લાહ સિવાય કઇ ઇલાહ બનાવી દીધા છે, જે કોઈ વસ્તુ થોડી પેદા કરી શકવાના છે, પરંતુ તેમને પોતે પેદા કરવામાં આવ્યા છે, આ ઇલાહ તો પોતાના ફાયદા અને નુકસાનનો પણ અધિકાર નથી ધરાવતા, અને ન તો તેમને કોઈનાં મૃત્યુ અને જીવન આપવા પર અધિકાર છે અને ન તો મૃતકને ફરી જીવિત કરવાનો કઈ અધિકાર છે. ૩} [અલ્ ફુરકાન: ૩].

બીજો પુરાવો: મુશરિકો સ્વીકાર કરતા હતા કે ફક્ત ઉચ્ચ અલ્લાહ જ સર્જક અને વ્યવસ્થાપક છે, તેના સિવાય કોઈ નહીં, જે દર્શાવે છે કે જેમ તમે પાલનહાર હોવામાં અલ્લાહને એક માનો છો તેમ જ ઈબાદત પણ ફક્ત એક અલ્લાહની જ કરો, જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿قُل لِّمَنِ ٱلۡأَرۡضُ وَمَن فِيهَآ إِن كُنتُمۡ تَعۡلَمُونَ 84 سَيَقُولُونَ لِلَّهِۚ قُلۡ أَفَلَا تَذَكَّرُونَ85 قُلۡ مَن رَّبُّ ٱلسَّمَٰوَٰتِ ٱلسَّبۡعِ وَرَبُّ ٱلۡعَرۡشِ ٱلۡعَظِيمِ 86 سَيَقُولُونَ لِلَّهِۚ قُلۡ أَفَلَا تَتَّقُونَ 87 قُلْ مَنْ بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِنْ كُنْتُمْ تَعْلَمُونَ 88 سَيَقُولُونَ لِلَّهِ قُلْ فَأَنَّى تُسْحَرُونَ 89﴾

{(હે પયગંબર) તમે તેમને પૂછો તો ખરા કે ધરતી અને તેની બધી વસ્તુઓ કોની છે? જણાવો જો તમે જાણતા હોય? ૮૪

તરત જ તેઓ જવાબ આપશે કે “અલ્લાહનું ” છે. તમને તેમને કહી દો કે પછી તમે શિખામણ પ્રાપ્ત કેમ નથી કરતા ૮૫

પૂછો તો ખરા કે સાત આકાશો અને ઘણા જ ઉચ્ચ, પ્રતિષ્ઠિત અર્શનો માલિક કોણ છે? ૮૬

તે લોકો જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમે ડરતા કેમ નથી? ૮૭

સવાલ કરો કે દરેક વસ્તુનો અધિકાર કોના હાથમાં છે? જે શરણ આપે છે અને જેની વિરુદ્ધ કોઈ શરણ આપનાર નથી. જો તમે જાણતા હોય તો જણાવો? ૮૮

આ જ જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમારા પર ક્યાંથી જાદુ કરી દેવામાં આવે છે? ૮૯}. [અલ્ મુઅમિનૂન: ૮૪-૮૯]. જે પ્રમાણે તેઓ અલ્લાહના પાલનહાર હોવાને માને છે, તેમ જ તેઓ ઈબાદત પણ ફક્ત એક પવિત્ર અલ્લાહની કરે, અને તેની ઈબાદત (બંદગી)માં અન્યને ભાગીદાર ન ઠેરવે.

૩- અસ્માવ સિફાત પર ઈમાન (અલ્લાહના નામો અને તેના ગુણો પર ઈમાન લાવવું):

અર્થાત્: જે નાનો અને ગુણો અલ્લાહએ પોતાની કિતાબમાં સાબિત કર્યા છે, તેના પર ઈમાન, અથવા જે અલ્લાહના રસૂલ ﷺ એ હદીષમાં જણાવ્યા હોય, તેના પર ઈમાન લાવવું; અને તે નાનો અને ગુણોને તેની શાન અને પવિત્રતા પ્રમાણે સાબિત કરવા, તેમાં કોઈ ફેરફાર અને તેને અર્થહીન કર્યા વગર, સ્થિતિ અને સરખામણી આપ્યા વિના, અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿‌وَلِلَّهِ ٱلۡأَسۡمَآءُ ٱلۡحُسۡنَىٰ فَٱدۡعُوهُ بِهَاۖ وَذَرُواْ ٱلَّذِينَ يُلۡحِدُونَ فِيٓ أَسۡمَٰٓئِهِۦۚ سَيُجۡزَوۡنَ مَا كَانُواْ يَعۡمَلُونَ 180﴾

{અને અલ્લાહના સારા સારા નામો છે, તો તમે તે નામો વડે જ અલ્લાહને પોકારો અને એવા લોકોને છોડી દો જેઓ તેના નામમાં ખામી શોધે છે, જે કંઈ પણ તેઓ કરી રહ્યા છે, નજીક માંજ તેમને તેનો બદલો મળી જશે ૧૮૦}. [અલ્ અઅરાફ: ૧૮૦]. અને અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿‌...لَيۡسَ كَمِثۡلِهِۦ شَيۡءٞۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡبَصِيرُ﴾

{તેના જેવી કોઇ વસ્તુ નથી, તે જ છે, જે દરેક વાત સાંભળે છે અને બધું જ જુએ છે} [અશ્ શૂરા: ૧૧].

શિર્કના ત્રણ પ્રકાર છે:

૧- શિર્કે અકબર (મોટું શિર્ક).

૨- શિર્કે અસ્ગર (નાનું શિર્ક).

૩ શિર્કે ખફી (છૂપાયેલું શિર્ક).

૧- શિર્કે અકબર (મોટું શિર્ક):

તેનો નિયમ: અલ્લાહ તઆલાની ગુણવત્તામાં અલ્લાહને છોડીને અન્યને તેના બરાબર સમજવું, જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿‌إِذۡ نُسَوِّيكُم بِرَبِّ ٱلۡعَٰلَمِينَ 98﴾

{જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં ૯૮} [અશ્ શુઅરાઅ: ૯૮].

જેમાં નીચેની વાતનો પણ સમાવેશ થાય છે: ઈબાદતને અલ્લાહ તઆલા સિવાય અન્ય માટે કરવી, અને કેટલીક ઇબાદતો માંથી કેટલીક ઈબાદતોને અલ્લાહને છોડીને અન્ય માટે કરવી; જેવું કે દુઆ, ઇસ્તિગાષહ (મદદ માગવી) નઝર, ઝબહે કરવું જેવી અન્ય ઇબાદતો.

અથવા આ પણ કે જે વસ્તુ અલ્લાહએ હરામ કરી હોય તેને હલાલ સમજવી, અથવા જે હલાલ કરી હોય તેને હરામ સમજવી, અથવા જે વસ્તુ અલ્લાહએ જરૂરી કરી હોય તેને વ્યર્થ સમજવી, જેવું કે કોઈ એવી વસ્તુને હલાલ સમજવું, જેને દીન દ્વારા સ્પષ્ટ રીતે હરામ કરી દેવામાં આવી હોય, જેમકે વ્યભિચાર, દારૂ પીવું, માતા-પિતાની અવજ્ઞા તેમજ વ્યાજ વગેરે.

અથવા તે પવિત્ર વસ્તુઓને હરામ સમજવી, જે અલ્લાહ તઆલાએ હલાલ કરી હોય, અથવા કોઈ જરૂરી વસ્તુને જરૂરી ન સમજવી, ઉદાહરણ તરીકે એવું સમજવું કે નમાઝ જરૂરી નથી, અથવા રોઝા રાખવા જરૂરી નથી અને ઝકાત આપવી પણ વાજિબ નથી.

અને શિર્કે અકબર પર મૃત્યુ પામનારના દરેક કામ વ્યર્થ બની જશે અને તે હંમેશા માટે જહન્નમમાં જશે. જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿‌...وَلَوۡ أَشۡرَكُواْ لَحَبِطَ عَنۡهُم مَّا كَانُواْ يَعۡمَلُونَ﴾

{...અને જો આ લોકો (ઉપર જણાવેલ લોકો માંથી) પણ શિર્ક કરતા, તો જે કંઈ કાર્યો કરતા તે સૌ વ્યર્થ થઇ જાત}. [અલ્ અન્આમ: ૮૮].

અને જે શિર્કે અકબર પર મૃત્યુ પામશે તો અલ્લાહ તેને ક્યારેય માફ નહીં કરે અને તેના માટે જન્નત હંમેશા માટે હરામ થઈ જશે. જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿‌إِنَّ ٱللَّهَ لَا يَغۡفِرُ أَن يُشۡرَكَ بِهِۦ وَيَغۡفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَآءُ...﴾

{નિ:શંક અલ્લાહ તઆલા પોતાની સાથે ભાગીદાર ઠેરવનારને માફ નથી કરતો અને તે સિવાયના જે ગુનાહ હશે જેને ઇચ્છશે તેને માફ કરી દેશે...} [અન્ નિસા: ૪૮]. અને અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿إِنَّهُۥ مَن يُشۡرِكۡ بِٱللَّهِ فَقَدۡ حَرَّمَ ٱللَّهُ عَلَيۡهِ ٱلۡجَنَّةَ وَمَأۡوَىٰهُ ٱلنَّارُ...﴾

{કારણકે જે વ્યક્તિ અલ્લાહ સાથે શિર્ક કરે છે, અલ્લાહ તઆલાએ તેના પર જન્નત હરામ કરી દીધી છે, તેઓનું ઠેકાણું જહન્નમ જ છે...} [અલ્ માઈદહ: ૪૨].

૨ શિર્કે અસગર (નાનું શિર્ક):

જેને કુરઆન અને હદીષમાં શિર્ક કહ્યું હોય પરંતુ તે શિર્કે અકબરના દરજ્જા સુધી ન પહોંચતું હોય, તો તેને શિર્કે અસગર (અર્થાત્ નાનું શિર્ક) કહેવામાં આવે છે, જેવુ કે અલ્લાહને છોડીને અન્યના નામની કસમ ખાવી; ઉદાહરણ તરીકે કઅબા, પયગંબર અમાનત અને કોઈના જીવનની કસમ ખાવી વગેરે, જેવું કે આપ ﷺ એ કહ્યું:

«مَنْ حَلَفَ بِغَيرِ اللهِ فَقَدْ كَفَرَ أَو أَشرَكَ».

«જે કોઈએ અલ્લાહના નામને છોડીને અન્યના નામની કસમ ખાધી, તો તેણે કુફ્ર કર્યું અથવા શિર્ક કર્યું».2

અને દિલની માન્યતા પ્રમાણે ક્યારેક શિર્કે અસગર શિર્કે અકબર પણ બની શકે છે, જેવું કે કોઈ વ્યક્તિ પયગંબર અથવા કોઈ શૈખની સોગંદ લેતી વખતે એવી માન્યતા સાથે રાખે કે તેઓ અલ્લાહના બરાબર છે, અથવા તેમને અલ્લાહને છોડીને પોકારવામાં આવે અથવા એવું સમજવામાં આવે કે તેઓ સૃષ્ટિમાં ફેરફાર કરવાનો અધિકાર ધરાવે છે, તો તે શિર્કે અકબર (મોટું શિર્ક) ગણાશે, પરંતુ કસમ લેનાર વ્યક્તિ જો આ પ્રમાણે કોઈ માન્યતા ન રાખતો હોય અને ફક્ત આદત પ્રમાણે કસમ ખાતો હોય, તો તેને શિર્કે અસગર (નાનું શિર્ક) ગણવામાં આવશે, અને આ પ્રમાણે ઘણી વખત થતું હોય છે, એટલા માટે તૌહીદની અકીદાહના કારણે આનાથી સચેત રહેવું ખૂબ જ જરૂરી છે.

૩- શિર્કે ખફી:

આ "રીયા" (દેખાડો) છે જે દિલમાં હોય છે; જેવું કે લોકોને દેખાડવા માટે નમાઝ પઢવી અથવા કુરઆન મજીદની તિલાવત કરવી, અથવા તસ્બીહ કરવી જેથી લોકો તેના વખાણ કરે અથવા દાન કરવું, જેથી લોકો તેને દાનવીર કહે, જે અમલ તેણે દેખાડો કરવા માટે કર્યા, તે અમલ વ્યર્થ કરી દેવામાં આવશે, અન્ય નેક કામ નહીં જે તેણે સાચા દિલથી ફક્ત અલ્લાહ માટે કર્યા હોય.

અલ્લાહના રસૂલ ﷺએ કહ્યું:

«الشِّرْكُ فِي هَذِهِ الْأُمَّةِ أَخْفَى مِنْ دَبِيبِ النَّمْلَةِ السَّودَاءِ عَلَى الصَّفَاةِ السَّودَاءِ فِي ظُلْمَةِ اللَّيْلِ، وَكَفَّارَتُهُ أَنْ يَقُولَ: "اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ أَنْ أُشْرِكَ بِكَ شَيْئًا وَأَنَا أَعْلَمُ، وَأَسْتَغْفِرُكَ مِنَ الذَّنْبِ الَّذِي لَا أَعْلَمُ».

«શિર્ક આ કોમમાં અંધારી રાતમાં કાળા પથ્થર પર કાળી કીડીની ચાલ કરતા પણ વધુ હળવી રીતે આવશે, અને તેનો કફ્ફારો આ (દુઆ) છે: "અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક્ અન્ ઉશરિક બિક શૈઅન વઅના અઅલમ, વઅસ્તગ્ફિરુક મિનઝ્ ઝમ્બિલ્ લઝી લા અઅલમ" અર્થ: હે અલ્લાહ! હું તારી પનાહમાં આવું છું કે હું જાણતા હોવા છતાય તારી સાથે શિર્ક કરું, અને જે હું નથી જાણતો, તેની હું માફી માંગું છું».3

કૂફ્રના પ્રકારો:

પહેલો પ્રકાર: કૂફ્રે અકબર:

જેના કારણે બંદો હંમેશા માટે જહન્નમમાં રહેશે, તેના પણ પાંચ પ્રકાર છે:

૧- કૂફ્રે તકઝીબ (જુઠલાવવું):

પયગંબરો વિશે જુઠા હોવાની માન્યતા રાખવી, આ પ્રકારનું કુફ્ર કાફિરોમાં ઘણું ઓછું હતું; કારણકે અલ્લાહ તઆલાએ પોતાના પયગંબરોને સ્પષ્ટ પુરાવા આપ્યા હતા, પરંતુ જુઠલાવવાવાળાઓ ની સ્થિતિ તે જ છે, જેવું કે અલ્લાહ તઆલાએ તેમના ગુણોનું વર્ણન કર્યું:

﴿‌وَجَحَدُوا ‌بِهَا ‌وَاسْتَيْقَنَتْهَا أَنْفُسُهُمْ ظُلْمًا وَعُلُوًّا...﴾

{તે લોકોએ અહંકાર અને જુલમનાં કારણે ઇન્કાર કરી દીધો, જો કે તેમના હૃદય માની ગયા હતાં, (કે મૂસા સાચા છે)...} [અન્ નહલ: ૧૪].

૨- ઘમંડ અને અવજ્ઞા કરતા કૂફ્ર કરવું:

જેવું કે ઇબલિસનું કૂફ્ર, તેણે અલ્લાહના આદેશનો ઇનકાર તો ન હતો કર્યો, પરંતુ તેણે ઘમંડ અને અવજ્ઞા જરૂર કરી હતી, અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿وَإِذۡ قُلۡنَا لِلۡمَلَٰٓئِكَةِ ٱسۡجُدُواْ لِأٓدَمَ فَسَجَدُوٓاْ إِلَّآ إِبۡلِيسَ أَبَىٰ وَٱسۡتَكۡبَرَ وَكَانَ مِنَ ٱلۡكَٰفِرِينَ 34﴾

{અને (તે સમય પણ યાદ કરો) જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમ ને સિજદો કરો, તો ઇબ્લિસ સિવાય સૌ ફરિશ્તાઓએ આદમને સિજદો કર્યો, ઇબ્લીસે ઇન્કાર કર્યો અને ઘમંડ કરવા લાગ્યો અને કાફિરો માંથી થઈ ગયો ૩૪} [અલ્ બકરહ: ૩૪].

૩- કૂફ્રે એઅરાઝ:

તે સત્યનું અનુસરણ કરવાથી પોતાના કાન અને દિલને ફેરવી દે છે, જેના કારણે તે તેની તરફ ધ્યાન નથી કરતો, ન તો તેની ચિંતા કરે છે, અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿وَمَنۡ أَظۡلَمُ مِمَّن ذُكِّرَ بِـَٔايَٰتِ رَبِّهِۦ ثُمَّ أَعۡرَضَ عَنۡهَآۚ إِنَّا مِنَ ٱلۡمُجۡرِمِينَ مُنتَقِمُونَ22﴾

{તેના કરતા વધારે જાલિમ કોણ હોઈ શકે છે? જેને અલ્લાહની આયતો દ્વારા શિખામણ આપવામાં આવી હોય, તો પણ તે આનાથી મોઢું ફેરવી લીધું. નિ:શંક અમે પણ પાપીઓ સાથે બદલો લેવાવાળા છે. ૨૨} [અસ્ સજદહ: ૨૨].

પરંતુ જો આ અવજ્ઞા સંપૂર્ણ ન હોય પરંતુ થોડાક અંશમાં હોય તો પછી તેને કૂફ્ર ગણવામાં નહીં આવે તેને ફિસક (ગુનો) ગણવામાં આવશે, જેવું કે કોઈ વ્યક્તિ દીનમાં વાજિબ વસ્તુઓ શીખવા ન માંગે, જેવું કે રોઝા અને હજના મસઅલા મસાઇલ.

૪- કૂફ્રે શક (શંકાશ્પદ):

જ્યારે કોઈ વ્યક્તિ સત્ય બાબતોમાં શંકામાં હોય, જેવું કે અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿وَدَخَلَ جَنَّتَهُ وَهُوَ ظَالِمٌ لِنَفْسِهِ قَالَ مَا أَظُنُّ أَنْ تَبِيدَ هَذِهِ أَبَدًا 35 وَمَا أَظُنُّ السَّاعَةَ قَائِمَةً وَلَئِنْ رُدِدْتُ إِلَى رَبِّي لَأَجِدَنَّ خَيْرًا مِنْهَا مُنْقَلَبًا 36﴾

{અને તે પોતાના બગીચામાં ગયો અને તે પોતાના ઉપર જુલમ કરી રહ્યો હતો, કહેવા લાગ્યો કે હું કલ્પના પણ નથી કરી શકતો કે આ બગીચો ગમે ત્યારે નષ્ટ થઇ શકે છે. ૩૫

અને હું કયામતના દિવસની પણ કલ્પના નથી કરતો અને જો હું મારા પાલનહાર તરફ ફેરાવવામાં પણ આવ્યો તો પણ મને યકીન છે કે હું આના કરતા પણ વધારે જગ્યા પામીશ. ૩૬} [અલ્ કહફ: ૩૫-૩૬].

૫ કૂફ્રે નિફાક:

તે એ કે વ્યક્તિ જબાન વડે તો ઈમાનનો દાવો કરે પરંતુ દિલથી તેને જુઠલાવતો હોય, અલ્લાહ તઆલાએ કહ્યું :

﴿وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ وَبِٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَمَا هُم بِمُؤۡمِنِينَ 8﴾

{લોકો માંથી કેટલાક લોકો એવા પણ છે, જેઓ કહે છે કે અમે અલ્લાહ ઉપર અને કયામતના દિવસ ઉપર ઇમાન રાખીએ છીએ, પરંતુ તેઓ સાચા મોમિન નથી. ૮} [અલ્ બકરહ: ૮].

આ છે કૂફ્રે અકબરના પ્રકાર, જેના કારણે એક વ્યક્તિ ઇસ્લામ માંથી બહાર થઈ જશે.

બીજો પ્રકાર: કૂફરે અસગર:

આ કૂફ્રના કારણે કોઈ હંમેશા માટે જહન્નમમાં નહીં રહે, આ કુફ્રમાં તે દરેક વસ્તુઓનો સમાવેશ થાય છે, જેના વિશે કુરઆન અને હદીષમાં કુફ્ર શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે વર્ણન થયો હોય, અર્થાત્ કુફ્ર શબ્દ પર અલિફ અને લામ ન આવ્યા હોય, અને આ વિશે ઘણા ઉદાહરણો વર્ણન થયા છે, જેમાંથી: અબૂ હુરૈરહ રઝી. ની હદીષ, આપ ﷺ એ કહ્યું:

«اثْنَتَانِ فِي النَّاسِ هُمَا بِهِمْ كُفْرٌ: الطَّعْنُ فِي النَّسَبِ، وَالنِّيَاحَةُ عَلَى المَيِّتِ».

«બે વસ્તુ લોકોમાં એવી છે, જે કુફ્રનું કારણ છે: નસબ (ખાનદાન) બાબતે મહેણાં-ટોણો કરવા અને મૃતક પર નવહા (વિલાપ) કરવો».4

૨) ફરિશ્તાઓ પર ઇમાન:

અને આનો સંબંધ ગૈૈબની વાતો માંથી છે, અલ્લાહ તઆલાએ તેમને નૂરથી પેદા કર્યા, તેઓ સૌ અલ્લાહની ઈબાદત કરવાવાળા છે, અને તેમનામાં રુબૂબિય્યત અને ઉલૂહિય્યતના એક પણ ગુણોનો સમાવેશ થતો નથી, અને તેઓ અલ્લાહના આદેશની અવજ્ઞા નથી કરતા, પરંતુ તેઓ તેના આદેશો પર અમલ કરે છે, તેઓ ઘણી સંખ્યામાં છે, તેમની સંખ્યાનું જ્ઞાન અલ્લાહ સિવાય કોઈને નથી.

ફરિશ્તાઓ પર ઈમાન ચાર વસ્તુ પર આધારિત છે:

૧- તેમના અસ્તિત્વ પર ઈમાન.

૨- જે ફરિશ્તાઓના નામ આપણે જાણતા હોય, તેમના પર ઈમામ રાખવું, જેમ કે જિબ્રઇલ, ઇસ્રાફીલ, મિકાઈલ વગેરે. જે ફરિશ્તાઓના નામ આપણે ન જાણતા હોય, તેમના પર સંક્ષિપ્ત રૂપે ઇમાન રાખવું.

૩- ફરિશ્તાઓના તે ગુણો પર ઇમાન રાખવું જેને આપણે જાણીએ છીએ અને જે કુરઆન મજીદ અને હદીષમાં વર્ણન કરવામાં આવ્યા છે; જેવું કે જિબ્રઇલ અલૈહિસ્ સલામ વિશે વર્ણન કરવામાં આવ્યું, કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને તે જ સ્થિતિમાં જોયા જે પ્રમાણે તેમનું સર્જન કરવામાં આવ્યું છે, તેમની છસો પાંખો હતી, જેનાથી આકાશ ઢંકાય ગયું હતું.

૪- ફરિશ્તાઓને જે કાર્યોનું ઇલ્મ હોય તેના પર ઈમાન લાવવું: જેવું કે થાક્યા વગર સતત સવાર-સાંજ અલ્લાહની તસબીહ અને તેની ઈબાદતમાં વ્યસ્ત રહેવું,

ઉદાહરણ તરીકે: જિબ્રઇલ અલૈહિસ્ સલામ: જેઓ અમાનતદારી સાથે વહી પહોંચાડનાર છે.

ઇસ્રાફિલ: જેઓ સૂરમાં ફૂંક મારવા માટે નક્કી કરેલ છે.

મલિકુલ્ મૌત: જેમને મૃત્યુના સમયે પ્રાળ લેવાની જવાબદારી સોંપવામાં આવી છે.

માલિક: જહન્નમ માટે જવાબદાર, અને રિજવાન: જન્નતની દેખરેખ રાખનાર છે, એવી જ રીતે જે ફરિશ્તાઓના કાર્યો વિષે જાણ હોઈ તેના પર ઈમાન ધરાવવું.

૩) કિતાબો પર ઇમાન:

કિતાબોનો અર્થ: તે આકાશીય કિતાબો જે અલ્લાહએ પોતાના પયગંબરો પર ઉતારી, માનવીઓ માટે હિદાયત અને તેમના પર રહેમ કરવા માટે જેથી તેઓ બંને જહાનમાં સારા પરિણામ પ્રાપ્ત કરે.

કિતાબો પર ઈમાન ચાર વસ્તુ પર આધારિત છે:

૧- તે વાત પર ઈમાન રાખવું કે આ કિતાબો ખરેખર અલ્લાહ તરફથી જ ઉતારવામાં આવી છે.

૨- જે કિતાબોના નામ આપણે જાણીએ છીએ તેના પર ઈમાન: જેવું કે કુરઆન મજીદ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઉતારવામાં આવ્યું, તૌરાત મૂસા અ.સ. પર ઉતારવામાં આવી, ઇન્જિલ ઈસા અ.સ. પર ઉતારવામાં આવી, ઝબૂર દાવુદ અ.સ. પર ઉતારવામાં આવી.

જે કિતાબોના નામ આપણે જાણતા નથી તેના સંક્ષિપ્ત રૂપે ઈમાન લાવવું.

તેમાં વર્ણવેલ વાતોની પુષ્ટિ કરવી; જેવું કે કુરઆન અને પહેલાની ફેરફાર થયા વગરની જે કિતાબો છે તેમની ખબરો.

૪- તે કિતાબોમાં વર્ણવેલ દરેક આદેશોને રદ કરવામાં ન આવ્યા હોય, તેને ખુશી ખુશી

સ્વીકારી અમલ કરવો, ભલેને આપણ તે આદેશોની હિકમત જાણતા હોય કે ન હોય. યાદ રાખવું જોઈએ કે પહેલાની દરેક કિતાબ કુરઆન મજીદ આવ્યા પછી મન્સુખ (રદ) થઈ ગઈ છે, પાછલી પુસ્તકોના કોઈ પણ આદેશ પર અમલ કરવો યોગ નથી, સિવાય કે જેને કુરઆન અને હદીષ દ્વારા સાબિત કરવામાં આવ્યો હોય.

૪) પયગંબરો પર ઇમાન:

રુસુલ રસૂલ શબ્દનું બહુવચન છે, જેમના પર વહી દ્વારા શરીઅત ઉતારવામાં આવી, અને તેમને તેના પ્રચારનો આદેશ આપવામાં આવ્યો હોઈ, સૌ પ્રથમ પયગંબર નૂહ અ.સ. અને અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ, અને તે સૌ માનવી છે, અને તેમનામાં રુબૂબિય્યત અને ઉલૂહિય્યતના કોઈ ગુણોનો સમાવેશ થતો નથી.

અને પયગંબરો પર ઈમાન નીચે વર્ણવેલ વાતો પર આધારિત છે:

૧- તે વાત પર ઈમાન કે તેમની પયગંબરી અલ્લાહ તરફથી સાચી છે, એટલા માટે જો કોઈ એક પયગંબરનો ઇન્કાર કરશે તો સૌનો ઇન્કાર કર્યો ગણાશે.

૨- તે પયગંબરો પર ઈમાન ધરાવવું જેમના નામની આપણને જાણ હોય, જેવું કે મુહમ્મદ ﷺ, ઇબ્રાહીમ, મૂસા, ઈસા, નૂહ અ.સ. અને આ સૌ પયગંબરોને ઉલુલ્ અઝ્મ (ઉંચ્ચ હિમત અને હોસલા વાળ) પયગંબર કહેવામાં આવે છે.

અને જે પયગંબરોના નામ આપણે જાણતા ન હોય તેમના પર પણ સંક્ષિપ્ત રૂપે ઈમાન ધરાવવું જરૂરી છે, અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿‌وَلَقَدۡ أَرۡسَلۡنَا رُسُلٗا مِّن قَبۡلِكَ مِنۡهُم مَّن قَصَصۡنَا عَلَيۡكَ وَمِنۡهُم مَّن لَّمۡ نَقۡصُصۡ عَلَيۡكَ...﴾

{નિ:શંક અમે તમારા કરતા પહેલા પણ ઘણા પયગંબરો મોકલી ચૂક્યા છીએ, જેમાંથી કેટલાકના (કિસ્સા) અમે તમને બતાવી ચૂક્યા છીએ અને તેમાંથી કેટલાકના તો અમે તમને નથી બતાવ્યા...}. [ગાફિર: ૭૮].

૩- તેમની જે વાતો સત્ય હોઈ તે વાતોની પુષ્ટિ કરવી.

૪- અંતિમ પયગંબર મુહમ્મદ ﷺની શરીઅત પર અમલ કરવો.

૫) આખિરતના દિવસ પર ઇમાન:

તે કયામતનો દિવસ, જ્યારે લોકોને તેમના કાર્યો પ્રમાણે હિસાબ અને બદલા માટે ફરીવાર ઊભા કરવામાં આવશે, તે દિવસનું નામ એટલા માટે આખિરત છે કે તે દિવસ પછી કોઈ બીજો દિવસ નહીં હોય; કારણકે જન્નતમાં જનાર અને જહન્નમમાં જનાર પોત પોતાના ઠેકાણાં સુધી પહોંચી જશે.

આખિરતના દિવસ પર ઈમાન ત્રણ વસ્તુ પર આધારિત છે:

અ- ફરીવાર જીવિત થઈ ઉઠાવવા પર ઈમાન:

અર્થાત્ જ્યારે સૂરમાં બીજી ફૂંક મારવામાં આવશે, ત્યારે દરેક મૃતકોને ફરીવાર જીવિત કરવામાં આવશે, અને પાલનહાર સામે ઊભા થશે, તેમના પગમા ન તો ચપલ હશે અને ન તો તેમના શરીર પર કપડાં, અને દરેકની ખતના કરેલી નહીં હોઈ. અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿كَمَا بَدَأْنَا أَوَّلَ خَلْقٍ نُعِيدُهُ ‌وَعْدًا ‌عَلَيْنَا إِنَّا كُنَّا فَاعِلِينَ 104﴾

{જેવી રીતે અમે પ્રથમ વખત તમારું સર્જન કર્યું હતું, તેવી જ રીતે બીજી વખત કરીશું. આ અમારા શિરે એક વચન છે અને અમે તેને જરૂર પૂરું કરીશું. ૧૦૪}. [અલ્ અન્બિયા: ૧૦૪].

બ- હિસાબ અને બદલો મળવા પર ઈમાન:

બંદાની પાસે તેના કાર્યો પ્રમાણે હિસાબ લેવામાં આવશે અને તે પ્રમાણે તેને બદલો આપવામાં આવશે, ઉચ્ચ અલ્લાહએ કહ્યું:

﴿إِنَّ إِلَيۡنَآ إِيَابَهُمۡ 25 ثُمَّ إِنَّ عَلَيۡنَا حِسَابَهُم 26﴾

{ખરેખર અમારા તરફ જ તેમને પાછા ફરવાનું છે. ૨૫

અને ખરેખર તેમનો હિસાબ અમારા શિરે છે.} [ અલ્ ગોશીયહ: ૨૫-૨૬].

જ- જન્નત અને જહન્નમ પર ઈમાન:

તે વાત પર ઈમાન ધરાવવું કે આ બન્ને પ્રકારના બંદાઓ માટે કાયમી ઠેકાણાં છે: જન્નત, તે નેઅમતોનું ઘર છે, જેને અલ્લાહ તઆલાએ પોતાના પરહેજગાર મોમિન બંદાઓ માટે તૈયાર કરી છે, જે અલ્લાહ અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરે છે. તેમાં એવી નેઅમતો છે, જેને અત્યાર સુધી કોઈ આંખે જોઈ નથી અને કોઈ કાને સાંભળ્યું પણ નથી અને ન તો કોઈ માનવીના દિલમાં અત્યાર સુધી તેના વિશે કંઈ વાત આવી છે.

અને હવે જહન્નમ; તે અઝાબ માટેનું ઘર છે, જેને અલ્લાહ તઆલાએ કાફિરો માટે તૈયાર કરવમાં આવી છે, જેઓ અલ્લાહ અને તેના પયગંબરની અવજ્ઞા કરતા હશે. તેમાં એવા અઝાબના પ્રકાર છે, જેની તકલીફનો ખ્યાલ કરવો પણ શક્ય નથી.

૬) સારી અને ખરાબ તકદીર પર ઇમાન:

અને તકદીર પર ઈમાનનો અર્થ: અલ્લાહ તઆલાના જ્ઞાન અને હિકમત પ્રમાણે દરેક કાર્યો થઈ રહ્યા છે.

તકદીર પર ઈમાન ચાર વસ્તુ પર આધારિત છે:

૧- ઇલ્મ: એટલે કે એ વાત પર ઈમાન લાવવું કે જે કંઈ થઈ ચ્ક્યું છે અથવા જે થવાનું છે, અને તે કઈ રીતે થવાનું છે તેના વિષે બધું જ સંક્ષિપ્ત રૂપે અથવા વિસ્તારપૂર્વક અને હંમેશાવાળું તેમજ કાયમી ઇલ્મ અલ્લાહ પાસે છે. એવી જ રીતે જે થઈ નથી તે પણ અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે કે જો તે થાત તો કંઈ રીતે થાત, જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿‌وَلَوۡ رُدُّواْ لَعَادُواْ لِمَا نُهُواْ عَنۡهُ ...﴾

{જો આ લોકો ફરી પાછા મોકલી દેવામાં આવે તો પણ તેઓ એવા જ કાર્યો કરશે જેનાથી તેઓને રોકવામાં આવ્યા હતા...} [અલ્ અનઆમ: ૨૮[.

૨- અલ્ કિતાબહ (લખાણ): અલ્લાહ તઆલાએ દરેક વસ્તુની કયામત સુધીની તકદીર લખી દીધી છે, જેવું કે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿أَلَمۡ تَعۡلَمۡ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۚ إِنَّ ذَٰلِكَ فِي كِتَٰبٍۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ 70﴾

{શું તમે જાણતા નથી કે આકાશો અને ધરતીની દરેક વસ્તુને અલ્લાહ જાણેછે, આ બધું જ લખેલી કિતાબમાં સુરક્ષિત છે, અલ્લાહ તઆલા માટે તો આ કામ ઘણું જ સરળ છે}. [અલ્ હજ્જ: ૭].

૩- મશીઅત (ઈચ્છા): અર્થાત્ત એ વાત પર ઈમાન ધરાવવું કે આ સૃષ્ટિમાં તે જ થાય છે, જે અલ્લાહ ઈચ્છે છે

, અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿وَرَبُّكَ يَخۡلُقُ مَا يَشَآءُ وَيَخۡتَارُ ...﴾

{અને તમારો પાલનહાર જે ઇચ્છે છે, તેનું સર્જન કરે છે અને જેને ઇચ્છે છે, (પોતાના કામ માટે) પસંદ કરી લે છે...}. [અલ્ કસસ: ૬૮], માનવીની મરજી અલ્લાહની ઈચ્છાથી બહાર નથી જઈ શકતી, જેવું કે ઉચ્ચ અલ્લાહએ કહ્યું:

﴿وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ 29﴾

{અને તમે ઈચ્છી નથી શકતા પરતું તે જ, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર ઇચ્છતો હોય}. [અત્ તકવીર: ૨૯].

૪- સર્જન: એ વાત પર ઈમાન કે સર્જનીઓ અને તેમના સારા અને ખરાબ કાર્યોનો સર્જક છે, અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿ٱللَّهُ خَٰلِقُ كُلِّ شَيۡءٖۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَيۡءٖ وَكِيلٞ 62﴾

{અલ્લાહ દરેક વસ્તુનું સર્જન કરનાર છે અને તે જ દરેક વસ્તુની દેખરેખ રાખનાર છે} [અઝ્ ઝુમર: ૬૨].

આ દરેક દરજ્જાને સંક્ષિપ્ત રૂપમાં એકઠા કરી એક પંક્તિમાં વર્ણન કરવામાં આવ્યા છે:

ઇલ્મુન્ કિતાબતુન્ મવલાના મશીઅતુહું (અર્થાત્: અલ્લાહનું સર્વવ્યાપી જ્ઞાન, તેની પુસ્તક, અને તેની ઈચ્છા) *** વ ખલકુહુ વહુવ ઇજાદુન્ વ તકવીનુન (અર્થાત્: તેનું સર્જન જે તેની શોધ અને ગોઠવણ છે).

ત્રીજો વિષય: એહસાન:

અલ્ અહેસાન: આ એક જ રુકન છે, એ કે તમે અલ્લાહની ઈબાદત એવી રીતે કરો જેવું કે તમે તેને જોઈ રહ્યા છો, અને જો આ ખ્યાલ ન કરી શકતા હોઇ તો કમ સે કમ એટલું તો જરૂર વિચારો કે તે તમને જોઈ રહ્યો છે.

અર્થાત્: માનવી અલ્લાહની ઈબાદત એવી રીતે કરે, જાણે કે તે અલ્લાહ સામે ઉભો હોય, અને આ દરજ્જો અલ્લાહ માટે સંપૂર્ણ ડર અને સંપૂર્ણ ઝુકાવ પછી પ્રાપ્ત થાય છે, અને તેના માટે જરૂરી છે કે ઈબાદત રસૂલ ﷺની સુન્નત પ્રમાણે હોય.

અહેસાનના બે દરજ્જા છે, અને મોહસીન (એહસાન કરનાર) માટે અલગ અલગ બે પદ છે:

પહેલો દરજ્જો: અને સૌથી ઊંચો દરજ્જો મુશાહદહનો (જોવાનો) દરજ્જો છે, અર્થાત્ બંદો એવી રીતે ઈબાદત કરે જેવું કે તે પોતાની સામે દિલથી અલ્લાહને જોઈ રહ્યો હોય, જેનાથી દિલ ઇમાનના નૂરથી એવી રીતે પ્રકાશિત થઈ જાય છે કે ગૈબની વાતો જોઈ રહ્યો હોય.

બીજો દરજજો: ઇખલાસ (નિખાલસતા) અને મુરાકબહનો (ધ્યાનનો) દરજ્જો, અને તે એ કે બંદો ઈબાદત કરતી વખતે હંમેશા એક વાત ધ્યાનમાં રાખે કે અલ્લાહ તેને જોઈ રહ્યો છે, અને તેને તેના દરેક અમલની જાણ છે, જો બંદાની આવી સ્થિતિ હોય તો તે મુખલિસ (નિખાલસ) છે.

ચોથો વિષય: અહલે સુન્નત વલ્ જમાઅતના સિદ્ધાંતોનો સંક્ષિપ્ત સારાંશ:

પહેલો નિયમ: અહલે સુન્નત વલ્ જમાઅત કુરઆન અને હદીષમાં વર્ણવેલ દરેક આદેશોનું અનુસરણ કરે છે, જાહેર અને આંતરિક બન્ને રીતે, અન્યની વાતને ઉચ્ચ અલ્લાહ અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાત પર પ્રાથમિકતા આપતા નથી.

બીજો નિયમ: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાઓ વિશે દિલ અને જબાન સાફ રાખે છે, અને તેમનો અકીદો એ છે કે રસૂલ ﷺ પછી ખલીફા અબુબકર, ત્યારબાદ ઉમર ત્યારબાદ ઉષ્માન અને પછી અલી રઝી.છે.

ત્રીજો નિયમ: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરવાળા સાથે મોહબ્બત અને લાગણી, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરવાળા: ખાસ કરીને તેમના માંથી સદાચારી લોકો.

ચોથો નિયમ: શાસક અને ગર્વનર વિરુદ્ધ બળવો ન કરવો, ભલેને તેઓ જાલિમ કેમ ન હોય. તેમના માટે નેકી અને આફિયતની દુઆ કરવી, અને તેમને બદ દુઆ ન આપવી, અને તેમનું અનુસરણ સર્વશ્રેષ્ઠ અલ્લાહએ અનિવાર્ય કરેલ અનુસરણ માંથી છે, જ્યાં સુધી તેઓ ગુનાહનો આદેશ ન આપે, જો તે ગુનાહનો આદેશ આપે તો પછી તેમાં તેમનું અનુસરણ કરવું જરૂરી નથી, તો પણ અન્ય કામોમાં તેમનું અનુસરણ કરવું જરૂરી રહેશે.

પાંચમો નિયમ: અવલીયાની કરામાત (નેક લોકો દ્વારા થતા ચમત્કારો) ની પુષ્ટિ, અર્થાત્ આદત વિરુદ્ધ બાબતો, જે અલ્લાહ પોતાના કેટલાક બંદાઓના હાથો વડે જાહેર કરે છે.

છઠ્ઠો નિયમ: અહલે કિબલહ (મુસલમાનો) ને સામાન્ય ગુનાહ અને અવજ્ઞાના કારણે કાફિર નથી કહેતા, જેવું કે ખવારીઝ કરતા હોય છે, પરંતુ એહલે સુન્નત પાસે ગુનાહો હોવા છતાં પણ તેમની પાસે ઇમાની ભાઈચારો બાકી રહે છે, તેઓ ગુનેગાર લોકો વિશે કહે છે: તેઓ પોતાના ઈમાનના કારણે મોમિન છે અને પોતાના કબીરહ ગુનાહના કારણે ફાસિક (ગુનેગાર) છે.

બીજો વિભાગ: ઈબાદત વિશે સંબંધિત બાબતોનું વર્ણન

પહેલો વિષય: તહારત (શુદ્ધતા)નું વર્ણન:

તહારત નો શાબ્દિક અર્થ : દરેક પ્રકારની ગંદકીથી પાક સાફ હોવું.

શરઇ અર્થ (કાયદાકીય અર્થ): હદષ ગંદકી ખતમ થવી અને દૂર થવી. પાકી સફાઈ નમાઝ માટેની ચાવી છે, એટલા માટે પાકી સફાઇ વિશે ઇલ્મ પ્રાપ્ત કરવું દીનના મહત્વના કાર્યો માંથી એક કાર્ય છે, દરેક મુસલમાન માટે જરૂરી છે કે તેને ધ્યાનપૂર્વક શીખે.

પહેલું: પાણીના પ્રકાર:

૧- તહૂર (તે પાણી જે સંપૂણ રીતે પાક હોય અને બીજાને પણ પાક કરી શકે): તે પાણી જેનાથી સફાઈ પ્રાપ્ત કરવી યોગ્ય છે, તે પોતાની મૂળ સ્થિતિમાં હોય; જેવું કે વરસાદનું પાણી, નહેરનું પાણી અથવા

સમુદ્રનું પાણી, અથવા તેમાં કોઈ પાક વસ્તુને ભેળસેળ થઈ હોય પરંતુ તે તેના પર પ્રભુત્વ મેળવતી ન હોય, કે જેનાથી તે પાણીની પાકીની ગુણવત્તા ખત્મ થઈ

ગઈ હોઇ.

૨- નજિસ (નાપાક); તેનો વપરાશ જાઈઝ નથી, ન તો તેનાથી ગંદકી દૂર થાય છે, અને ન તો તેનાથી નજાસત (અશુદ્ધતા) દૂર થાય છે, આ તે પાણી છે, જેનો રંગ, ગંધ, અથવા સ્વાદ કોઈ ગંદકીના કારણે બદલાય ગયો હોય.

બીજુ: નજાસત (અશુદ્ધતા):

નજાસત: અર્થાત એક ખાસ પ્રકારની ગંદકી છે, જેના કારણે નમાઝ થતી નથી; જેવું કે પેશાબ, સંડાસ અને લોહી વગેરે, આ ગંદકી શરીર, કપડું અને જગ્યા પર હોઈ શકે છે.

વસ્તુઓમાં મૂળ ઇબાહત (હલાલ) અને તહારત(પાકી) હોય છે, એટલા માટે જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને ગંદી હોવાનો દાવો કરે, તો તેની પાસેથી દલીલ માંગવી જોઈએ. કફ નીકળવો, માનવીનો પરસેવો, અથવા ગધેડાનો પરસેવો, તે પાક છે પરંતુ તે ગંદકી જરૂર છે. એટલા માટે દરેક નજાસત (અશુદ્ધતા) ગંદકી છે, પરંતુ દરેક ગંદકી નજાસત (અશુદ્ધતા) નથી.

નજાસત (અશુદ્ધતા) ના ત્રણ દરજ્જા છે:

પહેલું: અન્ નજાસતુલ્ મુગલ્લઝહ (ગંભીર અશુદ્ધતા);

ઉદાહરણ: તે વાસણની નાપાકી જેમાં કુતરાએ મોઢું નાખ્યું હોય, અને તેને પાક કરવાનો તરીકો: તે વાસણને સાત વખત ધોવામાં આવે અને પ્રથમ વખત માટી વડે ધોવામાં આવે.

બીજું: અન્ નજાસતુલ્ મુખફ્ફહ (હળવી અશુદ્ધતા);

ઉદાહરણ: દુધપિતા બાળકનો પેશાબ, જ્યારે કપડાં વગેરેમાં લાગી જાય, તેને શુદ્ધ કરવાની પદ્ધતિ: તેના પર સારી રીતે પાણી છાંટવામાં આવે, જ્યાં સુધી તે ઢંકાઈ ન જાય, તેને નિચોડવાની જરૂર નથી.

ત્રીજું: અન્ નજાસતુલ્ મુતવ્વસિતહ (મધ્યમ અશુદ્ધતા):

ઉદાહરણ: માનવીનો પેશાબ અને ગંદકી,જ્યારે જમીન અથવા કપડાં પર લાગી જાય. તેને પાક કરવાની રીત: જો ગંદકી તેના પર ચોંટી ગઈ હોય તો તેને સાફ કરવી, અને જો ગંદગી વધારે હોય તો તે જગ્યાને પાણી અથવા અન્ય સાફ કરવાની વસ્તુઓ વડે સાફ કરવી.

નીચે કેટલાક પ્રકારની ગંદકીનું વર્ણન કરવામાં આવી રહ્યું છે:

૧- માનવીનો પેશાબ અને સંડાસ.

૨- મઝી અને વદી.5

૩- તે જાનવર જે હલાલ ન હોઇ તેની ગંદકી.

૪- હૈઝ અને નિફાસનું લોહી.

૫- કુતરાની લાળ.

૬- મૃતક, અને જે નીચે વર્ણવેલ છે તેમાંથી નહીં.

અ: મૃતક માનવી.

બ- મૃતક માછલી અને તીડ.

જ- એવું મૃતક જાનવર જેનું લોહી વહેતુ ન હોય, જેવું કે માખી, મધમાધી, કીડી વગેરે.

દ- મૃતક પ્રાણીના હાડકા, શિંગડા, નખ, વાળ અને પાંખો.

નજાસત (ગંદકી) ને દૂર કરવાની રીત:

૧- પાણી વડે: નાપાકી (અશુદ્ધતા) દૂર કરવા માટે ખરેખર ઉપયોગ તો પાણીનો જ થશે, પાણીની માફક અન્ય કોઈ વસ્તુ નાપાકી દૂર કરી શકતી નથી.

૨- શરીઅતમાં કેટલીક નજિસ (અશુદ્ધ) વસ્તુઓને પાક કરવા માટે અન્ય રીત વર્ણન કરી છે: જે નીચે મુજબ છે:

અ- મૃતકના ચામડાને દબાગત (સાફ કરવું) આપી પાક કરવામાં આવશે.

બ- જો કોઈ વાસણમાં કૂતરું મોઢું નાખી દે તો તેને સાત વખત ધોવામાં આવશે અને પહેલી વખત માટી વડે ધોવામાં આવશે.

જ- જ્યારે કપડાં પર હૈઝ (માસિક)નું લોહી ચોટી જાય, તો તેને ઘસી તેના પર પાણીના છાંટા મારવાથી તે પાક થઈ જશે, જો તો પણ કોઈ નિશાન રહી જાય, તો કંઈ વાંધો નથી.

દ- સ્ત્રીના તે કપડાં જે જમીન પર નીચે અડતા હોય છે, તો તેના પછીની પાક માટી વડે તે પાક, સાફ થઈ જાય છે.

હ- દુધ પીતું બાળક જો કપડાં પર પેશાબ કરે તો તેના પર ફક્ત પાણી છાંટી દેવું પૂરતું છે, અને જો બાળકીનો પેશાબ લાગી જાય તો પછી તે કપડાંને પાણી વડે ધોઈ પાક કરવામાં આવશે.

વ- મઝી પર પણ પાણી છાંટવામાં આવે તો તે પાક થઈ જાય છે.

ઝ- બુટ, ચપ્પલનો નીચેનો ભાગ ઝમીન પર ઘસીને પાક કરવામાં આવશે.

હ- જમીન પર પડેલી નાપાકી દૂર કરવી: તેના પર એક ડોલ પાણી રેડીને, અથવા તેને સૂર્ય કે પવનથી સુકાઈ જાય ત્યાં સુધી છોડી દેવાથી, અને જો અશુદ્ધિના નિશાન દૂર થઈ જાય, તો તે શુદ્ધ થાય છે.

ત્રીજો: તે કાર્યો જે મુહ્દિષ (નાપાક વ્યક્તિ) માટે હરામ છે:

તે વસ્તુઓ જે હદષે અકબર મોટી ગંદકી હદષે

અસગર અને નાની ગંદકી માટે હરામ છે:

૧- ફર્ઝ અને નફીલ નમાઝ: તેની દલીલ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની હદીષ છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

«لَا يَقْبَلُ اللَّهُ صَلاَةً بِغَيْرِ طُهُورٍ».

«વઝૂ વગર પઢવામાં આવેલી નમાઝને અલ્લાહ કબૂલ કરતો નથી».6

૨- મુસ્હફ (કુરઆન મજીદ) ને સ્પર્શ કરવું, રસૂલ ﷺ એ અમ્ર બિન હઝમને જે પત્ર લખ્યો હતો તેમાં કહ્યું:

«لَا يَمَسُّ الْقُرْآنَ إِلَّا طَاهِرٌ».

«કુરઆન ફક્ત પવિત્ર વ્યક્તિ જ સ્પર્શ કરી શકે છે».7

૩- બૈતુલ્લાહનો તવાફ, કારણકે નબી ﷺ એ કહ્યું:

«الطَّوَافُ بِالْبَيْتِ صَلاةٌ، إِلَّا أَنَّ اللَّهَ أَبَاحَ فِيهِ الْكَلَامَ».

«બૈતુલ્લાહનો તવાફ નમાઝ જ છે, ફક્ત અલ્લાહ તઆલાએ તે સમયે વાત કરવાને હલાલ કર્યુ છે».8 અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તવાફ માટે વઝૂ કર્યું હતું, અને એ પણ સાબિત છે કે આપ ﷺ એ હૈઝ વાળી સ્ત્રીને તવાફ કરવા પર રોક લગાવી છે, જ્યાં સુધી તે પાક ન થઈ જાય.

નીચે ફક્ત તે વસ્તુઓનું વર્ણન કરવામાં આવી રહ્યું છે, જે ફક્ત હદીષે અકબર (મોટી ગંદકી) માટે હરામ છે:

૧- કુરઆન મજીદની તિલાવત કરવી, કારણકે અલી રઝી. ની હદીષ છે: «જનાબત (નાપાકી) વગર કોઈ વસ્તુ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કુરઆનથી રોકતી ન હતી».9

૨- વઝૂ કર્યા વગર મસ્જિદમાં રોકાવવું; કારણકે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَقۡرَبُواْ ٱلصَّلَوٰةَ وَأَنتُمۡ سُكَٰرَىٰ حَتَّىٰ تَعۡلَمُواْ مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِي سَبِيلٍ حَتَّىٰ تَغۡتَسِلُواْ...﴾

{હે ઈમાનવાળાઓ! જ્યારે તમે નશામાં હોય તો નમાઝની નજીક પણ ન જાઓ, જ્યાં સુધી પોતાની વાતને સમજવા ન લાગો અને જુનૂબી ગુસલ કર્યા વગર નમઝની નજીક ન જાય...} [અન્ નિસા: ૪૩].

પરંતુ જો હદીષે અકબત (મોટી ગંદકી) વાળો વ્યક્તિ વુઝૂ કરી લે તો મસ્જિદમાં રોકાઈ શકે છે, અને જો મસ્જિદ માંથી પસાર થઈ જાય તો પણ કંઈ વાંધો નથી,

ચોથું: પેશાબ પાખાનાના આદાબ:

પેશાબ પાખાના વખતે નીચેની વાતો મુસ્તહબ છે;

૧- લોકોથી દૂર જઈ પેશાબ અને પાખાના કરવું.

૨- શરૂઆતમાં આ દુઆ પઢવી જોઈએ,

«اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْخُبْثِ وَالْخَبَائِثِ» .

«"અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિનલ્ ખુબ્સિ વલ્ ખબાઇસ"( હે અલ્લાહ! હું નાપાક જિન્નાતથી તારી પનાહ માગું છું, ભલે તે પુરુષો માંથી હોય કે સ્ત્રી માંથી.)».10

પેશાબ અને પાખાના કરતી વખતે જરૂરી બાબતો:

૧- પેશાબથી બચવું જોઈએ.

૨- ગુપ્તાંગને છુપાવવું.

અને પેશાબ પાખાના વખતે આ કાર્યો હરામ છે:

૧- કિબલા તરફ મોઢું અથવા પીઠ કરવી.

૨- રસ્તા પર અથવા લોકોને બેસવાની જગ્યા પર પેશાબ પાખાના કરવો.

૩- જે પાણી વહેતુ ન હોય તેમાં પેશાબ કરવી.

પેશાબ પાખાના વખતે મકરુહ બાબતો:

૧- જમણા હાથથી ગુપ્તાંગને અડવું.

૨- જમણા હાથથી પથ્થર અથવા ઇસ્તિન્જા કરવું.

૩- હાજત કરતી વખતે વાતચીત કરવી, અને ખાસ કરીને અલ્લાહનો ઝિક્ર કરવો અમાન્ય છે.

પાંચમું: પથ્થર વડે ઇસ્તિનજા કરવાનો હુકમ:

ઇસ્તિનજા: અર્થાત્ પેશાબ અને સંડાસની જગ્યાએથી નીકળતી ગંદકીને પાણી વડે સાફ કરવું.

ઇસ્તિજમારનો અર્થ: પેશાબ અને સંડાસની જગ્યાએ નીકળતી ગંદકીને પથ્થર અથવા ટિશું પેપર વડે સાફ કરવું.

જે વસ્તુથી ઇસ્તિજમાર કરવું હોય તેના વિશે કેટલીક શરતો:

૧- તે મુબાહ (જાઈઝ) હોય.

૨- તે પાક હોય.

૩- તેનાથી સફાઈ કરવી શક્ય હોય.

૪- તે હાડકું અથવા ગોબર (છાણ) ન હોવું જોઈએ.

૫- કોઈ પવિત્ર વસ્તુ ન હોય જેવું કે કોઈ વરક, જેમાં અલ્લાહનું નામ લખ્યું હોય.

જો ફક્ત ઇસ્તિજમાર જ કરવું હોય તો બે વસ્તુનો ખ્યાલ રાખવો જરૂરી છે:

૧- નીકળતી ગંદકી સામાન્ય જગ્યા સિવાય બીજે લાગેલી ન હોય.

૨- ઇસ્તિજમાર માટે ત્રણ અથવા ત્રણથી વધારે પથ્થર વડે ઇસ્તિજમાર કરવું જોઈએ.

છઠ્ઠું: વુઝુના આદેશો:

ત્રણ ઈબાદતો માટે વુઝૂ કરવું જરૂરી છે:

૧- નમાઝ: ફર્ઝ હોય કે નફિલ.

૨- મુસ્હફ (કુરઆન મજીદ) ને પકડવા માટે.

૩- તવાફ.

વુઝૂ માટે શરતો:

૧- ઇસ્લામ.

૨- બુદ્ધિશાળી હોવું.

૩- તમીઝ.

૪- નિયત: જેની જગ્યા દિલ છે, શબ્દો વડે નિયત કરવી બીદઅત છે, અને જેણે વુઝૂ કરવાનો ઈરાદો કર્યો, તેણે નિયત કરી લીધી. જો સફાઈ અથવા ઠંડક માટે કોઈ શરીરના ભાગને ધોવામાં આવે તો તે વુઝૂ નહીં ગણાય.

૫- નિયત કરી રાખવી કે જ્યાં સુધી વુઝૂ ખતમ ન થઈ જાય, આ નિયત ખતમ ન કરવી જોઈએ.

૬- જે વસ્તુ વુઝૂ કરવાને વાજિબ ન કરતી હોય, આ શર્તના કારણે જેને સતત પેશાબના ટીપાં ટપકતા હોય અથવા ઇસ્તિહાઝાવાળી સ્ત્રીનો સમાવેશ નથી થતો.

૭- પેશાબ અને સંડાસ કરતા વુઝૂ પહેલા ઇસ્તિનજા અથવા ઇસ્તિજમાર કરવું.

૮- પાણીનું પાક અને હલાલ હોવું.

૯- ચામડી સુધી પાણી ન પહોંચે તે માટે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તેને હટાવવી.

૧૦- નમાઝનો સમય થઇ જવો જોઈએ.

વુઝૂની ફરજો (જરૂરી બાબતો):

૧- ચહેરો ધોવો, કોગળા કરવા અને નાકમાં પાણી ચઢાવવું પણ તેમાં શામેલ છે.

૨- બન્ને હાથને કોળી સુધી ધોવા.

૩- સંપૂર્ણ માથાનો મસો અને બન્ને કાનનો મસો કરવો તેમાં શામેલ છે.

૪- ઘૂટી સુધી બન્ને પગ ધોવા.

૫- વુઝૂ કરતી વખતે તરતીબનો ખ્યાલ કરવો.

૬- તસલ્સુલ (કોઈ કામ સતત કરવું: અંગોને ધોતી વખતે બે અંગો વચ્ચે અંતર ન હોવું જોઇએ.

વુઝૂનો તરીકો:

૧- બિસ્મિલ્લાહ પઢવું.

૨- હથેળીઓને ત્રણ વખત ધોવી.

૩- ત્રણ વખત ચહેરો ધોવો, જેમાં કોગળા કરવા અને નાકમાં પાણી ચઢાવવું શામેલ છે.

૪- ત્રણ વખત કોળી સુધી હાથ ધોવા, પહેલા જમણો હાથ પછી ડાબો.

૫- કાન સાથે માથાનો મસો કરવો.

૬- ત્રણ વખત ઘૂંટી સુધી પગ ધોવા, જમણો પગ પહેલા અને પછી ડાબો પગ.

જેના કારણે વુઝૂ તૂટી જાય છે:

૧- પેશાબ અથવા સંડાસની જગ્યાએથી કંઈ પણ નીકળવું, ઉદાહરણ તરીકે, પેશાબ, હવા નીકળવી, સંડાસ.

૨- શરીર માંથી વધુ માત્રમાં નીકળતી કોઈ નાપાક વસ્તુ.

૩- ઊંઘ અથવા બીજા કોઈ કારણસર બુદ્ધિ જતી રહેવી.

૪- આગળ પાછળ ગુપ્તાંગને કોઈ પણ આડ વગર સ્પર્શ કરવું.

૫- ઊંટનું માસ ખાવું.

૬- ઇસ્લામથી ફરી જવું- અલ્લાહ અમને અને દરેક મુસલમાનને બચાવે. (આમીન)

સાતમું: દરેક પ્રકારના મોજા પર મસો કરવાનો આદેશ:

૧- ખુફ: ચામડા વગેરેના મોજા.

૨- જવરબ: ઉલન અથવા રુથી બનેલા મોજા.

મસો કરવાની શરતો:

૧- સંપૂર્ણ તહારત પછી પહેરવા.

૨- તેનાથી કદમ અને ઘૂટી છુપાય જાય.

૩- બંને મોજા પાક હોવા જોઈએ.

૪- મસો તેના સમયમાં કરવામાં આવે.

૫- મસહ વઝૂમાં કરવામાં આવશે, ગુસલ (સ્નાન) માં નહીં.

૬- મોજા હલાલ હોવા જોઈએ, ચોરી કરેલા અથવા પુરૂષો માટે રેશમના મોજા ન હોવા જોઈએ, કારણકે હરામ વસ્તુઓ દ્વારા આપેલ છૂટ અપનાવી શકતા નથી.

મસો કરવાનો સમયગાળો:

મુકીમ (રહેવાસી): અર્થાત્ જે ઘરમાં હોઇ સફરમાં ન હોય તેના માટે એક દિવસ અને એક રાત સુધી. અને મુસાફર માટે ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી.

મસો કરવાની રીત:

હાથને પાણીથી લીલા કરી, પગની આંગળીઓથી લઈ પિંડલી (ઘૂંટીની ઉપર સુધીના ભાગમાં) મોજા પર એક વાર મસો કરવો.

મસાને બાતલ (અમાન્ય) કરનારી બાબતો:

૧- મસાનો સમયગાળો પૂરો થઇ જવો.

૨- બન્ને મોજા અથવા એક મોજાને પણ ઉતારી દેવા.

૩- હડષે અકબર (જેના કારણે ગુસલ વાજિબ થઈ જાય) પ્રાપ્ત થવી.

મોજા પર મસોકરવાનો હુકમ:

મસો કરવું પગ ધોવાથી બહેતર છે, કારણકે આ અલ્લાહ તઆલા તરફથી છૂટ છે, અને જેના કારણે આપ ﷺ નું અનુસરણ અને બિદઅતી લોકોનો વિરોધ થાય છે.

બેન્ડેજ, ડ્રેસિંગ અને પટી પર મસો કરવો:

જબાઇર: ફેક્ચર થયેલ શરીરના ભાગમાં કરવામાં આવતું પ્લાસ્ટર અથવા પાટો.

અસાઈબ: કપડું વગેરે, જે જખમ, બળી ગયેલ અંગ પર બાંધવામાં આવે છે.

લુસૂક: સારવારના હેતુથી ફોલ્લી વગેરે પર બાંધવામાં આવતો પાટો.

આ વસ્તુઓ પર મસો કરવાનો હુકમ:

જરૂરત વખતે જાઈઝ છે, શરત એ કે જરૂરતની જગ્યા કરતા વધારે જગ્યા પર મસો કરવામાં ન આવે.

અને જ્યારે જરૂરત ખતમ થઈ જાય અથવા તેને ઉતારવા પર કોઈ તકલીફ ન થતી હોય તો મસો કરવો જાઈઝ નથી.

આ વસ્તુ પર મસો કરવાનો તરીકો:

તેની આસપાસના ભાગને ધોવામાં આવે, અને પાટા પર મસો કરવામાં આવે, અને જ્યાં પાટો ન હોય તે ભાગમાં વુઝૂ કરવામાં નહીં આવે.

આઠમું: તયમ્મુમના આદેશો:

તયમ્મુમ: પાકીની નિયત કરી માટી વડે એક ખાસ અંદાજમાં ચહેરા અને હાથ પર મસો કરવો.

તેનો આદેશ:

પાણી ન હોય અથવા પાણીનો ઉપયોગ કરવાની શક્તિ ન હોય તે સ્થતિમાં તો વઝૂ અને ગુસલના બદલામાં તયમ્મુમ કરવું જરૂરી છે.

તયમ્મુમ લાગું કરવાની હિકમત:

તયમ્મુમ મુહમ્મદ ﷺ ની ગુણવત્તા માંથી એક છે, આ અલ્લાહ તરફથી અહેસાન અને તેના તરફથી મળેલ છૂટ છે, પાછલી કોમ માટે આ આદેશ ન હતો.

જે સ્થિતિઓમાં તયમ્મુમ કરવું જાઈઝ છે, તેનું વર્ણન:

૧- સફરમાં હોય અથવા ઘરે હોય, પ્રયત્ન કરવા છતાંય પાણી ન મળે.

૨- પાણી તો હોય, પરંતુ પીવા માટે અને ખાવાનું બનાવવા માટે જ પૂરતું હોય, જો તેને પીવામાં આવે તો કોઈ માનવી અથવા જાનવર તરસ્યો રહી શકે છે.

૩- જો પાણીના ઉપયોગથી બીમારી વધવાનો ભય હોય, અથવા શિફા પ્રાપ્ત થવામાં વાર લાગતી હોય.

૪- બીમારીના કારણે હલનચલન કરી શકાતું ન હોય, તો એવી સ્થિતિમાં કોઈ વઝૂ કરાવનાર પણ ન હોય અને સમય જતો રહેવાનો ભય હોય.

૫- જ્યારે પાણીના ઉપયોગથી ઠંડી ચઢી જવાનો ભય હોય અને ગરમી પ્રાપ્ત કરવાનો કોઈ સ્ત્રોત પણ ન હોય તો તયમ્મુમ કરી નમાઝ પઢી શકે છે.

તયમ્મુમ કરવાની રીત:

ખુલ્લી આંગળીઓ કરી હાથ માટી પર મારવા, પછી સંપૂર્ણ ચેહરા અને હથેળીઓ પર મસો કરવો,એક હથેળી પર બીજી હથેળી ફેરવી મસો કરવો.

તયમ્મુમને બાતેલ (અમાન્ય) કરી દેનારી બાબતો:

૧- પાણી મળી આવવું, જો તયમ્મુમ પાણીની અછતના કારણે કરવામાં આવ્યું હોય. અથવા પાણીનો ઉપયોગ કરવાની શક્તિ જો શક્તિ ન હોવાના કારણે તયમ્મુમ કરવામાં આવ્યું હોય.

૨- વઝૂ અને ગુસલને અમાન્ય કરવાવાળી દરેક વસ્તુઓથી તયમ્મુમ પણ બાતેલ થઈ જાય છે, જેવું કે જનાબત (નાપાકી), હૈઝ (માસિક) અને નિફાસ (પ્રસૂતિ).

જે વ્યક્તિ પાણી અને તયમ્મુમ બન્નેનો ઉપયોગ ન કરી શકે તેના માટે હુકમ:

જેને પાણી અથવા માટી ન મળે અથવા તેની પરિસ્થિતિ એવી હોય કે તે પાણી અથવા માટી ઉપયોગ નથી કરી શકતો, તો તે એવી જ સ્થિતિમાં નમાઝ પઢશે, કારણકે અલ્લાહ તઆલા શક્તિ કરતા વધારે ભાર નથી આપતો. ત્યારબાદ જો પાણી અથવા માટી મળી જાય અથવા તે પાણી ઉપયોગ કરવા પર સક્ષમ બની જાય, તો તે નમાઝ ફરીવાર ન પઢે; કારણકે તેણે તે જ કર્યું જેનો તેને આદેશ આપવામાં આવ્યો હતો. કારણકે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿...فَٱتَّقُواْ ٱللَّهَ مَا ٱسۡتَطَعۡتُمۡ...﴾

{...બસ! જ્યાં સુધી તમારાથી થઇ શકે અલ્લાહથી ડરતા રહો..} [અત્ તગાબુન: ૧૬]. અને આપ ﷺ કહે છે:

«إِذَا أَمَرْتُكُمْ بِأَمْرٍ فَأْتُوا مِنْهُ مَا اسْتَطَعْتُمْ».

«જ્યારે હું તમને કોઈ વસ્તુનો આદેશ આપું, તો પોતાની શક્તિ પ્રમાણે તેના પર અમલ કરો».11

ફાયદો: જો જનાબતના (નાપાકીના) કારણે તયમ્મુમ કર્યું હોય અને પાણી મળી આવે તો ફરી ગુસલ કરશે.

નવમુ: હૈઝ અને નિફાસના આદેશો:

પહેલું: હેઝ:

આ એક પ્રાકૃતિક લોહી છે, જે નિયમિત સમયમાં ગર્ભાશય માંથી નીકળે છે. સામાન્ય રીતે માસિકનો સમય મહિનામાં છ કે સાત દિવસનો હોય છે, અને ક્યારેક તેનાથી વધારે અથવા ઓછા દિવસ પણ હોઈ શકે છે, અને સ્ત્રીના પ્રાકૃતિક ઢાંચા પ્રમાણે તેનો મહિનો ક્યારેક લાંબો અને ક્યારેક ટૂંકો હોય છે.

હૈઝના આદેશો:

૧- હૈઝ (માસિક) ની સ્થિતિમાં સ્ત્રી ન તો નમાઝ પઢશે અને ન તો રોઝા રાખશે, અને ન તો તેણે પઢેલી નમાઝ અને રાખેલ રોઝા યોગ્ય ગણવામાં આવશે.

૨- હૈઝથી પાક થયા પછી રોઝાની કઝા કરશે, નમાઝની નહીં.

૩- તેના માટે તવાફ કરવો જાઈઝ નથી. અને તે કુરઆન પઢી શક્તિ નથી, અને ન તો મસ્જિદમાં બેસી શકશે. ૪- અને તેના પતિ માટે તેની સાથે ત્યાં સુધી સંભોગ કરવું હરામ છે, જ્યાં સુધી તેનું હૈઝ રોકાઈ ન જાય, અને તેણી ગુસલ ન કરી લે.

૫- તે સિવાય તેનો પતિ તેની સાથે સંભોગ વગર ફાયદો ઉઠાવી શકે છે, જેમ કે ચુંબન કરવું, સ્પર્શ કરવું વગેરે.

૬- હૈઝ (માસિક) ની સ્થિતિમાં પત્નીને તલાક આપવી પણ યોગ્ય નથી.

અને તુહર (પાકી) નો અર્થ: લોહીનું રોકાઈ જવું, તો જયારે લોહી રોકાઈ જાય તો સ્ત્રી પાક થઇ જાય છે, અને તેણીનો હૈઝનો સમયગાળો પૂરો થઇ જાય છે, અને ત્યારે તેના પર ગુસલ કરવું વાજિબ થઇ જાય છે, ફરી જે કાર્યો હૈઝના કારણે હરામ હતા, તે દરેક કાર્યો કરી શકી છે.

અને જો તે પાક થઇ ગયા પછી (હૈઝનું લોહી આવવાની જગ્યાએ) કોઈ ભીનાશ જેમકે માટી જેવા રંગનું કે પીળા રંગનું પાણી જુએ, તો તેને ગણવામાં નહીં આવે.

બીજું: નિફાસ:

નિફાસ (પ્રસૂતિ) તે લોહીને કહે છે, જે પ્રસુતિના સમયે અથવા તેના પછી નીકળે છે, અને આ તે લોહી છે, જે ગર્ભ દરમિયાન ગર્ભાશયમાં રોકાઈ ગયેલું હોય છે.

અને નિફાસ, એ હૈઝ જેવું જ છે, પરંતુ તેમાં પણ સમાગમ સિવાય દરેક પ્રકારનો ફાયદો ઉઠાવી શકાય છે.

અને તે દરેક કાર્યો હરામ થઇ જાય છે જે હૈઝના કારણે હરામ થઇ જાય છે, જેમકે સમાગમ કરવું, નમાઝ, રોઝા, તલાક આપવી, તવાફ કરવો, કુરઆન પઢવું, મસ્જિદમાં રોકાવવું, અને એવી જ રીતે જયારે હૈઝની જેમ જયારે નિફાસનું લોહી રોકાઈ જાય તો ગુસલ કરવું વાજિબ થઇ જાય છે,

અને હૈઝ જેવું જ રોઝાની કઝા કરવી પડશે, નમાઝની નહીં.

અને નિફાસનો સૌથી લાંબો સમયગાળો ચાળીસ દિવસ છે, પરંતુ જો ચાળીસ દિવસ પહેલા લોહી રોકાઈ જાય તો તેણીનો નિફાસનો સમયગાળો પૂરો થઇ જશે, જેથી તેણી ગુસલ કરશે, નમાઝ પઢશે અને તે દરેક કાર્યો કરશે જે તેણીના માટે નિફાસના કારણે હરામ થઇ ગયા હતા.

બીજો વિષય: નમાઝનું વર્ણન:

પહેલું: અઝાન અને ઇકામતના આદેશો:

અઝાનનો આદેશ પહેલી હિજરીસનમાં આપવામાં આવ્યો, અઝાનનો આદેશ આપવાનું કારણ: જયારે મુસલામનોને નમાઝના સમય જાણવા વિશે તકલીફ પડી, તો તેઓ ચિંતા કરવા લાગ્યા કે તેની કોઈ નિશાની હોવી જોઈએ, તે દરમિયાન અબ્દુલ્લાહ બિન્ ઝૈદ રઝી અલ્લાહુ અન્હુએ સપનામાં આ અઝાન જોઈ, જેને અલ્લાહ તરફથી વહી દ્વારા માન્ય ગણવામાં આવી.

અઝાન: નમાઝના સમય થવાની સૂચના. અને ઇકામત: નમાઝ ઉભી થઇ જવાને કહે છે.

અઝાન અને ઇકામત ફરજ નમાઝો માટે પુરુષોની જમાઅત માટે ફરજે કિફાયા છે, બન્ને ઇસ્લામની જાહેર નિશાનીઓ માંથી છે તેને છોડવું યોગ્ય નથી.

અઝાનની શર્તો:

૧- અઝાન આપનાર મોમિન પુરુષ હોઈ.

૨- અઝાન તરતીબ પ્રમાણે (સંકલિત) હોવી જોઈએ.

૩- અઝાન સળંગ આપવામાં આવે.

૪- અઝાન નમાઝનો સમય થઇ ગયા પાછી આપવામાં આવે, અને આ શર્તથી બે અઝાનો અલગ છે ફજર અને જુમ્માની પહેલી અઝાન.

અઝાનની સુન્નતો:

૧- બંને આંગળીઓ કાનમાં મુકવામાં આવે.

૨- નમાઝના શરુના સમયે અઝાન આપવી.

૩- હય્યા અલસ્ સલા અને હય્યા અલસ્ ફલા કહેતી વખતે ડાબે અને જમણે મોઢું ફેરવવું.

૪- અઝાન આપનારનો અવાજ સારો હોઈ.

૫- અઝાનના શબ્દો રુકી રુકીને કહેવા, પરંતુ વધારે ન રોકાવવું જોઈએ.

૬- અઝાનમાં દરેક શબ્દની છેલ્લે રોકાવવું.

૭- અઝાન આપવી વખતે કિબલા તરફ હોવું.

૮- અઝાનના પંદર શબ્દો છે, જેમકે નબી ﷺ ની હાજરીમાં બિલાલ રઝી. હંમેશા અઝાન આપતા હતા.

અઝાનના શબ્દો:

(અલ્લાહુ અકબર): ચાર વખત.

(અશ્હદુ અલ્ લા ઇલાહ ઈલ્લલ્લાહ): બે વખત.

(અશ્હદુ અન્ન મુહમ્મદન્ રસૂલુલ્લાહ): બે વખત.

(હય્યા અલસ્ સલા): બે વખત.

(હય્યા અલસ્ ફલા): બે વખત.

ફરી કહેવું: ( અલ્લાહુ અકબર) બે વખત.

ફરી (લા ઇલાહ ઈલ્લલ્લાહ) કહી અઝાન ખત્મ કરવી: બે વખત.

અને ફજરમાં હય્યા અલસ્ ફલા કહ્યા પછી: (અસ્સલાતુ ખૈરુમ્ મિનન્ નવમ) બે વખત કહેવું; કારણકે તે લોકોનો સુવાનો સમય હોઈ છે.

અને ઇકામત માટેના બાર શબ્દો છે, જેનો હેતો મસ્જિદમાં બેઠેલા લોકોને સચેત કરવાનો છે તેથી તે શબ્દોને વધુ લાંબા કરી કહેવાની જરૂર નથી.

ઇકામતના શબ્દો નીચે પ્રમાણે છે:

(અલ્લાહુ અકબર): બે વખત.

(અશ્હદુ અલ્ લા ઇલાહ ઈલ્લલ્લાહ): એક વખત.

(અશ્હદુ અન્ન મુહમ્મદન્ રસૂલુલ્લાહ): એક વખત.

(હય્યા અલસ્ સલા): એક વખત.

(હય્યા અલસ્ ફલા): એક વખત.

(કદ કા મતિસ્ સલાહ): એક વખત.

(અલ્લાહુ અકબર): બે વખત.

(લા ઇલાહ ઈલ્લલ્લાહ): એક વખત.

અને અઝાન સાંભળનાર માટે જાઈઝ છે તે અઝાનના શબ્દોનો તેના જેવો જ જવાબ આપે, પરંતુ, (હય્યા અલસ્ સલા) અને (હય્યા અલસ્ ફલા) ની જગ્યાએ (લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ) કહે, ફરી નબી ﷺ પર દરૂદ પઢે. ત્યાર પછી આ પ્રમાણે કહે:

«اللهمَّ رَبَّ هَذِهِ الدَّعْوَةِ التَّامَّةِ، وَالصَّلاةِ القَائِمَةِ، آتِ مُحَمَّدًا الوَسِيلَةَ وَالفَضِيلَةَ، وَابْعَثْهُ مَقَامًا مَحْمُودًا الَّذِي وَعَدْتَهُ، إِنَّكَ لَا تُخْلِفُ الْمِيعَادَ».

«"અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિત્ દઅવતિત્ તામ્માતિ, વસ્સલાતિલ્ કાઈમતિ, આતી મુહમ્મદ નિલ્ વસીલતિ વલ્ ફઝીલતિ, વ્બ્અષહુ મકામમ્ મહમુદ નિલ્લઝી વઅદ્તહ, ઇન્નક લા તુખ્લિફુલ્ મિઆદ" (હે અલ્લાહ! સંપૂર્ણ દીન અને ઉભી થવાવાળી નમાઝના પાલનહાર! મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને વસિલો અને મહાનતા નસીબ કર, અને તેમને મહમૂદ નામની જગ્યા પર ઉભા કર, જેનું વચન તે એમને આપ્યું છે, ખરેખર તું વચન તોડવવાળો નથી)».12

અને કહે:

«رَضِيتُ بِاللَّهِ رَبًّا، وَبِالْإِسْلَامِ دِينًا، وَبِمُحَمَّدٍ ﷺ نَبِيًّا».

«"રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી, ઇસ્લામના દીન હોવાથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નબી હોવાથી)».13

કોઈ કારણ વગર, પાછા જવાની નિયતથી અને અઝાન પછી મસ્જિદ માંથી નીકળવું હરામ છે.

અને જયારે બે નમાઝો ભેગી કરી પઢવામાં આવે તો અઝાન એક કહેવામાં આવશે અને ઇકામત દરેક નમાઝ માટે અલગ અલગ કહેવામાં આવશે.

બીજું: નમાઝનો દરજ્જો અને તેની મહત્ત્વતા:

નમાઝ શહાદતૈન (અલ્લાહ અને રસૂલની ગવાહી) પછી ઇસ્લામનો એક મહત્તવનો રુકન (સ્તંભ) છે, અને ઇસ્લામમાં નમાઝનું એક મહત્તવનું સ્થાન છે, અલ્લાહ એ તેને મેઅરાજની રાત્રે આકાશ પર પોતાના પયગંબર પર ફરજ કરી, જેના દ્વારા તેની મહાનતા, અલ્લાહ પાસે તેનો શ્રેષ્ઠ દરજ્જો અને તેનું સંપૂણ વાજિબ હોવું સ્પષ્ટ થાય છે.

નમાઝની મહત્ત્વતા અને તેની ફરજિયાત વિષે ઘણી હદીષો વર્ણન કરવામાં આવી છે, નમાઝની મહત્તવતા ઇસ્લામના જરૂરી કાર્યો માંથી છે.

નમાઝના ફર્ઝ અને સંપૂણ વાજિબ હોવાની અમુક દલીલો નીચે વર્ણન કરવામાં આવી રહી છે:

૧- અલ્લાહ તઆલા કહે છે:

﴿...إِنَّ ٱلصَّلَوٰةَ كَانَتۡ عَلَى ٱلۡمُؤۡمِنِينَ كِتَٰبٗا مَّوۡقُوتٗا﴾

{... નિ:શંક નમાઝ ઈમાનવાળાઓ માટે નક્કી કરેલ સમય પર પઢવી જરૂરી છે}. [અન્ નિસા: ૧૦૩], અર્થાત્: તે સમયોમાં ફર્ઝ છે જે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ વર્ણન કર્યા છે.

૨- અલ્લાહ તઆલા કહે છે:

﴿وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ حُنَفَاءَ وَيُقِيمُوا الصَّلَاةَ...﴾

{તેઓને ફક્ત એ જ આદેશ આપવામાં આવ્યો હતો કે તેઓ ફક્ત અલ્લાહની જ ઈબાદત કરે અને અને દીનને નિખાલસતા સાથે અપનાવે, (એકાંતમાં) નમાઝ કાયમ કરતા રહે...} [અલ્ બય્યિનહ: ૫].

૩- અલ્લાહ તઆલા કહે છે:

﴿فَإِنْ تَابُوا وَأَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ فَإِخْوَانُكُمْ فِي الدِّينِ...﴾

{હજુ પણ આ લોકો તૌબા કરી લે અને નમાઝ પઢવા લાગે અને ઝકાત આપતા રહે તો તમારા દીની ભાઇ છે...} [અત્ તૌબા: ૧૧].

૪- જાબિર રઝી. થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું:

«إِنَّ بَيْنَ الرَّجُلِ وَبَيْنَ الشِّرْكِ وَالْكُفْرِ تَرْكُ الصَّلَاةِ».

«ખરેખર માનવી માટે, શિર્ક અને કુફ્ર વચ્ચે તફાવત કરનાર: નમાઝને છોડવું છે».14

૫- બુરૈૈદહ રઝી. કહે છે: નબી ﷺ એ કહ્યું:

«العَهْدُ الَّذِي بَيْنَنَا وَبَيْنَهُمُ الصَّلَاةُ، فَمَن تَرَكَهَا فَقَدْ كَفَرَ».

«અમારી અને તેમની (કાફિરો) વચ્ચે એક વચન છે અને તે છે, નમાઝ, જો કોઈ નમાઝ છોડી દે, તો તેણે કુફ્ર કર્યું».15

અને જે કોઈ વ્યક્તિ નમાઝને વાજિબ હોવાનો ઇન્કાર કરે તેના કાફિર થઈ જવા પર આલિમોનો ઈજમાઅ (એકમત) છે, જે વ્યક્તિ આળસના કારણે નમાઝ છોડી દે તે સાચા મંતવ્ય પ્રમાણે કાફિર થઇ જશે, તેની દલીલ ઉપર વર્ણન થઇ ચૂકેલ સાચી હદીષ છે, અને તેના પર દરેક સહાબાઓ એકમત છે.

ત્રીજું: નમાઝની શર્તો:

૧- નમાઝનો સમય થઇ જવો:

કારણકે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿...إِنَّ ٱلصَّلَوٰةَ كَانَتۡ عَلَى ٱلۡمُؤۡمِنِينَ كِتَٰبٗا مَّوۡقُوتٗا﴾

{... નિ:શંક નમાઝ ઈમાનવાળાઓ માટે નક્કી કરેલ સમય પર પઢવી જરૂરી છે}. અન્ નિસા] અર્થાત્: નક્કી કરેલ સમયમાં અનિવાર્ય છે.

અને ફર્ઝ નમાઝોના સમયો નીચે મુજબ છે:

અ- ફજર: તુલૂએ ફજર (પરોઢ) થી લઇ સૂર્યોદય સુધી.

બ- ઝોહર: સુરજનું ઝવાલ (ઢળવા) થી લઇ ત્યાં સુધી જ્યારે દરેક વસ્તુના પડછાયાની લંબાઈ તેના બરાબર ન થઇ જાય.

જ- અસર: ઝોહરનો સમય પૂર્ણ થયા પછી થી લઈ સૂરજની પીળાશ સુધી અને ક્યારેક જરૂરત વખતે સુર્યાસ્ત સુધી.

દ- મગરીબ: સુર્યાસ્તથી લઈ સૂર્યની લાલાશ ગાયબ થઇ જાય ત્યાં સુધી.

હ- ઈશા: મગરીબનો સમય પૂરો થાય ત્યાંથી મધ્ય રાત સુધી.

૨- ગુપ્તાંગને ઢાંકવું:

ગુપ્તાંગનો અર્થ એ કે શરીરના તે ભાગ જેને ઢાંકવા જરૂરી છે, અને જેને ખુલી જવા પર શરમ આવે, પુરુષનું ગુપ્તાંગ: નાભિ થી લઈ કે ઘૂંટણ સુધી, અને સ્ત્રી પોતાને ચહેરા સિવાય સંપૂણ શરીર ઢાંકશે, અને ગેર મહરમ (તે પુરુષો જેની સામે સ્ત્રીને પરદો કરવો જરૂરી છે) સામે પોતાના ચહેરાને પણ ઢાંકશે.

૩- નજાસત (ગંદકી)થી દૂર રહેવું:

નજાસત (ગંદકી/અશુદ્ધતા) એટલે તે ગંદકીઓ જેના હોવાથી નમાઝ થતી નથી, જેમકે પેશાબ, સંડાસ, લોહી વગેરે, આ ગંદકીઓ શરીર, કપડા અને જગ્યા પર હોઈ છે.

૪- કિબલા તરફ મોઢું કરવું:

કિબ્લો પવિત્ર કઅબહને કહે છે, તેને કિબ્લો એટલા માટે કેહવામાં આવે કેમકે લોકો તેની તરફ મોઢું કરી નમાઝ પઢે છે.

જો કિબલા તરફ મોઢું કરી નમાઝ પઢવામાં ન આવે તો તે નમાઝ નહીં ગણાય, કારણકે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿...وَحَيۡثُ مَا كُنتُمۡ فَوَلُّواْ وُجُوهَكُمۡ شَطۡرَهُ...﴾

{...અને તમે જ્યાં પણ હોવ, પોતાનું મોઢું તેની જ તરફ કરો...} [અલ્ બકરહ: ૧૪૪].

૫- નિયત:

નિયતનો શાબ્દિક અર્થ: ઈરાદો કરવો, અને શરિઅત પ્રમાણે: અલ્લાહ તઆલની નિકટતા પ્રપાત કરવા માટે કોઈ ઈબાદત કરવાનો પાકો ઈરાદો કરવો. નિયતનું સ્થાન દિલ છે, શબ્દો વડે તેને કહેવાની જરૂર નથી, પરંતુ તે તો બિદઅત થઇ જશે.

ચોથું: નમાઝના રુકનો:

નમાઝના ચૌદ રુકન છે, જે નીચે મુજબ છે:

પહેલું રુકન: જો શક્તિ હોઈ તો ઉભા રહેવું:

કારણકે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿‌...وَقُومُواْ لِلَّهِ قَٰنِتِينَ﴾

{...અને અલ્લાહ તઆલા માટે અદબ સાથે ઉભા રહો}. [અલ્ બકરહ: ૨૩૮]. અને હદીષમાં છે કે ઇમરાન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું કે નબી ﷺ એ કહ્યું:

«صَلِّ قَائِمًا، فَإِن لَمْ تَسْتَطِعْ فَقَاعِدًا، فَإِن لَمْ تَسْتَطِعْ فَعَلَى جَنْبٍ».

«ઉભા રહી નમાઝ પઢો, જો ઉભું રહેવાની શક્તિ ન હોય, તો બેઠા બેઠા નમાઝ પઢો, અને જો બેસીને પણ ન પઢી શકતા હોય, તો પાસું ફેરવી નમાઝ પઢો».16

અર્થાત્ જો કોઈ બીમારીના કારણે ઉભા રહી નમાઝ ન પઢી શકતા હોઈ તો બેસીને નમાઝ પઢવી અને જો બેસીને પણ ન પઢી શકતા હોઈ તો સુતા સુતા પઢી લેવી, બીમારનું ઉદાહરણ: ભયભીત, નગ્ન વ્યક્તિ અને એવી જ રીતે જે વ્યક્તિને કોઈ બીમારીને કારણે બેસી રહેવું અથવા સૂઈ રેહવાનું હોઈ તો તેને ઉભા થવાની જરૂર નથી, એવી જ રીતે જે વ્યક્તિ કોઈ એવા ઈમામની પાછળ નમાઝ પઢી રહ્યા હોય, જેની પાસે ઉભા ન રહેવાનું યોગ્ય કારણ હોય, તો તે બેસીને નમાઝ પઢાવે અને તેની પાછળ નમાઝ પઢનાર દરેક લોકો તેનું અનુસરણ કરી, બેસીને નમાઝ પઢશે. અને રહી વાત નફિલ નમાઝ, તો શક્તિ હોવા છતાય બેસીને નમાઝ પઢવામાં કોઈ વાંધો નથી, પરંતુ આવું કરવામાં નેકીમાં ઘટાડો થઇ જશે.

બીજો રુકન: પહેલી તકબીરે તેહરીમા (અર્થાત્ અલ્લાહુ અકબર કહેવું):

કારણકે નબી ﷺ એ કહ્યું:

«ثُمَّ اسْتَقْبِلِ الْقِبْلَةَ، وَكَبِّرْ».

«ફરી કિબલા તરફ મોઢું કરો અને અલ્લાહુ અકબર કહો».17

અને તેમાં (અલ્લાહુ અકબર) કહેવું જરૂરી છે અને તે સિવાય બીજું કઈ કહેવું પુરતું નહીં થાય.

ત્રીજો રુકન: સૂરે ફાતિહા પઢવી:

કારણકે નબી ﷺ એ કહ્યું:

«لَا صَلاَةَ لِمَنْ لَمْ يَقْرَأْ بِفَاتِحَةِ الْكِتَابِ».

«તે વ્યક્તિની નમાઝ નહીં ગણાય જેણે સૂરે ફાતિહા ન પઢી હોઈ».18

ચોથો રુકન: દરેક રકાઅતમાં રુકૂઅ કરવું:

કારણકે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿يَاأَيُّهَا الَّذِينَ آمَنُوا ارْكَعُوا وَاسْجُدُوا...﴾

{હે ઈમાનવાળાઓ ! રૂકુઅ, સિજદા કરતા રહો...} [અલ્ હજ્જ: ૭૭].

પાંચમો અને છઠ્ઠો રુકન:

રુકૂઅથી ઉભા થવું અને પહેલાની જેમ સીધા ઉભા થઇ જવું, કારણકે નબી ﷺ હંમેશા આ અમલ કરતા રહ્યા.

અને નબી ﷺ એ નમાઝ પઢવાવાળાને કહ્યું:

«ثُمَّ ارْفَعْ حَتَّى تَعْتَدِلَ قَائِمًا».

«ફરી (પોતાનું માથું) ઉઠાવો, અહી સુધી કે તમે સીધા ઉભા થઇ જાઓ».19

સાતમો રુકન: શરીરના સાત અંગો વડે સિજદો કરવો:

અને તે સાથ અંગો આ છે: કપાળ, બંને હાથ, બંને ઘૂંટણો, અને પગની આંગળીઓ, કારણકે નબી ﷺ એ કહ્યું:

«أُمِرْنَا أَنْ نَسْجُدَ عَلَى سَبْعَةِ أَعْظُمٍ: الجَبْهَةِ، وَأَشَارَ بِيدِهِ عَلَى أَنْفِهِ، وَالكَفَّيْنِ، وَالرُّكْبَتَيْنِ، وَأَطْرَافِ القَدَمَيْنِ».

«આપણને સાત અંગો વડે સિજદો કરવાનો આદેશ આપ્યો છે, કપાળ -અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના નાક તરફ ઈશારો કર્યો- બંને હથેણીઓ, બંને ઘૂંટણો અને બંને પગની આંગણીઓ».20

આઠમો રુકન: સિજદો કરી ઉભા થવું અને બંને સિજદા દરમિયાન બેસવું:

કારણકે આયશા રઝી.ની હદીષ છે:

«كَانَ النَّبِيُّ ﷺ إِذَا رَفَعَ رَأْسَهُ مِنَ السَّجْدَةِ، لَمْ يَسْجُدْ حَتَّى يَسْتَوِيَ جَالِسًا».

«નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જયારે સિજદો કરી ઉભા થતા, તો ત્યાં સુધી બીજો સિજદો ન હતા કરતા જ્યાં સુધી સીધા બેસી ન જતા».21

નવમો રુકન: નમાઝના દરેક રુકન શાંતિ પૂર્વક કરવા:

તે શાંતિ, ભલેને થોડી હોઈ, કારણકે નબી ﷺ એ નમાઝ પઢનારને કહ્યું:

«حَتَّى تَطْمَئِنَّ».

«અહીં સુધી કે તમે તેને શાંતિ પૂર્વક કરી ન લો».22

દસમો અને અગ્યારમો રુકન:

છેલ્લી તશહહુદની બેઠક: ઈબ્ને મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુની મરફુઅ હદીષ જેમાં તેમણે કહ્યું કે નબી ﷺ એ કહ્યું:

«إِذَا صَلَّى أَحَدُكُمْ فَلْيَقُلْ: التَّحِيَّاتُ لِلَّهِ وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ، السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، السَّلاَمُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ».

«જયારે તમારા માંથી કોઈ નમાઝ પઢે તો કહે: "અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુ અલય્ક અય્યુહન્ નબીય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુ અલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ"

((મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય,અમારા પર અને અલ્લાહ ના દરેક સદાચારી બંદાઓ, હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લ્લાહુ અલય્હિ વસલ્લમ તેના બંદા અને રસૂલ છે)».23

બારમો રુકન: છેલ્લા તશહ્હુદની બેઠકમાં નબી ﷺ પર દરૂદ પઢવું:

અને તે કહે:

«اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ».

«"અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદ" હે અલ્લાહ! તું અમારા નબી મુહમ્મદ પર સલામતી ઉતાર»,24 અને તેનાથી વધારે કહેવું સુન્નત છે.

તેરમો રુકન: દરેક રુકન એક પછી એક તરતીબ સાથે કરવા:

કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરતીબ સાથે કરતા હતા, તેમણે કહ્યું:

«صَلُّوا كَمَا رَأَيْتُمُونِي أُصَلِّي».

«તમે એવી રીતે નમાઝ પઢો જેવી રીતે તમે મને નમાઝ પઢતા જુઓ છો».25 અને ફરી આ તરતીબની શિખામણ નબી ﷺ એ નમાઝમાં ભૂલ કરનાર વ્યક્તિને પણ આપી હતી.

ચૌદમું રુકન: સલામ ફેરવવું:

કારણકે નબી ﷺ એ કહ્યું:

««‌وَخِتَامُهَا ‌التَّسْلِيمُ».

«અને સલામ વડે તેને પૂર્ણ કરો», અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

«وَتَحْلِيلُهَا التَّسْلِيمُ».

«નમાઝ માંથી હલાલ થવાનો તરીકો સલામ છે».26

પાંચમું: નમાઝની ફરજો:

અને તે નવ છે:

૧- તકબીરે તહરીમા (પહેલી તકબીર) સિવાયની બધી તકબીરો.

૨- રુકૂઅમાં એક વખત «"સુબ્હાન રબ્બી અલ્ અઝીમ" (મારો પાલનહાર ઘણો જ બુલંદ છે)» કહેવું, ત્રણ વખત કહેવું સુન્નત છે અને તે સંપૂર્ણતાનો નીચો દરજ્જો છે, અને દસ વખત કહેવું તે ઉંચ્ચ દરજ્જો છે.

૩- જો ઈમામ હોય અથવા એકલો નમાઝ પઢનાર હોય, તો રુકૂઅમાંથી ઉભા થતી વખતે «"સમિઅલ્લાહુ લિમન હમિદહ" (અલ્લાહ એ સાંભળ્યું, જેણે તેની પ્રસંશા કરી)» કહેવું જરૂરી છે.

૪- રુકૂઅ માંથી સીધા ઉભા થતી વખતે «"રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે)» કહેવું.

૫- સિજદામાં એક વખત «"સુબ્હાન રબ્બિયલ્ અઅલા" (મારો પાલનહાર ઘણો જ ઉચ્ચ છે)» કહેવું, ત્રણ વખત કહેવું સુન્નત છે.

૬- બન્ને સિજદાની વચ્ચે «"રબ્બિગ્ ફિર્લી" (હે અલ્લાહ! તું મારા ગુનાહ માફ કરી દે)» કહેવું, ત્રણ વખત કહેવું સુન્નત છે.

૭- પહેલી તશહ્હુદની બેઠક: જેમાં આ દુઆ પઢવામાં આવશે:

«التَّحِيَّاتُ لِلَّهِ، وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ، السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ».

«"અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબીય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ" ((મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય,અમારા પર અને અલ્લાહ ના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય, હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લ્લાહુ અલય્હિ વસલ્લમ તેના બંદા અને રસૂલ છે)».27

૮- પહેલી તશહ્હુની બેઠક.

છઠું: નમાઝની સુન્નતો:

સુન્નતો છોડી દેવાથી નમાઝ બાતેલ (અમાન્ય) નહીં થાય, સુન્નતો બે પ્રકારની હોઈ છે: કહેવાની સુન્નતો અને કરવાની સુન્નતો

પ્રથમ: કહેવાની સુન્નતો:

૧- દુઆએ ષના, અને તેના ઘણા શબ્દો વર્ણન કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે:

«سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ، وَتَبَارَكَ اسْمُكَ، وَتَعَالى جَدُّكَ، وَلا إِلٰهَ غَيْرُكَ».

«"સુબ્હાનકલ્લાહુમ્મ વબિહમ્દિક વતબારકસ્મુક વતઆલા જદ્દુક વલા ઈલાહ ગયરુક" (હે અલ્લાહ તું પાક છે અને દરેક પ્રકારના વખાણ ફક્ત તારા જ માટે છે, તારું નામ બરકતવાળું છે અને તું બુઝુર્ગ અને ઉચ્ચ છે, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી)».28

૨- સુરે ફાતિહા પઢતા પહેલા અલ્લાહ પાસે પનાહ માંગવી. અને તેમાં કહે: «"અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી)».

૩- કુરઆન પઢતા પહેલા બિસ્મિલ્લાહ પઢવું, «"બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" ((શરૂ કરું છું) અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ અને કૃપાળુ છે)».

૪- રુકૂઅ અને સિજદામાં એક થી વધુ વખત તસ્બીહ પઢવી.

૫- એકથી વધુ વખત કહેવું:

«رَبِّ اغْفِرْ لِي»

«"રબ્બિગ્ ફિર્લી" (હે મારા પાલનહાર ! તું મને માફ કરી દે)» બન્ને સિજદાની વચ્ચે .

૬- કહેવું:

«مَلْءَ السَّمَاوَاتِ، وَمَلْءَ الْأَرْضِ، وَمَلْءَ مَا بَيْنَهُمَا، وَمَلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ».

«"મિલઉસ્ સમાવાતિ, વ મલઅલ્ અર્ઝિ, વ મલઉ મા બય્નહુમા, વ મલઅ મા શિઅત મિન્ શૈઈન બઅદ" (હે અલ્લાહ! તારા જ માટે પ્રશંસા છે એટલી પ્રશંસા જેનાથી આસમાન અને ઝમીન ભરાઈ જાય અને તે બન્ને વચ્ચેની જગ્યા પણ ભરાઈ જાય અને તેના પછી જે વસ્તુ ઈચ્છે, તે ભરાઈ જાય)». આ દુઆ પઢયા પછી પઢે:

«رَبَّنَا ولَكَ الحَمْدُ».

«"રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે)».29

૭- સુરે ફાતિહા પઢયા પછી કુરઆન પઢવું.

૮- કહેવું:

«اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنْ عَذَابِ جَهَنَّمَ، وَمِنْ عَذَابِ الْقَبْرِ، وَمِنْ فِتْنَةِ الْمَحْيَا وَالْمَمَاتِ، وَمِنْ فِتْنَةِ الْمَسِيحِ الدَّجَّالِ».

«"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન અઝાબિ જહન્નમ, વમિન અઝાબિલ્ કબ્રી, વમિન ફિત્નતિલ્ મહ્યા વલ્ મમાત, વમિન ફિત્નતિલ્ મસીહીદ્ દજ્જાલ" (હે અલ્લાહ! હું તારી પનાહ માંગુ છું કબરના અઝાબથી અને જહન્નમના અઝાબથી અને જિંદગી અને મૌતના ફિતનાથી અને મસીહ દજ્જાલના ફિતનાની બુરાઈ થી)».30 ત્યારબાદ છેલ્લા તશહ્હુદમાં જે દુઆ ઈચ્છે પઢી શકે છે.

બીજું: કરવાની સુન્નતો:

૧- ચાર જગ્યાઓમાં કાન અથવા ખભા સુધી હાથ ઉઠાવવા.

અ- પ્રથમ તકબીરે તહરીમા કહેતી વખતે.

બ- રુકૂઅમાં જતી વખતે.

જ- રુકૂઅથી ઉભા થતી વખતે.

દ- તીજી રકાઅત માટે ઉભા થતી વખતે.

૨- કિયામની સ્થિતિમાં રુકૂઅ પહેલા હોઈ કે પછી, જમણો હાથ ડાબા હાથ પર મુકવો.

૩- નજર સિજદાની જગ્યાએ રાખવી.

૪- સિજદો કરતી વખતે બન્ને બાજુઓને હાથથી દૂર રાખવા.

૫- બંને સિજદા દરમિયાન જાંઘને પેટથી દૂર રાખવી.

૬- નમાઝની દરેક બેઠકોમાં પગને ફેલાવેલા રાખવા, પરંતુ ફક્ત ત્રણ અને ચાર રકાઅતવાળી નમાઝોમાં આવું ન કરવું.

૭- ત્રણ અને ચાર રકઅતવાળી નમાઝમાં છેલ્લા તશ્હ્હુદમાં તવ્વરુક કરવું.

સાતમું: નમાઝ પઢવાનો તરીકો:

૧- નબી ﷺ જયારે નમાઝ પઢવા માટે ઉભા થતા તો કિબ્લા તરફ મોઢું કરી બંને હાથ ઉઠાવતા અને હાથની હથેળીઓ કિબ્લા તરફ રાખતા, અને કહેતા:

«الله أكبر».

«"અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે)».

૨- ફરી ડાબા હાથને જમણા હાથ વડે પકડી છાતી પર મુકતા.

૩- ફરી દુઆએ ષના પઢતા, અને હંમેશા એક જ દુઆ ન હતા પઢતા, દુઆએ ષના વિષે આપ ﷺ દ્વારા જેટલી પણ દુઆઓ સાબિત છે, તે પઢવી જાઈઝ છે, તેમાંથી એક નીચે મુજબ છે:

«سُبْحَانَكَ اللَّهُمَّ وَبِحَمْدِكَ، وَتَبَارَكَ اسْمُكَ، وَتَعَالى جَدُّكَ، وَلا إِلٰهَ غَيْرُكَ».

«"સુબ્હાનકલ્લાહુમ્મ વબિહમ્દિક વતબારકસ્મુક વતઆલા જદ્દુક વલા ઈલાહ ગયરુક" (હે અલ્લાહ! તું પાક છે અને દરેક પ્રકારના વખાણ ફક્ત તારા જ માટે છે, તારું નામ બરકતવાળું છે અને તું બુઝુર્ગ અને ઉંચ્ચ છે, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી)».

૪- ફરી કહ્યું:

«أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ، بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ».

«"અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી) "બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" ((શરૂ કરું છું) અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે».

૫- ફરી સુરે ફાતિહા પઢતા, અને જયારે સુરે ફાતિહા પૂરી થઇ જતી તો કહેતા: «આમીન».

૬- ફરી જેટલું શક્ય હોઈ તેટલું કુરઆન પઢતા, ફજરની બન્ને નમાઝ તેમજ મગરિબ અને ઇશાની પહેલી બે રકઅતમાં કુરઆનની તિલાવત ઊંચા અવાજે કરતાં, અને બે રકઅત સિવાય બીજી રકઅતમાં ઊંચા અવાજે કુરઆન પઢતા ન હતા, અને દરેક નમાઝમાં પહેલી રકઅત બીજી રકઅતથી લાંબી હોતી હતી.

૭- ફરી રફઉલ્ યદૈન (બંને હાથ ઉઠાવતા) જેવી રીતે શરૂઆતમાં ઉઠાવ્યા હતા, ફરી «અલ્લાહુ અકબર» કહી, રુકૂઅમાં જતા, ફરી ખુલ્લી આંગળીઓ સાથે બન્ને હાથ વડે બંને ઘૂંટણ પકડતા, પોતાની પીઠ સીધી કરી માથું તેની બરાબર કરતા, ન તો વધારે ઉપર ન તો નીચે રાખતા. ફરી કહેતા:

«سُبْحَانَ رَبِّيَ الْعَظِيمِ» مرةً.

«"સુબ્હાન રબ્બિયલ્ અઝીમ" (મારો પાલનહાર ઘણો જ બુલંદ છે)». એક વખત, અને પૂર્ણતાનો નીચો દરજ્જો: ત્રણ વખત કહેવું, જેવું કે પાછળ વર્ણન થઈ.

૮- ફરી આ શબ્દો કહેતા માથું ઉઠાવશે:

«سَمِعَ اللَّهُ لِمَنْ حَمِدَهُ».

"સમિઅલ્લાહુ લિમન હમિદહ" (અલ્લાહ એ સાંભળ્યું, જેણે તેની પ્રસંશા કરી), ફરી રફઉલ્ યદૈન કરતા (બંને હાથ ઉઠાવતા) જેવી રીતે રુકૂઅમાં જતી વખતે કર્યું હતું.

૯- ફરી સીધા ઉભા થઇ આ દુઆ પઢતા:

«اللَّهُمَّ رَبَّنَا وَلَكَ الْحَمْدُ، حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ، مَلْءَ السَّمَاءِ، وَمَلْءَ الْأَرْضِ، وَمَلْءَ مَا بَيْنَهُمَا، وَمَلْءَ مَا شِئْتَ مِنْ شَيْءٍ بَعْدُ، أَهْلَ الثَّنَاءِ وَالْمَجْدِ، أَحَقُّ مَا قَالَ الْعَبْدُ، وَكُلُّنَا لَكَ عَبْدٌ، لَا مَانِعَ لِمَا أَعْطَيْتَ، وَلَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلَا يَنْفَعُ ذَا الْجَدِّ مِنْكَ الْجَدُّ».

«"અલ્લાહુમ્મ રબ્બના વલકલ્ હમ્દ, હમ્દન્ કષિરન્ તય્તિબન્ મુબારકન્ ફીહ, મલઅસ્ સમાવાતિ, વ મલઅલ્ અર્ઝિ, વ મલઅ મા બય્નહુમા, વ મલઅ મા શિઅત મિન્ શૈઈન બઅદ, અહલુષ ષનાઈ વલ્ મજ્દ, અહક્કુ મા કાલલ્ અબ્દ, વકુલ્ના લકલ્ અબ્દ, લા માનિઅ લિમા અઅતય્ત, વલા મુઅતિય લિમા મનઅત, વલા યન્ફઉ જલ્ જદ્દુ મિન્કલ્ જદ્દ" (હે અલ્લાહ! અમારા પાલનહાર ! દરેક પ્રકારની બરકતવાળી પ્રસંશા તારા માટે જ છે, એટલી પ્રશંસા જેનાથી આસમાન અને ઝમીન ભરાઈ જાય અને તે બંનેની વચ્ચેનું પણ ભરાઈ જાય અને તેના પછી જે વસ્તુ ઈચ્છે, તે ભરાઈ જાય, હે વખાણ અને વરિષ્ઠતાને લાયક ! -સૌથી સારી વાત જે બંદાએ કહી- જયારે કે અમે સૌ તારા જ બંદાઓ છે, હે અલ્લાહ! તું જે આપી દે તેને કોઈ રોકવાવાળું નથી અને જે તું રોકી લે તે કોઈ આપવા વાળું નથી, અને કોઈ વરિષ્ઠને તેની ઉચ્ચતા કોઈ ફાયદો પહોંચાડશે નહીં)».31 અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘણી વાર સુધી આ સ્થિતિમાં સીધા ઉભા રહેતા.

૧૦- ફરી તકબીર (અલ્લાહુ અકબર) સિજદામાં જતા, અને બંને હાથ ન ઉઠાવતા, કપાળ, નાક, બંને હાથ, ઘૂંટણો અને પગની આંગણીઓ વડે સિજદો કરતા, આંગણીઓ અને પગ કિબ્લા તરફ હોતા, પીઠને સીધી રાખતા, કપાળ અને નાકને જમીન પર મૂકી દેતા, અને બંને હથેળીઓ નીચે મૂકી કોણીને ઉપર ઉઠાવી સિજદો કરતા, બંને બાજુના પડખાને બગલોથી દૂર રાખતા, અને પેટને જાંઘોથી અલગ, અને પગને જાંઘોથી અલગ રાખતા, અને સિજદામા આ દુઆ પઢતા:

«سُبْحَانَ رَبِّيَ الأَعْلَى».

«"સુબ્હાન રબ્બિયલ્ અઅલા" (મારો પાલનહાર ઘણો જ બુલંદ છે)». એકવાર, એ ત્રણ વખત કહેવું તે કમાલની નીચો દરજ્જો છે, જેવું કે પાછળ વર્ણન થઈ. તે સિવાય બીજી જે દુઆઓ સાબિત છે તે પણ પઢી શકાય છે.

૧૧- પછી «અલ્લાહુ અકબર» કહી સિજદા માંથી માથું ઉઠાવતા. ફરી ડાબા પગને ફેલાવી તેના ઉપર બેસી જતા, અને જમણા પગને ઉભો રાખતા, ફરી બંને હાથને જાંઘો પર મૂકી આ દુઆ પઢતા:

«اللَّهُمَّ اغْفِرْ لِي، وَارْحَمْنِي، وَاجْبُرْنِي، وَاهْدِنِي، وَارْزُقْنِي».

«"અલ્લાહુમ્મગ્ ફિર્લી વર્હમની,વજ્બુર્ની, વહ્દિની, વર્ઝુક્ની" (હે અલ્લાહ ! તું મને માફ કરી દે, મારા પર રહમ કર, મારા નુકસાન પૂરા કરી દે, મને હિદાયત આપ, અને મને રોજી આપ)».32

૧૨- ફરી તકબીર (અલ્લાહુ અકબર) કહી બીજો સિજદો એવી જ રીતે કરતા જેવી રીતે પહેલા કર્યો હતો.

૧૩- ફરી તકબીર (અલ્લાહુ અકબર) કહી પોતાનું માથું ઉઠાવતા, અને ઘૂંટણો અને જાંઘો પર ભાર આપી સીધા ઉભા થઇ જતા.

૧૪- સીધા ઉભા થઇ ગયા પછી કુરઆન પઢવાનું શરૂ કરતા, પછી બીજી રકઅત પણ પહેલી રકઅત જેવી જ અદા કરતા.

૧૫- ફરી પહેલા તશહ્હુદની બેઠકમાં બેસતા, જેવી રીતે બંને સિજદા દરમિયાન બેઠા હતા, અને પોતાનો જમણો હાથ જમણી જાંઘ પર અને ડાબો હાથ ડાબી જાંઘ પર મુકતા, અને મોટી આંગણીને વાળી હલકો બનાવતા, અને પહેલી આંગણી વડે ઈશારો કરી તેની તરફ જોતા અને ફરી કહેતા:

«التَّحِيَّاتُ لِلَّهِ وَالصَّلَوَاتُ وَالطَّيِّبَاتُ، السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللَّهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللَّهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لَا إِلٰهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ».

«"અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુ અલય્ક અય્યુહન્ નબીય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુ અલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ"

((મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય,અમારા પર અને અલ્લાહ ના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય, હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેના બંદા અને પયગંબર છે)» અને થોડી વાર બેસતા.

૧૬- ફરી તકબીર (અલ્લાહુ અકબર) કહી ઉભા થઇ જતા, પછી ત્રીજી અને ચોથી રકઅત પહેલી બે રકઅતો કરતા નાની પઢતા, અને તે બંનેમાં સૂરે ફાતિહા પઢતા.

૧૭- ફરી તવ્વરુક કરી છેલ્લા તશહ્હુદમાં બેસતા, અને તવ્વરુક કહે છે: નમાઝ પઢવાવાળો પોતાના ડાબા પગને ફેલાવી જમણા પગને તેની નીચેથી કાઢી જમણા પગને ઉભો કરી જમીન પર બેસે.

૧૮- ફરી છેલ્લા તશહ્હુદમાં પણ તે દુઆઓ પઢવી જે પહેલા તશહ્હુદમાં પઢી હતી, અને તેમાં આ પણ વધારો કરો:

«اللَّهُمَّ صَلِّ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا صَلَّيْتَ عَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ، وَبَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا بَارَكْتَ عَلَى آلِ إِبْرَاهِيمَ، إِنَّكَ حَمِيدٌ مَجِيدٌ».

«"અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદિવ વઅલા આલી મુહમ્મદ, કમા સલ્લયતા અલા ઈબ્રાહીમ વઅલા આલી ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ, અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદિવ વઅલા આલી મુહમ્મદ, કમા બારક્તા અલા ઈબ્રાહીમ વઅલા આલી ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ" (હે અલ્લાહ! મુહમ્મદ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુઝુર્ગીવાળો છું, હે અલ્લાહ! મુહમ્મદ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુઝુર્ગીવાળો છું)».

ફરી કબરના અઝાબથી અને જહન્નમના અઝાબથી અને જિંદગી અને મૌતના ફિતનાથી અને મસીહ દજ્જાલના ફિતનાની બુરાઈ થી અલ્લાહ પાસે પનાહ માંગવી, અને જે દુઆઓ કુરઆન અને હદીષમાં વર્ણન કરવામાં આવી છે તે દુઆઓ પઢે.

૨૦- જમણી તરફ મોઢું કરતા કહે:

«السَّلاَمُ عَلَيْكُمْ وَرَحْمَةُ اللَّهِ».

«"અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમત તેમજ બરકતો ઉતરે)», અને ડાબી બાજુ પણ મોઢું ફેરવી આ પ્રમાણે જ કહેશે, કિબ્લા તરફ મોઢું કરી સલામ ફેરવવું, અને જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં ખત્મ કરવું.

આઠમું: નમાઝ દરમિયાન ન કરવાના કાર્યો:

૧- કોઈ કારણ વગર આજુ બાજુ જોવું.

૨- આકાશ તરફ નજર કરવી.

૩- કોઈ કારણ વગર આંખો બંધ કરવી.

૪- સિજદો કરતી વખતે પડખા ફેલાવી દેવા.

૫- કોઈ કારણ વગર નાક અને મોઢું ઢાંકવું.

૬- પેશાબ પાણીની જરૂરત વખતે અથવા એવા ખાવા પીવાના સમયે નમાઝ પઢવી જેમાં તેની સખત જરૂરત હોઈ.

૭- સિજદો કરતી વખતે કપાળ અથવા નાક પર કઈ ચોટી જાય, તો તેને સાફ કરવું, પરંતુ જો નમાઝ પછી સાફ કરે, તો પણ કોઈ વાંધો નથી.

૮- જરૂરત ન હોઈ તો પણ દીવાલને ટેક લગાવવો.

નવમું: નમાઝને બાતેલ કરવાવાળી બાબતો:

૧- ખાવું-પીવું.

2- નમાઝ બહારની વાતો કરવી.

૩- હસવું.

૪- જાણતા હોવા છતાં કોઈ રુકન કે વાજિબ કાર્યને છોડી દેવું.

૫- જાણતા હોવા છતાં કોઈ રુકન કે રકાઅતનો વધારો કરવો.

૬- હેતુ સર ઈમામ પહેલા સલામ ફેરવવું.

૭- નમાઝ બહારના બિનજરૂરી કાર્યો કરવા.

૮- નમાઝની કોઈ શર્ત વિરુદ્ધ કાર્ય કરવું, જેમકે વઝૂ તૂટી જવું, હેતુ સર ગુપ્તાંગ જાહેર થવા, બિનજરૂરી કિબ્લાથી હતી જવું અને નિયત ખત્મ કરી દેવી.

દસમું: સજદએ સહવ (નમાઝમાં કોઈ ભૂલચૂક થઇ હોઈ ત્યારે કરવામાં આવતો સિજદો):

સહવનો અર્થ: ભૂલ છે, અને નમાઝમાં નબી ﷺ થી પણ ભૂલ થઇ હતી, કારણકે ભૂલી જવું એ માનવીની ફિતરત (વૃત્તિ) છે, અને નબી ﷺ થી ચૂક થવી એ આ કોમ માટે એક નેઅમત (ભેટ) અને તેમના દીનનો એક ભાગ છે, જેથી લોકો ભૂલ થઇ જાય નબી ﷺ નું અનુસરણ કરે.

સજદએ સહવના કારણો:

૧- પહેલી સ્થિતિ:

નમાઝના કાર્યો અને વાતોમાં વધારો કરવો:

અ- કાર્યોનો વધારો: જો તે કાર્યો નમાઝના ભાગો માંથી હોઈ તો સજદહ સહવ કરવામાં આવે, જેમકે બેસવાની જગ્યા એ ઉભું થઇ જવું, ઉભું થવાની જગ્યાએ બેસી જવું, અથવા વધારે રુકૂઅ અથવા સિજદો કરવો.

બ- વાતોનો વધારો: જેમકે રુકૂઅ અથવા સિજદામાં કુરઆન પઢવું,

જો કોઈ ભૂલના કારણે હોય, તો સજદહ સહવ કરવું મુસ્તહબ છે.

૨- બીજી સ્થિતિ:

નમાઝમાં કોઈ કમી કરવી, અને તે બે પ્રકારની હોઈ શકે છે:

અ- કોઈ રુકન છોડી દેવો: જો તે રુકન તકબીરે તહરીમા (પહેલી તકબીર) હશે તો નમાઝ જ નહીં ગણાય, અને સજદહ સહવ કરવાનો કોઈ ફાયદો નહીં થાય, અને જો તે રુકન તકબીરે તહરીમાં સિવાય બીજું કોઈ હોઈ, જેમકે રુકૂઅ, સિજદો અથવા બીજી રકઅતમાં કુરઆન શરૂ કરતા પહેલા યાદ આવે તો તે રકઅતના બીજા કાર્યોને કરવા વાજિબ છે,

અને જો બીજી રકઅતની તિલાવત શરુ કર્યા પછી યાદ આવે તો તે રકઅત બાતેલ થઇ જશે, અને આગળની રકઅત તેની જગ્યાએ ગણાશે.

બ- કોઈ વાજિબ કાર્ય છોડી દેવું: જેમકે પહેલું તશહ્હુદ ભૂલી જવું અથવા રુકૂઅની દુઆ છૂટી જાય, તો આ સ્થિતિમાં સજદહ સહવ કરવામાં આવશે.

૩- ત્રીજી સ્થિતિ: શંકા:

ઉદાહરણ: કોઈને જોહરની નમાઝ બાબતે શંકા થઇ કે ચાર રકઅત પઢી કે ત્રણ, તો તે સ્થિતિમાં:

અ- જો તેને સંપૂણ યકીન થઇ જાય તો તેના પ્રમાણે અમલ કરશે અને સજદહ સહવ કરશે.

બ- જો તેને યકીન ન આવે તો જે વાત પર તેને યકીન આવે તેની ગણતરી કરશે અને સજદહ સહવ કરશે.

અને જો શંકા નમાઝ પછી થાય અને વધારે શંકા લાગે તો તે આવી કોઈ શંકા તરફ ધ્યાન ન આપે.

ફાયદો: જો નમાઝમાં કોઈ કમી થઇ જાય અથવા શંકા થઇ જાય તો જો તેને કોઈ વાત પર પાકુ યકીન ન થાય તો સજદહ સહવ સલામ પહેલા કરશે, અને જો કોઈ વધારો થઈ ગયો હોઈ અને તેને પાકું યકીન પણ હોઈ તો સજદહ સહવ સલામ પછી કરશે, અને આ બાબતે ઘણી છૂટછાટ આપવામાં આવી છે, ઇન્ શાઅ અલ્લાહ.

અગ્યારમુ: નમાઝના પ્રતિબંધિત સમયો:

ખરેખર દરેક સમયે નમાઝ પઢવી જાઈઝ છે, પરંતુ શરીઅતે અમુક સમયોમાં નમાઝ પઢવી જાઈઝ નથી કરી, અને તે નીચે મુજબ છે:

૧- ફજર પછીથી લઇ જ્યાં સુધી સુરજ નીકળી એક ભાલા જેટલો ઉચો ન થઇ જાય.

૨- જયારે સુરજ આકાશમાં સમાંતર વચ્ચે હોઈ અહીં સુધી કે ઢળી ન જાય, અને આ સૌથી ઓછો સમય છે, જેમાં નમાઝ પઢવી મનાઈ છે.

૩- અસરની નમાઝથી લઇ જ્યાં સુધી સુરજ ડૂબી ન જાય, અને આ સૌથી લાંબો સમય છે જેમાં નમાઝ પઢવી મનાઈ છે.

તે નમાઝો જે મનાઈ કરેલા સમયોમાં પઢી શકાય છે:

૧- છૂટી ગયેલી ફરજ નમાઝોની કઝા કરવી.

૨- કારણો વાળી નમાઝો, જેમકે: તહય્યતુલ મસ્જિદ (મસ્જિદમાં દાખલ થઇ પઢવામાં આવતી નમાઝ), તવાફની સુન્નત, સૂર્ય અને ચંદ્ર ગ્રહણની નમાઝ અને જનાઝાની નમાઝ.

૩- ફજરની નમાઝ પછી ફજરની સુન્નતોની કઝા કરવી.

બારમું: જમાઅત (સામૂહિક) સાથે નમાઝ પઢવી:

મસ્જિદમાં જમાઅત સાથે નમાઝ અદા કરવી તે ઇસ્લામની મહાન નિશાનીઓ માંથી એક છે, અને દરેક મુસ્લામનો આ વાત પર એકમત છે કે પાંચેય નમાઝો મસ્જિદમાં જમાઅત સાથે અદા કરવી તે એક મહાન ઈબાદત છે.

૧- જમાઅત સાથે નમાઝ પઢવાનો આદેશ:

જે પુરુષો પાસે કોઈ કારણ ન હોઇ, તેમના પર પાંચેય નમાઝો જમાઅત સાથે મસ્જિદમાં પઢવી વાજિબ છે, પછી ભલે ને તે ઘરમાં બેઠા હોઈ કે સફરમાં હોઈ, અમન અને શાંતિની સ્થિતિમાં હોઈ કે ભયની સ્થિતિમાં.

કુરઆન અને હદીષ અને શરૂઆતથી લઇ આજ દિન સુધી મુસલામનોનો આ વાત પર અમલ કરવો જમાઅત વાજિબ હોવાની દલીલ છે.

કુરઆનની દલીલ માંથી એક દલીલ: અલ્લાહ તઆલા કહે છે:

﴿وَإِذَا كُنتَ فِيهِمۡ فَأَقَمۡتَ لَهُمُ ٱلصَّلَوٰةَ فَلۡتَقُمۡ طَآئِفَةٞ مِّنۡهُم مَّعَكَ...﴾

{જ્યારે તમે તેઓની સાથે હોવ અને (યુદ્ધની સ્થિતિમાં) તેઓની વચ્ચે નમાઝ પઢવવા લાગો તો, તેઓનું એક જૂથ તમારી સાથે પોતાના શસ્ત્રો લઇ ઊભું હોય...} [અન્ નિસા: ૧૦૨]. આ આયત જમાઅત સાથે નમાઝ પઢવાને અનિવાર્ય દર્શાવે છે, કારણકે ભયના સમયે પણ મુસલમાનોને જમાઅત છોડવાની પરવાનગી નથી આપવામાં આવી, જો જમાઅત વાજિબ ન હોત તો ભય તેના માટે સૌથી મોટું કારણ હતું. પરંતુ જમાઅત વિષે આળસ કરવી તે મુનાફિકોની એક સ્પષ્ટ નિશાની હતું.

હદીષો માંથી દલીલો: જે ઘણી છે તેમાંથી:

જે સહીહ મુસ્લિમમાં વર્ણન કરવામાં આવી,

أَنَّ رَجُلًا أَعْمَى قَالَ: يَا رَسُولَ اللَّهِ، لَيْسَ لِي قَائِدٌ يَقُودُنِي إِلَى الْمَسْجِدِ، فَسَأَلَهُ أَنْ يُرَخِّصَ لَهُ أَنْ يُصَلِّيَ فِي بَيْتِهِ، فَرَخَّصَ لَهُ، فَلَمَّا وَلَّى دَعَاهُ فَقَالَ: «هَلْ تَسْمَعُ النِّدَاءَ؟» قَالَ: نَعَمْ، قَالَ: «فَأَجِبْ».

એક અંધ વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! મને મસ્જિદ સુધી પહોંચાડનાર કોઈ નથી, તો તેણે ઘરમાં નમાઝ પઢવાની પરવાનગી માંગી તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપી દીધી, જ્યારે તે જવા લાગ્યો, તો તેને પાછો બોલાવીને પૂછ્યું: «શું તમને અઝાન સંભળાય છે?» તેણે કહ્યું: હાં, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો અઝાનનો જવાબ આપો, અર્થાત્ મસ્જિદમાં આવો».33

તે વ્યક્તિ અંધ હતો તેને ઘણી પરેશાનીઓ હતી તો પણ નબી ﷺ એ તેને અઝાનનો જવાબ આપવાનો અને મસ્જિદમાં આવી જમાઅત સાથે નમાઝ પઢવાનો આદેશ આપ્યો, આ જમાઅત વાજિબ હોવાની દલીલ છે.

૨- કઈ વસ્તુ પ્રાપ્ત થવાથી જમાઅત મળી જશે:

જો ઈમામ સાથે એક રકઅત મળી જાય તો જમાઅત મળી જશે, કારણકે નબી ﷺ એ કહ્યું:

«مَنْ أَدْرَكَ رَكْعَةً مِنَ الصَّلَاةِ فَقَدْ أَدْرَكَ الصَّلَاةَ».

«જેણે નમાઝની એક રકઅત પ્રાપ્ત કરી લીધી, તો ખરેખર તેણે નમાઝ પ્રાપ્ત કરી લીધી (અર્થાત તેને જમાઅત મળી ગઈ)».34

૩- જે મળવાથી રકઅત મળી જશે:

રુકૂઅ મળવાથી રકઅત પણ મળી જશ, જયારે કોઈ પાછળ આવવા વાળો ઈમાનને રુકૂઅની સ્થિતિમાં જોવે તેના માટે વાજિબ છે કે ઉભો રહી તકબીરે તહરીમા (અલ્લાહુ અકબર) પઢે અને ફરી બીજી વાર તકબીર કહી રુકૂઅમાં જતો રહે, ને જો તે ફક્ત તકબીરે તહરીમા (અલ્લાહુ અકબર) જ કહે અને બીજી તકબીર ન કહે તો કોઈ વાંધો નથી.

૪- અમુક કારણોસર જમાઅત છોડવી જાઈઝ છે:

૧- એવી બીમારી જેના કારણે જુમ્મા અને જમાઅતમાં હાજરી આપવી શક્ય ન હોઇ.

૨- જયારે પેશાબ પાણીની સખત જરૂરત હોઈ, કારણકે તે સ્થિતિમાં નમાઝમાં ખુશૂઅ (શાંતિ) ખુઝૂઅ (વિનમ્રતા) શક્ય નહીં હોઈ, અને તેના કારણે તેના શરીરને નુકશાન પણ પહોંચી શકે છે.

૩- જયારે માનવીને સખત ભુખ લાગી હોય અથવા ખાવાની સખત ઈચ્છા હોય, અથવા ખાવાનું હાજર હોય, પરંતુ શર્ત એ છે કે તેને આદત અથવા જમાઅત છોડવાનું બહાનું ન બનાવે.

૪- જયારે પોતાના પ્રાણ અને માલ બળ બાબતે કોઈ ભય હોઈ.

તેરમું: સલાતુલ્ ખૌફ (ભયના સમયે પઢવામાં આવતી નમાઝ):

દરેક યોગ્ય યુદ્ધ વખતે સલાતુલ્ ખૌફ પઢવી જાઈઝ છે, જેવું કે કાફિરો અને બળવો કરનાર વિરુદ્ધ યુદ્ધ, કારણકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું:

﴿...إِنۡ خِفۡتُمۡ أَن يَفۡتِنَكُمُ ٱلَّذِينَ كَفَرُوٓاْ...﴾

{...(ખાસ કરીને) જ્યારે તમને ભય હોય કે કાફિરો તમને સતાવશે...} [અન્ નિસા: ૧૦૧], અને તેના પર અન્ય તે લોકોને પણ ગણવામાં આવશે, જે લોકો સાથે લડાઈ કરવી યોગ્ય છે.

ભય વખતે પઢવામાં આવતી નમાઝની બે શરતો છે:

૧) દુશ્મન એવો હોય કે તેની સાથે યુદ્ધ કરવું માન્ય હોય.

૨) મુસલમાનોને નમાઝ વખતે તેના તરફથી હમલો થવાનો ભય હોય.

સલાતુલ્ ખૌફ પઢવાની રીત:

તેની ઘણી રીતો છે, જેમાંથી સૌથી પ્રખ્યાત રીતનું વર્ણન, સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુની હદીષમાં થઈ છે:

أَنَّ طَائِفَةً صَفَّتْ مَعَ النَّبِي ﷺ، وَطَائِفَةً وِجَاهَ العَدُوِّ، فَصَلَّى بِالَّتِي مَعَهُ رَكْعَةً، ثُمَّ ثَبَتَ قَائِمًا، وَأَتَمُّوا لِأَنْفُسِهِمْ، ثُمَّ انْصَرَفُوا، وَصَفُّوا وِجَاهَ العَدُوِّ، وَجَاءَتِ الطَّائِفَةُ الأُخْرَى، فَصَلَّى بِهِمُ الرَّكْعَةَ الَّتِي بَقِيَتْ مِنْ صَلَاتِهِ، ثُمَّ ثَبَتَ جَالِسًا، وَأَتَمُّوا لِأَنْفُسِهِمْ، ثُمَّ سَلَّمَ بِهِمْ.

એક જૂથ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે સફમાં ઊભુ રહ્યું, અને એક જૂથ દુશ્મન સામે અડગ રહી ઉભું રહ્યું, જે જૂથ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે હતું તેમને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક રકઅત નમાઝ પઢાવી, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉભા રહ્યા અને સહાબા રઝી અલ્લાહુ અન્હુમ જાતે જ બીજી રકઅત પૂરી કરી લીધી, પછી તેઓ જતા રહ્યા, અને તેઓ દુશ્મન સામે ઉભા રહ્યા, અને બીજું જૂથ આવીને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બીજી રકઅતમાં ઉભા રહ્યા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને બીજી રકઅત પઢાવી, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બેસી રહ્યા અને સહાબાઓએ બીજી રકઅત જાતે જ પૂરી કરી લીધી, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ બધાની સાથે સલામ ફેરવાયું.35

સલાતુલ્ ખૌફથી મળતા ફાયદા:

૧- ઇસ્લામમાં નમાઝનું અને જમાઅત સાથે નમાઝ પઢવાનું મહત્વ કે યુદ્ધની સ્થિતિમાં પણ નમાઝ છોડવામાં ન આવે.

૨- આ કોમ પરથી તકલીફને દૂર કરી, ઇસ્લામની શરીઅતની સરળતા અને તેનું દરેક સમય અને દરેક જગ્યા માટે અનુકૂળ હોવું.

૩- ઇસ્લામી શરીઅતની સપૂર્ણતા, જે દરેક સ્થિતિ માટે તદ્દન અનુકૂળ છે.

ચૌદમુ: જુમ્માની નમાઝ:

પહેલું: જુમ્માની નમાઝનો આદેશ:

જુમ્માની નમાઝ દરેક બુદ્ધિશાળી, પુખ્તવય અને નિવાસી મુસલમાન પુરુષ પર વ્યક્તિગત ફરજ છે, જે મઅઝૂર (યોગ્ય કારણ) ન હોય.

કારણકે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا نُودِيَ لِلصَّلَوٰةِ مِن يَوۡمِ ٱلۡجُمُعَةِ فَٱسۡعَوۡاْ إِلَىٰ ذِكۡرِ ٱللَّهِ وَذَرُواْ ٱلۡبَيۡعَۚ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُمۡ تَعۡلَمُونَ 9﴾

{હે ઈમાનવાળાઓ ! શુક્રવારનાં દિવસે જ્યારે નમાઝ માટે અઝાન કહેવામાં આવે તો અલ્લાહના ઝિકર તરફ દોડીને આવો, અને લે-વેચ કરવાનું છોડું દો, જો તમે સમજતા હોવ તો આ જ વાત તમારા માટે ઉત્તમ છે. ૯} [અલ્ જુમઅહ: ૯].

અને આપ ﷺ કહે છે:

«لَيَنْتَهِيَنَّ أَقْوَامٌ عَنْ وَدْعِهِمُ الْجُمُعَاتِ، أَوْ لَيَخْتِمَنَّ اللَّهُ عَلَى قُلُوبِهِمْ، ثُمَّ لَيَكُونُنَّ مِنَ الْغَافِلِينَ».

«ખબરદાર! લોકો જુમ્માની નમાઝ છોડવા પર સચેત થઈ જાવ, અન્યથા અલ્લાહ તઆલા તેમના દિલો પર મહોર લગાવી દેશે, અને તેઓ ગાફેલ લોકો માંથી બની જાશે».36

બીજું: જુમ્માની નમાઝ માટે યોગ્ય શરતો:

૧- સમય: જુમ્માની નમાઝનો સમય તે જ છે, જે ઝોહરની નમાઝનો સમય છે. તો ઝોહર પહેલા જુમ્માની નમાઝ પઢવી અને સમય પછી પઢવી બન્ને યોગ્ય ગણવામાં નહીં આવે.

૨- જમાઅત સાથે નમાઝ પઢવી, અને સાચા મંતવ્ય પ્રમાણે જમાઅતની સોથી ઓછી સખ્યા ત્રણ છે. એકલા વ્યક્તિની જુમ્માની નમાઝ યોગ્ય નથી અને ન તો બે વ્યક્તિની.

૩- નમાઝ પઢવાવાળો એવા રહેઠાણ ઇલાકામાં હોય જેમાં સામાન્ય રીતે લોકો રહેતા હોય, તે ઘર સિમેન્ટનાં હોય કે માટીનાં હોય અથવા પથ્થરનાં હોય, વગેરે, એટલા માટે ગામડીયા લોકો અને તંબુમાં રહેતા લોકોની જુમ્માની નમાઝ નહીં ગણાય, જેઓ કોઈ એક જગ્યા પર નથી રોકાતા, પરંતુ જ્યાં પણ તે લોકોને પોતાના ઢોરો માટે ચારાપાણી મળી જાય ત્યાં તેઓ પોતાનો ડેરો નાખી દે છે.

જુમ્માની નમાઝ પહેલા બે ખુતબા આપવા જોઈએ, કારણકે આપ ﷺ તેની પાબંદી કરતા હતા.

ત્રીજું: જુમ્માના બન્ને ખુતબાના રુકન:

૧- અલ્લાહના નામની પ્રશંસાનું વર્ણન અને શહાદતૈન (તૌહીદની સાક્ષી).

૨- આપ ﷺ પર દરુદ.

૩- તકવાની વસિયત

૪- કુરઆન મજીદ માંથી કોઈ પણ આયત પઢવી.

૫. નસીહત કરવી.

ચોથું: જુમ્માના બન્ને ખુતબાની મુસતહબ વાતો:

૧- મિંબર પર ખુતબો આપવો.

૨- બન્ને ખુતબાની વચ્ચે થોડી વાર બેસવું. ૩- મુસલમાનો અને તેમના આગેવાનો માટે દુઆ કરવી.

૪- સંક્ષિપ્ત ખુતબો.

૫- મિંબર પર ચઢતી વખતે ખુતબો આપનારે લોકોને સલામ કહેવું.

પાંચ: જુમ્માના દિવસે મુસતહબ (યોગ્ય) કાર્યો:

૧- મિસ્વાક (દાતણ) કરવું.

૨- જો ખુશ્બુ હોય, તો લગાવવી.

૩- જુમ્માની નમાઝ પઢવા માટે જલ્દી નીકળવું.

૪- મસ્જિદ તરફ ચાલતા જવું અને સવાર ન થવું.

૫- ઇમામની નજીક બેસવું.

૬- દુઆઓ કરવી.

૭- સૂરે કહફ પઢવી.

૮- આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ પઢવું.

છઠ્ઠું: જુમ્માના દિવસે હાજર રહેનાર વ્યક્તિ માટે પ્રતિબંધિત કાર્યો:

૧- શુક્રવારના દિવસે ખુતબા દરમિયાન વાતચીત કરવી હરામ છે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

«إِذَا قُلْتَ لِصَاحِبِكَ يَوْمَ الْجُمُعَةِ: أَنصِتْ، وَالْإِمَامُ يَخْطُبُ، فَقَدْ لَغُوتَ».

«જુમ્માના દિવસે જ્યારે ઈમામ ખુતબો આપી રહ્યો હોય અને જો તમે પોતાની સાથે બેસેલા સાથીને કહો કે ચૂપ રહે, તો તમે વ્યર્થ કાર્ય કર્યું».37 અર્થાત્: તમે વ્યર્થ વાત કહી, જેનો અર્થ ગુનાહનું કામ કર્યું.

૨- લોકોને ઓળંગીને જવું પણ અમાન્ય છે, પરંતુ જો ઇમામ હોય અને સામે કોઈ જગ્યા ખાલી હોય તો કંઈ વાંધો નથી.

જુમ્મા પ્રાપ્ત કરવી:

જે વ્યક્તિ ઇમામ સાથે બીજી રકઅતનો રુકૂઅ મેળવી લે, તો તેણે જુમ્મા પ્રાપ્ત કરી લીધી, એટલા માટે તે બે રકઅત પુરી કરશે, અને જેને બીજી રકઅતનો રુકૂઅ ન મળે, તો તેની જુમ્મા જતી રહી, એટલા માટે તે ચાર રકઅત ઝોહરની પઢશે, એવી જ રીતે જે વ્યક્તિને ઊંઘ વગેરેના જુમ્મા ન મળે, તો તે પણ ચાર રકઅત ઝોહરની નમાઝ પઢશે.

પંદરમું: જરૂરતમંદ લોકોની નમાઝ:

પહેલું: બીમારની નમાઝ:

પહેલી વાત: બીમાર માટે જરૂરી છે કે તે પોતાની શક્તિ પ્રમાણે જુમ્માની નમાઝ પઢી લે, અને જ્યાં સુધી હોશ હોય નમાઝ માટે વિલંબ કરવો જાઈઝ નથી.

બીજી વાત: બીમાર કઈ રીતે નમાઝ પઢશે?

૧- બીમાર માટે જરૂરી છે કે તે ઉભા રહી નમાઝ પઢે જો તે કોઈ તકલીફ વગર ઉભા રહેવાની શક્તિ ધરાવતો હોય અને રુકૂઅ તેમજ સિજદો કરી શકતો હોય.

૨- અને જો ઉભો રહેવાની શક્તિ ધરાવતો હોય અને રુકૂઅ અને સિજદો કરવામાં તકલીફ થઈ રહી હોય, તો ઉભા ઉભા રુકૂઅ માટે ઈશારો કરશે અને બેઠા બેઠા સિજદા માટે પણ ઈશારો કરશે.

૩- જો ઉભા રહી નમાઝ પઢવાની શક્તિ ન ધરાવતો હોય તો, બેસીને નમાઝ પઢશે, અને સુન્નત એ છે કે ચારેય જાંઘના ભાગે બેસે અને ઈશારાથી રુકૂઅ કરે અને જો શક્ય હોય તો જમીન પર સિજદો કરે, અન્યથા ઈશારો કરી લે અને સિજદો કરતી વખતે રુકૂઅ કરતા સહેજ વધારે નમવું જોઈએ.

૪- જો બેસીને પણ ન પઢી શકતો હોય, તો કિબલા તરફ મોઢું કરી, પાંસુ ફેરવી નમાઝ પઢે, અને જમણી બાજુ પાસું ફેરવી નમાઝ પઢવી શ્રેષ્ઠ છે અને તે સ્થિતિમાં રુકૂઅ અને સિજદો ઈશારા દ્વારા કરશે.

૫- અને જો પાંસુ ફેરવીને પણ નમાઝ ન પઢી શકે તો તે પીઠ પર જે સ્થિતિમાં હોય નમાઝ પઢે, અને પોતાના બંને પગ કિબલા તરફ રાખે અને પછી રુકૂઅ અને સિજદા માટે ઈશારો કરશે.

૬- અને જો રુકૂઅ અને સિજદો કરતા તકલીફ થતી હોય તો માથા વડે ઈશારો કરશે, અને જો એમ પણ તકલીફ થતી હોય તો ઈશારો પણ ન કરે ચાલી જશે, અને નમાઝના દરેક અમલ દિલથી અદા કરશે, રુકુઅ, સિજદાની નિયત કરી પોતાની સ્થિતિમાં જ દરેક કાર્યો પુરા કરશે અને ઝીકર કરશે.

૭- નમાઝ માટે જે જે શરતો હોય તેને પુરી પાડશે, જેમ કે કિબલા તરફ મોઢું કરવું, પાણીથી વુઝૂ કરવું અને જો તે શક્ય ન હોય તો તયમ્મુમ કરવું, નજાસત (અશુદ્ધતા) દૂર કરવી અને જો તેમાં પણ તકલીફ થતી હોય તો આ શરત પણ પુરી પાડવી જરૂરી નથી, અને બીમાર પોતાની સ્થિતિમાં નમાઝ પઢી લેશે પરંતુ વિલંબ નહીં કરી શકે.

૮- સુન્નત એ કે બીમાર કિયામ અને રુકૂઅની સ્થિતિમાં ચાર રાન પર બેસે અને અન્ય સ્થિતિમાં પગ ફેલાવી બેસે.

બીજું: મુસાફરની નમાઝ:

૧- મુસાફિર પણ મઅઝૂર (લાચાર) લોકો માંથી છે, અને તેના માટે જાઈઝ છે કે ચાર રકઅતને કસર (ઓછી) કરી બે રકઅત પઢે. કારણકે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿وَإِذَا ضَرَبۡتُمۡ فِي ٱلۡأَرۡضِ فَلَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٌ أَن تَقۡصُرُواْ مِنَ ٱلصَّلَوٰةِ...﴾

{જ્યારે તમે જમીનમાં સફર કરો તો તમારા પર નમાઝોને કસ્ર (સંક્ષિપ્ત) કરવામાં કોઈ ગુનોહ નથી...} (અન્ નિસા: ૧૦૧).

અને અનસ બિન મલિક રઝી.એ કહ્યું:

«خَرَجْنَا مَعَ النَّبِيِّ ﷺ مِنَ الْمَدِينَةِ إِلَى مَكَّةَ، فَكَانَ يُصَلِّي رَكْعَتَيْنِ رَكْعَتَيْنِ، حَتَّى رَجَعْنَا إِلَى الْمَدِينَةِ».

«અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મદીનહથી મક્કા જવા નીકળ્યા, આપ બે બે રકઅત પઢતા રહ્યા અહીં સુધી કે અમે મદીનહ પાછા આવી ગયા».38

અને કસર નમાઝની શરૂઆત શહેર માંથી નીકળ્યા પછી થશે; કારણકે કસરને તેના માટે જાઈઝ કરવામાં આવી છે, જે ધરતી પર ચાલતો હોય, અને શહેર માંથી નીકળતા પહેલા વ્યક્તિ ન તો જમીન પર ચાલનારો ગણાય છે અને ન તો મુસાફર હોય છે, અને એટલા માટે પણ કે આપ ﷺ જ્યારે નીકળ્યા પછી જ કસર નમાઝ કરતા હતા.

૨- જ્યારે મુસાફર એસી કિલોમીટર દૂર જવાનો ઈરાદો કરે તો તેના માટે કસર કરવી જાઈઝ છે.

૩- મુસાફર જ્યાં સુધી શહેરમાં દાખલ ન થાય ત્યાં સુધી કસર કરી શકે છે.

જ્યારે મુસાફર કોઈ શહેરમાં પહોંચે અને ત્યાં રોકાવવાની ઈચ્છા હોય તો તેની ત્રણ સ્થિતિઓ હોઈ શકે છે:

અ- ચાર દિવસથી વધારે રોકાવવાની નિયત હોય, આ સ્થિતિમાં તેણે સંપૂર્ણ નમાઝ પઢવી પડશે, અને સફરની કોઈ છૂટ તેને નહીં મળે.

બ- ચાર દિવસ અથવા તેના કરતા ઓછું રોકાવવાની નિયત હોય તો નમાઝમાં કસર કરી શકે છે અને સફરની અન્ય છૂટો પણ તેને મળશે.

ક- જો તેના રોકાવવાનો કોઈ સમય નક્કી ન હોય, શક્ય છે એક દિવસ પણ રોકાય અથવા જગ્યાના કારણે, સંજોગો વસાત દસ દિવસ સુધી રોકાય શકે છે, અથવા સારવારના હેતુથી અથવા મુલાકાતના હેતુથી આવ્યો હોય, અને જ્યારે હેતુ પૂરો થાય તો પરત થશે, તો આવા સંજોગોમાં પરત આવ્યા સુધી સફરમાં કસર કરવું અને અન્ય છૂટ પર અમલ કરવો જાઈઝ છે, ભલેને ચાર દિવસ કરતા વધારે હોય.

૫- જ્યારે મુસાફર કોઈ રહેવાસી ઇમામ પાછળ નમાઝ પઢે તો તેને સંપૂર્ણ નમાઝ પઢવી પડશે, ભલેને તેને છેલ્લી રકઅત જ મળી હોય.

૬- જ્યારે રહેવાસી કોઈ કસર કરનાર મુસાફર પાછળ નમાઝ પઢતો હોય તો રહેવાસીએ મુસાફર ઇમામના સલામ કર્યા પછી નમાઝ પુરી કરવી પડશે.

સોળમું: બંને ઇદની નમાઝનો આદેશ:

મુસલમાનોની બન્ને ઇદો શરીઅત અને અલ્લાહ તરફથી મળેલ આદેશ છે, તેમણે પોતે આવિષ્કાર કરેલી નથી, તેમની ફક્ત બે જ ઇદો છે: ઇદુલ્ ફિતર (રમઝાન ઇદ), અને ઇદુઝ અઝ્હા (બકરી ઈદ). કાફિરોની અને આવિષ્કાર કરવામાં આવેલ ઈદો વિરુદ્ધ, જેના વિશે અલ્લાહએ શરીઅત રૂપે કોઈ આદેશ આપ્યો નથી, પરંતુ તે લોકોએ પોતે આવિષ્કાર કરી લીધી છે.

ઇદની નમાઝનો હુકમ:

ઈદની નમાઝ ફર્ઝે કિફાયા છે, આપ ﷺ અને સહાબા રઝી. હંમેશા આ નમાઝ પઢતા હતા, અને આ દીનની નિશાનીઓ અને શરીઅત માંથી છે.

ઇદની નમાઝનો સમય: ઇદ ની નમાઝનો સમય જ્યારે સૂર્ય એક ભાલા જેટલો ઉંચો થાય ત્યારથી શરૂ થાય છે અને અર્થાત્ સૂર્યોદય થયા પછી લગભગ પંદર મિનિટ પછી અને ઝવાલ સુધી રહે છે.

ઇદની નમાઝની રીત:

૧- પહેલી રકઅતમાં તકબીરે તહરીમાં પછી દુઆએ ષના પઢીને છ તકબિરો કહેવી, દરેક તકબીર સાથે હાથ ઉઠાવવામાં આવશે, અને દરેક તકબીર વચ્ચે અલ્લાહના નામની પ્રશંસા અને આપ ﷺ પર દરુદ પઢવામાં આવશે, પછી અઉઝુબિલ્લાહ અને બિસ્મિલ્લાહ પઢી કુરઆન પઢવાનું શરૂ કરવું જોઈએ.

૨- અને બીજી રકઅતમાં તકબીર કર્યા પછી પાંચ તકબીરો કહેવી, પછી અઉઝુબિલ્લાહ અને બિસ્મિલ્લાહ પઢી કુરઆન પઢવાનું શરૂ કરવું, પહેલી રકઅતમાં સૂરે અઅલા અને બીજી રકઅતમાં સૂરે ગોશિયહ પઢવી મુસ્તહબ (જાઈઝ) છે.

૩- સલામ ફેરવ્યા બાદ ઇમામ મિમ્બર પર ચઢશે અને જુમ્માના ખુતબાની જેમ બે ખુતબા આપશે, અને ખુતબા વચ્ચે થોડીક વાર બેસશે.

ઇદના દિવસની સુન્નતો:

અ- ગુસલ કરવું.

બ- પાક સાફ થવું અને ખુશ્બુનો ઉપયોગ કરવો.

ક- ઇદુલ્ ફિતરમાં નીકળતા પહેલા કંઈક ખાવું અને ઇદુઝ અઝ્હામાં જો કુરબાની હોયપાછા આવી તેનું માસ ખાવું.

દ- ચાલતા જવું.

હ- એક રસ્તા પરથી જવું અને બીજા રસ્તેથી પાછું આવવું.

વ- મુક્તદી માટે મુસ્તહબ (જાઈઝ) છે કે તે ઇદગાહ જલ્દી પહોંચે ન કે ઇમામ માટે.

તકબીર પઢવી:

ઇદની બન્ને રાત, ઝુલ્ હિજ્જાના દસ દિવસો અને તશ્રીકના દિવસો (૧૧,૧૨,૧૩) માં તકબીર પઢવી સુન્નત છે, અને તકબીરના બે પ્રકાર છે:

પ્રથમ પ્રકાર: તકબીરે મુતલક (સામાન્ય તકબીર): જેનો કોઈ સમય નક્કી નથી.

૧- ઇદુલ્ ફિતરમાં આ તકબીર ઇદની રાત્રે સૂર્યાસ્ત પછી લઈને ઇદની નમાઝ શરૂ થતા પહેલા સુધી રહેશે.

૨- અને ઇદુલ્ અઝ્હામાં ઝૂલ્ હિજ્જાની પ્રથમ રાત્રથી સૂર્યાસ્ત પછી લઈને કે તશ્રીકના છેલ્લા દિવસ સુધી રહેશે.

બીજો પ્રકાર તકબીરે મુકય્યદ (નક્કી તકબીર): આ તકબીર ફર્ઝ નમાઝ પછી પઢવામાં આવે છે.

૧. ગેર મહરિમ (એહરામ ન બાંધવાવાળો) માટે આ તકબીર અરફાના દિવસથી ફજરથી લઈને કે તશ્રીકના છેલ્લા દિવસે સૂર્યાસ્ત સુધી રહેશે.

૨- અને મુહરિમ (એહરામ બંધવાવાળો) માટે ઇદના દિવસે જોહરથી લઈને તશ્રીકના દિવસે સૂર્યાસ્ત સુધી રહેશે.

સત્તરમું: સલાતુલ્ કુસૂફ (સુર્ય અને ચંદ્ર ગ્રહણની નમાઝ):

ખુસૂફ અને કુસૂફનો અર્થ:

ખુસૂફ: રાત્રે ચંદ્રનું સંપૂર્ણ અથવા થોડુંક પ્રકાશહીન થઈ જવું.

કુસૂફ: સવારના સમયે સૂર્યનું સંપૂર્ણ અથવા થોડુંક પ્રકાશહીન થઈ જવું.

સલાતુલ્ કુસૂફનો હુકમ:

કુસૂફની નમાઝ સુન્નતે મૂઅકકદહ છે, તેની દલીલ આપ ﷺ નો અમલ છે, જ્યારે આપના સમયમાં સૂર્યગ્રહણ થયું, તો આપ ﷺ એ કુસૂફની નમાઝ અદા કરી. અને આપ ﷺ એ તેનો આદેશ પણ આપ્યો, અને તેની મશ્રૂઇયત (કાયદેસર) હોવા પર આલિમોનો ઇજમાઅ (એકમત) છે.

તેનો સમય:

ગ્રહણ લાગ્યા પછીથી લઈને કે ગ્રહણ ખતમ થયા સુધી.

તેનો તરીકો:

આ બે રકઅત વાળી એક નમાઝ છે, જેમાં બે રકઅત પઢવામાં આવે છે, અને તેનો તરીકો નીચે પ્રમાણે છે:

અ- તકબીરે તહરિમા, દુઆએ ષના, અઉઝુબિલ્લાહ અને બિસ્મિલ્લાહ પઢી અને સૂરે ફાતિહા પઢયા પછી લાંબી કિરઅત થશે.

બ- પછી એક લાંબો રુકૂઅ કરવામાં આવશે.

જ- રુકૂઅ માંથી ઉભા થઇ, (સમિઅલ્લાહુ લિમન્ હમીદહ) પઢયા પછી સૂરે ફાતિહા પઢવામાં આવશે અને આ વખતે કુરઆનની તિલાવત પહેલા કરતા થોડીક ટૂંકી કરવામાં આવશે.

દ- પછી લાંબો રુકૂઅ કરવામાં આવશે પરંતુ પહેલા રુકૂઅ કરતા તે રુકુઅ ટૂંકો હોવો જોઈએ.

હ- પછી રુકૂઅ માંથી ઉભા થઇ કહેવું: (સમિઅલ્લાહુ લિમન્ હમિદહ).

વ- પછી બે લાંબા સિજદા કરવા.

ઝ- બીજી રકઅત પહેલી રકઅતની જેમ જ પઢવામાં આવશે, પરંતુ તે પહેલી રક્અત કરતા થોડીક ટૂંકી રહેશે.

તેની સુન્નતો:

અ- (અસ્ સલાતુ જામિઅતૂન્) કહી તેનું એલાન કરવું.

બ- જમાઅત સાથે નમાઝ પઢવી.

જ- કિયામ, રુકૂઅ અને સિજદા લાંબા કરવા.

દ - બીજી રકઅત પહેલી રકઅત કરતા ટૂંકી હોવી જોઈએ.

હ- નમાઝ પઢી નસીહત કરવી, અને ઈતાઅતના કામ પર પ્રોત્સાહન અને ગુનાહના કામ છોડવાનું કહેવું.

વ- વધુમાં વધુ દુઆ કરવી, આજીજી કરવી, માફી માંગવી અને સદકો કરવો જોઈએ.

અઢારમું: સલાતુલ્ ઇસ્તિસ્કાઅ (દુકાળના સમયે વરસાદ માંગવા માટે પઢવામાં આવતી નમાઝ):

૧) અલ્ ઇસ્તિસ્કાઅનો અર્થ: દુકાળના સમયે અલ્લાહ પાસે વરસાદ માટે દુઆ કરવી.

ઇસ્તિસ્કાઅની નમાઝનો સમય:

સલાતુલ્ ઇસ્તિસ્કા, જ્યારે દુકાળ પડે અને વરસાદ રોકાઈ જાય, અને તેના કારણે લોકોને નુકસાન પહોંચે, અને તે સમયે લોકો પાસે પોતાના પાલનહાર પાસે વરસાદ માગવા સિવાય બીજો કોઈ માર્ગ ન હોય, તો તે સમયે શરીઅતે આદેશ આપ્યો છે કે નમાઝ પઢવી જોઈએ અને તે સ્થિતિમાં ખૂબ જ આજીજી સાથે દુઆ માંગવી જોઈએ.

અ- ક્યારેક જમાઅત સાથે અને ક્યારેક એકલા પણ નમાઝ પઢવામાં આવે.

બ- ક્યારેક ખુતબો આપનાર દુઆમાં તેની દુઆ કરશે, અને મુસલમાન તેમની દુઆ પર આમીન કહેશે.

ક- અને ક્યારેક સામાન્ય સમયમાં નમાઝ પઢયા વગર અને ખુતબો આપ્યા વગર પણ દુઆ કરી શકીએ છીએ.

ઇસ્તિસ્કાઅની નમાઝનો હુકમ:

જો દુકાળ જેવી સ્થિતિ આવી જાય ત્યારે સલાતુલ્ ઇસ્તિસ્કા પઢવી સુન્નતે મુઅકકદહ ગણાશે, કારણ

કે નબી ﷺ એ નમાઝ પઢી છે, જેવું કે અબ્દુલ્લાહ બિન ઝૈદની હદીષમાં છે:

«خَرَجَ النَّبِيُّ ﷺ إِلَى الْمُصَلَّى، فَاسْتَسْقَى، وَاسْتَقْبَلَ الْقِبْلَةَ، وَقَلَبَ رِدَاءَهُ، وَصَلَّى رَكْعَتَيْنِ».

«આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સલાતુલ્ ઇસ્તિસ્કાઅ પઢવા એક મુસલ્લો લઈ નીકળ્યા, કિબલા તરફ મોઢું કર્યું, ચાદર ફેલાવી અને બે રકઅત નમાઝ પઢી».39

ઇસ્તિસ્કાઅની નમાઝનો તરીકો:

સલાતુલ્ ઇસ્તિસ્કા ઈદની નમાઝની જેમ છે, સલાતુલ્ ઇસ્તિસ્કા ઇદ ગાહમાં પઢવી બહેતર છે, ઇદની નમાઝની જેમ જ, અને તેના આદેશો પણ ઇદની નમાઝની જેમ જ છે, તેની પણ બે રકાઅત છે, જે ખુતબા પહેલા પઢવામાં આવશે, ઊંચા અવાજે કિરઅત પઢવામાં આવશે અને બન્ને રકઅતમાં વધારાની તકબીર કહેવામાં આવશે. જેવું કે આ વાતોનું વર્ણન ઇદની નમાઝ વખતે થઈ ગયું છે. અને ત્યારબાદ એક ખુતબો આપવામાં આવશે.

ઓગણીસમું: જનાઝાના આદેશો:

પહેલી વાત: જે વ્યક્તિનો મૃત્યુનો સમય નજીક હોય તેની પાસે બેસેલા લોકો માટે આદેશ:

૧- જે મૃત્યુની નજીક વ્યક્તિ પાસે બેઠો હોય, તે તેને «લા ઇલાહા ઇલ્લલાહુ» પઢવાની તાકીદ કરે.

૨- તેને કિબલા તરફ કરવું સુન્નત છે.

૩- વફાત પછી તેની આંખો બંધ કરવી મુસતહબ (જાઈઝ) છે.

૪- મૃત્યુ પછી મૃતકને એક કપડાં વડે ઢાંકી દેવો જોઈએ.

૫- તેની દફનવિધિમાં ઉતાવળ કરવી જોઈએ.

૬- તેનું દેવું ચુકવવામાં પણ ઉતાવળ કરવી જોઈએ.

૭- મૃતકને ગુસલ આપવામાં આવશે અને કફન પહેરાવવામાં આવશે, અને આ બન્ને ફર્ઝે કિફાયા છે.

બીજું: જનાઝાની નમાઝના આદેશો:

તેનો હુકમ: ફર્ઝે કિફાયા (અર્થાત્ કોઈ એક વ્યક્તિ કરી લે, તો તે કાર્ય પૂર્ણ થઈ જશે, દરેક લોકો માટે તેને કરવું જરૂરી નથી) છે:

તેની શરતો:

૧- કિબલા તરફ મોઢું કરવું.

૨- તેના ગુપ્તાગને છુપાવવું.

૩- નજાસતથી બચવું.

૪- જનાઝાની નમાઝ પઢનાર અને મૃતક બન્ને પાક હોવા જોઈએ.

૫- જનાઝાની નમાઝ પઢનાર અને નમાઝ માટે આવેલ મુસલ્લીનું મુસલમાન હોવુ.

૬- જો શહેરમાં હોય તો જનાઝામાં શરીક થવુ.

૭- મુકલ્લફ હોવુ.

તેના સ્તંભો (અરકાન):

૧- કિયામ.

૨- ચાર તકબીર

૩- સૂરે ફાતિહા પઢવી.

૮. આપ ﷺ પર દરુદ પઢવું.

૫- મૃતક માટે દુઆ કરવી.

૬- તરતીબનો ખ્યાલ કરવો.

૭- સલામ ફેરવવું.

તેની સુન્નતો:

૧- દરેક તકબીર સાથે રફઉલ્ યદૈન કરવું.

૨- અઉઝુબિલ્લાહ પઢવું

૩- પોતાના માટે અને મુસલમાનો માટે દુઆ કરવી.

૪- કિરઅત ધીમા અવાજે કરવી.

૫- ચોથી તકબીર પછી અને સલામ ફેરવ્યા પહેલા થોડીક વાર રુકવું.

૬- જમણા હાથને ડાબા હાથ પર ઉપર મૂકવો.

૭- સલામ ફેરતી વખતે જમણી બાજુ ફરવું.

તેનો તરીકો:

ઇમામ અને પાછળ પઢનાર વ્યક્તિ પુરુષની છાતીના ભાગ પાસે અને સ્ત્રીની વચ્ચે ઉભો રહેશે, તકબીરે તહરીમા કહેશે, અઉઝુબિલ્લાહ પઢશે, અને દુઆએ ષના નહીં પઢે, અને બિસ્મિલ્લાહ કહી સૂરે ફાતિહા પઢશે.

પછી તકબીર કહી દરૂદ પઢશે, ત્યારબાદ તકબીર કહી આપ ﷺ થી સુન્નતથી સાબિત કોઈ દુઆ પઢશે, જેવું કે આપ ﷺ ની આ દુઆ:

«اللَّهُمَّ اغْفِرْ لِحَيِّنَا وَمَيِّتِنَا، وَصَغِيرِنَا وَكَبِيرِنَا، وَذَكَرِنَا وَأُنثَانَا، وَشَاهِدِنَا وَغَائِبِنَا، اللَّهُمَّ مَنْ أَحْيَيْتَهُ مِنَّا فَأَحْيِهِ عَلَى الإِيمَانِ، وَمَنْ تَوَفَّيْتَهُ مِنَّا فَتَوَفَّهُ عَلَى الإِسْلَامِ، اللَّهُمَّ لَا تَحْرِمْنَا أَجْرَهُ، وَلَا تُضِلَّنَا بَعْدَهُ».

«"અલ્લાહુમ્મગ્ ફિર લિહય્યિના, વમય્યિતિના, વસગિરિના, વકબિરિના, વઝકરિના, વઉનષાના, વશાહિદિના, વગાઈબિના, અલ્લાહુમ્મ મન્ અહ્યયતહુ, મિન્ના, ફઅહ્યિહિ અલ્ ઈમાન, વમન તવફ્યતહુ મિન્ના ફતવફ્હુ અલલ્ ઇસ્લામ, અલ્લાહુમ્મ, લા તહ્રિમના અજરહુ, વલા તુઝિલ્ લના બઅદહ" (હે અલ્લાહ ! અમારા જીવિત તેમજ જે લોકોની વફાત થઈ ગઈ છે, તેમને માફ કરી દે, તેમજ હાજર અને ગાયબ લોકોને માફ કરી દે, તેમજ અમારા નાના અને મોટા લોકોને માફ કરી દે, અમારા પુરુષો અને સ્ત્રીઓને માફ કરી દે, હે અલ્લાહ! અમારા માંથી તું જેને જીવિત રાખે તેને ઇસ્લામ પર જીવિત રાખ અને અમારા માંથી જેની વફાત લખી હોય તો તેને ઈમાન પર વફાત આપ, હે અલ્લાહ ! તું અમને આ વફાત પામેલ વ્યક્તિના સવાબથી વંચિત ન કરજે અને અમને આ પછી પથભ્રષ્ટ ન કરજે)».40

અને કહ્યું:

«اللَّهُمَّ اغْفِرْ لَهُ وَارْحَمْهُ، وَعَافِهِ وَاعْفُ عَنْهُ، وَأَكْرِمْ نُزُلَهُ، وَوَسِّعْ مَدْخَلَهُ، وَاغْسِلْهُ بِالْمَاءِ وَالثلْجِ وَالْبَرَدِ، وَنَقِّهِ مِنَ الْخَطَايَا كَمَا نَقَّيْتَ الثَّوْبَ الْأَبْيَضَ مِنَ الدَّنَسِ، وَأَبْدِلْهُ دَارًا خَيْرًا مِنْ دَارِهِ، وَأَهْلًا خَيْرًا مِنْ أَهْلِهِ، وَزَوْجًا خَيْرًا مِنْ زَوْجِهِ، وَأَدْخِلْهُ الْجَنَّةَ، وَأَعِذْهُ مِنْ عَذَابِ الْقَبْرِ، وَمِنْ عَذَابِ النَّارِ».

«"અલ્લાહુમ્મગ્ ફિર લહુ વર્હમહુ, વઆફિહિ વઅફુ અન્હુ, વઅક્રિમ નુઝુલહુ, વવસ્સિઅ મુદખલહુ, વગ્સિલહુ બિલ્ માઈ વષ્ષલજિ વલ્ બર્દ, વનક્કિહિ મિનલ્ ખતાયા કમા યુનક્કસ ષવ્બુલ્ અબ્યઝુ મિનદ્દનસ, વઅબ્દિલહુ દારન્ ખૈરન્ મિન દારિહિ, વઅહ્લન ખૈરન્ મિન અહ્લિહિ, વઝવજન્ ખૈરમ્ મિન ઝવઝિહિ, વઅદ્ખિલ્હુલ્ જન્નહ, વઅઇઝહુ મિન અઝાબિલ કબ્રી, વમિન અઝાબિન્ નાર" (હે અલ્લાહ! તેને માફ કરી દે, તેનાં પર રહેમ કર, તેને આફિયત આપ, તેને માફ કરી દે, અને તેની મહેમાન નવાઝી ઈજ્જત સાથે કર, અને તેના દાખલ થવાની જગ્યા ને વિશાળ કરી દે, અને તેના ગુનાહોને પાણી, બરફ અને ઓલાઓ ની સાથે ધોઈ નાંખ, અને તેને ગુનાહોથી એવી રીતે સાફ કરી દે જેવી રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરે છે, અને તેને તેનાં ઘરના બદલામા શ્રેષ્ઠ ઘર આપ, તેનાં ઘરવાળાઓના બદલામા શ્રેષ્ઠ ઘરવાળાઓ આપ, અને પત્નીના બદલામા શ્રેષ્ઠ પત્ની આપ, અને તેને જન્નતમાં દાખલ કર, અને તેને કબરના અઝાબ અને આગથી બચાવ)».41 પછી તકબીર કહી થોડીક વાર રુકી જશે અને પછી જમણી બાજુ એક સલામ ફેરવશે.

ત્રીજો વિષય: ઝકાત:

૧- ઝકાતની વ્યાખ્યા અને તેની મહત્ત્વતાનું વર્ણન:

ઝકાતનો શાબ્દિક અર્થ: વધવું અને વધારે થવું.

ઝકાતનો કાયદાકીય અર્થ: નક્કી કરેલ માલ માંથી ખાસ લોકોના જરૂરી હકને કહે છે.

ઝકાત ઇસ્લામનો ત્રીજો રુકન છે, ઝકાત એટલી મહ્ત્વપૂર્ણ ઈબાદત છે કે અલ્લાહ તઆલાએ કુરઆન મજીદમાં નમાઝ સાથે બ્યાસી વખત તેનું વર્ણન કર્યું છે,

અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ...﴾

{નમાઝ કાયમ કરો અને ઝકાત આપતા રહો...} [અલ્ બકરહ: ૪૩].

આપ ﷺ એ કહ્યું:

«بُنِيَ الإِسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أَنْ لَا إِلٰهَ إِلَّا اللَّـهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّـهِ، وَإِقَامِ الصَّلَاةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَحَجِّ الْبَيْتِ، وَصَوْمِ رَمَضَانَ».

«ઇસ્લામ પાંચ વસ્તુઓ પર આધારિત છે: તે વાતની ગવાહી આપવી કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના પયગંબર છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ્જ કરવો અને રમઝાન મહિનાના રોઝા રાખવા».42

અને ઝકાત ફર્ઝ હોવામાં મુસલમાનોનો ઇજમાઅ છે. અને એ વાત ઉપર પણ કે જે ઝકાતને ફર્ઝ હોવાનો ઇન્કાર કરે, તે કાફિર છે. અને જે ઝકાતનો ઇન્કાર કરે તેની સાથે યુદ્ધ કરવામાં આવશે.

૨- ઝકાતને વાજિબ કારવાવાળી શરતો:

અ- સ્વતંત્રતા: ગુલામ પર ઝકાત અનિવાર્ય નથી; કારણકે તેની પાસે પોતાનો માલ નથી હોતો અને જે તેની પાસે હોય છે, તે તેના માલિકનું હોય છે, એટલા માટે તેની ઝકાત તેના માલિકના શિરે રહેશે.

બ- મુસલમાન હોવું, કાફિર પર ઝકાત વાજિબ નથી, કારણકે આ ઈબાદત છે, અને કાફિરનો ઈબાદતથી કોઈ સંબંધ નથી.

જ- નિસાબ સુધી માલ પહોંચવો, તેનાથી ઓછા માલમાં ઝકાત ફર્ઝ નથી, માલનો નિસાબની એક નક્કી કરેલ સંખ્યાનું નામ છે.

દ- સંપૂર્ણ માલિક હોવું: માનવી તેના માલનો સંપૂર્ણ માલિક હોય, એટલા માટે એવા માલમાં ઝકાત વાજિબ નથી જેના પર સંપૂર્ણ માલિકીનો હક ન હોય.

હ- માલ પર એક વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો હોય: જેમકે આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:

«لَا زَكَاةَ فِي مَالٍ حَتَّى يَحُولَ عَلَيْهِ الْحَوْلُ».

«જે માલ પર એક વર્ષનો સમયગાળો પસાર ન થયો હોય, તે માલ પર ઝકાત નથી».43

૩- જે માલમાં ઝકાત વાજિબ છે:

પહેલું: ઢોર:

અર્થાત્ ઊંટ, ગાય, બકરી અને આ ઢોરમાં ઝકાત બે શરતો પ્રમાણે જરૂરી છે:

૧- તેમને દૂધ અને સંતાન માટે રાખવામાં આવે, કામ માટે નહીં.

૨-તે જાનવર ચરવાવાળું હોય, જાનવરોમાં ઝકાત જરૂરી નથી જેમને ખરીદીને અથવા ક્યાંકથી ભેગા કરી ચારો આપવામાં આવે, અને તે જાનવર પર પણ ઝકાત નથી જે સંપૂર્ણ વર્ષ અથવા થોડોક સમય પણ ચરતા ન હોય.

ઢોરોનો નિસાબ (માલની એટલી માત્રા જેના પર ઝકાત વાજિબ થઈ જાય):

૧- ઊંટની ઝકાત:

શરત પુરી થયા બાદ; દરેક પાંચ ઊંટ પર એક બકરી વાજિબ છે, દસ ઉટમાં બે બકરી, પંદરમાં ત્રણ અને વિસમાં ચાર બકરીઓ. જેવું કે સુન્નત અને ઇજમાઅ (આલિમોના એકમત) દ્વારા આ વાત સાબિત છે, જ્યારે ઊંટની સંખ્યા પચીસ થઈ જાય તો તેની ઝકાત માટે એક "બિનતે મખાઝ" આપવી પડશે, બિનતે મખાઝ: એવી ઊંટણી જે બીજા વર્ષમાં આવી ગઈ હોય, અને જો બિનતે મખાઝ ન હોય તો ઈબ્ને લબૂન આપવું પડશે.

અને જ્યારે ઊંટોની સંખ્યા છત્રીસ સુધી પહોંચી જાય તો પછી ઝકાત રૂપે એક "બિનતે લબૂન" આપવી પડશે, બિનતે લબૂન: તે ઊંટણી જેના બે વર્ષ પૂરા થઈ ગયા હોય.

અને જો ઊંટોની સંખ્યા છેતાલીસ થઈ જાય તો પછી ઝકાત રૂપે એક "હિક્કહ" ઊંટણી આપવી પડશે, હિક્કહ: તે ઊંટણી જેના ત્રણ વર્ષ પુરા થઈ ગયા હોય.

અને જો ઊંટોની સંખ્યા એક્સઠ થઈ જાય તો પછી ઝકાત રૂપે એક "જિઝઅતુન્" આપવી પડશે, જિઝઅહ: તે ઊંટણી જેના ચાર વર્ષ પુરા થઈ ગયા હોય.

અને જો ઊંટોની સંખ્યા છોતેર થઈ જાય તો પછી ઝકાત રૂપે બે "બિનતે લબૂન" આપવી પડશે,

અને જો ઊંટોની સંખ્યા એકાણું થઈ જાય તો પછી ઝકાત રૂપે બે "હક્કહ" આપવી પડશે,

અને જો ઊંટોની સંખ્યા એક સોવીસ થી વધારે થઈ જાય તો પછી ઝકાત રૂપે ત્રણ "બિનતે લબૂન" આપવી પડશે, અને પછી દરેક ચાળીસ પર એક "બિનતે લબૂન" વધારવું અને પચાસની સંખ્યા વધે તો એક "હક્કહ" વધારવું.

૨- ગાયમાં કાઢવામાં આવતી ઝકાત:

શરતો પુરી થઈ ગયા પછી જ્યારે ગાયની સંખ્યા ત્રીસ થઈ જાય તો તેમાં એક "તબીઉ" અથવા એક "તબીઅહ" ગાય આપવી પડશે, "તબીઉન" અથવા "તબીઅતુન્": તે ગાય અથવા વાછરડા ને કહે છે જેનું એક વર્ષ પૂર્ણ થઈ ગઇ હોય.

જો ત્રીસથી ઓછી સંખ્યા હોય તો કંઈ પણ આપવું વાજિબ નથી.

જ્યારે તેમની સંખ્યા ચાળીસ થઈ જાય તો તેમાંથી એક "મુસિન્નહ" વાજિબ છે, મુસિન્નહ: જેના બે વર્ષ પુરા થઈ ગયા હોય.

જ્યારે તેમની સંખ્યા ચાળીસથી વધારે થઈ જાય તો તેમાંથી એક "તબીઉન" અથવા એક "તબીઅતુન્" આપવું વાજિબ છે, અને દરેક ચાળીસ ગાય પર એક "મુસિન્નહ" વાજિબ છે, મુસિન્નહ: તે ગાય જેના બે વર્ષ પુરા થઈ ગયા હોય.

૩- બકરીઓની ઝકાત:

જ્યારે બકરીઓ અથવા ઘેટાંની સંખ્યા ચાળીસ થઈ જાય તો તેમાંથી એક બકરી અથવા એક ઘેટું જે એક વર્ષથી ઓછી ઉંમરનું હોય, આપવું વાજિબ છે,

અને ચાળીસથી ઓછી બકરીઓમાં કોઈ ઝકાત નથી, જ્યારે બકરીઓ અથવા ઘેટાની સંખ્યા એકસો એકવીસ થઈ જાય તો તેમાંથી બે બકરીઓ ઝકાત રૂપે આપવી જરૂરી છે, જ્યારે બકરીઓ અથવા ઘેટાની સંખ્યા બસો એક થઈ જાય તો તેમાંથી ત્રણ બકરીઓ ઝકાત રૂપે આપવી જરૂરી છે,

ત્યારબાદ આ માત્રામાં ફરજ પૂરો થઈ જાય છે,જેથી દરેક સો બકરીઓ માંથી એક બકરી વાજિબ થશે, તો ચારસો બકરીઓમાં ચાર બકારીઓ.

બીજું: જમીન માંથી નીકળતી ઉપજોની ઝકાત:

જમીન માંથી નીકળતી ઉપજોના બે પ્રકાર છે:

૧) અનાજ અને ફળો.

૨) ખનીજો.

પ્રથમ પ્રકાર: અનાજ અને ફળ:

અનાજ જેવું કે ઘઉં, જુવાર અને ચોખામાં ઝકાત આપવી જરૂરી છે. અને ફળોમાં પણ: જેવું કે ખજૂર અને દ્રાક્ષમાં. તે વગર અન્ય પાંદડા જેવું કે શાકભાજી વગેરેમાં ઝકાત વાજિબ નથી.

અનાજ અને ફળોમાં ઝકાત આપવાની શરતો:

૧) તેનો સંગ્રહ કરી રાખવામાં આવે: એટલા માટે એવા ફળો અને અનાજમાં ઝકાત વાજિબ નહીં થાય, જેનો સંગ્રહ કરવામાં નથી આવતો.

૨) તેનો માપ થતો હોય: તે ફળો અથવા શાકભાજીમાં ઝકાત અનિવાર્ય નથી, જે ગણીને અથવા વજન કરીને વેચવામાં આવે છે, જેવું કે તરબૂચ, ડુંગળી, દાડમ વગેરે.

૩) નિસાબ સુધી પહોંચી જાય: જે પાંચ "વસક" છે, તેનાથી ઓછા માલમાં ઝકાત અનિવાર્ય નથી.

૪) જ્યારે ઝકાત આપવી જરૂરી થાય ત્યારે તે માલ સંપૂર્ણ માલિકી હેઠળ હોવો જરૂરી છે.

એટલા માટે જ્યારે કોઈ ઝકાત વાજિબ થયા પછી તેનો માલિક બને, જેવું કે ઉપજને કાપવામાં આવ્યા પછી તેને ખરીદે અથવા તેને ભેટ આપવામાં આવે તો તેમાં ઝકાત વાજિબ નથી.

અનાજ અને ફળોમાં ઝકાત આપવાનો સમય:

જ્યારે અનાજ ઉપયોગ કરવા જેવું બની જાય, પછી ઝકાત વાજિબ થઇ જાય છે, તેની નિશાનીઓ નીચે પ્રમાણે છે:

અ- અનાજમાં: જ્યારે તેનો દાણો સખત થઈ જાય.

બ- ખજૂરમાં: જ્યારે તે લાલ અથવા પીળી થઈ જાય.

ક- દ્રાક્ષમાં: જ્યારે નરમ અને મીઠી બની જાય.

અનાજ અને ફળોનો નિસાબ:

અનાજ અને ફળોનો નિસાબ પાંચ વસક છે, એક વસક સાઈઠ સાઅનો હોય છે, તેનો નિસાબ ત્રણસો (૩૦૦) નબવી સાઅ થશે, અને કિલોગ્રામમાં જોઈએ તો તેનો વજન લગભગ નવસો (૯૦૦) કિલો થાય છે.

અનાજ અને ફળોમાં અનિવાર્ય ઝકાતનો માપ:

જે ઉપજો વગર મહેનત અને કોઈ ખર્ચ વગર થઈ હોય, તો તેમાંથી દસમો ભાગ ઝકાત રૂપે કાઢવામાં આવશે, જેવું કે જે ઉપજોની વરસાદના પાણી અથવા ધોધના પાણીથી સિંચાઈ કરવામાં આવી હોઈ.

અને જેની સિંચાઈ કરવામાં ખર્ચ થયો હોય અથવા મહેનત લાગી હોય, જેવું કે કુંવાનું પાણી, નહેર અથવા મશીનોનો ઉપયોગ થયો હોય, તો તેમાં વિસમો ભાગ ઝકાત રૂપે કાઢવામાં આવશે.

બીજો પ્રકાર: ખનીજો:

જમીનની ઉપજો માંથી એક પ્રકાર ખનીજ પણ છે, જમીન માંથી તેની ગુણવત્તા સિવાયની અન્ય વસ્તુઓ પણ કાઢવામાં આવે તો તેને ખનીજ કહે છે, જેવું કે સોનુ, ચાંદી, લોખડ, અને હીરાઓ.

તેમાં ઝકાત આપવાનો સમય:

જ્યારે તેને પોતાના કબજામાં લઇ લો તો તરત જ તેની ઝકાત આપવી પડે છે, તેમાં વર્ષની શરત લગાવવામાં આવતી નથી. તેનો નિસાબ સોના અને ચાંદીનો જ નિસાબ છે, અને તેની કિંમતનો ચાળીસમો ભાગ ઝકાત રૂપે આપવામાં આવે.

કિંમતી વસ્તુઓની ઝકાત:

જેવું કે સોનુ, ચાંદી, અને રોકકડ રકમ અને તેમાં પણ ઝકાત આપવી વાજિબ છે. તેની દલીલ, અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿وَالَّذِينَ يَكْنِزُونَ الذَّهَبَ وَالْفِضَّةَ وَلَا يُنْفِقُونَهَا فِي سَبِيلِ اللَّهِ فَبَشِّرْهُمْ بِعَذَابٍ أَلِيمٍ 34﴾

{જે લોકો સોનું અને ચાંદી ભેગું કરીને રાખે છે અને અલ્લાહના માર્ગમાં ખર્ચ નથી કરતા, તેઓને તમે દુ:ખદાયી અઝાબની ખુશખબર આપી દો. ૩૪}. [અત્ તૌબા: ૩૪].

હદીષમાં છે:

«مَا مِنْ صَاحِبِ ذَهَبٍ وَلَا فِضَّةٍ لَا يُؤَدِّي فِيهَا حَقَّهَا؛ إِلَّا إِذَا كَانَ يَوْمَ الْقِيَامَةِ صُفِّحَتْ لَهُ صَفَائِحُ مِنْ نَارٍ».

«જેણે પણ સોના અને ચાંદીમાં અનિવાર્ય ઝકાત ન આપી, તો તેના માટે કયામતના દિવસે આગની પ્લેટો તૈયાર કરવામાં આવશે».44

સોના અને ચાંદીમાં ઝકાત હોવા પર આલિમોનો ઇજમાઅ (એકમત) છે, અને રોકકડ રકમનો પણ સોના અને ચાંદી પ્રમાણે જ હુકમ છે; કારણકે રકમનો સોના અને ચાંદીની જગ્યાએ ઉપયોગ થાય છે.

રોકકડ રકમમાં વાજિબ ઝકાત અને સોના તેમજ ચાંદીનો નિસાબ:

રોકકડ રકમનો હિસાબ સોના અને ચાંદીના હિસાબ પ્રમાણે જ ગણવામાં આવશે; કારણકે તેની લેવડ-દેવડ પણ રકમમાં જ થતી હોય છે, માટે બન્ને માંથી એક નિસાબ સુધી પહોંચશે, તો ઝકાત અનિવાર્ય થઈ જશે, આજના યુગ પ્રમાણે ચાંદીના નિસાબ સુધી રોકકડ રોકમ પહોંચી જાય, તો તેની ઝકાત આપવી શ્રેષ્ઠ છે; કારણકે તે સોના કરતા સસ્તું અને ઝડપથી નિસાબ સુધી પહોંચે છે. એટલા માટે જ્યારે એક મુસલમાન (૫૯૫) ગ્રામ ચાંદીનો માલિક બની જાય અને તેના પર એક વર્ષ પસાર થઈ જાય, તો તેમાં ઝકાત અનિવાર્ય થઈ જાય છે. એટલા માટે જેની પાસે થોડોક પણ માલ હોય અને તે જાણતો ન હોય કે માલ નિસાબ સુધી પહોંચી ગયો છે કે અથવા તો તો તે ચાંદીના વેપારીઓને એક ગ્રામ ચાંદીની કિંમત પૂછી લે અને પછી તેને (૫૯૫) વડે ગુણાકાર કરી લે, જે જવાબ આવશે તે જ નિસાબ ગણાશે.

ફાયદા: જ્યારે કોઈ પોતાના માલની ઝકાત આપવા ઈચ્છે, તો નિસાબને ચાળીસ વડે ભાગાકાર કરી લે, જે જવાબ આવશે તે જ તેની ઝકાત ગણાશે.

ચોથું: વેપાર ધંધાના સામાન પર ઝકાત:

આ તે સામાન છે, જે ફાયદા માટે લે-વેચ માટે તૈયાર કરવામાં આવ્યો હોય, વેપાર ધંધાના માલમાં રૂપિયા સિવાય સંપૂર્ણ માલનો સમાવેશ થશે, જેવું કે ગાડી, કપડાં, લોખંડ, લાકડી વગેરે, અન્ય સામાન જે વેપાર ધંધા માટે ખાસ હોય.

વેપાર ધંધાના સામાનમા ઝકાત કાઢવાની શરતો:

૧- પોતાની મહેનતથી તેના માલિક બન્યા હોય, જેવું કે વેચવું, ભાડે આપવું, અને તેના સિવાય અન્ય વેપાર ધંધા માટેના સ્ત્રોત.

૨- વેપારની નિયત કરી તેના માલિક બનવું: અર્થાત્ તેનાથી કમાણી કરવાની નિયત હોય, કારણકે "કાર્યોનો આધાર નિયતો પર હોઈ છે, અને વેપાર પણ એક કાર્ય જ છે.

૩- તેની કિંમત સોના અથવા ચાંદી પ્રમાણે નિસાબ સુધી પહોંચી જાય.

૪- એક વર્ષ પસાર થઈ જવો.

વેપાર ધંધાના સામાનમાં ઝકાત કાઢવાની રીત:

વર્ષ પૂર્ણ થયા પછી સોના અને ચાંદી પ્રમાણે માલની કિંમત નક્કી કરવામાં આવશે, જો માલ નિસાબ સુધી પહોંચી જાય, તો તેની કિંમતનો ચાળીસમો ભાગ કાઢવામાં આવશે,

પાંચમું: ઝકાતુલ્ ફિત્ર:

આ તે સદકો છે, જે રમઝાન મહિનો પૂરો થયા પછી વાજિબ થાય છે. સદકએ ફિત્ર બીજી હિજરી સનમાં ફર્ઝ કરવામાં આવ્યો.

તેનો હુકમ:

સદકએ ફિત્ર દરેક તે મુસલમાન પર વાજિબ છે, જેની પાસે ઈદના દિવસે અને રાત પોતાના અને પોતાના ઘરવાળાઓ માટે પૂરતો ખોરાક કરતા વધારે હોય. અને સદકએ ફિતર દરેક મુસલમાન પુરુષ, સ્ત્રી, નાના, મોટા, આઝાદ, ગુલામ પર વાજિબ છે. કારણકે તેની દલીલ આ હદીષ છે:

«فَرَضَ رَسُولُ اللَّهِ ﷺ زَكَاةَ الْفِطْرِ عَلَى الْعَبْدِ وَالْحُرِّ، وَالذَّكَرِ وَالْأُنثَى، وَالصَّغِيرِ وَالْكَبِيرِ، مِنَ الْمُسْلِمِينَ».

«અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક મુસલમાન પુરુષ, સ્ત્રી, નાના, મોટા, આઝાદ અને ગુલામ પર સદકએ ફિત્ર ફર્ઝ કર્યો છે».45 ફર્ઝનો અર્થ: જરૂરી અને લાઝીમ.

સદકએ ફિત્ર વાજિબ કરવાની હિકમતો:

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી. કહે છે:

«فَرَضَ رَسُولُ اللَّهِ ﷺ زَكَاةَ الْفِطْرِ؛ طُهْرَةً لِلصَّائِمِ مِنَ اللَّغْوِ وَالرَّفَثِ، وَطُعْمَةً لِلْمَسَاكِينِ».

«અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રોજદાર ને વ્યર્થ વાતો, અને ખરાબ વાતોથી પવિત્ર કરવા અને ગરીબો માટે ખાવાનો બંદોબસ્ત કરવા માટે અનિવાર્ય કર્યો છે».46

સદકએ ફિત્ર અનિવાર્ય થવાનો અને તેને કાઢવાનો સમય:

સદકએ ફિતર ઇદના દિવસે રાત્રે સૂર્યાસ્ત પછી વાજિબ થાય છે, અને તેને ઇદની નમાઝ પહેલા ઇદગાહ જતા પહેલા આપી દેવું મુસતહબ (જાઈઝ) છે. અને તેને ઇદની નમાઝ પછી આપવો જાઈઝ નથી. જો ઇદની નમાઝ પછી આપે, તો તેણે તેની કઝા કરવી પડશે, અને વિલંબ કરવાના કારણે તે ગુનેગાર થશે.

હા, ઈદના એક અથવા બે દિવસ પહેલા આપવું જાઈઝ છે.

ફિતરાનો માપ અને કેવી વસ્તુઓ માંથી ફિતરો કાઢવો:

શહેરના લોકો જે ખોરાક ખાતા હોય, તેમાંથી એક સાઅ, ચોખા, ખજૂર, અને જુવાર વગેરે. એક સાઅનો માપ: લગભગ ત્રણ કિલોનો હોય છે. અને તેની કિંમત આપવી જાઈઝ નથી, કારણકે આપ

ﷺ ના આદેશનો વિરોધ ગણવામાં આવશે.

ઝકાત કાઢવી અને કોને આપવી તેનું વર્ણન:

ઝકાત કાઢવાનો સમય:

ઝકાત તરત જ આપી દેવી જરૂરી છે. કારણ વગર વિલંબ કરવું યોગ્ય નથી, જેવું કે માલ દૂર બીજા શહેરમાં હોય, અને ત્યાં કોઈ વકીલ ન હોય.

ઝકાત કાઢવાની જગ્યા:

બહેતર એ છે કે જ્યાં માલ હોય ત્યાં જ ઝકાત આપવામાં આવે, પરંતુ અમુક પરિસ્થિતિમાં બીજા શહેરમાં પણ આપવી જાઈઝ છે:

અ- જ્યારે પોતાના શહેરમાં કોઈ લાચાર ન મળે.

બ- બીજા શહેરમાં કોઈ નજીકનો લાચાર રહેતો હોય.

જ- જ્યાં કોઈ શરઇ કારણ હોય, જેવું કે તોફાનના કારણે મુસલમાનોનું શહેર અસરકારક થઈ હોય, અને જ્યાં દુકાળ જેવી પરિસ્થિતિ હોય.

સામાન્ય પુરાવાના આધારે બાળક અને મંદબુદ્ધિના માલમાં પણ ઝકાત કાઢવી જરૂરી છે, અને તેમાંથી ઝકાત આપવાની જવાબદારી તેના વાલીની રહેશે. અને નિયત કર્યા વગર ઝકાત કાઢવી જાઈઝ નથી, કારણકે નબી ﷺ એ કહ્યું:

«إِنَّمَا الْأَعْمَالُ بِالنِّيَّاتِ».

«કાર્યોનો આધાર નિયત પર છે».47

ઝકાતના હકદાર લોકો:

ઝકાતના હકદાર આઠ પ્રકારના લોકો છે:

પહેલો પ્રકાર: ફકીરો:

આ તે લોકો છે, જેમની મૂળ જરૂરતો પુરી થતી ન હોય, જેવું કે ઘર, ખોરાક અને કપડાં, તેમને એટલી ઝકાત આપવામાં આવશે કે તેમને અને તેમના ઘરવાળાઓને એક વર્ષ માટે પૂરતી થઈ જાય.

બીજો પ્રકાર: લાચાર, મિસ્કિન:

જેમની મૂળ જરૂરતો માંથી વધુ જરૂરતો પુરી થતી હોય પરંતુ પૂરતી નહીં, જેવું કે કોઈને પગાર મળતો હોય અને એક વર્ષ સુધી પૂરતો ન હોય.

તેમને એટલી ઝકાત આપવામાં આવશે કે એક વર્ષ સુધી તેમની અને ઘરવાળાઓની મૂળ જરૂરતો પુરી થઈ જાય.

ત્રીજો પ્રકાર: ઝકાત લેનારા: અર્થાત્ જે ઝકાત ઉઘરાવતા હોય:

જેમને હાકિમ ઝકાત ઉઘરાવવાની જવાબદારી સોંપે અથવા જે ઝકાતની સુરક્ષા કરતા હોય અથવા ઝકાતને તેના હકદાર લોકો સુધી પહોંચાડતા હોય, તેમના માટે.

જો હુકુમત દ્વારા તેમનો કોઈ પગાર નક્કી ન હોય તો તેમને તેમના કામ પ્રમાણે ઝકાત માંથી રકમ આપવામાં આવશે.

ચોથો પ્રકાર: જેમનું દિલ્ રાખવા માટે ઝકાત આપવામાં આવે:

આ તે લોકો છે કે જો તેમને ઝકાત આપવામાં આવે તો તેઓ મુસલમાન બનવા અથવા ઈમાનની મજબૂતી અથવા તેમની તકલીફથી મુસલમાનોની સુરક્ષિત રહેવાની આશા કરવામાં આવે.

તેમની ઝકાત આપવાની રકમ: જેનાથી તે લોકોનું દિલ ઇસ્લામ તરફ ઝૂકી જાય.

પાંચમો પ્રકાર: ગરદન:

અર્થાત્ ગુલામો અને મુકાતિબિનને આઝાદ કરવા માટે.

મુકાતિબ: તે ગુલામને કહે છે, જેણે પોતાને જ પોતાના માલિક પાસેથી ખરીદી લીધો હોય, અને તેમાં મુસલમાન કેદીઓને ફીદયાની રકમ આપી આઝાદ કરવું પણ શામેલ છે.

છઠ્ઠો પ્રકાર: દેવાદાર અને તેમના બે પ્રકાર છે:

પહેલો: જેણે પોતાના માટે જરૂરત માટે દેવું કર્યું હોય અને આપી ન શકતો હોય, તો તેને એટલી ઝકાત આપવામાં આવે જેથી એનું

દેવું પૂરું થઈ જાય.

બીજો પ્રકાર: જેણે લોકો વચ્ચે ઇસ્લાહ કરવા માટે દેવું કર્યું હોય. તેને એટલી ઝકાત આપવામાં આવશે કે તેનું દેવું પૃરું થઈ જાય, ભલેને તે માલદાર હોય.

સાતમો પ્રકાર: અલ્લાહના માર્ગમાં રહેવાવાળા:

અર્થાત્ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર.

તેમના માટે ઝકાત કેટલી? જેનાથી જિહાદની જરૂરત પુરી થઈ જાય, જેવું કે સવારી, હથિયાર, ખાવાનું વગેરે.

આઠમો પ્રકાર: ઈબ્ને સબીલ (મુસાફર):

આ તે મુસાફિરને કહેવામાં આવે છે, જેમનું સફર દરમિયાનનું ભાથું પૂરું થઈ ગઈ હોય, અથવા તો ચોરી થઈ ગઈ હોય અને પોતાના શહેર સુધી પહોંચવા માટે તેની પાસે માલ પણ ન હોય.

તેમના માટે ઝકાત કેટલી? એટલી આપવામાં આવશે કે તેના શહેર સુધી પહોંચી જાય, ભલેને તે માલદાર હોય.

ચોથો વિભાગ: રોઝો:

રોઝાની વ્યાખ્યા:

અલ્લાહ માટે ઈબાદતના હેતુથી તુલૂએ ફજરથી લઈ સૂર્યાસ્ત સુધી જે વસ્તુઓથી રોઝો તૂટી જાય, તેનાથી બચીને રહેવું.

અને તે ઇસ્લામનો એક રુકન છે, અલ્લાહ તઆલા તરફથી ફર્ઝ કરવામાં આવ્યો છે, અને ઇસ્લામની જરૂરી શિક્ષાઓ માંથી એક છે, તેના વાજિબ થવાની દલીલ કુરઆન, હદીષ અને ઇજમાઅ દ્વારા સાબિત છે.

અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿‌شَهۡرُ رَمَضَانَ ٱلَّذِيٓ أُنزِلَ فِيهِ ٱلۡقُرۡءَانُ هُدٗى لِّلنَّاسِ وَبَيِّنَٰتٖ مِّنَ ٱلۡهُدَىٰ وَٱلۡفُرۡقَانِۚ فَمَن شَهِدَ مِنكُمُ ٱلشَّهۡرَ فَلۡيَصُمۡهُ...﴾

{રમઝાન તે મહિનો છે, જેમાં કુરઆન ઉતારવામાં આવ્યું છે, જે લોકો માટે હિદાયત છે, અને તેમાં હિદાયત તેમજ સત્ય અને અસત્ય વાતની વચ્ચે તફાવત માટેની નિશાનીઓ છે, તમારા માંથી જે વ્યક્તિ આ મહિનો મેળવી લે, તેના માટે મહિનાના સંપૂર્ણ રોઝા રાખવા જરૂરી છે...} [અલ્ બકરહ: ૧૮૫].

રમઝાનના રોઝા અનિવાર્ય થવાની શરતો:

૧- મુસલમાન હોવું, કાફિર દ્વારા રોઝો સહીહ નહીં ગણાય.

૨- પુખ્તવયનું હોવું: બાળક પર રોઝા ફર્ઝ નથી. હા, જે તમીઝ ધરાવતો હોય તેના માટે રોઝા રાખવા સહીહ છે અને તે રોઝા તેના માટે નફીલ ગણવામાં આવશે.

૩- બુદ્ધી હોય, પાગલ પર રોઝા વાજિબ નથી, અને ન તો તેનો રોઝો સહીહ ગણવામાં આવશે કારણકે તે નિયત નથી કરી શકતો.

૪- રોઝા રાખવાની શક્તિ ધરાવતો હોય, એટલા માટે બીમાર, જે રોઝા રાખવાની ક્ષમતા ન ધરાવતો હોય તેના પર વાજિબ નથી, અને ન તો મુસાફર પર, પરંતુ કારણ અર્થાત્ બીમારી અને સફર બન્ને ખતમ થઈ ગયા પછી રોઝાની કઝા જરૂર કરશે. અને સ્ત્રીના રોઝા માટે શરત એ છે કે તેને હૈઝ અને નિફાસનું લોહી ન આવતું હોય.

રમઝાનના રોઝાની શરૂઆત બે વસ્તુઓ દ્વારા થાય છે:

અ- રમઝાનનો ચાંદ નજર આવ્યા પછી, નબી ﷺ એ કહ્યું:

«صُومُوا لِرُؤْيَتِهِ، وَأفْطِرُوا لِرُؤْيَتِهِ».

«ચાંદ જોઈને રોઝા રાખો સને ચાંદ જોઈને રોઝા છોડો».48

બ- શાબાનના ત્રીસ દિવસો પુરા કરવા, જો રમઝાનનો ચાંદ ન દેખાય અથવા વાદળો, ધૂળ અથવા તેના જેવી વસ્તુઓના કારણે ચાંદ ન દેખાઈ, કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

«فَإِنْ غُمَّ عَلَيْكُمْ؛ فَأَكْمِلُوا عِدَّةَ شَعْبَانَ ثَلاثِينَ يَوْمًا».

«જો વાદળોના કારણે ચાંદ ન દેખાઈ; તો શાબાનના ત્રીસ દિવસ પુરા કરો».49

રોઝાની નિયત:

અન્ય ઈબાદતોની જેમ નિયત વગર રોઝો રાખવો પણ યોગ્ય નથી, ફર્ઝ રોઝાની નિયત કરવાનો સમય અન્ય રોઝા કરતા અલગ છે, અને તેનું વર્ણન નીચે પ્રમાણે છે:

પહેલું: ફર્ઝ રોઝા જેવું કે રમઝાનના રોઝા, કઝા અથવા નઝરના રોઝા તુલૂએ ફજર પહેલા રાત્રે નિયત કરવી જરૂરો છે, આપ ﷺ નું વર્ણન છે:

«مَن لَمْ يُبَيِّتْ الصِّيَامَ مِنَ اللَّيْلِ فَلَا صِيَامَ لَهُ».

«જેણે રાત્રે રોઝાની નિયત ન કરી, તેનો રોઝો નથી».50

બીજું: નફિલ રોઝાની નિયત: તેની નિયત દિવસ દરમિયાન પણ કરવામાં આવી શકે છે, શરત એ કે તેણે ફજર બાદ કંઈ પણ ખાધું પીધું ન હોય.

રોઝાને અમાન્ય કરવાવાળી બાબતો:

પહેલી: જિમાઅ (સંભોગ), તેનાથી રોઝો બાતેલ થઈ જાય છે, અને તે દિવસના રોઝાની કઝા કરવી જરૂરી છે, જે દિવસે તેણે સંભોગ કર્યુ હોય, સાથે સાથે એક ગરદન આઝાદ કરવી પડશે, અર્થાત્ એક ગુલામ, જો આવું કરી ન શકે તો સતત બે મહિનાના રોઝા રાખવા પડશે. જો કોઈ શરઇ કારણસર તેની પણ ક્ષમતા ન હોય તો તે ને સાઈઠ લાચારોને પોતાના ઇલાકા પ્રમાણે મધ્યસ્થ ખાવાનું ખવડાવવું પડશે.

બીજું: વીર્ય નીકળવું: ભલેને મનેચ્છાના કારણે અથવા હસ્તમૈથુનના કારણે હોય અથવા વારંવાર જોવાના કારણે હોય, અને તેમાં બસ કઝા રૂપે રોઝો રાખવાનો રહેશે, કારણકે કફફારો જિમાઅ સાથે ખાસ છે. હા ઊંઘમાં સ્વપ્નદોષના કારણે હોય તો તેમાં કંઈ પણ વાજિબ નથી, કારણકે આ વસ્તુ માનવીના હાથમાં નથી, પરંતુ ગુસલ કરવું વાજિબ છે.

ત્રીજું: જાણી જોઈને ખાવું પીવું, કારણકે અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿وَكُلُواْ وَٱشۡرَبُواْ حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ ٱلۡخَيۡطُ ٱلۡأَبۡيَضُ مِنَ ٱلۡخَيۡطِ ٱلۡأَسۡوَدِ مِنَ ٱلۡفَجۡرِۖ ثُمَّ أَتِمُّواْ ٱلصِّيَامَ إِلَى ٱلَّيۡلِ...﴾

{અને ફજરના સમય સુધી જ્યાં સુધી સફેદ દોરો કાળા દોરા દ્વારા જાહેર ન થઈ જાય તમે ખાઇ-પી શકો છો પછી રાત સુધી રોઝો પુરો કરો...} [ અલ્ બકરહ: ૧૮૭].

પરંતુ જો ભૂલથી ખાઈ પી લો તો કંઈ વાંધો નથી; તેની દલીલ આ હદીષ છે:

«مَن نَسِيَ وَهُوَ صَائِمٌ، فَأَكَلَ أَوْ شَرِبَ، فَلْيُتِمَّ صَوْمَهُ، فَإِنَّمَا أَطْعَمَهُ اللَّهُ وَسَقَاهُ».

«જે રોજદારે ભૂલથી ખાઈ પી લીધું, તે પોતાનો રોઝો પૂરો કરે; કારણકે તેને અલ્લાહએ ખવડાવ્યું અને પીવડાવ્યું».51

ચોથું: જાણી જોઈને ઉલટી કરવી, જો કોઈને કુદરતી ઉલટી થાય તો તે પોતાનો રોઝો પૂરો કરશે, તેનાથી તેના રોઝા પર કોઈ અસર નથી. કારણકે નબી ﷺ એ કહ્યું:

«مَنْ ذَرَعَهُ الْقَيءُ فَلَيْسَ عَلَيْهِ قَضَاءٌ، وَمَن اسْتَقَاءَ عَمْدًا فَلْيَقْضِ».

«જેને ઉલટી આવી જાય, તેના પર કોઈ કઝા નથી, અને જે જાણી જોઈને ઉલટી કરે તેણે કઝા કરવી પડશે».52

પાંચમું: લોહી નીકળવું, પછી ભલે તે હિજામા (કપિંગ) દ્વારા હોય કે બીમાર વ્યક્તિને બચાવવા માટે રક્તદાન કર્યું હોય, આ દરેક બાબતોના કારણે રોઝો તૂટી જાય છે. પરંતુ જો ચેકઅપ કરાવવા માટે થોડુંક લોહી કાઢવામાં આવે તો કંઈ વાંધો નથી, એવી જ રીતે શરીર માંથી લોહી જાતે જ નીકળે તો પણ કંઈ વાંધો નથી,

જે લોકોને રમઝાનના રોઝા છોડવાની છૂટ આપવામાં આવી છે:

પહેલો પ્રકાર: તે લોકો જેમને રમઝાનના રોઝા છોડી શકે છે, પરંતુ તેઓને કઝા કરવી જરૂરી છે, જેમાંથી:

પહેલું: એવો બીમાર જેને શિફાની આશા હોય અને રોઝો રાખવાથી તેને નુકસાન અથવા તકલીફ થતી હોય.

બીજું: મુસાફર; ભલેને સફરમાં તેને કોઈ તકલીફ થતી હોય કે ન થતી હોય.

આ બન્ને વાતોની દલીલ, અલ્લાહ તઆલા કહે છે:

﴿...وَمَن كَانَ مَرِيضًا أَوۡ عَلَىٰ سَفَرٖ فَعِدَّةٞ مِّنۡ أَيَّامٍ أُخَرَ...﴾

{...હાં, જે બિમાર હોય અથવા મુસાફર હોય તેણે બીજા દિવસોમાં આ ગણતરી પુરી કરી લેવી જોઇએ...} [અલ્ બકરહ: ૧૮૫].

ત્રીજું: ગર્ભવતી અથવા દૂધ પીવડાવનારી સ્ત્રી, તેણીઓ બીમાર જેવી જ છે, તેમના માટે રોઝા છોડવા જાઈઝ છે, જો તેમને તકલીફ થતી હોય અથવા તેમના બાળકને તકલીફ થતી હોય, પરંતુ તેણીઓ અન્ય દિવસોમાં રોઝાની કઝા જરૂર કરશે.

ચોથું: હૈઝ અને નિફાસ વાળી સ્ત્રી, રોઝા ન રાખવાની છૂટ આપવામાં આવી છે, અને તેમના પર અન્ય દિવસોમાં રોઝાની કઝા જરૂરી છે.

બીજો પ્રકાર: જેમના માટે રોઝો છોડવો મુબાહ એટલે કે જાઈઝ છે, અને તેમના માટે કઝા જરૂરી નથી પરંતુ રોઝાનો કફ્ફારો આપવો જરૂરી છે, તેમાંથી:

પહેલું: એવો બીમાર જેની શિફા થવાની કોઈ આશા ન હોય.

બીજું: વૃદ્ધ વ્યક્તિ જે રોઝો રાખી ન શકતો હોય.

આ લોકો દરરોજ પ્રત્યેક દિવસમાં બદલામાં રમઝાનમાં જ એક મિસ્કિનને ખાવાનું ખવડાવશે, જે વ્યક્તિ અત્યંત વૃદ્ધા વસ્થામાં પહોંચી જાય તો તેના પરથી ફર્ઝ રોઝા ખતમ થઈ જાય છે, તે રોઝો ન રાખે અને તેના પણ કઈ જ નથી.

કઝા કરવાનો સમય અને તેમાં વિલંબ કરવાનો હુકમ:

આગળનો રમઝાન આવતા પહેલા જ પાછળના રમઝાનની કઝા જરૂરી છે, અને બહેતર એ છે કે કઝા કરવામાં ઉતાવળ કરવામાં આવે, અને આગલા રમઝાન સુધી રોઝામાં વિલંબ કરવો જાઈઝ નથી, આયશા રઝી. રિવાયત કરે છે તેમણે કહ્યું:

«كَانَ يَكُونُ عَلَيَّ الصَّوْمُ مِنْ رَمَضَانَ، فَمَا أَسْتَطِيعُ أَنْ أَقْضِيَ إِلَّا فِي شَعْبَانَ لِمَكَانِ رَسُولِ اللهِ ﷺ».

«મારા પર રમઝાનના ફર્ઝ રોઝાની કઝા હોતી પરંતુ હું અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જરૂરતને ધ્યાનમાં રાખી ફકત શાબાનના મહિનામાં જ તેની કઝા કરી લેતી)».53

જે આગલા રમઝાન સુધી પણ કઝા ન કરી શકે તો તેની બે સ્થિતિ હોય શકે છે:

૧- કોઈ શરઇ કારણસર તે રોઝા ન રાખી શક્યો, ઉદાહરણ તરીકે તે એક વર્ષ સુધી બીમાર રહ્યો, તો તેના પર ફક્ત કઝા જરૂરી છે.

૨- કોઈ કારણ વગર વાર કરે તો તે ગુનેગાર થશે, તેણે તૌબા કરવી જોઈએ, અને રોઝાની કઝા કરવી પડશે અને ગરીબોને ખાવાનું ખવડાવવું પડશે.

જેના પર પાછલા રોઝા બાકી હોય તેના માટે નફિલ રોઝા રાખવાનો આદેશ:

જેના રમજાનના રોઝા બાકી હોય તેના માટે શ્રેષ્ઠ તે છે કે તે કઝા કરે, પરંતુ જો કોઈ નફિલ રોઝો હોય, જેનો દિવસ નક્કી હોય, જેમકે અરફાનો રોઝો, આશૂરાના રોઝો, તો કઝા પહેલા રાખી શકે છે; કારણકે કઝા કરવાનો સમય લાંબો છે, જયારે કે અરફા અને આશૂરાના રોઝો જો તેના સમયમાં રાખવામાં ન આવે તો તે છૂટી જશે, પરંતુ શવ્વાલના છો રોઝા કઝા કર્યા પછી જ રાખશે.

જે દિવસોમાં રોઝા રાખવા પ્રતિબંધ છે:

૧- બંને ઈદ (ઈદુલ્ ફિત્ર અને ઈદુલ્ અઝહા) ના દિવસે રોઝો રાખવો; કારણકે તેનાથી રોકવામાં આવ્યા છે.

૨- ઝુલ્ હિજ્જાના મહિનામાં અય્યામે તશ્રીકમાં (ઝુલ્ હિજ્જના મહિનામાં અગિયાર,બાર અને તેર તારીખે) રોઝા રાખવા, પરંતુ જો કોઈ હજ્જે મુતમત્તિઅ (હજ્જના મહિનામાં ઉમરાહ માટે એહરામ બાંધવો અને તેનાથી ફારિગ થઇ તેજ વર્ષે ફરી હજ્જ માટે એહરામ બાંધવો) અને હજ્જે કિરાન (હજ્જ અને ઉમરાહ બંનેની એક સાથે નિયત કરી એહરામ બાંધવો) કરનાર પાસે હદ્યનું જાનવર ન હોઈ તો રોઝા રાખી શકે છે, અને અય્યામે તશ્રીક: ઝુલ્ હિજ્જાના મહિનાનો અગિયાર, બાર અને તેરમી તારીખનો દિવસ.

૩- શંકાના દિવસે શંકાના કારણે રાખવામાં આવતો રોઝો અને શાબાન મહિનાની ત્રીસમી તારીખ હોય છે, જયારે ત્રીસમી તારીખે વાદળ અથવા ધુણવારી રાતના કારણે ચાંદ ન દેખાયો હોઈ.

મકરુહ (તે કાર્ય જેને છોડવા પર સવાબ મળે છે અને કરવાથી માનવી ગુનેગાર થાય છે) રોઝા:

અ- રજબના મહિનાને રોઝા રાખવા માટે ખાસ કરવો. બ- ફક્ત જુમ્માના દિવસે રોઝો રાખવો; કારણકે તેનાથી રોકવામાં આવ્યા છે, પરંતુ જો તેના એક દિવસ પહેલા કે પછી રોઝો રાખવાનો હોય તો કોઈ વાંધો નહીં.

સુન્નત દ્વારા સાબિત રોઝા:

અ- શવ્વાલના છ રોઝા. બ- ઝુલ્ હિજ્જહના નવ રોઝા અને તેમાં સૌથી મહત્વનો રોઝો અરફાનો રોઝો છે, જેનાથી બે વર્ષના ગુનાહ માફ થઇ જાય છે, પરંતુ હજ કરનારનથી રાખી શકતા. જ- દર મહિનાના ત્રણ રોઝા અને તેમાં શ્રેષ્ઠ, અય્યામે બીઝના રોઝા, હિજરી મહિનાની તેર, ચૌદ અને પંદરમી તારીખને અય્યાબે બીઝ કહે છે. ડ- દર અઠવાડિયે સોમવાર અને ગુરુવારના દિવસે રોઝા; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ રોઝા રાખતા હતા, એટલા માટે કે આ દિવસોમાં બંદાઓના કાર્યો રજૂ કરવામાં આવે છે.

નફિલ (સ્વેચ્છિક) રોઝા:

અ- દાવૂદ અલૈહિસ્ સલામના રોઝા, તેઓ એક દિવસ રોઝો રાખતા હતા અને બીજા દિવસે રોઝો નહતા રાખતા.

બ : પવિત્ર મુહર્રમ મહિનાના રોઝા, દરેક મહિનામાં સૌથી પવિત્ર રોઝા જે મુસતહબ છે અને તે મુહર્રમની દસમી તારીખ, અને નવમી તારીખ પણ તેની સાથે રોઝો રાખવામાં આવશે, કારણકે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે કહ્યું:

«لَئِنْ بَقِيتُ إِلَى قَابِلٍ لَأَصُومَنَّ التَّاسِعَ».

«જો હું આવતા વર્ષ જીવતો રહ્યો, તો (મુહર્રમની) નવમી તારીખે પણ રોઝો રાખીશ».54 તે રોઝા દ્વારા પાછલા એક વર્ષના ગુનાહ માફ થઈ જાય છે.

પાંચમો વિભાગ: હજ અને ઉમરહ

હજનો શાબ્દિક અર્થ: ઈરાદો કરવો. ઇસ્લામી વ્યાખ્યા: ચોક્કસ સમયમાં, ચોક્કસ કાર્યો કરવા માટે બૈતુલ્લાહ તરફ જવાનો ઈરાદો કરવાને હજ કહે છે.

ઉમરાહનો શાબ્દિક અર્થ: જિયારત કરવી, મુલાકાત લેવી.

ઇસ્લામની કાયદાકીય વ્યાખ્યા: કોઈ પણ સમયે, ચોક્કસ કાર્યો કરવા માટે મસ્જિદે હરામ ની જિયારત કરવી.

અને હજ તે ઇસ્લામનો એક મહાન રુકન (સ્થંભ) અને મહાન આધાર છે, હજ નવ હિજરીસનમાં ફરજ કરવામાં આવી, અને નબી ﷺ એ ફક્ત એક જ હજ કરી તે (હજ્જતુલ્ વદાઅ) હતી.

અને જેની પાસે તાકાત હોઈ તેના પર જીવનમાં એક વખત હજ કરવી ફરજ છે, અને જો તેનાથી વધારે કરે તો તે નેકી છે, અને રહી વાત ઉમરાહની તો ઘણા આલિમોના પાસે વાજિબ છે, જેની દલીલ એ છે કે જયારે નબી ﷺ ને પૂછવામાં આવ્યું કે શું સ્ત્રીઓ પણ પર જિહાદ ફરજ છે? તો કહ્યું:

«نَعَمْ، عَلَيْهِنَّ جِهَادٌ لَا قِتَالَ فِيهِ: الْحَجُّ وَالْعُمْرَةُ».

«હાં, તેમના પર એવો જિહાદ ફરજ છે, જેમાં યુદ્ધ ન હોઈ, અર્થાત્ હજ અને ઉમરાહ».55

હજ અને ઉમરાહ અનિવાર્ય થવાની શર્તો:

૧- ઇસ્લામ

૨- અકલ

૩- પુખ્તવયી હોવું

૪- આઝાદ હોવું

૫- શક્તિ હોવી

અને સ્ત્રી માટે એક છઠ્ઠી શર્ત એ કે તે પોતાના મહરમ સાથે સફર કરે, કારણકે તેના માટે હજ હોઈ કે બીજો કોઈ સફર મહરમ વગર કરવો જાઈઝ નથી, કારણકે નબી ﷺ એ કહ્યું:

«لَا تُسَافِرُ الْمَرْأَةُ إِلَّا مَعَ ذِي مَحْرَمٍ، وَلَا يَدْخُلُ عَلَيْهَا رَجُلٌ إِلَّا وَمَعَهَا مَحْرَمٌ».

«કોઈ પણ સ્ત્રી પોતાના મહરમ વગર સફર ન કરે, અને સ્ત્રી પાસે કોઈ પણ અજાણી વ્યક્તિ ન આવે સિવાય કે તે (સ્ત્રી) સાથે કોઈ મહરમ હોય».56

અને સ્ત્રીના મહરમ નીચે પ્રમાણે છે: તેનો પતિ, અથવા તે દરેક વ્યક્તિ જેની સાથે તેનો નિકાહ હરામ હોઈ; ખાનદાનના કારણે: જેમકે ભાઈ, પિતા, કાકા, ભત્રીજા અને મામા, અથવા કોઈ જાઈઝ કારણે: જેમકે લે પાલક ભાઈ, અથવા સાસરિયાં સંબંધના કારણે, જેમકે સાવકા પિતા અને તેના સાવકો પુત્ર.

અને શક્તિનો અર્થ: શારીરિક અને ભૌતિક બંન્ને શક્તિ શામેલ છે, કે તે સવારી કરી શકે સફરની તકલીફોને સહન કરી શકે, અને આવવા જવાનો ખર્ચનો પણ સમાવેશ થાય છે, અને જો બાળકો અને જેનો ખર્ચ તેના પર વાજિબ છે તેમના માટે એટલું છોડીને જાય કે તેના પાછા ફરતા સુધી પુરતું થઇ જાય.

અને હજના માર્ગમાં જાન અને માલનો ભય ન હોઈ.

અને જો કોઈ પાસે ફક્ત પૈસા હોય અને તેની પાસે શારીરિક શક્તિ ન હોય તો અથવા તે વૃદ્ધ થઇ ગયો હોઈ અથવા કોઈ એવી બીમારી લાગેલી હોય, જેનો ઈલાજ શક્ય ન હોય તો તેના પર વાજિબ છે કે તે કોઈ બીજા વ્યક્તિને નાયબ બનાવી, જે તેની તરફથી હજ અને ઉમરાહ કરે.

હજ અને ઉમરાહમાં નાયબ બનવું બે શર્તો સાથે સહીહ ગણાશે:

૧- જેના માટે હજ અને ઉમરાહ કરવાની હોઈ તે અકલવાળો, પુખવયનો અને મુસલમાન હોઈ.

૨- તે પોતાની હજ કરી ચુક્યો હોઈ.

એહરામની મીકાતો:

માવાકીત જે મિકાતનું બહુવચન છે, તેનો શાબ્દિક અર્થ: હદ છે , અને ઇસ્લામી અર્થ: ઈબાદતની જગ્યા અથવા સમયને કેહવામાં આવે છે.

હજ માટે ખાસ સમય અને મીકાત નક્કી હોય છે:

અ- ખાસ સમયની મીકાત, અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿ٱلۡحَجُّ أَشۡهُرٞ مَّعۡلُومَٰتٞۚ فَمَن فَرَضَ فِيهِنَّ ٱلۡحَجَّ...﴾

{હજના મહિના દરેક લોકો જાણે છે, એટલા માટે જે વ્યક્તિ તે માસમાં હજ કરે...} [અલ્ બકરહ: ૧૯૭].

અને તે મહિનાઓ: શવ્વાલ, ઝુલ્ કઅદહ અને ઝુલ્ હિજ્જાના દસ દિવસો છે.

બ- જગ્યાની મિકાત: આ તે હદને કેહવામાં આવે છે જેને એહરામ વગર કરવી હાજી માટે જાઈઝ નથી, આ જગ્યાઓ નીચે મુજબ છે:

૧- ઝુલ્ હુલૈફા: જે મદિનાહના લોકોની મિકાત છે.

૨- અલ્ જુહ્ફા: તે લેવન્ટ (શામ), ઇજિપ્ત (મિસર) અને મોરોક્કો (મગરીબ) ના લોકોની મીકાત છે.

૩- કરને મનાઝિલ: જેને અત્યારે સૈલ કેહવામાં આવે છે, તે નજદના લોકોની મીકાત છે.

૪- ઝાતે ઈર્ક: તે ઈરાકના લોકોની મિકાત છે.

૫- યલમ્લમ: જે યમનના લોકોની મિકાત છે.

જેનું ઘર તે મીકાતની અંદર હોય, તે હજ અને ઉમરાહ માટે એહરામ પોતાના ઘરેથી જ બાંધે. અને મક્કાના લોકો મક્કાથી જે એહરામ બાંધશે, તેમણે બહાર નીકળી મીકાત જઈ એહરામ બાંધવાની જરૂર નથી, અને જ્યાં સુધી ઉમરાહની વાત છે, તો તેઓ હરમની હદથી નજીક કોઈ હલાલ જગ્યાએ (જે હરમની હદથી બહાર હોઈ) જઈ અને ત્યાંથી એહરામ બાંધશે, જે વ્યક્તિ હજ અથવા ઉમરહ કરવા માંગતો હોય, તો તેણે તે જગ્યાઓથી દાખલ થવું જોઈએ, જે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવી છે, અને તે મીકાત છે, જેના વિષે ઉપર વર્ણન થઇ ચુક્યું છે, જે વ્યક્તિ હજ અથવા ઉમરાહ કરવા માંગતો હોઈ તેના માટે એહરામ વગર મિકાત પાર કરવી જાઈઝ નથી.

- જો કોઈ વ્યક્તિ આ મીકાત પાસે રેહતો ન હોય, તો તે ઉપર વર્ણન કરેલ કોઈ પણ મીકાત પાસેથી પસાર થાય, તો તે ત્યાંથી જ એહરામ બાંધી લે.

- જે કોઈ મક્કા જવાના માર્ગે છે, તે જમીન, સમુદ્ર અથવા વિમાન દ્વારા ઉપરોક્ત કોઈ પણ મીકાત પરથી પસાર થાય, તો તે નજીકની મીકાત પરથી એહરામ બાંધી લે, કારણકે ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: «જુઓ ક્યારે તમે મીકાતની બરાબર આવો છો».57

- જો કોઈ હજ અથવા ઉમરાહ માટે વિમાનમાં સફર કરે, તો તેણે તે સમયે એહરામ બાંધવો જોઈએ જયારે વિમાન તેના માર્ગમાં આવેલ મીકાત બરાબર આવી જાય, અને તે જાઈઝ નથી તે એરપોટ પર ઉતરતા સુધી એહરામ ન બાંધે.

એહરામ:

હજ અથવા ઉમરાહમાં દાખલ થવાની નિયત કરવી, અને હજમાં એહરામનો અર્થ: હજની નિયત કરવી છે, ઉમરાહમાં એહરામનો અર્થ: ઉમરાહમાં દાખલ થવાની નિયત કરવી છે. અને નિયત વગર કોઈ મોહરમ નથી બની શકતો, જો નિયત ન હોઈ તો ફક્ત એહરામના કપડા પહેરી લેવા એહરામ નહીં ગણાય.

એહરામની સ્થિતિમાં કરવાના કાર્યો:

૧- એહરામ પહેરતા પહેલા નહાવું (સંપૂણ બદનને ધોવું).

૨- શરીર પર સુગંધ લગાવવી, એહરામના કપડામાં લગાવવી નહીં.

૩- એક સફેદ ઈજાર અને એક સફેદ ચાદર અને બે પગરખા પહેરવા.

૪- સવારીની સ્થિતિમાં કિબ્લા તરફ થઇ એહરામ બાંધવું.

હજના પ્રકારો:

એહરામ બાંધવાવાળા વ્યક્તિએ પોતાની ઈચ્છા મુજબ હજના ત્રણ પ્રકારોમાંથી એક અપનાવવું જોઈએ, અને તે ત્રણ પ્રકારો નીચે મુજબ છે:

૧- તમત્તુઅ: જે હજના મહિનામાં ઉમરાહ માટે એહરામ બાંધે અને તેનાથી ફારિગ થઇ તેજ વર્ષે હજ માટે એહરામ બાંધે.

૨- ઇફ્રાદ: મીકાત પર ફક્ત હજ માટે એહરામ બાંધે અને તે જ એહરામમાં હજના દરેક કાર્યો કરે.

૩- કિરાન: તે એ કે મીકાત પર આવી એક સાથે હજ અને ઉમરાહ અથવા ફક્ત ઉમરાહ માટે એહરામ બાંધે, ફરી તવાફ શરુ કરતા પહેલા હજને તેમાં શામેલ કરી લે, તે ઉમરાહ અને હજની નિયત મીકાત પર થી જ કરે અથવા ઉમરાહનો તવાફ શરુ કરતા પહેલા કરે, અને હજ અને ઉમરાહ બંને માટે તવાફ અને સઈ કરે.

હજ્જે તમત્તુઅ અને હજ્જે કિરાન કરનારને કુરબાની કરવી પડશે જે તે મસ્જિદ હરામનો રહેવાસી ન હોઈ.

અને ત્રણેય હજમાં શ્રેષ્ઠ હજ્જે તમત્તુઅ છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સહાબાઓને તેનો જ આદેશ આપ્યો. ફરી હજ્જે કિરાન; કારણકે તેમાં પણ હજ અને ઉમરહ બંને કરવામાં આવે છે, ફરી હજ્જે ઇફ્રાદનો દરજ્જો છે.58

જ) ફરી જયારે ત્રણેય માંથી કોઈ એકની નિયત કરે તે ત્યાર બાદ તલ્બીયા (હજ અને ઉમરાહ કરવા આવનાર લોકો હજ દરમિયાન કહે છે) ના આ શબ્દો કહે:

«لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ، لَبَّيْكَ لَا شَرِيكَ لَكَ لَبَّيْكَ، إِنَّ الْحَمْدَ وَالنِّعْمَةَ لَكَ وَالْمُلْكَ لَا شَرِيكَ لَكَ».

«"લબ્બૈકલ્લાહુમ્મ લબ્બૈક, લબ્બૈક લા શરીક લક લબ્બૈક, ઇન્નલ હમ્દ વન્ નેઅમત લક વલ્ મુલ્ક, લા શરીક લક" (હું હાજર છું, હે અલ્લાહ! હું હાજર છું, હું હાજર છું, તારો કોઇ ભાગીદાર નથી, હું હાજર છું, ખરેખર દરેક પ્રકારની પ્રસંશા તારા માટે જ છે અને દરેક નેઅમતો તેજ આપેલી છે, સામ્રાજ્ય તારું જ છે, તારો ભાગીદાર નથી)».59

આ સુન્નત છે અને વધુ વખત કહેવું મુસ્તહબ છે, અને પુરુષો ઉંચા અવાજે કહશે અને સ્ત્રીઓ ધીમાં અવાજે કહેશે.

તલ્બિયહનો સમય: તલ્બિયહનો સમય એહરામ બાંધવાની સાથેથી શરૂ થાય છે, અને તેનો છેલ્લો સમય નીચે પ્રમાણે છે:

૧- ઉમરાહ કરવાવાળો તવાફ શરૂ કરતા પહેલા તલ્બીના કહેવાનું છોડી દે.

૨- હજ કરવાવાળો ત્યારે તલ્બીના કહેવાનું છોડશે જયારે તે જમરએ ઉક્બા પર પથ્થર મારવાનું શરૂ કરશે.

એહરામની સ્થિતિમાં પ્રતિબંધિત કાર્યો:

૧- શરીરના કોઈ પણ ભાગના વાળ દૂર કરવા કે કાપવા કે ઉખાડવા.

૨- કોઈ કારણ વગર હાથ અથવા પગના નખ કાપવા, પરંતુ જો કોઈ નખ તૂટી જાય તેને અલગ કરે તો તેના પર કોઈ ફિદયો (ખંડણી) નથી.

૩- પુરુષે પોતાના માથાને કોઈ જોડાયેલી વસ્તુ વડે ઢાંકવું, જેમકે ટોપી વગેરે.

૪- પુરુષે પોતાના શરીર અથવા શરીરના કોઈ ભાગ પર સીવેલું કપડું પહેરવું, જેમકે ખમીસ, પાઘડી અથવા પાયજામો. મુખીત (સીવેલું કપડું): જે શરીરના અંગો બરાબર તૈયાર કરવામાં આવે, જેમકે પગના મોજાં, હાથના મોજાં વગેરે, અને સ્ત્રી એહરામની સ્થિતિમાં કોઈ પણ કપડા પહેરી શકે છે, કારણકે તેને પોતાનું શરીર ઢાંકવાની જરૂર હોઈ છે, પરંતુ તે બુરખો (ચહેરાને ઢાંકવાવાળું કપડું) નહીં પહેરે, પરંતુ જયારે તેની સામે કોઈ અજનબી વ્યક્તિ આવી જાય તો કોઈ કપડાથી ચહેરો ઢાંકી લે શે, અને તે હાથના મોજાં પણ નહીં પહેરે.

૫- સુગંધ; કારણકે એહરામ બાંધવાવાળા પાસે એવી ઈચ્છા કરવામાં આવે છે કે તે રંગબેરંગી દુનિયા અને તેના આનંદથી દૂર રહે અને આખિરત તરફ આગળ વધે.

૬- જમીન પરના શિકારને કતલ કરવું અથવા શિકાર કરવું, કારણકે એહરામ બાંધવાવાળો શિકાર નથી કરી શકતો અને ન તો તે શિકાર કરવામાં કોઈની મદદ કરી શકે છે, અને તે જનાવર પણ ઝબેહ નથી કરી શકતો.

અને જો એહરામની સ્થિતિમાં (જમીન પર) કોઈ શિકાર કર્યો હોય અથવા તેમાં મદદ કરી હોય અથવા તેના માટે શિકાર કરવામાં આવ્યું હોય તો તે જાનવરનું માંસ તે ખાઇ નથી શકતો; કારણકે તે તેના માટે એક મૃતક જેવું છે.

પરંતુ તે સમુદ્રમાં શિકાર કરી શકે છે, અને એવી જ રીતે પાલતું જાનવર જેમકે મરઘી, ધેટાં બકરા વગેરે, કારણકે તે શિકાર નથી.

૭- પોતે શાદી કરે અથવા કોઈ બીજા માટે ગવાહ બને.

૮- સમાગમ જે પ્રથમ હલાલ થતા (ઈદના દિવસે ઝબેહ અને હલક કરવું) પહેલા તો તેની હજ અમાન્ય ગણાશે, પરંતુ તેને હજના દરેક કાર્યો પુરા કરવા પડશે, અને આવતા વર્ષે કઝા કરવી પડશે અને એક ઊંટ અથવા ઊંટણી ઝબેહ કરવી પડશે, અને જો પહેલી વખત હલાલ થયા પછી હોય, તો હજ ખરાબ નહીં થાય, પરંતુ એક દમ આપવો પડશે.

આ બાબતે સ્ત્રી માટે પણ પુરુષ જેવા જ આદેશો છે, જો આજ્ઞાકરી સ્ત્રી હોય તો.

૯- ગુપ્તાંગ સિવાય સ્ત્રીને ઈચ્છા સાથે સ્પર્શ કરવું, તે પણ એક એહરામ બાંધવાવાળા માટે જાઈઝ નથી; કારણકે તે તેને હરામ સમાગમ તરફ દોરી જશે.

ઉમરહ:

અ- ઉમરાહના અરકાન:

૧- એહરામ.

૨- તવાફ.

૩- સઈ.

બ- ઉમરાહના વાજિબ કાર્યો:

૧- નક્કી મિકાત પર એહરામ બાંધવો.

૨- હલક કરવું (માથાના સંપૂણ વાળ કપાવવા) અથવા થોડા થો વાળ કપાવવા.

જ- ઉમરાહનો તરીકો:

સૌથી પહેલા તવાફના સાત ચક્કર પુરા કરશે, હજરે અસ્વદથી (કાળા પથ્થર) શરૂઆત કરશે અને તેના પર જ ખત્મ કરશે, વઝૂની સ્થિતિમાં અને નાભિ થી લઇ ઘૂંટણ સુધી ગુપ્તાંગને ઢાંકી તવાફ કરશે, અને સંપૂણ તવાફ દરમિયાન ઇઝ્તિબાઅ કરવું સુન્નત છે; અને ઇઝ્તિબાઅ તે છે કે જમણા હાથને ખુલ્લો રાખવો અને ચાદરના બંને કિનારાને ડાબા ખભા મુકવા, અને સાતમું ચક્કર પૂરું થઇ જાય તો પોતાના બંને ખભાને ઢાંકી લે,

અને હજરે અસ્વદ (કાળા પથ્થર) તરફ જાય, ફરી જો બોસો લેવો શક્ય હોય, તો બોસો લે અને જો બોસો આપવો શક્ય ન હોય, તો શક્યતા પ્રમાણે હજરે અસ્વદને જમણા હાથ વડે ઇસ્તિલામ કરે અર્થાત્ પોતાના જમણા હાથ વડે સ્પર્શ કરે, અને હાથનો બોસો લે શે, અને જો હાથ વડે સ્પર્શ કરવું પણ શક્ય ન હોઈ તો «અલ્લાહુ અકબર» એક વખત કહી જમણા હાથ વડે તેની તરફ ઈશારો કરે, પણ હાથને બોસો ન આપે, અને ન તો ત્યાં ઉભો રહે, ફરી કઅબાની ડાબે બાજુ કરી તવાફ કરશે, અને પેહલા ત્રણ તવાફમાં રમલ કરવું જાઈઝ છે, રમલનો અર્થ: નાના નાના પગલા ભરી જડપથી ચાલવું.

અને જયારે રુકને યમાની પાસેથી પસાર થાય - રુકને યમાની તે કઅબાનો ચોથો રુકન છે- તો જો શક્ય હોઈ તો તેને જમણા હાથ વડે સ્પર્શ કરે, ન તો તકબીર કહે ન તો બોસો આપે, અને જો સ્પર્શ કરવું શક્ય ન હોઈ તો પસાર થઇ જાય ન તો ઈશારો કરે ન તો તકબીર (અલ્લાહુ અકબર) કહે, અને રુકને યમાની અને હજરે અસ્વદ દરમિયાન આ દુઆ પઢે:

﴿...رَبَّنَآ ءَاتِنَا فِي ٱلدُّنۡيَا حَسَنَةٗ وَفِي ٱلۡأٓخِرَةِ حَسَنَةٗ وَقِنَا عَذَابَ ٱلنَّارِ﴾

{...રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ્ વફીલ્ આખિરતિ હસનતવ્ વ કિના અઝાબન્ નાર અર્થ: હે અમારા પાલનહાર અમને દુનિયામાં નેકી આપ, અને આખિરતમાં પણ ભલાઈ આપ, તેમજ જહન્નમની આગથી અમને બચાવી લે}. [અલ્ બકરહ: ૨૦૧].

અને તવાફ પૂરો કર્યા પછી મકામે ઈબ્રાહીમની પાછળ બે રકઅત નમાઝ પઢે -જો શક્ય હોય તો- અને જો જગ્યા ન હોય તો મસ્જિદે હરામમાં જ્યાં પણ ઈચ્છે નમાઝ પઢી શકે છે, અને પેહલી રકાઅતમાં સૂરે ફાતિહા પછી સૂરે (કાફિરૂન) પઢવી સુન્નત છે, અને બીજી રકાઅતમાં સૂરે (ઇખ્લાસ) પઢવી સુન્નત છે, ફરી તે સઈ તરફ આગળ વધશે અને સફા અને મરવા પર્વતના પર સાત ચક્કર લગાવશે, એક જવું અને એક પાછું આવવું,

તે સઈ સફાથી શરૂ કરશે, જેથી તે સફા પર ચઢશે અને શ્રેષ્ઠ તે જ છે, જો શકય હોઈ તો નહીં તો તેની પાસે ઉભો રહેશે, અને સઈ શરૂ કરતી વખતે આ આયત પઢશે:

﴿‌إِنَّ ٱلصَّفَا وَٱلۡمَرۡوَةَ مِن شَعَآئِرِ ٱللَّهِ...﴾

{નિઃશંક સફા અને મરવહ અલ્લાહની નિશાનીઓ માંથી એક નિશાની છે...} [અલ્ બકરહ: ૧૫૮].

અને સુન્નત તે છે કિબ્લા તરફ મોઢું કરી અલ્લાહની પ્રસંશા અને તેના વખાણ કરે, અને કહે:

«لَا إِلٰهَ إِلَّا اللَّهُ، وَاللَّهُ أَكْبَرُ، لَا إِلٰهَ إِلَّا اللَّهُ وَحْدَهُ لَا شَرِيكَ لَهُ، لَهُ الْمُلْكُ وَلَهُ الْحَمْدُ، يُحْيِي وَيُمِيتُ، وَهُوَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ، لَا إِلٰهَ إِلَّا اللَّهُ وَحْدَهُ، أَنْجَزَ وَعْدَهُ، وَنَصَرَ عَبْدَهُ، وَهَزَمَ الْأَحْزَابَ وَحْدَهُ».

«"લા ઇલાહ ઈલ્લલ્લાહ, વલ્લાહુ અકબર, લા ઇલાહ ઈલ્લલ્લાહ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ, વલહુલ્ હમ્દુ, યુહ્યી વયુમિતુ, વહુવ અલા કુલ્લી શૈઇન કદીર, લા ઇલાહ ઈલ્લલ્લાહ વહદહ, અન્જઝ વઅદહ, વનસર અબ્દહ, વહઝિમલ્ અહ્ઝાબ વહદહ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેનાં માટે જ પ્રશંસા છે અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે, તેણે પોતાનું વચન પૂરો કર્યો, અને પોતાના બંદાઓ ની મદદ કરી અને તેણે એકલા એ સંપૂણ લશ્કરને હરાવી દીધું)».60 ફરી બંને હાથ ઉઠાવી દુઆ કરે, અને ઉપરોક્ત દુઆ ત્રણ વખત પઢે, ફરી સફા પરથી ઉતરી અને મરવહ તરફ આગળ વધે, અહીં સુધી કે સિગ્નલ (લીલી લાઈટ) સુધી પહોંચી જાય, તો પુરુષ બીજા સિગ્નલ સુધી જડપથી ચાલશે, અને સ્ત્રી માટે પડદાનો ખ્યાલ કરી જડપથી ચાલવું જાઈઝ નથી, પરંતુ તેણી સંપૂણ સઈ દરમિયાન શાંતિથી ચાલશે, ફરી ચાલો, મરવહ પર જઈ અને ત્યાં રુકી જાઓ, અને ત્યાં રુકીને શક્ય હોય તો તો દુઆઓ પઢી પોતાના પર દમ કરે, અને આ શ્રેષ્ઠ કાર્ય છે, મરવહ ઉપર પણ એ જ પ્રમાણે કહે, જે પ્રમાણે સફા પર કહ્યું હતું, ખાસ કરીને કુરઆન મજીદની આ આયત પઢવી, અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿‌إِنَّ ٱلصَّفَا وَٱلۡمَرۡوَةَ مِن شَعَآئِرِ ٱللَّهِ...﴾

{નિઃશંક સફા અને મરવહ અલ્લાહની નિશાનીઓ માંથી એક નિશાની છે...} અને આ આયત ફક્ત સફા ચઢતી વખતે પહેલા ચક્કરમાં જ પઢવી જાઈઝ છે, અને નીચે ઉતરી, અને જડપથી ચાલવાની જગ્યા અને શાંતિથી ચાલવાની જગ્યાઓને ધ્યાનમાં રાખી સફા સુધી પહોંચે, આવી રીતે સાત વખત કરે, એક જાય ત્યારે એક ચક્કર ગણાશે અને પાછો આવે તે બીજું ચક્કર, અને સઈ દરમિયાન જેટલું શક્ય હોઈ તેટલી દુઆ પઢવી જાઈઝ છે, અને તે પણ તે નાની અને મોટી ગંદકીથી પાક થઇ જાય અને જો તે તહારત વગર સઈ કરે તો પણ પુરતી થઇ જશે, એટલા માટે જે સ્ત્રીને હૈઝ અથવા નિફાસનું લોહી આવતું હોઈ તે પણ સઈ કરી શકે છે, કારણકે સઈમાં તહારત (પાક હોવું) શર્ત નથી ફક્ત જાઈઝ છે.

જો સઈ (સફા અને મરવાની દોડ) પૂરી થઈ જાય તો હલક (સંપૂણ વાળ મૂંડાવી દેવા) અથવા તકસીર (વાળ નાના કરાવવા) કરાવે અને પુરુષ માટે હલક અફઝલ (શ્રેષ્ઠ) છે.

અને આવી રીતે તેના ઉમરાહના કાર્યો પુરા થઇ જશે.

હજ:

અ- હજના સિદ્ધાંત

૧- એહરામ.

૨- અરફામાં ઠહેરવું

૩- તવાફે ઇફાઝા

૩- સઈ.

બ- હજની ફરજો:

૧- નક્કી મિકાત પર એહરામ બાંધવો.

૨- ઝુલ્ હિજ્જાની નવમી તારીખે અરફાના મૈદાનમાં રોકાવવું, જે દિવસે રોકાઈ તે સુર્યાસ્ત સુધી રોકાઈ.

૩- ઝુલ્ હિજ્જાની દસમી તારીખે અડધી રાત સુધી મુઝદલિફામાં રોકાઈ.

૪- અય્યામે તશરિકની રાતો મીનામાં પસાર કરવી.

૫- જમરહને કાંકરીઓ મારવી.

૬- હલક કરવું (માથાના સંપૂણ વાળ કપાવવા) અથવા થોડા થોડા વાળ કપાવવા.

૭- તવાફે વિદાઅ.

જ- હજનો તરીકો:

જો સમય ઓછો હોય, તો મુસ્લિમ વ્યક્તિ મીકાત પર એકલો પહોંચે, તો તેણે હજ કરવી જોઈએ, જ્યારે તે મક્કા પહોંચે, ત્યારે તે તવાફ અને સઈ કરે છે, અને નવમા દિવસે, અરફહના દિવસે અરફાત જાય ત્યાં સુધી તે એહરામની સ્થિતિમાં રહે છે, અને સૂર્યાસ્ત સુધી ત્યાં રહે છે.

તે તલ્બિયહ પઢતા પઢતા (‘અરફહ’) થી નીકળી, મુઝદલિફહ તરફ જાય છે, જ્યાં સુધી તે ફજરની નમાઝ ન પઢે ત્યાં સુધી તે ત્યાં જ રહે છે, અલ્લાહના ઝિકરમાં વ્યસ્ત રહે છે, તલ્બિયહ પઢતો રહે છે અને સવાર સુધી દુઆ કરતો રહે છે,

પછી જ્યારે સવાર થાય તો તે મિના તરફ રવાના થાય છે, સૂર્યોદય પહેલા, ત્યાં જમરે ઉકબા પર સાત કાંકરિયો મારે, પછી તે વાળ મૂંડન કરાવે અથવા તો વાળ કાપે, મૂંડન કરાવવું શ્રેષ્ઠ છે.

ત્યાર પછી તે તવાફે ઇફાઝા કરશે, પહેલા સઇ કરેલી પૂરતી થઈ જશે, આ તેનો હજ, ત્યાર પછી તે સંપૂર્ણ રીતે હલાલ થઈ જશે.

જો તે ઉતાવળમાં હોય તો તેણે અગિયારમા અને બારમા દિવસે પણ કાંકરા ફેંકવા જ જોઈએ, તે ત્રણ જમરાત પણ કાંકરા મારવા જોઈએ, દરેક જમરાતમાં સાત કાંકરા હોય છે, અને દરેક કાંકરા સાથે અલ્લાહુ અકબર કહી મારે, તે ખીફ મસ્જિદની બાજુમાં આવેલી સૌથી નાની જમરાતથી શરૂઆત કરે છે, પછી વચ્ચેની, પછી મોટી જમરાત, જે છેલ્લી છે, તે દરેક જમરાત પર સાત કાંકરા મારે. અને જો તે બારમી તારીખ પછી પણ રોકાવવા માંગતો હોય, તો તે તેરમી તારીખે પણ એવી જ રીતે જમરાતને કાંકરીઓ મારશે જેવી રીતે તેણે અગિયારમી અને બારમી તારીખે મારી હતી.

કાંકરીઓ મારવાનો સમય: ત્રણેય દિવસોમાં ઝવાલ પછીનો રહેશે.

જો તે બારમા દિવસે સૂર્યાસ્ત પહેલાં નીકળે તો કોઈ વાંધો નથી, પરંતુ જો તે તેરમા દિવસે બપોર પછી કાંકરા » સુધી બેસી રહે, તો તે વધુ સારું છે; કારણ કે અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿‌...فَمَن تَعَجَّلَ فِي يَوۡمَيۡنِ فَلَآ إِثۡمَ عَلَيۡهِ وَمَن تَأَخَّرَ فَلَآ إِثۡمَ عَلَيۡهِۖ لِمَنِ ٱتَّقَىٰ...﴾

{...બે દિવસ માટે ઉતાવળ કરનાર પર પણ કોઇ ગુનો નથી અને જે પાછળ રહી જાય તેના પર પણ કોઇ ગુનો નથી, શરત એ કે તે અલ્લાહથી ડરવાવાળાઓ હોય...}

[અલ્ બકરહ: ૨૦૩].

અને જો સફર કરવાનો ઈરાદો કરે તે, તવાફે વિદાઅ કરશે પણ સઈ નહીં કરે.

જો તેની સાથે કુરબાનીનું પ્રાણી ન હોય, તો તેના માટે વધુ સારું છે કે તે તમત્તુઅ કરતી વખતે ઉમરહ માટે એહરામ બાંધે, પછી આઠમા દિવસે હજ માટે તલ્બિયહ કહે અને ઉપર જણાવેલ હજની ક્રિયાઓ કરે, જો તે હજ અને ઉમરહ બંને માટે એહરામ બાંધે, તો તેમાં કોઈ વાંધો નથી, આને કિરાન કહેવામાં આવે છે, જેમાં ઉમરહ અને હજ માટે એક તવાફ અને એક સઈ સાથે એહરામ બાંધવામાં આવે છે.

ત્રીજો વિભાગ:

મુઆમલાત (બાબતો, વ્યવહાર) નું વર્ણન

આલિમો એ આ વિભાગમાં જે જરૂરી બાબતો છે, તે વર્ણન કરી છે, જેને શીખવું દરેક માટે જરૂરી છે, અને તેઓએ આ વિષય પર ચર્ચા કરી છે, કે (આ વિષય વિષે) કેટલું જ્ઞાન પ્રાપ્ત કરવું એક મુસલમાન માટે ફરજ છે, તેમાં તેઓએ વર્ણન કર્યું: વેપારી માટે વેચાણ અને ખરીદીના આદેશોનું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે, જેથી તે અજાણતામાં હરામ કે વ્યાજખોરીમાં ન સપડાઈ જાય, અને આ વિષય પર સમર્થન માટે કેટલાક સહાબા - રઝી અલ્લાહુ અન્હુમ- ની કેટલીક વાતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઉમર બિન ખત્તાબ -રઝી.- એ કહ્યું: «અમારા બજારમાં તે જ ધંધો કરી શકે છે, જેની પાસે દીનનું જ્ઞાન હોય».61

અલી બિન્ અબી તાલિબ -રઝી અલ્લાહુ અન્હુ- એ કહ્યું: «જે વ્યક્તિ દીનના જ્ઞાન વગર વેપાર, ધંધો કરે છે, તો ખરેખર તે વ્યાજખોરીમાં સપડાઈ જશે, જે તેને નષ્ટ કરી દેશે નષ્ટ કરી દેશે».62

ઇબ્ને આબિદીને અલ્લામી દ્વારા નકલ કરી કહ્યું: "દીન અને હિદાયત પ્રાપ્ત કર્યા પછી, વઝૂ, ગુસલ (સ્નાન), નમાઝ, રોઝા, અને ઝકાત અને તેના નિસાબની જ્ઞાન પ્રાપ્ત કરવું દરેક મુસાલમન પુરુષ અને સ્ત્રી પર ફર્ઝ છે, અને જો તેના પર હજ વાજિબ થઈ ગઈ હોય, તો તેણે હજ કરવી જોઈએ, અને એવી જ રીતે વેપારી લોકો વેપાર ધંધા અને લેવડ-દેવડની બાબતો શીખે અને આજ વાત અન્ય લોકો પર પણ લાગુ થાય છે, બીજા શબ્દોમાં કહીએ તો દરેકે પોતાના માર્ગની બાબતો વિષે ઇસ્લામના આદેશો શીખવા જોઈએ જેથી તે હરામ કાર્યોથી બચી શકે".63

ઈમામ નવવી -રહિમહુલ્લાહ- એ કહ્યું: "વેપાર, ધંધો, શાદી અને તેના જેવા કાર્યો જે અનિવાર્ય નથી તેની શર્તો, સ્થિતિ જાણ્યા વગર તેમાં આગળ વધવું હરામ છે".64

ઇસ્લામી શરીઅતમાં વર્ણન કરેલ માલ બાબતેના કાયદાઓ નીચે વર્ણન કરવામાં આવી રહ્યા છે:

૧- તે દરેક વસ્તુ જાઈઝ છે, જેમાં ખાલિસ મસલહત (શુદ્ધ અનુકુળતા) અથવા પ્રતિકુળતા હોઈ, જેમકે જાઈઝ વસ્તુઓને ખરીદવી અથવા વેચવી, ભાડે આપવું અથવા ખરીદીનો અગ્રાધિકાર આપવો..65

૨- તે દરેક વસ્તુ જાઈઝ છે, જેમાં લોકોના અધિકારો સુરક્ષિત રહેતા હોઈ; જેમકે ગીરવે મુકવું અને સાક્ષી બનાવવું.

૩- તે દરેક વસ્તુ જાઈઝ છે તેના બંને પક્ષોની અનુકુળતા હોઈ; જેમકે વેચાણને સમાપ્ત કરવું, વેચાણ ખત્મ કરવાનો અધિકાર અને ખરીદી અને વેચાણમાં થતી શર્તો.

૪- તે દરેક બાબતથી રોકવામાં આવ્યા છે જેનાથી લોકો પર જુલમ થાય અથવા તેમનો અન્યાયી રીપે માલ હડપી લેવામાં આવે; જેમકે વ્યાજ, હડપવું અને ગેરકાયદેસર રીતે સંગ્રહખોરી કરવી.

૫- તે દરેક બાબતો જાઈઝ છે, જેના દ્વારા નેકીમાં સહકારી બનાય; જેમકે કરજ આપવું, ભાડે આપવું અને અમાનત સાચવવી.

૬- સખત મહેનત અને કોઈ કારણ વગર પ્રાપ્ત થતી કમાણી હરામ છે; જેમકે જુગાર અને વ્યાજ.

૭- તે દરેક બાબત હરામ છે, જેમાં અજ્ઞાનતા અને ધોખો આપવામાં આવે; જેમકે જેની માલિકી ન હોઈ અથવા જાણ ના હોઈ તે વસ્તુને વેચવી.

૮- કોઈ હરામ કાર્યને પૂર્ણ કરવા માટે યુક્તિઓ કરવી જાઈઝ નથી; જેમકે "અયનહ" નામનો વેપાર.66

૯- જે બાબત અલ્લાહની યાદથી ગાફેલ કરી દે તે હરામ છે; જેમકે જુમ્માના દિવસે બીજી અઝાન પછી વેપાર કરવો.

૧૦- જેમાં પણ કોઈ નુકસાન હોઈ અથવા તેના વડે મુસલમાનો વચ્ચે શત્રુતા થતી હોઈ તો તે પણ હરામ છે; જેમકે હરામ કરેલ વસ્તુઓને ખરીદવી અથવા વેચવી, અને એક ભાઈના સોદા પર સોદો લગાવવો.

જયારે કોઈ બાબત ન સમજાય તો આલિમોને પૂછે અને તેના વિષે દીનનો આદેશ શું છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર તેમાં આગળ ન વધે, જેવું કે અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿‌...فَاسْأَلُوا ‌أَهْلَ ‌الذِّكْرِ إِنْ كُنْتُمْ لَا تَعْلَمُونَ﴾

{...જો તમે ન જાણતા હોય તો જે જાણતા હોય તેમને સવાલ કરી લો} [અન્ નહલ: ૪૩].

આ પુસ્તકમાં આટલી વાતોનો જ ઉલ્લેખ કરવો શક્ય થયો, હું અલ્લાહથી દુઆ કરું છું કે અલ્લાહ આપણને ફાયદાકારક જ્ઞાન અને સત્કાર્યો કરવાની તૌફીક આપે, ખરેખર તે ઉદાર અને પ્રતિષ્ઠિત છે. અને ઘણા દરૂદ અને સલામતી ઉતરે આપણા નબી મુહમ્મદ ﷺ પર, તેમના સંતાન અને તેમના દરેક સાથીઓ પર.

અનુક્રમણિકા

 

પ્રસ્તાવના 2

પહેલો ભાગ 3

અકીદહનું વર્ણન. 3

પ્રથમ વિષય: ઇસ્લામ અને તેના સિદ્ધાંતોની સમજુતી: 3

તૌહીદની મહત્તવતા: 4

«:લા ઇલાહ ઈલ્લલ્લાહ" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી)» નો અર્થ: 6

અને (લા ઇલાહ ઇલ્લલ્લાહ) ની શરતો નીચે મુજબ છે: 7

આપ ﷺ માટે ગવાહીનો આપવાનો અર્થ: 9

બીજો વિષય: ઇમાનની સમજુતી અને તેના સિદ્ધાંતો : 11

૧) અલ્લાહ તઆલા પર ઇમાન લાવવું, જે ત્રણ વસ્તુઓ પર આધારિત છે: 13

૧- અલ્લાહની રુબુબિયત (પાલનહાર) હોવા પર ઈમાન લાવવું: 13

૨- અલ્લાહના ઇલાહ હોવા પર ઈમાન: 16

૩- અસ્માવ સિફાત પર ઈમાન (અલ્લાહના નામો અને તેના ગુણો પર ઈમાન લાવવું): 20

૨) ફરિશ્તાઓ પર ઇમાન: 30

૩) કિતાબો પર ઇમાન: 32

૪) પયગંબરો પર ઇમાન: 34

૫) આખિરતના દિવસ પર ઇમાન: 35

અ- ફરીવાર જીવિત થઈ ઉઠાવવા પર ઈમાન: 36

બ- હિસાબ અને બદલો મળવા પર ઈમાન: 36

જ- જન્નત અને જહન્નમ પર ઈમાન: 37

૬) સારી અને ખરાબ તકદીર પર ઇમાન: 38

ત્રીજો વિષય: એહસાન: 40

ચોથો વિષય: અહલે સુન્નત વલ્ જમાઅતના સિદ્ધાંતોનો સંક્ષિપ્ત સારાંશ: 41

બીજો વિભાગ: ઈબાદત વિશે સંબંધિત બાબતોનું વર્ણન 43

પહેલો વિષય: તહારત (શુદ્ધતા)નું વર્ણન: 43

પહેલું: પાણીના પ્રકાર: 44

બીજુ: નજાસત (અશુદ્ધતા): 44

ત્રીજો: તે કાર્યો જે મુહ્દિષ (નાપાક વ્યક્તિ) માટે હરામ છે: 49

ચોથું: પેશાબ પાખાનાના આદાબ: 51

પાંચમું: પથ્થર વડે ઇસ્તિનજા કરવાનો હુકમ: 52

છઠ્ઠું: વુઝુના આદેશો: 53

સાતમું: દરેક પ્રકારના મોજા પર મસો કરવાનો આદેશ: 56

આઠમું: તયમ્મુમના આદેશો: 59

નવમુ: હૈઝ અને નિફાસના આદેશો: 62

બીજો વિષય: નમાઝનું વર્ણન: 64

પહેલું: અઝાન અને ઇકામતના આદેશો: 64

બીજું: નમાઝનો દરજ્જો અને તેની મહત્ત્વતા: 69

ત્રીજું: નમાઝની શર્તો: 72

ચોથું: નમાઝના રુકનો: 74

પાંચમું: નમાઝની ફરજો: 82

છઠું: નમાઝની સુન્નતો: 84

સાતમું: નમાઝ પઢવાનો તરીકો: 88

આઠમું: નમાઝ દરમિયાન ન કરવાના કાર્યો: 97

નવમું: નમાઝને બાતેલ કરવાવાળી બાબતો: 97

દસમું: સજદએ સહવ (નમાઝમાં કોઈ ભૂલચૂક થઇ હોઈ ત્યારે કરવામાં આવતો સિજદો): 98

અગ્યારમુ: નમાઝના પ્રતિબંધિત સમયો: 100

બારમું: જમાઅત (સામૂહિક) સાથે નમાઝ પઢવી: 101

તેરમું: સલાતુલ્ ખૌફ (ભયના સમયે પઢવામાં આવતી નમાઝ): 105

સલાતુલ્ ખૌફ પઢવાની રીત: 106

ચૌદમુ: જુમ્માની નમાઝ: 108

પાંચ: જુમ્માના દિવસે મુસતહબ (યોગ્ય) કાર્યો: 111

જુમ્મા પ્રાપ્ત કરવી: 112

પંદરમું: જરૂરતમંદ લોકોની નમાઝ: 113

સોળમું: બંને ઇદની નમાઝનો આદેશ: 117

સત્તરમું: સલાતુલ્ કુસૂફ (સુર્ય અને ચંદ્ર ગ્રહણની નમાઝ): 120

અઢારમું: સલાતુલ્ ઇસ્તિસ્કાઅ (દુકાળના સમયે વરસાદ માંગવા માટે પઢવામાં આવતી નમાઝ): 123

ઓગણીસમું: જનાઝાના આદેશો: 125

ત્રીજો વિષય: ઝકાત: 130

૧- ઝકાતની વ્યાખ્યા અને તેની મહત્ત્વતાનું વર્ણન: 130

૨- ઝકાતને વાજિબ કારવાવાળી શરતો: 132

૩- જે માલમાં ઝકાત વાજિબ છે: 133

ચોથો વિભાગ: રોઝો: 149

રમઝાનના રોઝા અનિવાર્ય થવાની શરતો: 150

પાંચમો વિભાગ: હજ અને ઉમરહ 161

હજ અને ઉમરાહ અનિવાર્ય થવાની શર્તો: 163

એહરામની મીકાતો: 165

એહરામ: 167

ઉમરહ: 173

હજ: 178

ત્રીજો વિભાગ: 182

મુઆમલાત (બાબતો, વ્યવહાર) નું વર્ણન 182

***


મસુન્દ અહમદ, નંબર (૬૦૭૨), સુનન તિર્મિઝી, નંબર : (૧૫૩૫), ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ હસન દરજ્જાની છે.

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ પોતાની કિતાબ "અલ્ અદબુલ્ મુફરદ" માર વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૧૬), ઈમામ અહમદ રહિમહુલ્લાહએ મસુન્દમાં, હદીષ નંબર: (૧૯૬૦૬), અને ઝિયા અલ્ મક્દસીએ "અલ અહાદીષીલ્ મુખતારહ" માં વર્ણન કરી છે, (૧/૧૫૦), અને આ હદીષને ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ "સહીહુલ્ જામિઅ" માં સહિહ દરજ્જાની કહી છે, હદીષ નંબર: (૩૭૩૧).

આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૨૧), ઈમામ અહમદ રહિમહુલ્લાહએ મુસ્નદમાં વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૦૪૩૪).

(અલ્ મઝી): તે રંગ વગરના પાતળા પાણીને કહે છે, જે પત્ની સાથે છેડછાડ, સંભોગને યાદ કરી, અથવા તેનો ઈરાદો કરતા, અથવા મનેચ્છાને ઉત્તેજિત કરવાવાળી વસ્તુઓને જોઈ અથવા તેની માફક જ અન્ય વસ્તુના કારણે પેશાબની જગ્યાએથી નીકળતા પાણીને કહે છે, અને ઘણીવાર તેને નીકળવાની ખબર પણ નથી પડતી, (અલ્ વદી): આ જાડું સફેદ પાણી છે, જે પેશાબ કર્યા પછી અથવા ભારે વસ્તુ ઉઠાવવાના કારણે નીકળે છે.

આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૨૪).

મુઅત્તા ઇમામ માલિક, નંબર: (૬૮૦/૨૧૯), સુનન્ દારમી, હદીષ નંબર: (૩૧૨) મુસન્નફ અબ્દુર રઝ્ઝાક, હદીષ નંબર: (૧૩૨૮), આ હદીષને ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ ઇરવાઉલ્ ગલીલમાં સહીહ કહી છે, નંબર: (૧૨૨).

સુનન નસાઈ: હદીષ નંબર (૧૨૮૦૮), મુસન્દ અહમદ, નંબર: (૧૫૪૨૩) અને ઇરવાઉલ્ ગલીલમાં ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ કહી છે, નંબર: (૧૨૧).

સુનન ઈબ્ને માજહ, હદીષ નંબર: (૫૯૪) , ઈબ્ને હિબ્બાન, હદીષ નંબર: (૭૯૯) અને ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ ઝઇફ સુનન તિર્મિઝીમાં ઝઇફ કહી છે, નંબર: (૧૪૬).

સહીહ બુખારી, હદીષ નંબર: (૧૪૨), સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૧૨૨).

સહીહ બુખારી, હદીષ નંબર: (૭૨૮૮), સહીહ મુસ્લિમ હદીષ નંબર: (૬૦૬૬).

સન્માનીય શૈખ અબ્દુલ અઝીઝ બિન્ બાઝ રહિમહુલ્લાહએ મજ્મુઅલ્ ફતાવા ભાગ નંબર (૨૯/૧૪૧) માં કહ્યું: (ઈમામ બ્યહકી રહિમહુલ્લાહએ જાબીર રઝી અલ્લાહુ અન્હુથી જયયિદ સનદ સાથે રિવાયતમાં નબી ﷺ ના શબ્દ «અલ્લઝિ વઅત્તહ» પછી «ઇન્નક લા તુખ્લિફુલ્ મિઆદ» નો વધારો વર્ણન કર્યો છે.

સુનન અત્ તિર્મિઝી, હદીષ નંબર: (૨૬૩૫).

સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૮૨).

સુનન અત્ તિર્મિઝી, હદીષ નંબર: (૨૬૫), અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ હસન-સહીહ અને ગરીબ છે, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ અત્ તર્ગીબ વત્ તર્હીબમાં સહીહ કહી છે.

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૧૧૭).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૨૫૧), ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૮૪).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૫૬), ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૭૨).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૯૩), ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૯૮).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૧૨), ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૯૦).

આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૯૮).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૨૪), ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૯૮).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૯૭), ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૦૨).

આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૩૯).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૦૦૮)

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર:(૧૧૧૦).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૩૫).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૪૩), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૯૯).

આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૬૬).

આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૫૮૮).

આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૫૧૬૮).

આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૮૪).

આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૪૮૪).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૦૯), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૦૨).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૧૩૦) અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૪૨).

આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૬૫).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૯૩૪), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૫૧).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૦૮૧), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૯૩).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૦૧૨), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૯૪).

આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૨૦૧) અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૦૨૪) અને તેમણે કહ્યું: આ હદીષ હસન- સહીહ દરજ્જાની છે.

આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૯૬૨).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૧૧).

આ હદીષને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૭૯૨), અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૩) અને (૬૩૧).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૦૧), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૯૪).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૪૩૨), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૯૮૪).

આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૬૦૯), ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૮૨૭), ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ સહીહ અબૂ દાવુદમાં આ હદીષ સહીહ કહી છે, હદીશ નંબર: (૧૬૦૯).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૯૦૭).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૮૧૦), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૦૮૬).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૯૦૯).

આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર (૨૬૪૫૭), ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર (૨૪૫૪), ઈમામ નિસાઈ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૩૩૧), અને શબ્દો નિસાઈ શરીફના છે.

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૬૬૯), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૭૦૯).

આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૩૮૦), અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૧૯) અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૭૬).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૮૪૯), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૮૪૬).

આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૧૩૪).

આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર (૨૫૧૯૮), ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર (૨૬૨૭), ઈમામ ઈબ્ને માંજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૯૦૧).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૮૬૨), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૪૧).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૩૧).

આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૨૧૧).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે હદીષ નંબર: (૧૫૪૯).

આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૨૧૮).

આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૮૭), અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ હસન-ગરીબ દરજ્જાની છે, અને ઈમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને હસન દરજ્જાની કહી છે.

જુઓ: મુગ્ની અલ્ મુહતાજ (૨/૨૨).

ઈબ્ને આબીદીને લખેલ હાશિયો જુવો (૧/૪૨).

જુઓ: અલ્ મજ્મુઅ, (૧/૫૦).

અશ્ શુફઆ: ભાગીદારનો અધિકાર છે કે તે તેના ભાગીદારના તે ભાગનો દાવો કરે જે નાણાકીય વળતરના બદલામાં બીજા પક્ષને આપવામાં આવ્યો હોય.

અયનહનો વેપાર: એવી વસ્તુ છે જેમાં કોઈ વ્યક્તિ બીજાને મુલતવી રાખેલી કિંમતે કંઈક વેચે છે અને તેને પહોંચાડે છે, અને પછી તે વસ્તુ તેની પાસેથી - ચુકવણી મેળવતા પહેલા - ઓછી રકમ રોકડમાં પાછી ખરીદે છે.

બુખારી: હદીષ નંબર: (૮).