كيفية صلاة النبي ﷺ (غوجاراتية)

كتاب كَيفِيَّةُ صَلَاةِ النَّبِيِّ ﷺ لخَّص فيه سماحة الشيخ عبد العزيز بن باز رحمه الله صفة صلاة النبي ﷺ، بأسلوب سهل ومنهج دقيق، مستندًا إلى النصوص الصحيحة، ليكون هاديًا للمسلم في صلاته، وقد بيَّن فيه أركان الصلاة وسننها وصفاتها من الوضوء إلى التسليم، جامعًا بين الدليل والبيان، داعيًا إلى الاقتداء الكامل بالنبي ﷺ في أعظم عبادة.

  • earth ભાષા
    (غوجاراتية)
  • earth લેખક:
    الشيخ عبد العزيز بن عبد الله بن باز

બીજું ભાષાતર 79

ce شيشاني- нохчийн мотт sq ألباني- Shqip pt برتغالي- português as آسامي- অসমীয়া ms ملايو- Melayu uz أوزبكي- Ўзбек ar عربي- العربية ps بشتو- بشتو ur أردو- اردو en إنجليزي- English bn بنغالي- বাংলা ru روسي- Русский zh صيني- 中文 fa فارسي- فارسي fr فرنسي- Français hi هندي- हिन्दी sw سواحيلي- Kiswahili id إندونيسي- Indonesia ha هوسا- Hausa tl فلبيني تجالوج- Tagalog tr تركي- Türkçe gu غوجاراتية- ગુજરાતી te تلغو- తెలుగు si سنهالي- සිංහල ta تاميلي- தமிழ் mk مقدوني- македонски pl بولندي- polski it إيطالي- italiano hu هنجاري مجري- magyar ka جورجي- ქართული es إسباني- español kn كنادي- ಕನ್ನಡ om أورومو- afaan oromoo sr صربي- Српски az أذري- azərbaycanca lo لاو- ພາສາລາວ ml مليالم- മലയാളം tg طاجيكي- тоҷикӣ hy أرميني- Հայերէն bs بوسني- bosanski vi فيتنامي- Tiếng Việt dv ديفهي- ދިވެހި ky قرغيزي- Кыргызча st سوتي- Sesotho th تايلندي- ไทย ne نيبالي- नेपाली cs تشيكي- čeština fi فنلندي- suomi bg بلغاري- български mos موري- Mõõré mg ملاغاشي- Malagasy kk كازاخي- қазақ тілі ig إيجبو- Igbo yo يوربا- Èdè Yorùbá uk أوكراني- українська ddn دندي- Dendi dje زارما- Zarmaciine mfe كريولي- créole ko كوري- 한국어 da دنماركي- dansk sn الشونا- Shona prs دري- فارسی دری af أفريقاني- Afrikaans dyo جوالا- Jóola so صومالي- Soomaali bem بيمبا- Bemba ja ياباني- 日本語 sl سلوفيني- slovenščina nl هولندي- Nederlands my بورمي- ဗမာ ki كيكويو- Gĩkũyũ lt ليتواني- lietuvių mnk مندنكا- Mandinka lv لاتفي- latviešu rn كيروندي- Ikirundi hr كرواتي- hrvatski ro روماني- română wo ولوف- Wollof zu زولو- isiZulu
PHPWord

 

 

كَيْفِيَّةُ صَلَاةِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ

 

 

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નમાઝની પદ્ધતિ

 

 

لِفَضِيلَةِ الشَّيْخِ العَلَّامَةِ

عَبْدِ العَزِيزِ بْنِ عَبْدِ اللَّهِ بْنِ بَازٍ

غَفَرَ اللَّهُ لَهُ وَلِوَالِدَيْهِ وَلِلْمُسْلِمِينَ

 

સન્માનિય શૈખ

 

અબ્દુલ અઝીઝ બિન્ અબ્દુલ્લાહ બિન્ બાઝ

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

"બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ"
(શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે)

 

દરેક પ્રકારની પ્રશંસા ફક્ત અલ્લાહ માટે જ છે, દરૂદ અને સલામતી તેના બંદા અને પયગંબર આપણાં નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, તેમના પરિવાર અને સહાબાઓ પર, ત્યાર પછી:

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નમાઝની પદ્ધતિ વર્ણન કરવા બાબતે આ કેટલીક સંક્ષિપ્ત વાતો છે, જે મેં દરેક મુસલમાન સ્ત્રી અને પુરુષ સમક્ષ રજૂ કરવાનો ઇરાદો કર્યો, જેથી જે કોઈ પણ તેને વાંચે, તે આ બાબતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

(صَلُّوا كَمَا رَأَيْتُمُونِي أُصَلِّي).

(તમે તે જ રીતે નમાઝ પઢો, જે રીતે તમે મને નમાઝ પઢતા જુઓ છો)1 હવે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નમાઝની રીત વાચકો સમક્ષ રજૂ કરીએ છીએ:

૧- સંપૂર્ણ રીતે વઝૂ કરવું, અર્થાત્ કુરઆનની આ આયાતમાં વર્ણવેલ અલ્લાહના આદેશનું પાલન કરતાં, જે રીતે તેમાં જણાવામાં આવ્યું છે, તે જ રીતે વઝૂ કરવું, પવિત્ર અને ઉચ્ચ અલ્લાહએ કહ્યું:

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا قُمۡتُمۡ إِلَى ٱلصَّلَوٰةِ فَٱغۡسِلُواْ وُجُوهَكُمۡ وَأَيۡدِيَكُمۡ إِلَى ٱلۡمَرَافِقِ وَٱمۡسَحُواْ بِرُءُوسِكُمۡ وَأَرۡجُلَكُمۡ إِلَى ٱلۡكَعۡبَيۡنِ...﴾.

{હે ઈમાનવાળાઓ! જ્યારે તમે નમાઝ પઢો તો પોતાના ચહેરાને અને પોતાના હાથોને કોણીઓ સુધી ધોઇ લો, પોતાના માથાઓ પર હાથ ફેરવી લો અને પોતાના પગને ઘુંટીઓ સુધી ધોઇ લો} [અલ્ માઇદહ: ૬]. સંપૂર્ણ આયત જુઓ.

એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આ આદેશ મુજબ:

(لَا تُقْبَلُ صَلَاةٌ بِغَيْرِ طُهُورٍ).

(વઝૂ વગર નમાઝ સ્વીકારવામાં આવતી નથી)2

એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિને જેણે પોતાની નમાઝમાં ભૂલ કરી હતી, તેને કહ્યું:

(‌إِذَا ‌قُمْتَ ‌إِلَى ‌الصَّلَاةِ، ‌فَأَسْبِغِ ‌الْوُضُوءَ).

(જ્યારે તમે નમાઝ માટે ઊભા થાઓ, તો સારી રીતે વઝૂ કરો)3

૨- નમાઝ પઢનાર વ્યક્તિ જ્યાં પણ હોય, તે સંપૂર્ણ શરીર સાથે પોતાનું મોઢું કિબલા (કાબા) તરફ કરી લે, અને જે નમાઝ પઢવા ઈચ્છતો હોય, તેની પોતાના દિલમાં નિયત કરે, ભલે તે નફિલ (સ્વેચ્છિક) હોય કે ફરજ (અનિવાર્ય) અને જબાન વડે નિયતના શબ્દો ન કહે; કારણકે જબાન વડે નિયત કરવી યોગ્ય નથી, પરંતુ તે બિદ્અત છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના સહાબા રઝી અલ્લાહુ અન્હુમ જબાન વડે નિયત કરતાં ન હતા, નમાઝ પઢનાર વ્યક્તિ પોતાની સામે એક સુતરો (આડ) મૂકે, તે ઈમામ હોય કે એકલો નમાઝ પઢનાર, કિબલા (કાબા) તરફ મોઢું કરીને નમાઝ પઢવી શરત છે, ફક્ત તે વિશેષ સ્થિતિઓને છોડી, જેના વિશે ઇસ્લામના આલિમો (વિદ્વાનો)એ પોતાની પુસ્તકોમાં વિસ્તાર પૂર્વક વર્ણન કર્યું છે.

૩- અલ્લાહુ અકબર કહી તે તકબીરે તેહરીમા કહે, અને પોતાની નજર સિજદાની જગ્યાએ રાખે.

૪- તકબીરે તહરિમા અર્થાત્ અલ્લાહુ અકબર કહેતી વખતે પોતાના બંને હાથને ખભા સુધી અથવા કાનના નીચેના ભાગ સુધી ઉઠાવે.

૫- પોતાના બંને હાથ પોતાની છાતી પર મૂકે, જમણા હાથને ડાબા હાથની હથેળી અને કાંડા પર મૂકે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આજ રીત સાબિત છે.

૬- નમાઝ શરૂ કરવાની દુઆ પઢવી સુન્નત છે, નમાઝ શરૂ કરવાની દુઆ નીચે મુજબ છે:

(اللَّهُمَّ بَاعِدْ بَيْنِي وبيْنَ خَطَايَايَ، كَمَا بَاعَدْتَ بيْنَ المَشْرِقِ والمَغْرِبِ، اللَّهُمَّ نَقِّنِي مِنَ الخَطَايَا كَمَا يُنَقَّى الثَّوْبُ الأبْيَضُ مِنَ الدَّنَسِ، اللَّهُمَّ اغْسِلْ خَطَايَايَ بالمَاءِ والثَّلْجِ والبَرَدِ).

("અલ્લાહુમ્મ બાઇદ બય્ની, વ બય્ન ખતાયાય કમા બાઅદ્ત બય્નલ્ મશરિકિ વલ્ મગરિબિ, અલ્લાહુમ્મ નક્કિની મિન્ ખતાયા, કમા યુનક્કષ્ ષવ્બુલ્ અબ્યઝુ મિનદ્ દનસ, અલ્લાહુમ્મગ્ સિલ્ મિન ખતાયાય બિલ્ માઇ વષ્ ષલ્જિ વલ્ બર્દ" (હે અલ્લાહ! તું મારા અને મારા ગુનાહો (પાપો) વચ્ચે એટલું અંતર કરી દે, જેટલું પૂર્વ અને પશ્ચિમ દરમિયાન છે, હે અલ્લાહ! મને ગુનાહોથી એવી રીતે પવિત્ર કરી દે, જે રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, હે અલ્લાહ! તું મારા ગુનાહોને પાણી, બરફ અને કરા વડે ધોઈ નાખ)4

જો ઈચ્છે તો તેના બદલે આ દુઆ પણ પઢી શકે છે:

(سُبْحَانَكَ اللَّهُمَّ وبِحَمْدِكَ، وَتَبَارَكَ اسْمُكَ، وَتَعَالَى جَدُّكَ، ولَا إلَهَ غَيْرُكَ).

("સુબ્હાનકલ્લાહુમ્મ વબિહમ્દિક વતબારકસ્મુક વતઆલા જદ્દુક વલા ઈલાહ ગયરુક" (હે અલ્લાહ! તું પાક છે અને દરેક પ્રકારના વખાણ ફક્ત તારા જ માટે છે, તારું નામ બરકતવાળું છે અને તું બુઝુર્ગ અને ઉંચ્ચ છે, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી),5 જો આ બંને દુઆઓ સિવાય કોઈ પણ દુઆ, જે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા નમાઝ શરૂ કરતી વખતે પઢવા બાબતે સાબિત હોય, તો તેને પઢવામાં કંઈ વાંધો નથી, અને તેના માટે શ્રેષ્ઠ એ છે કે તે ક્યારેક આ દુઆ પઢે, તો ક્યારેક અન્ય દુઆ પઢે, કારણકે આ અનુસરણમાં વધુ પૂર્ણતા દર્શાવે છે, ફરી કહે: "અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી), "બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" (શરૂ અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે), ફરી સૂરે ફાતિહા પઢે, કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

(لَا صَلَاةَ لِمَنْ لَمْ يَقْرَأْ بفَاتِحَةِ الكِتَابِ).

(જેણે સૂરે ફાતિહા ન પઢી, તે વ્યક્તિની નમાઝ નહીં ગણાય)6 સૂરે ફાતિહા પછી જહરી (ઉચ્ચ અવાજ સાથે કિરાઅત કરી પઢવામી આવતી નમાઝ)માં ઊંચા અવાજથી "આમીન" કહે, તથા સિર્રી (ધીમા અવાજે કિરાઅત કરી પઢવામી આવતી નમાઝ)માં ધીમા અવાજે "આમીન" કહે, ફરી કુરઆન માંથી જેટલું ઈચ્છે પઢે, ઝોહર, અસર અને ઈશાની નમાઝમાં સૂરે ફાતિહા પછી ઔસાતે મુફસ્સલ સૂરતો (અર્થાત્: સૂરે નબાથી સૂરે લૈલ સુધી) માંથી પઢે, ફજરમાં તિવાલે મુફસ્સલ સૂરતો (અર્થાત્: સૂરે કૉફથી સૂરે મુરસલાત્ સુધી) માંથી પઢે, તથા મગરિબની નમાઝમાં ક્યારેક તિવાલે મુફસ્સલ તો ક્યારેક કિસારે મુફસ્સલ સૂરતો (અર્થાત્: સૂરે ઝુહાથી સૂરે નાસ સુધી) માંથી પઢે, જેથી આ વિશે વર્ણવેલ દરેક હદીષો પર અમલ થઈ જાય.

૭- "અલ્લાહુ અકબર" કહી, પોતાના હાથને ખભા અથવા કાન સુધી ઉઠાવી રુકૂઅ કરે, રુકૂઅમાં પોતાના માથાને પોતાની પીઠ બરાબર રાખે, પોતના બંને હાથ બંને ઘૂંટણ પર મૂકે, અને આંગળીઓ ફેલાવી, શાંતિપૂર્વક રુકૂઅ કરે, અને આ દુઆ પઢે: "સુબ્હાન રબ્બિયલ્ અઝીમ" (મારો પાલનહાર ઘણો જ બુલંદ છે), શ્રેષ્ઠ એ છે કે આ દુઆને ત્રણ અથવા તેથી વધુ વખત પઢવામાં આવે, તેની સાથે આ દુઆ પઢવી પણ મુસ્તહબ (યોગ્ય) છે:

(‌سُبْحَانَكَ ‌اللَّهُمَّ ‌وَبِحَمْدِكَ، ‌اللَّهُمَّ ‌اغْفِرْ ‌لِي).

("સુબહાનકલ્લાહુમ્મ વબિહમ્દિક, અલ્લાહુમ્મગ ફિર્લી" (હે અલ્લાહ! તું પવિત્ર છે, અને દરેક પ્રકારની પ્રશંસા તારા માટે જ છે, હે અલ્લાહ! તું મને માફ માફ કરી દે).7

૮- રુકૂઅ માંથી માથું ઉઠાવતી વખતે પોતાના હાથ ખભા અથવા કાન સુધી ઉઠાવે, જો ઈમામ હોય અથવા એકલો નમાઝ પઢનાર હોય, તો કહે: ("સમિઅલ્લાહુ લિમન હમિદહ" (અલ્લાહએ સાંભળ્યું, જેણે તેની પ્રસંશા કરી)) જો ઈમામ હોય અથવા એકલો નમાઝ પઢનાર હોય, તો ઊભા રહીને આ દુઆ પઢે:

(رَبَّنَا ولَكَ الحَمْدُ حَمْدًا كَثِيرًا طَيِّبًا مُبَارَكًا فِيهِ مِلْءَ السَّمَواتِ ومِلْءَ الأرضِ، ومِلْءَ ما شِئتَ مِن شيءٍ بَعدُ).

("રબ્બના વલકલ્ હમ્દુ, હમ્દન્ કષીરન્ તય્યીબન્ મુબારકન્ ફીહિ, મિલઉસ્ સમાવાતિ, વ મલઉલ્ અર્ઝિ, વ મલઉ મા બય્નહુમા, વ મલઉ મા શિઅત મિન્ શૈઈન બઅદ" (હે અમારા પાલનહાર! દરેક પ્રકારના વખાણ તારા જ માટે છે, ઘણા જ વખાણ જેમાં પવિત્રતા અને બરકત છે, હે અલ્લાહ! તારા જ માટે પ્રશંસા છે એટલી પ્રશંસા જેનાથી આકાશ અને જમીન ભરાઈ જાય અને તે બંનેની વચ્ચેનું અંતર પણ ભરાઈ જાય અને તેના પછી જે વસ્તુ ઈચ્છે, તે ભરાઈ જાય).8

પરંતુ જો તે ઈમામની પાછળ નમાઝ પઢી રહ્યો હોય, તો રુકૂઅથી ઊભા થતી વખતે ફક્ત આ દુઆ પઢે: "રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર! દરેક પ્રકારની પ્રસંશા તારા જ માટે છે) અંત સુધી, અને નમાઝ પઢનાર એકલો હોય, ઈમામ હોય અથવા ઈમામની પાછળ પઢનાર હોય તો દરેક માટે પછી નીચે વર્ણવેલ દુઆ પઢે:

(أهْلَ الثَّنَاءِ والْمجْدِ، أحَقُّ مَا قَالَ العَبْدُ، وكُلُّنَا لَكَ عَبْدٌ: اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أعْطَيْتَ، ولَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، ولَا يَنْفَعُ ذَا الجَدِّ مِنْكَ الجَدُّ).

("અહલુષ્ ષનાઈ વલ્ મજ્દ, અહક્કુ મા કાલલ્ અબ્દ, વકુલ્ના લક અબ્દુ: અલ્લાહુમ્મ

લા માનિઅ લિમા અઅતય્ત, વલા મુઅતિય લિમા મનઅત, વલા યન્ફઉ જલ્ જદ્દુ મિન્કલ્ જદ્દ" (હે વખાણ અને વરિષ્ઠતાને લાયક! સૌથી સારી વાત જે બંદાએ કહી, જયારે કે અમે સૌ તારા જ બંદા છે, હે અલ્લાહ! તું જે આપી દે તેને કોઈ રોકવાવાળું નથી અને જે તું રોકી લે તેને કોઈ આપવા વાળું નથી, અને કોઈ મોટા ધનવાનનું ધન તારી સમક્ષ કોઈ ફાયદો નહીં પહોંચાડી શકે).9 તો તેના માટે શ્રેષ્ઠ છે, કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આ દુઆ પઢવી સાબિત છે.

એવી જ રીતે યોગ્ય છે કે તેમાંથી દરેક અર્થાત્ ઈમામ, ઈમામની પાછળ નમાઝ પઢનાર, અથવા એકલો નમાઝ પઢનાર, પોતાની છાતી પર હાથ મૂકે, જેમકે રુકૂઅ પહેલા મૂક્યો હતો; કારણકે આ વાતની દલીલ પણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા, વાઇલ બિન્ હુજ્ર અને સહલ બિન્ સઅદ રઝી અલ્લાહુ અન્હુમાની હદીષથી સાબિત છે.

૯- "અલ્લાહુ અકબર" કહેતા સિજદો કરો, જો શક્ય હોય તો હાથ પહેલા પોતના ઘૂંટણ મૂકે અને તેના માટે મુશ્કેલ હોય, તો પોતાના હાથને પહેલા જમીન પર મૂકી શકે છે, સિજદાની સ્થિતિમાં પોતાના પગ અને હાથની આંગળીઓને કિબલા (કાબા) તરફ રાખે અને હાથની આંગળીઓને એકસાથ ભેગી કરી ખોલીને રાખે, એવી જ રીતે સિજદો શરીરના સાત અંગો પર હોવો જોઈએ: કપાળ, નાક, બંને હાથ, બંને ઘૂંટણ, બંને પગની આંગળીઓનો અંદરનો ભાગ, અને સિજદામાં આ દુઆ પઢો: "સુબ્હાન રબ્બિયલ્ અઅલા" (મારો પાલનહાર ઘણો જ ઉચ્ચ છે), સુન્નત એ છે કે આ દુઆને ત્રણ વખત અથવા ત્રણથી વધુ વખત પઢે, અને આ દુઆ સાથે આ પઢવું પણ મુસ્તહબ (યોગ્ય) છે:

(سُبْحانَكَ اللَّهُمَّ رَبَّنا وبِحَمْدِكَ، اللَّهُمَّ اغْفِرْ لِي).

("સુબહાનકલ્લાહુમ્મ વબિહમ્દિક, અલ્લાહુમ્મગ ફિર્લી" (હે અલ્લાહ! તું પવિત્ર છે, અને દરેક પ્રકારની પ્રશંસા તારા માટે જ છે, હે અલ્લાહ! તું મને માફ માફ કરી દે), ફરી વધુમાં વધુ દુઆઓ કરે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે:

(‌أَمَّا ‌الرُّكُوعُ، ‌فَعَظِّمُوا ‌فِيهِ ‌الرَّبَّ، وَأَمَّا السُّجُودُ، فَاجْتَهِدُوا فِي الدُّعَاءِ، فَقَمِنٌ أَنْ يُسْتَجَابَ لَكُمْ).

(જ્યાં સુધી રુકૂઅની વાત છે, તો તેમાં પોતાના પાલનહારની મહાનતાનું વર્ણન કરો, અને સિજદામાં ખૂબ જ દુઆઓ માંગો, કારણકે સિજદામાં કરવામાં આવતી દુઆ સ્વીકારવામાં આવે છે).10

પોતાના પાલનહાર પાસે દુનિયા આખિરતની ભલાઈઓ માંગે, ફરજ નમાઝ હોય કે નફિલ નમાઝ, પોતાના હાથના બાજુઓને પેટ, જાંઘો અને પગથી અલગ રાખે, અને જમીન પરથી પોતાના હાથ ઊંચા રાખો; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

(اعْتَدِلُوا في السُّجُودِ، ولَا يَبْسُطْ أحَدُكُمْ ذِرَاعَيْهِ انْبِسَاطَ الكَلْبِ).

(સિજદો શાંતિપૂર્વક કરો, અને તમારા માંથી કોઈ પણ પોતાની કોણીઓને કુતરાની માફક ન ફેલાવે)11

૧૦- "અલ્લાહુ અકબર" કહી પોતાની માથું ઉઠાવે, પોતાનો ડાબો પગ ફેલાવીને તેના પર બેસી જાય, પોતાના હાથને પોતાની જાઘ અને ઘૂંટણો પર મૂકે અને આ દુઆ પઢે:

(رَبِّ اغْفِرْ لِي وَارْحَمْنِي وَاهْدِنِي وَارْزُقْنِي وَعَافِنِي وَاجْبُرْنِي).

("રબ્બિગ્ ફિર્લી વર્હમની, વહ્દિની, વર્ઝુક્ની, વ આફિની, વજ્બુર્ની" (હે મારા પાલનહાર! તું મને માફ કરી દે, મારા પર રહમ કર, મને સત્ય માર્ગદર્શન આપ, મને રોજી આપ, મને આફિયત આપ અને મારી જરૂરતને પૂર્ણ કરી દે).12 આ બેઠકમાં શાંતિપૂર્વક બેસે.

૧૧- ફરી "અલ્લાહુ અકબર" કહી બીજો સિજદો કરે, અને તેમાં તે દરેક વસ્તુ કરે જે પહેલા સિજદામાં કરી હતી.

૧૨- "અલ્લાહુ અકબર" કરી પોતાનું માથું ઉઠાવે અને જે રીતે બંને સિજદા વચ્ચે બેઠક કરી તે જ પ્રમાણે થોડી વાર માટે બેસે, આ બેઠકને જલ્સાએ ઇસ્તિરાહત (વિશ્રામની બેઠક) કહે છે, જે મુસ્તહબ (યોગ્ય) છે, જો તેને છોડી પણ દે તો પણ કંઈ વાંધો નથી, કારણકે તેના વિશે ન કોઈ ઝિક્ર છે, ન દુઆ, અને જો મુશ્કેલ ન હોય તો પોતાના બંને ઘૂંટણો પર ભાર આપી ઉભા થવું જોઈએ, પરંતુ જો મુશ્કેલી પડતી હોય, તો જમીનને ટેકો આપી ઉભો થાય, ઊભા થયા પછી સૂરે ફાતિહા અને કુરઆન માંથી જેટલો ભાગ પઢવા ઈચ્છે પઢી શકે છે, ફરી તે દરેક વસ્તુ કરે જે પહેલ રકઅતમાં કરી હતી.

૧૩- નમાઝ જો બે રકઅત વાળી હોય, જેમકે ફજર, જુમ્મા, બંને ઈદની નમાઝ, તો બીજા સિજદા પછી તશહ્હુદમાં એવી રીતે બેસે કે જમણો પગ ઊભો હોય અને ડાબો પગ જમીન પર ફેલાયેલો હોય, જમણા હાથને જમણી જાંઘ પર મૂકી હાથની આંગળીઓ વાળી લે, પરંતુ પહેલી આંગળીને ખુલ્લી રાખે, જેના દ્વારા અલ્લાહના એક હોવાનો ઈશારો કરે, જો જમણા હાથની બે આંગળીઓને વાળી અંગૂઠા વચ્ચે મધ્ય આંગળી સાથે જોડી વર્તુળ આકાર બનાવી પહેલી આંગળી વડે ઈશારો કરે તો પણ સારું છે, કારણકે બંને તરિકા અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે, પરંતુ સૌથી શ્રેષ્ઠ તરીકો એ છે કે ક્યારેક પહેલા તરિકા પર અમલ કરે તો ક્યારેક બીજા તરિકા પર, ડાબા હાથને ડાબા પગની જાંઘ પર અથવા ઘૂંટણ પર મૂકે, ફરી આ બેઠકમાં તશહ્હુદ પઢે, જે નીચે પ્રમાણે છે:

(التَّحِيَّاتُ لله والصَّلَوَاتُ والطَّيِّبَاتُ، السَّلَامُ عَلَيْكَ أيُّها النَّبيُّ ورَحْمَةُ اللهِ وبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ الله الصَّالِحِينَ، أشْهَدُ أنْ لَا إلَهَ إلَّا اللهُ وأَشْهَدُ أنَّ مُحَمَّدًا عَبْدُهُ ورَسولُهُ).

("અત્તહિય્યાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુ અલય્ક અય્યુહન્ નબીય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લા ઈલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ" ((મારી) દરેક પ્રકારના વખાણ, દરેક દુઆઓ અને દરેક સારા કાર્યો અને વાતો ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર! તમાર પર સલામ, અલ્લાહની કૃપા અને તેની બરકતો ઉતરે, અમારા પર અને અલ્લાહના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી ઉતરે, હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેના બંદા અને પયગંબર છે), ફરી આ દુઆ પઢે:

(اللَّهُمَّ صَلِّ علَى مُحَمَّدٍ وعلَى آلِ مُحَمَّدٍ، كَمَا صَلَّيْتَ علَى إبْرَاهِيمَ وَعَلَى آلِ إبْرَاهِيمَ؛ إنَّكَ حَمِيدٌ مَجِيدٌ، وَبَارِكْ عَلَى مُحَمَّدٍ وَعَلَى آلِ مُحَمَّدٍ، كَمَا بَارَكْتَ علَى إبْرَاهِيمَ وَعَلَى آلِ إبْرَاهِيمَ؛ إنَّكَ حَمِيدٌ مَجِيدٌ).

("અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદિવ વઅલા આલિ મુહમ્મદ, કમા સલ્લયતા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ, અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદિવ વઅલા આલિ મુહમ્મદ, કમા બારક્તા અલા ઈબ્રાહીમ વઅલા આલિ ઈબ્રાહીમ ઇન્નક હમીદુમ્ મજીદ" (હે અલ્લાહ! મુહમ્મદ અને તેમના પરિવાર પર તે જ પ્રમાણે પોતાની કૃપા ઉતાર, જે પ્રમાણે તે ઈબ્રાહીમ અને તેમના પરિવાર પર પોતાની કૃપા ઉતારી, ખરેખર તું પ્રસંશાને પાત્ર અને સન્માનીયછે, હે અલ્લાહ! મુહમ્મદ અને તેમના પરિવાર પર તે જ પ્રમાણે બરકતો ઉતાર જે પ્રમાણે તે ઈબ્રાહીમ અને તેમના પરિવાર સંતાન પર બરકતો ઉતારી, ખરેખર તું પ્રસંશાને પાત્ર અને સન્માનીય છે))13

ફરી ચાર વસ્તુઓથી અલ્લાહની શરણ માંગતા આ દુઆ પઢે:

(اللَّهُمَّ إنِّي أَعُوذُ بِكَ مِن عَذَابِ جَهَنَّمَ، وَمِنْ عَذَابِ القَبْرِ، وَمِنْ فِتْنَةِ المَحْيَا وَالْمَمَاتِ، وَمِنْ شَرِّ فِتْنَةِ المَسِيحِ الدَّجَّالِ).

("અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન્ અઝાબિ જહન્નમ, વમિન્ અઝાબિલ્ કબ્રી, વમિન્ ફિત્નતિલ્ મહ્યા વલ્ મમાતિ, વમિન્ ફિત્નતિલ્ મસીહીદ્ દજ્જાલ" (હે અલ્લાહ! હું તારી પનાહ માંગુ છું જહન્નમના અઝાબથી અને કબરના અઝાબથી અને જિંદગી અને મૃત્યુના ફિતનાથી અને મસીહ દજ્જાલના ફિતનાની બુરાઈથી).14

ફરી દુનિયા અને આખિરતની જે પણ ભલાઈઓ માંગવી હોય, તે માંગે, તથા પોતાના માતા-પિતા અથવા અન્ય મુસલમાનો માટે દુઆ કરે, તો તેમાં કોઈ વાંધો નથી, -ભલે તે નમાઝ ફરજ હોય કે નફિલ-; કારણકે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વખત અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુને તશહ્હુદ શિખવાડતી વખતે કહ્યું:

(ثُمَّ ‌لِيَتَخَيَّرْ ‌مِنَ ‌الدُّعَاءِ بَعْدُ أَعْجَبَهُ إِلَيْهِ فَيَدْعُو).

(ફરી તે દુઆઓ માંથી પોતાની મનપસંદ દુઆ કરે).15 બીજી એક રિવાયતના શબ્દો આ પ્રમાણે છે:

(‌ثُمَّ ‌لِيَخْتَرْ ‌مِنَ ‌الْمَسْأَلَةِ ‌مَا ‌شَاءَ).

(ફરી જે માંગવા ઈચ્છો, અલ્લાહ પાસે માંગો).16

સ્પસ્ટ છે કે તેમાં દુનિયા અને આખિરતની દરેક ફાયદાકારક વસ્તુઓ છુપાયેલી છે. ફરી જમણી અને ડાબી બાજુ આ શબ્દો કહેતા સલામ ફેરે: "અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમત તેમજ બરકતો ઉતરે).

૧૪- નમાઝ જો ત્રણ રકઅત વાળી હોય જેમકે મગરિબ અથવા ચાર રકઅત વાળી હોય જેમકે ઝોહર, અસર અને ઈશા, તો નમાઝ પઢનાર અહીંયા વર્ણન કરેલ તશહ્હુદને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ સાથે પઢે, ફરી ઘૂંટણનો આશરો લઈ ઊભો થઈ જાય, પોતાના હાથને કાન અથવા ખભા સુધી ઉઠાવી "અલ્લાહુ અકબર" કહે, ફરી -જે પહેલા વર્ણન થઈ ચૂક્યું છે- પોતાના હાથને પોતાની છાતી પર મૂકી, ત્રીજી અને ચોથી રકઅતમાં ફક્ત સૂરે ફાતિહા પઢે, પરંતુ જો ક્યારેક ક્યારેક ઝોહરની ત્રીજી અને ચોથી રકઅતમાં સૂરે ફાતિહા પછી થોડી આયતો પણ પઢે, તો કંઈ વાંધો નથી, કારણકે અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુની હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા તેની દલીલ મળે છે, એવી જ રીતે જો પહેલી તશહ્હુદની બેઠકમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ પઢવામાં ન આવે તો પણ કંઈ વાંધો નથી, કારણકે તે મુસ્તહબ (સારું કાર્ય) છે, વાજિબ (અનિવાર્ય) નથી, ફરી મગરિબની ત્રીજી રકઅત, ઝોહર, અસર અને ઈશાની ચોથી રકઅતમાં તશહ્હુદ પઢે, જે રીતે તેણે બે રકઅત વાળી નમાઝમાં કર્યું હતું, ફરી જમણી અને ડાબી બાજુ સલામ ફેરવી દે, અને ત્રણ વખત "અસ્તગ્ફિરુલ્લાહ" કહે, ફરી કહે:

(اللَّهُمَّ أَنْتَ السَّلَامُ وَمِنْكَ السَّلَامُ، تَبَارَكْتَ يا ذَا الجَلَالِ وَالإِكْرَامِ).

("અલ્લાહુમ્મ અન્તસ્ સલામ, વમિન્ કસ્ સલામ, તબારક્ત યા ઝલ્ ઝલાલી વલ્ ઇક્રામ», (અર્થ: હે અલ્લાહ! તું જ સલામતી વાળો છે, અને તારા જ તરફથી સલામતી મળે છે, તું અત્યંત બરકત વાળો છે, હે મહાનતા અને સન્માન વાળા)17 જો ઈમામ હોય, તો પાછળ નમાઝ પઢી રહેલા લોકો તરફ મોઢું કરતાં પહેલા ત્રણ વખત (અસ્તગ્ફિરુલ્લાહ) કહે અને ઉપર વર્ણવેલ દુઆઓ પઢે, ફરી આ દુઆ પઢે:

(لَا إلَهَ إلَّا الله وحْدَهُ لَا شَرِيكَ لَه، لَهُ المُلْكُ، ولَهُ الحَمْدُ، وَهُوَ عَلَى كُلِّ شيءٍ قَدِيرٌ، لَا حَوْلَ وَلَا قُوَّةَ إلَّا بالله، اللَّهُمَّ لَا مَانِعَ لِمَا أعْطَيْتَ، ولَا مُعْطِيَ لِمَا مَنَعْتَ، وَلَا يَنْفَعُ ذَا الجَدِّ مِنْكَ الجَدُّ، لَا إلَهَ إلَّا اللهُ، وَلَا نَعْبُدُ إلَّا إيَّاهُ، لَهُ النِّعْمَةُ وَلَهُ الفَضْلُ، وَلَهُ الثَّنَاءُ الحَسَنُ، لَا إلَهَ إلَّا الله مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَو كَرِهَ الكَافِرُونَ).

("લા ઇલાહ ઇલ્ લલ્લાહુ વહ્દહુ લા શરિક લહુ, લહુલ્ મુલકુ વલહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લી શૈઇન્ કદીર, લા હવ્લ વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ, અલ્લાહુમ્મ લા માનિઅ લિમા અઅતય્ત, વલા મુઅતિય લિમા મનઅત, વલા યન્ફઉ જલ્ જદ્દુ મિન્કલ્ જદ્દ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વલા નઅબુદુ ઇલ્લા ઇય્યાહુ, લહુન્ નિઅમતુ વલહુલ્ ફઝલુ, વલહુસ્ ષનાઉલ્ હસન, લા ઇલાહ ઇલ્લલ્લાહુ મુખ્લિસીન લહુદ્ દીન વલવ કરિહલ્ કાફિરૂન" (અર્થ: અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેના માટે જ છે, વખાણ પણ તેના જ છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, કોઈ પણ નેકી કરવાની શક્તિ ધરાવતો નથી તેમજ કોઈ પણ ગુનાહથી બચી નથી શકતો અલ્લાહની તૌફીક વગર, હે અલ્લાહ! તું જે આપી દે તેને કોઈ રોકવાવાળું નથી અને જે તું રોકી લે તે કોઈ આપવા વાળું નથી, કોઈ ધનવાનને તેનું ધન કોઈ ફાયદો પહોંચાડી શકતું નથી, અલ્લાહ સિવાય કોઈ ઇલાહ (પૂજ્ય) નથી, અમે ફક્ત તેની જ બંદગી કરીએ છીએ, સંપૂર્ણ નેઅમતોનો માલિક તે છે, સંપૂર્ણ કૃપા તેના જ માટે છે, દરેક સારા વખાણને લાયક તે જ છે, અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, અમે ખાલીસ તેની જ બંદગી કરવાવાળા છે, ભલેને કાફિર નાપસંદ કરે),18

ફરી તેત્રીસ (૩૩) વખત "સુબ્હાનલ્લાહ", તેત્રીસ (૩૩) વખત ''અલ્ હમ્દુ લિલ્લાહ", તેત્રીસ (૩૩) વખત "અલ્લાહુ અકબર" કહે, અને સો (૧૦૦) ની સંખ્યા પૂરી કરવા માટે આ દુઆ પઢે: (લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એક જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, તે જ જિવન અને મૃત્યુ આપે છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે), ફરી આયતુલ્ કુર્સી પઢે, ફરી સૂરે ઇખલાસ, સૂરે ફલક, સૂરે નાસ દરેક નમાઝ પછી પઢે, અને ફજર અને મગરિબની નમાઝ પછી ત્રણ વખત પઢવી મુસ્તહબ છે; કારણકે આ વિષયે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા હદીષ વર્ણિત છે, ધ્યાનમાં રાખો કે આ દરેક દુઆઓ પઢવી મુસ્તહબ (યોગ્ય) છે, વાજિબ (અનિવાર્ય) નથી.

દરેક મુસલમાન પુરુષ અને મહિલા માટે યોગ્ય છે કે ઝોહરની નમાઝ પહેલા ચાર રકઅત, તથા ઝોહરની નમાઝ પછી બે રકઅત, મગરિબની નમાઝ પછી બે રકઅત, ઈશાની નમાઝ પછી બે રકઅત, એવી જ રીતે ફજરની નમાઝ પહેલા બે રકઅત (નફિલ) પઢે, આ જ રીતે સંપૂર્ણ દિવસમાં બાર રકઅતો છે, જેને "સુનને રવાતિબ (નિયમિત પઢવામાં આવતો સુન્નતો)" કહે છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘરમાં હોય ત્યારે આ નમાઝોને નિયમિત રૂપે પઢતા હતા. જ્યાં સુધી સફરમાં નમાઝ પઢવાની વાત છે, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સફરમા સુનને રવાતિબ પઢતા ન હતા, પરંતુ ફજરની સુન્નત અને વિત્તરની નમાઝને મુસાફરી અને રોકાણ બંને સ્થિતિમાં પઢતા હતા, શ્રેષ્ઠ કાર્ય એ છે કે સુનને રવાતિબ અને વિત્તર બંને ઘરમાં પઢવામાં આવે, પરંતુ જો કોઈ વ્યક્તિ તેને મસ્જિદમાં પઢે, તો કંઈ વાંધો નથી, કારણકે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

(أفْضَلُ صَلَاةِ المَرْءِ في بَيْتِهِ، إلَّا الصَّلَاةَ المَكْتُوبَةَ).

(માનવીની સૌથી શ્રેષ્ઠ નમાઝ ફરજ સિવાય તે છે, જે તે પોતાના ઘરમાં પઢે છે)19

આ રકઅતોને પઢવાનું નિયમિત રૂપે અનુસરણ કરવું, જન્નતમાં પ્રવેશ મેળવવાનો એક સ્ત્રોત છે, કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

(مَنْ صَلَّى اثْنَتَيْ عَشْرَةَ رَكْعَةً فِي يَومٍ وَلَيْلَةٍ، بُنِيَ لَه بِهِنَّ بَيْتٌ فِي الجَنَّةِ).

(જે વ્યક્તિ દિવસ અને રાતમાં બાર સુન્નત નમાઝ પઢશે, તો અલ્લાહ તઆલા તેના માટે આ સુન્નતોને પઢવાના કારણે જન્નતમાં એક ઘર બનાવશે)20

જો અસરની નમાઝ પહેલા ચાર રકઅતો મગરિબ પહેલા બે રકઅત અને ઈશાની નમાઝ પછી બે રકઅતો પઢે તો સારું છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આ વિશે સહીહ હદીષ આવેલી છે, જો કોઈ ઝોહર પહેલા ચાર રકઅત અને ઝોહરની નમાઝ પછી ચાર રકઅત પઢશે, તો તે પણ સારું છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

(مَنْ ‌حَافَظَ ‌عَلَى ‌أَرْبَعِ ‌رَكَعَاتٍ ‌قَبْلَ ‌الظُّهْرِ، وَأَرْبَعٍ بَعْدَهَا حَرَّمَهُ اللَّهُ عَلَى النَّارِ).

(જે વ્યક્તિએ ઝોહર પહેલા ચાર રકઅત અને ઝોહર પછી ચાર રકઅત પઢવાની પાબંદી કરશે, તો અલ્લાહ તેના પર જહન્નમની આગ હરામ કરી દે શે)21 અર્થ એ કે તે ઝોહર પછીની સુનને રવાતિબ (નિયમિત રૂપે પઢવામાં આવતી સુન્નતો) માં બે રકઅતનો વધારો કરે છે; કારણકે સુનને રવાતિબ ઝોહરની નમાઝ પહેલા ચાર રકઅત અને પછી બે રકઅત છે, જો કોઈ ઝોહર પછી વધુ બે રકઅત પઢે, તો તેને ઉમ્મે હબીબહ રઝી અલ્લાહુ અન્હાની હદીષમાં વર્ણન થયેલ શુબસૂચના પ્રાપ્ત થશે.

જો કે તૌફીક અલ્લાહ તરફથી જ પ્રાપ્ત થાય છે, અને દરૂદ અને સલામતી ઉતરે આપણા નબી મુહમ્મદ બિન્ અબ્દુલ્લાહ, તેમના પરિજનો, તેમના દરેક સાથીઓ અને કયામત સુધી તેમના સાચા અનુયાયીઓ પર.

***


સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૨૨૪).

સહીહ બુખારી, હદીષ નંબર: (૫૭૮૨).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, નંબર: (૭૪૪), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, નંબર: (૫૯૮).

સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૩૯૯).

સહીહ બુખારી, હદીષ નંબર: (૭૫૬).

સહીહ બુખારી, હદીષ નંબર: (૮૧૭), સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૪૮૪).

સહીહ બુખારી, હદીષ નંબર: (૭૧૧), સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૫૯૮).

સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૪૭૭).

સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૪૭૯).

સહીહ બુખારી, હદીષ નંબર: (૭૮૮), સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૪૯૩).

સુનન અત્ તિર્મિઝી, હદીષ નંબર: (૨૮૪), અબૂ દાવૂદ, હદીષ નંબર: (૮૫૦), ઈબ્ને માજહ, હદીષ નંબર: (૮૯૮).

સહીહ બુખારી, હદીષ નંબર: (૭૯૭), સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૪૦૨).

સહીહ બુખારી, હદીષ નંબર: (૧૩૧૧), સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૫૮૮).

સુનન નસાઈ, હદીષ નંબર: (૧૨૯૮).

સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૪૦૨).

સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૫૯૧).

સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૪૦૨).

સહીહ બુખારી, હદીષ નંબર: (૬૮૬૦).

સહીહ મુસ્લિમ, હદીષ નંબર: (૭૨૮).

મુસનદ અહમદ, હદીષ નંબર: (૨૫૫૪૭), સુનન અત્ તિર્મિઝિ, હદીષ નંબર: (૩૯૩), સુનન અબૂ દાવૂદ, હદીષ નંબર: (૧૦૭૭).

સહીહ બુખારી, હદીષ નંબર: (૬૦૫).