مِنْ أَحْكَامِ الصِّيَامِ
રોઝાના કેટલાક આદેશો
اللَّجْنَةُ العِلْمِيَّةُ
بِرِئَاسَةِ الشُّؤُونِ الدِّينِيَّةِ بِالمَسْجِدِ الحَرَامِ وَالمَسْجِدِ النَّبَوِيِّ
મસ્જિદે હરામ અને મસ્જિદે નબવીમાં દીન બાબતો વર્ણન કરતી પ્રમુખ સંસ્થા
بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ
રોઝાના કેટલાક આદેશો
પ્રથમ વિષય
સૌમનો અર્થ તેમજ રમઝાનના રોઝા રાખવા અનિવાર્ય છે
પહેલું: સૌમનો અર્થ:
સિયામ (રોઝા): ઈબાદતના હેતુથી ફજર શરૂથી લઈ સૂર્યાસ્ત સુધી જે વસ્તુઓથી રોઝો તૂટી જાય, તેનાથી બચીને રહેવું.
બીજું: રોઝા રાખવા જરૂરી અનિવાર્ય છે:
રમઝાનના રોઝા ઇસ્લામના મૂળ સિદ્ધાંતો માંથી એક સિદ્ધાંત છે, તેના વગર એક મુસલમાનનો દીન સંપૂર્ણ નથી થઈ શકતો, તેમજ રોઝા દરેક લોકો કોમો માટે અનિવાર્ય કરવામાં આવ્યા હતા, હા તેની રીત અને સમયમાં થોડોક ફેરફાર હતો; જેવું કે અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ كُتِبَ عَلَيۡكُمُ ٱلصِّيَامُ كَمَا كُتِبَ عَلَى ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُونَ 183﴾
{હે ઇમાનવાળાઓ! તમારા પર રોઝા રાખવા જરૂરી કરી દેવામાં આવ્યા છે, જેવી રીતે તમારા પહેલાના લોકો પર જરૂરી કરી દેવામાં આવ્યા હતા, જેથી તમે ડરવાવાળા બની જાઓ} [અલ્ બકરહ: ૧૮૩]. અને અહીંયા (કુતિબ) નો અર્થ: અનિવાર્ય.
રમઝાનના રોઝા રાખવા અનિવાર્ય છે, તેના પર કુરઆન, હદીષ અને ઇજમાઅ (સર્વસંમતિ) દ્વારા પુષ્ટિ મળે છે:
• કુરઆન મજીદ માંથી: અલ્લાહ તઆલા કહે છે:
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ كُتِبَ عَلَيۡكُمُ ٱلصِّيَامُ كَمَا كُتِبَ عَلَى ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُونَ 183 أَيَّامٗا مَّعۡدُودَٰتٖ...﴾
{હે ઇમાનવાળાઓ! તમારા પર રોઝા રાખવા જરૂરી કરી દેવામાં આવ્યા છે, જેવી રીતે તમારા પહેલાના લોકો પર જરૂરી કરી દેવામાં આવ્યા હતા, જેથી તમે ડરવાવાળા બની જાઓ ૧૮૩
(આ રોઝાના) ગણતરીના થોડાક જ દિવસ હોય છે} [અલ્ બકરહ: ૧૮૩-૧૮૪].
• હદીષ માંથી દલીલ: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«بُنِيَ الإِسْلَامُ عَلَى خَمْسٍ: شَهَادَةِ أَنْ لَا إِلَـهَ إِلَّا اللَّهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ، وَإِقَامِ الصَّلَاةِ، وَإِيتَاءِ الزَّكَاةِ، وَصَوْمِ رَمَضَانَ، وَحَجِّ الْبَيْتِ».
«ઇસ્લામ પાંચ વસ્તુઓ પર આધારિત છે: તે વાતની સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના પયગંબર છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, રમઝાનના રોઝા રાખવા, અને બૈતુલ્લાહનો હજ્જ કરવી».1
• ઇજમાઅ (સર્વસંમતિ): મુસલમાનો પર રમઝાનના રોઝા અનિવાર્ય છે એ વાત પર ઇજમાઅ છે, જે તેનો ઇન્કાર કરશે તે કાફિર છે.
બીજો વિષય
રમઝાનના રોઝાની મહત્ત્વતા
આ મહાન મહિનાની ઘણી મહત્ત્વતાઓ અને શ્રેષ્ઠતાઓ છે, જે તેને અન્ય મહિનાથી શ્રેષ્ઠ બનાવે છે, જેમાંથી:
૧) આ મહિનામાં કુરઆન મજીદ ઉતારવામાં આવ્યું જેમકે અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿شَهۡرُ رَمَضَانَ ٱلَّذِيٓ أُنزِلَ فِيهِ ٱلۡقُرۡءَانُ...﴾
{રમઝાન તે મહિનો છે, જેમાં કુરઆન ઉતારવામાં આવ્યું છે} [અલ્ બકરહ: ૧૮૫].
૨) આ મહિનામાં જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે; કારણકે તેમાં વધુમાં વધુ નેકીઓ કરવામાં આવે છે.
૩) આ મહિનામાં ગુનાહની અછતના કારણે જહન્નમના દરવાજા બંધ કરી દેવામાં આવે છે.
અને આ વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીષ દ્વારા સાબિત છે:
«إِذَا جَاءَ رَمَضَانُ، فُتِّحَتْ أَبْوَابُ الْجَنَّةِ، وَغُلِّقَتْ أَبْوَابُ النَّارِ، وَصُفِّدَتِ الشَّيَاطِينُ».
«જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દ્વાર ખોલી દેવામાં આવે છે, જહન્નમના દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને શૈતાનોને સાંકળ વડે બાંધી દેવામાં આવે છે».2
૪) તેની મહત્ત્વતાઓ માંથી: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે:
«مَا مِنْ حَسَنَةٍ يَعْمَلُهَا ابْنُ آدَمَ إِلَّا كُتِبَ لَهُ عَشْرُ حَسَنَاتٍ إِلَى سَبْعِمِائَةِ ضِعْفٍ، قَالَ اللَّهُ: إِلَّا الصِّيَامَ، فَإِنَّهُ لِي وَأَنَا أَجْزِي بِهِ، يَدَعُ شَهْوَتَهُ وَطَعَامَهُ مِنْ أَجْلِي، الصِّيَامُ جُنَّةٌ، وَلِلصَّائِمِ فَرْحَتَانِ: فَرْحَةٌ عِنْدَ فِطْرِهِ، وَفَرْحَةٌ عِنْدَ لِقَاءِ رَبِّهِ، وَلَخُلُوفُ فَمِ الصَّائِمِ أَطْيَبُ عِنْدَ اللَّهِ مِنْ رِيحِ الْمِسْكِ».
«ઈબ્ને આદમની દરેક નેકીઓ દસથી લઈ કે સાતસો ગળી કરી દેવામાં આવે છે, ફક્ત રોઝા સિવાય, તે મારા માટે છે, અને હું જ તેનો બદલો આપીશ; તે મારા માટે પોતાની મનેચ્છાઓ અને ખાવા-પીવાનું છોડે છે, રોજદાર માટે બે ખુશખબરો છે: એક ખુશખબર ઈફતારી વખતે અને બીજી ખુશખબર જ્યારે તે કયામતના દિવસે અલ્લાહ સાથે મુલાકાત કરશે ત્યારે અને અલ્લાહની નજીક રોજદારના મોઢા માંથી આવતી દુર્ગંધ કસ્તુરીની કિંમતી સુગંધ કરતા પણ વધુ પ્રિય છે» [(૩)]3 રોઝાના સવાબમા કોઈ પણ સંખ્યાનું વર્ણન કરવામાં આવ્યું નથી.
૫) રોઝામાં નિખાલસતા અન્ય ઈબાદતો કરતાં વધુ હોય છે; આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે:
«تَرَكَ شَهْوَتَهُ وَطَعَامَهُ وَشَرَابَهُ مِنْ أَجْلِي».
«તેણે મારા માટે પોતાની મનેચ્છા અને ખાવાપીવાનું છોડ્યું».4
૬) અલ્લાહ તઆલાએ રોજદાર માટે જન્નતનો એક ખાસ દરવાજો રાખ્યો છે, જેને રૈયાન કહેવામાં આવે છે, તે દરવાજા માંથી અન્ય લોકો દાખલ નહીં થાય.
૭) રોજદારની દુઆ કબૂલ થાય છે; આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«لِلصَّائِمِ عِنْدَ فِطْرِهِ دَعْوَةٌ لَا تُرَدُّ».
«રોજદાર માટે ઈફતારીના સમયે એક દુઆ છે, જે રદ કરવામાં નથી આવતી».5
૮) આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«مَنْ صَامَ رَمَضَانَ إِيمَانًا وَاحْتِسَابًا، غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ».
«જે વ્યક્તિ ઈમાન અને સવાબની આશા રાખતા રમઝાનના રોઝા રાખશે, તો અલ્લાહ તેના ભૂતકાળના ગુનાહ માફ કરી દેશે».6
મુસલમાનો માટે જરૂરી છે કે તેઓ ઈમાન અને સવાબની આશા રાખી રોઝા રાખે, જેથી સવાબ પ્રાપ્ત થાય અને ગુનાહ માફ કરવામાં આવે.
ત્રીજો વિષય
રમઝાન મહિનાની શરૂઆત કંઈ વસ્તુઓ દ્વારા સાબિત થાય છે
રમઝાન મહિનાની શરૂઆત બે વસ્તુઓ દ્વારા સાબિત થાય છે:
૧) રમઝાનનો ચાંદ જોવાથી; જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«إِذَا رَأَيْتُمُ الْهِلَالَ فَصُومُوا، وَإِذَا رَأَيْتُمُوهُ فَأَفْطِرُوا، فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَاقْدُرُوا لَهُ».
«જ્યારે તમે (રમઝાન મહિનાનો) ચાંદ જુઓ, તો રોઝા રાખો અને જ્યારે તમે (શવ્વાલ મહિનાનો) ચાંદ જુઓ, તો રોઝા છોડી દો, અને જો વાદળ હોય તો અંદાજો લગાવી રોઝા રાખો»,7 અને આ પણ કહ્યું:
«لَا تَصُومُوا حَتَّى تَرَوُا الْهِلَالَ، وَلَا تُفْطِرُوا حَتَّى تَرَوْهُ».
«ચાંદ જોયા વગર રોઝા ન રાખો અને ચાંદ જોયા વગર રોઝા ન છોડો».8
૨) જો ચાંદ જોવામાં ન આવે તો શઅબાન મહિનાના ત્રીસ દિવસ પુરા કરો; કારણકે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્લમએ કહ્યું:
«الشَّهْرُ تِسْعٌ وَعِشْرُونَ لَيْلَةً، فَلَا تَصُومُوا حَتَّى تَرَوْهُ، فَإِنْ غُمَّ عَلَيْكُمْ فَأَكْمِلُوا الْعِدَّةَ ثَلَاثِينَ».
«મહિનો ઓગણત્રીસ રાતોનો હોય છે, તો જ્યાં સુધી (ચાંદ) ન જુઓ, તો રોઝા ન રાખો, જો વાદળ હોય, તો ત્રીસની ગણતરી પૂર્ણ કરો».9
ચોથો વિષય
રોઝાની નિયત
દરેક અમલ યોગ્ય હોવા માટે નિયત કરવી અનિવાર્ય છે, એવી જ રીતે રમઝાન મહિનાના રોઝાની નિયત રાત્રે કરવી જરૂરી છે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«مَنْ لَمْ يُبَيِّتِ الصِّيَامَ قَبْلَ الْفَجْرِ، فَلَا صِيَامَ لَهُ».
«જેણે ફજર પહેલા રોઝાની નિયત ન કરી તેનો રોઝો નથી».10
શૈખુલ્ ઇસ્લામ ઈબ્ને તૈમિય્યહ રહિમહુલ્લાહએ કહ્યું: "જે વ્યક્તિ જાણતો હોય કે કાલે રમઝાન છે અને તેનો રોઝા રાખવાનો ઈરાદો પણ હોય તો તેણે નિયત કરી લીધી, ભલે તેણે શબ્દો વડે નિયત કરી હોય કે ન કરી હોય અને આ જ પ્રમાણે દરેક મુસલમાન કરતા હોય છે. દરેક લોકો નિયત કરતાં હોય છે".11
પાંચમો વિષય
રોઝા રાખવા કોના માટે જરૂરી છે?
દરેક પુખ્તવય, સમજદાર મુસલમાન પર રોઝા રાખવા અનિવાર્ય છે.
જો તે સાજો અને રહેવાસી હોય, તો તેના પર રોઝા રાખવા અનિવાર્ય છે. અને જો બીમાર હોય: તેની કઝા તેના પર અનિવાર્ય છે.
જો તે સાજો અને મુસાફર હોય: તો બંને વિકલ્પ છે, ઈચ્છે તો રોઝો રાખે અથવા છોડી દે, પરંતુ રોઝો છોડવો શ્રેષ્ઠ છે.
• કાફિરો પર રોઝો અનિવાર્ય નથી અને ન તો તેમના રોઝા યોગ્ય ગણવામાં આવશે, જો તે રમઝાન મહિનામાં જ તૌબા કરી લે, તો અન્ય દિવસોમાં રોઝા રાખે, અને તેના પર કુફ્રની સ્થિતિમાં છોડેલા રોઝાની કઝા કરવી જરૂરી નથી.
• નાના બાળકો પર રોઝા રાખવા જરૂરી નથી, પરંતુ જો બાળક સમજદાર થઈ ગયું હોય તો યોગ્ય ગણાશે અને તે રોઝા તેના હિતમાં નફિલ ગણવામાં આવશે.
• પાગલ માટે રોઝા રાખવા જરૂરી નથી, જો તે પાગલની સ્થિતિમાં જ રોઝો રાખે તો તેનો રોઝો યોગ્ય નથી; કારણકે તે નિયત નથી કરી શકતો.
છઠ્ઠો વિષય
રોઝા કોણ કોણ છોડી શકે છે?
નીચે વર્ણવેલ લોકો માટે રમઝાનના રોઝા છોડવાની પરવાનગી આપવામાં આવી છે:
૧) એવો બીમાર, જેના માટે રોઝો રાખવા અશક્ય હોય, તો તેના માટે મુસ્તહબ (યોગ્ય) છે કે રોઝો છોડી શકે છે.
૨) એવો મુસાફિર, જેના સફરમાં જ રમઝાનનો મહિનો શરૂ થઈ ગયો હોય, અથવા સફર શરૂ કર્યો હોય અને ૮૦ કિલોમીટર અથવા તેના કરતાં વધુ હોય.
૩) માસિક સ્ત્રાવ અને પ્રસુતિ પછીના સમયગાળા દરમિયાન રોઝો છોડી શકે છે; આયશા રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: «અમે જ્યારે તે સ્થિતિથી પસાર થતા, તો અમને રોઝાની કઝા કરવાનો આદેશ આપવામાં આવતો, અને નમાઝની કઝાનો આદેશ આપવામાં આવતો ન હતો».12
૪) એવો બીમાર, જેની બીમારી કાયમી હોય અને તેની સારવારની કોઈ આશા પણ ન હોય અને તે રોઝા રાખી ન શકતો હોય, તો તે પોતાના પ્રત્યેક રોઝાના બદલામાં એક લાચારને ખાવાનું ખવડાવે અથવા અડધો સાઅ (અઢી કિલો) ઘઉં આપી દે અને તેના પર કઝા પણ નથી.
૫) એવો વૃદ્ધ, જેમાં રોઝા રાખવાની શક્તિ ન હોય, તો તેના પર પ્રત્યેક રોઝા પર પ્રત્યેક દિવસે એક લાચારને ખવડાવવાનું રહેશે, તેના પર પણ કઝા નથી.
૬) ગર્ભવતી અને દૂધ પીવડાવનારી સ્ત્રીઓ જ્યારે તેણીઓને પોતાના માટે અથવા પોતાના બાળક માટે નુકસાનનો ભય હોય, તો તે રોઝા છોડી શકે છે, પરંતુ તે રોઝાની કઝા કરવી પડશે અને જો તે ફક્ત પોતાના બાળકના નુકસાનને લઈ રોઝા છોડતી હોય તો રોઝાની કઝાની સાથે સાથે તે પ્રત્યેક દિવસે એક લાચારને ખાવાનું પણ ખવડાવશે.
સાતમો વિષય
રોઝાને ખત્મ કરનારી બાબતો
૧- સંભોગ:
જો કોઈ રમઝાનમાં રોઝા દરમિયાન સંભોગ કરે, તો તેના પર જરૂરી છે કે દિવસના બીજા સમયમાં કંઈ પણ ન ખાય, તેના પર તૌબા અને ઇસ્તિગ્ફાર કરે, તેમજ જે દિવસે સંભોગ કર્યો હોય, તે દિવસ રોઝાની કઝા પણ કરે, તેના પર કફ્ફારો (પ્રાયશ્ચિત) પણ અનિવાર્ય છે, કફ્ફારા માટે એક ગુલામ આઝાદ કરવો, જો ગુલામ ન મળે, તો સતત બે મહિનાના રોઝા રાખવા અને જો બે મહિનાના રોઝા રાખવાની શક્તિ ન હોય, તો સાઈઠ લાચારોને ખાવાનું ખવડાવે, દરેક લાચારને અડધો સાઅ (અઢી કિલો) ઘઉં અથવા શહેરના રિવાજ પ્રમાણે અનાજ આપે.
૨- ચુંબન, ભેગા થવું, શારીરિક ભેગું થવું, હસ્તમૈથુન કરવું અથવા વારંવાર નજર કરવાથી વીર્ય નીકળવું.
વર્ણવેલ કારણોસરથી જો રોજદારને વીર્ય નીકળે, તો તેનો રોઝો તૂટી જશે, તેના માટે જરૂરી છે કે તે રોઝો પૂરો કરે અને તેની કઝા કરે, પરંતુ તેના પર કફ્ફારો નથી, જોકે તેના પર તૌબા અને પસ્તાવો, ઇસ્તિગ્ફાર કરવો જરૂરી છે, અને તેણે મનેચ્છાઓ અને વાસના ઉભારે તે વસ્તુઓથી દૂર થેવું જરૂરી છે; કારણકે રોઝા એક મહાન ઈબાદત છે.
૩- જાણી જોઈને ખાવું-પીવું.
૪- રોઝાની સ્થિતિમાં લોહી નીકળવું, હિજામા કરાવવું, લેબોરેટરી દ્વારા અથવા કોઈને લોહી દાન કરવું.
હિંજામા (કપિંગ) વિશે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો મૂળ આદેશ છે:
«أَفْطَرَ الْحَاجِمُ وَالْمَحْجُومُ».
«હિજામા કરનાર અને હિજામા લગાવનાર બંનેનો રોઝો ખરાબ થઈ ગયો».13
શૈખુલ્ ઇસ્લામ ઈબ્ને તૈમિય્યહ રહિમહુલ્લાહએ કહ્યું: "આ કહેવું કે હિજામા કરવાથી રોઝો તૂટી જાય છે, વધારે પડતા હદીષના વિદ્વાનો કહે છે, જેમકે ઇમામ અહમદ બિન્ હન્બલ, ઇસ્હાક બિન્ રાહવૈહ, ઈબ્ને ખુઝૈમહ, ઈબ્ને મુન્ઝિર અને અન્ય આલિમોનો મંતવ્ય છે" ([૧૪)].14
ઈરાદા વગર રોજદારની સ્થિતિમાં લોહી નીકળવુ જેવું કે નશ્કોરી ફૂટવી, ઇજાના કારણે લોહી નીકળતું, અથવા દાત કઢાવવાથી લોહી નીકળવું, તો આ પ્રમાણેના કારણોસર રોઝામા કોઈ અસર થતો નથી.
૫- ઉલ્ટી કરવી:
પેટમાં રહેલ ખાદ્ય પદાર્થ અથવા પાણીને મોઢા વડે કાઢવું, પરંતુ જો કોઈને તેની જાતે જ ઉલ્ટી આવે, તો તેનાથી તેના રોઝા પર કઇ અસર થશે નહીં; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«مَنْ ذَرَعَهُ الْقَيْءُ فَلَيْسَ عَلَيْهِ قَضَاءٌ، وَمَنْ اسْتَقَاءَ فَلْيَقْضِ».
«જેને ઉલ્ટી આવે અને થઈ જાય તો તેના પર રોઝાની કઝા નથી, પરંતુ જો કોઈ જાણી જોઈને ઉલ્ટી કરે, તો તેને રોઝાની કઝા કરવી પડશે».15 "ઝરઅહુ" નો અર્થ: તેની જાતે જ.
આઠમો વિષય
રોઝા દરમિયાન મુસ્તહબ (યોગ્ય) કાર્યો
૧) સેહરી કરવી; કારણકે અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«تَسَحَّرُوا، فَإِنَّ فِي السُّحُورِ بَرَكَةً».
«સેહરી કરો; કારણકે સેહરીમાં બરકત છે».16
૨) સેહરીમાં વિલંબ કરવો; જ્યાં સુધી ફજર નીકળવાનો ભય ન હોય.
૩) જ્યારે સૂર્યાસ્તનું યકીન થઈ જાય, તો ઈફતારી કરવામાં ઉતાવળ કરવી, અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«لَا تَـزَالُ أُمَّتِي بِخَيْرٍ، مَا أَخَّرُوا السُّحُورَ، وَعَجَّلُوا الْفِطْرَ».
«મારી ઉમ્મત ત્યાં સુધી ભલાઈ પર રહેશે, જ્યાં સુધી તે સેહરી કરવામાં વિલંબ અને ઈફતારી કરવામાં ઉતાવળ કરશે».17
૪) ખજૂર વડે ઈફતારી કરવી મુસ્તહબ છે, જો તે ન હોય તો ખારેકથી, જો તે પણ ન હોય તો પાણીથી, અનસ રઝી અલ્લાહુ અન્હુના કહેવા મુજબ:
«كَانَ رَسُولُ اللَّهِ ﷺ يُفْطِرُ عَلَى رُطَبَاتٍ قَبْلَ أَنْ يُصَلِّيَ، فَإِنْ لَمْ تَكُنْ رُطَبَاتٌ، فَعَلَى تَمَرَاتٍ، فَإِنْ لَمْ تَكُنْ، حَسَا حَسَوَاتٍ مِنْ مَاءٍ».
«અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈફતારીના સમયે નમાઝ પહેલા ખજૂરથી ઈફતારી કરતા હતા, જો ખજૂર ન મળે તો ખારેકથી ઈફતારી કરતા, જો તે પણ ન મળે તો પાણીથી ઈફતારી કરતા હતા».18
૫) રોજદાર માટે મુસ્તહબ છે કે તે ઈફતારીના સમયે જે ઈચ્છે દુઆ કરી શકે છે, આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ કહ્યું:
«إِنَّ لِلصَّائِمِ عِنْدَ فِطْرِهِ دَعْوَةً لَا تُرَدُّ».
«રોજદાર માટે ઈફતારીના સમયે એક દુઆ છે, જે રદ કરવામાં નથી આવતી».19
૬) વધુમાં વધુ વિવિધ પ્રકારની ઇબાદતો કરવી, જેવું કે કુરઆન મજીદની તિલાવત, અલ્લાહનો ઝિક્ર, કિયામુલ્ લૈલ્, તરાવીહની નમાઝ, સુન્નતે મુઅક્કદહ, સદકો કરવો, ભલાઈના માર્ગમાં ખર્ચ કરવું, કારણકે નેકીઓ બુરાઈને ખત્મ કરે છે.
નવમો વિષય
કેટલીક જરૂરી બાબતો
• રોજદારે જૂઠું બોલવાથી, ગિબત કરવાથી તેમજ અપશબ્દો બોલવાથી બચવું જોઈએ, જો કોઈ રોજદારને ગાળો આપે અથવા અપશબ્દો કહે તો તેને કહે: હું રોજદાર છું.
આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ કહ્યું:
«الصِّيَامُ جُنَّةٌ، فَلَا يَرْفُثْ وَلَا يَجْهَلْ، وَإِنِ امْرُؤٌ قَاتَلَهُ أَوْ شَاتَمَهُ، فَلْيَقُلْ: إِنِّي صَائِمٌ، إِنِّي صَائِمٌ».
«રોઝો આડ છે, ન તો તે અશ્લીલ વાતો કરે ન તો ખરાબ વાતો કરે, જો તેની સાથે કોઈ ઝઘડો કરે અથવા કોઈ ગાળો આપે તો બે કહે: હું રોજદાર છું».20
• રોજદારને જે વસ્તુઓથી રોકવામાં આવ્યા છે, કોગળા અને નાકમાં પાણી ચઢાવવામાં અતિશયોક્તિ કરવી; કારણકે કેટલીક વાર પાણી ગળા સુધી પહોંચી જાય છે.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«وَبَالِغْ فِي الِاسْتِنْشَاقِ إِلَّا أَنْ تَكُونَ صَائِمًا».
«નાકમાં પાણી સારી રીતે ચઢાવો, પરંતુ જો તમે રોઝાથી હોય ટન ચઢાવશો».21
• મિસવાક કરવાથી રોઝા પર કંઈ અસર થતો નથી, પરંતુ તે તો રોજદાર માટે પણ અને જેણે રોઝો નથી રાખ્યો તેના માટે પણ મુસ્તહબ છે, સારી વાત છે, દિવસના કોઈ પણ ભાગમાં સાચા મંતવ્ય પ્રમાણે.
દસમો વિષય
રમઝાનના રોઝાની કઝા
જેણે કોઈ યોગ્ય કારણસર શરીઅત પ્રમાણે રોઝો ન રાખી શક્યો, અથવા કોઈ અવૈધ કારણસર રોઝો તોડી નાખ્યો જેવું કે સંભોગ અથવા અન્ય કોઈ બાબતથી, તો તેના પર રોઝાની કઝા કરવી જરૂરી છે; અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿...فَعِدَّةٞ مِّنۡ أَيَّامٍ أُخَرَ...﴾
{(આ રોઝાના) ગણતરીના થોડાક જ દિવસ હોય છે} [અલ્ બકરહ: ૧૮૪]. તેના માટે જરૂરી છે કે તે રોઝાની કઝામાં ઉતાવળ કરે; જેથી તેના પરથી જવાબદારી પુરી થઈ જાય, એવી જ રીતે રોઝાની કઝા સતત રોઝા રાખી કરવામાં આવે, કારણકે કઝા અદા પ્રમાણે જ હોવી જોઈએ, એટલા માટે તેમાં વિલંબ કરવો જાઈઝ છે, કારણકે તેનો સમય વિસ્તૃત છે.
એવી જ રીતે અલગ અલગ દિવસે પણ કઝા કરી શકે છે, પરંતુ જો શઅબાન મહિનામાં એટલો જ સમય બાકી હોય, જેટલો તેના પર વાજિબ છે, તો સમયના અભાવના કારણે સતત રોઝાની કઝા કરવી જરૂરી છે અને કોઈ કારણ વગર તેને બીજા રમઝાન સુધી વિલંબ કરવો જાઈઝ નથી.
• જેણે રમઝાનના રોઝા બીજા રમઝાન સુધી વિલંબ કર્યા તેની બે સ્થિતિ હોય શકે છે:
કોઈ શરીઅતે વર્ણવેલ કારણસર કઝા કરતો હોય: જેમકે બીજા રમઝાન સુધી સતત બીમાર રહેતો હોય, તો તેના પર ફક્ત કઝા જરૂરી છે.
કોઈ કારણ વગર વિલંબ કરવો, તો આ રીતે તેના પર કઝાની સાથે સાથે પ્રત્યેક રોઝા પર એક લાચારને ખવડાવવું પણ પડશે, અથવા અડધો સાઅ અનાજ આપવો પડશે.
• જેના પર કઝા હોય તેને નફીલ રોઝા રાખવાનો હુકમ: જેના પર રમઝાનના રોઝાની કઝા હોય તેના માટે શ્રેષ્ઠ એ છે કે તે સૌ પ્રથમ રમઝાનના કઝા રોઝા રાખે, પરંતુ કોઈ એવો નફિલ રોઝો હોય, જેનો દિવસ નક્કી જ છે, જેવું કે અરફાનો રોઝો, એવી જ રીતે આશુરાનો રોઝો, તો કઝા પહેલા રાખી શકે છે, કારણકે કઝાનો સમય લાંબો છે, જ્યારે કે અરફા અને આશુરાનો રોઝો જો તે દિવસે રાખવામાં ન આવે તો તે રોઝા છૂટી જશે, પરંતુ શવ્વાલના છ રોઝા રમઝાનના કઝા રોઝા પછી જ રાખવામાં આવશે.
આ કિતાબમાં આટલું જ વર્ણન કરવું શક્ય થયું, વધુમાં વધુ દરૂદ અને સલામતી ઉતરે આપણા વ્હાલા પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, તેમના પરિવાર પર અને તેમના સહાબાઓ પર.
***
અનુક્રમણિકા
પ્રથમ વિષય 2
સૌમનો અર્થ તેમજ રમઝાનના રોઝા રાખવા અનિવાર્ય છે 2
બીજો વિષય 4
રમઝાનના રોઝાની મહત્ત્વતા 4
ત્રીજો વિષય 8
રમઝાન મહિનાની શરૂઆત કંઈ વસ્તુઓ દ્વારા સાબિત થાય છે 8
ચોથો વિષય 10
રોઝાની નિયત 10
પાંચમો વિષય 11
રોઝા રાખવા કોના માટે જરૂરી છે? 11
છઠ્ઠો વિષય 12
રોઝા કોણ કોણ છોડી શકે છે? 12
સાતમો વિષય 14
રોઝાને ખત્મ કરનારી બાબતો 14
આઠમો વિષય 17
રોઝા દરમિયાન મુસ્તહબ (યોગ્ય) કાર્યો 17
નવમો વિષય 19
કેટલીક જરૂરી બાબતો 19
દસમો વિષય 21
રમઝાનના રોઝાની કઝા 21
***
gu419v1.0 - 22/02/2026
મુત્તફકુન અલૈહ: બુખારી, હદીષ નંબર: ૧૮૯૮ (૩/૨૫) મુસ્લિમ: ૧૦૭૯ (૨/૭૫૮).
આ હદીષને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં વર્ણન કરી છે, હદીષ નંબર: ૨૫૩૬ (૩/૧૩૧).
પાછલો સંદર્ભ જુઓ
આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૧૭૫૩ (૧/૭૭૫).
મુત્તફકુન અલૈહ: બુખારી, હદીષ નંબર: ૩૮ (૧/૧૬) મુસ્લિમ, હદીષ નંબર: ૭૬૦ (૧/૫૨૩).
આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ મુસનદમાં વર્ણન કરી છે, હદીષ નંબર: ૬૩૨૩ (૧૦/૪૦૨), ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં વર્ણન કરી છે, હદીષ નંબર: ૨૪૪૬ (૩/૧૦૨).
મુત્તફકુન અલૈહ: આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૧૯૦૬ (૩/૨૭), ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૧૦૮૦ (૨/૭૫૯).
મુત્તફકુન અલૈહ: આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૧૯૦૭ (૩/૨૭), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૧૦૮૧ (૨/૭૬૨).
આ હદીષને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૨૬૫૨ (૩/૧૭૦).
ફતાવા અલ્ કુબ્રા: (૨/૪૬૯).
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૩૩૫ (૧/૨૬૫).
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૧૯૩૭ (૩/૩૩), ઈમામ અહમદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૨૬૨૧૭ (૪૩/૨૭૮).
મજમુઉલ્ ફતાવા (૨૫/૨૫૨).
આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૧૦૪૬૩ (૧૬/૨૮૩), અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૭૨૦ (૨/૯૧).
મુત્તફકુન અલયહિ: આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૧૯૨૩ (૩/૨૯) ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૧૦૯૫ (૨/૭૭૦).
આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૧૨૫૦૭ (૩૫/૩૯૯).
આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૨૩૫૬ (૨/૩૦૬).
આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૧૭૫૩ (૧/૭૭૫).
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૧૮૯૪ (૩/૨૪).
આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૨૩૬૬ (૨/૩૦૮), અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: ૭૮૮ (૨/૧૪૭).
મુત્તફકુન અલૈહિ, બુખારી, હદીષ નંબર: (૧/૧૧) મુસ્લિમ, હદીષ નંબર: ૧૬ (૧/૩૪).