ત્રણ સિદ્ધાંતો અને તેના પુરાવા (ગુજરાતી)

  • earth ભાષા
    (ગુજરાતી)
  • earth લેખક:
    الشيخ محمد التميمي

બીજું ભાષાતર 68

sw سواحيلي- Kiswahili ur أردو- اردو hu هنجاري مجري- magyar fr فرنسي- Français hi هندي- हिन्दी bn بنغالي- বাংলা id إندونيسي- Indonesia en إنجليزي- English as آسامي- অসমীয়া ar عربي- العربية bs بوسني- bosanski ru روسي- Русский az أذري- azərbaycanca mk مقدوني- македонски ha هوسا- Hausa sr صربي- Српски dv ديفهي- ދިވެހި ky قرغيزي- Кыргызча ta تاميلي- தமிழ் te تلغو- తెలుగు fa فارسي- فارسي si سنهالي- සිංහල es إسباني- español ml مليالم- മലയാളം zh صيني- 中文 vi فيتنامي- Tiếng Việt ne نيبالي- नेपाली th تايلندي- ไทย dyo جوالا- Jóola hy أرميني- Հայերէն sn الشونا- Shona kk كازاخي- қазақ тілі de ألماني- Deutsch pa بنجابي- ਪੰਜਾਬੀ mfe كريولي- créole kn كنادي- ಕನ್ನಡ ja ياباني- 日本語 uk أوكراني- українська da دنماركي- dansk tg طاجيكي- тоҷикӣ kmr كردي كرمنجي- Bi zimanê Kurdî af أفريقاني- Afrikaans zu زولو- isiZulu my بورمي- ဗမာ ig إيجبو- Igbo cs تشيكي- čeština lt ليتواني- lietuvių prs دري- فارسی دری ro روماني- română hr كرواتي- hrvatski lo لاو- ພາສາລາວ pt برتغالي- português hu هنجاري مجري- magyar uz أوزبكي- Ўзбек ps بشتو- بشتو bg بلغاري- български tr تركي- Türkçe sl سلوفيني- slovenščina ka جورجي- ქართული fi فنلندي- suomi ti تجريني- ትግርኛ et إستوني- eesti sq ألباني- Shqip it إيطالي- italiano gu غوجاراتية- ગુજરાતી ms ملايو- Melayu nl هولندي- Nederlands yo يوربا- Èdè Yorùbá
PHPWord

 

 

ثَلَاثَةُ الأُصُولِ وَأَدِلَّتُهَا

 

 

ત્રણ સિદ્ધાંતો અને તેના પુરાવા

 

 

 

 

 

 

 

لِلشَّيْخِ

مُحَمَّدٍ التَّمِيمِي رَحِمَهُ اللهُ

 

શૈખ મુહમ્મદ અત્ તમીમી રહિમહુલ્લાહ

 

بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ

ત્રણ સિદ્ધાંતો અને તેના પુરાવા

બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" (શરૂ અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે)

જાણી લો - અલ્લાહ તમારા પર રહેમ કરે - આપણા પર ચાર બાબતો શીખવી વાજિબ (અનિવાર્ય) છે:

પહેલી બાબત: ઇલ્મ, એટલે કે અલ્લાહની મઅરિફત, નબીની મઅરિફત અને દલીલો સાથે ઇસ્લામ દીનની મઅરિફત.

બીજું: તેના પર અમલ કરવો.

ત્રીજું: તેના તરફ આમંત્રણ આપવું.

ચોથી: તેમાં મળતી તકલીફ પર સબર કરવી.

દલીલ : અલ્લાહ તઆલા કહે છે : "બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" ((શરૂ કરું છું) અલ્લાહના નામથી જે અત્યંત દયાળુ અને કૃપાળુ છે).

﴿وَٱلۡعَصۡرِ1 إِنَّ ٱلۡإِنسَٰنَ لَفِي خُسۡرٍ2 إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَتَوَاصَوۡاْ بِٱلۡحَقِّ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ3﴾

જમાનાની કસમ!

ખરેખર માનવી નુકસાનમાં છે.

સિવાય તે લોકોના, જેઓ ઇમાન લાવ્યા, અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, તેમજ એકબીજાને સબરની શિખામણ આપતા રહ્યા. [અલ-અસ્ર:૧-૩].

શાફઈ રહિમહુલ્લાહએ કહ્યું: જો અલ્લાહ તઆલાએ પોતાની મખલૂક પર આ સૂરત સિવાય બીજી કોઈ દલીલ ન ઉતારી હોત, તો તે તેમના માટે આ સુરત પૂરતી હતી.

અને બુખારી રહિમહુલ્લાહએ કહ્યું: બાબ: વાત અને અમલ પહેલા ઇલ્મ; અને દલીલ અલ્લાહ તઆલાનું ફરમાન છે:

﴿فَٱعۡلَمۡ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّا ٱللَّهُ وَٱسۡتَغۡفِرۡ لِذَنۢبِكَ...﴾ [محمد:9]

તો અલ્લાહ તઆલાએ વાત અને અમલ પહેલા ઇલ્મથી શરૂઆત કરી.

જાણી લો - અલ્લાહ તમારા પર દયા કરે -: કે દરેક મુસલમાન મર્દ અને ઔરત માટે આ ત્રણ બાબતોનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને તેના પર અમલ કરવો જરૂરી છે:

પહેલી બાબત: કે અલ્લાહએ આપણને પેદા કર્યા અને આપણને રોજી આપી, અને આપણને નકામા છોડી દીધા નથી; પરંતુ આપણા તરફ એક પયગંબર મોકલ્યા, તો જે તેમની આજ્ઞાનું પાલન કરશે તે જન્નતમાં દાખલ થશે, અને જે તેમની અવજ્ઞા કરશે તે જહન્નમમાં દાખલ થશે.

દલીલ : અલ્લાહ તઆલા કહે છે :

﴿إِنَّآ أَرۡسَلۡنَآ إِلَيۡكُمۡ رَسُولٗا شَٰهِدًا عَلَيۡكُمۡ كَمَآ أَرۡسَلۡنَآ إِلَىٰ فِرۡعَوۡنَ رَسُولٗا15 فَعَصَىٰ فِرۡعَوۡنُ ٱلرَّسُولَ فَأَخَذۡنَٰهُ أَخۡذٗا وَبِيلٗا16﴾

નિ:શંક અમે તમારી તરફ એક પયગંબરને તમારા પર સાક્ષી બનાવી મોકલ્યો છે. જેવું કે અમે ફિરઔન તરફ એક પયગંબર મોકલ્યા હતા.15

તો ફિરઔને તે પયગંબરની વાત ન માની તો અમે તેને સખત (સજામાં) પકડી લીધો.16 [અલ્ મુઝમ્મિલ: ૧૫-૧૬].

બીજું: અલ્લાહ એ વાતથી રાજી નથી કે તેની ઈબાદતમાં કોઈને ભાગીદાર બનાવવામાં આવે, ન તો કોઈ ફરિશ્તાને અને ન તો કોઈ નબી અને પયગંબરને; તેની દલીલ અલ્લાહ તઆલાનું ફરમાન છે:

﴿وَأَنَّ ٱلۡمَسَٰجِدَ لِلَّهِ فَلَا تَدۡعُواْ مَعَ ٱللَّهِ أَحَدٗا18﴾

{અને એ કે મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે. બસ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્યને ન પોકારો.૧૮}. [અલ્ જિન: ૧૮].

ત્રીજી બાબત: જે વ્યક્તિ પયગંબરનું આજ્ઞાપાલન કરે અને અલ્લાહને એક માને, તેના માટે અલ્લાહ અને તેના પયગંબરનો વિરોધ કરનાર સાથે મિત્રતા કરવી જાઈઝ નથી, ભલેને તે સૌથી નજીકનો સગો કેમ ન હોય.

દલીલ : અલ્લાહ તઆલા કહે છે :

﴿لَّا تَجِدُ قَوۡمٗا يُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ يُوَآدُّونَ مَنۡ حَآدَّ ٱللَّهَ وَرَسُولَهُۥ وَلَوۡ كَانُوٓاْ ءَابَآءَهُمۡ أَوۡ أَبۡنَآءَهُمۡ أَوۡ إِخۡوَٰنَهُمۡ أَوۡ عَشِيرَتَهُمۡۚ أُوْلَٰٓئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ ٱلۡإِيمَٰنَ وَأَيَّدَهُم بِرُوحٖ مِّنۡهُۖ وَيُدۡخِلُهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ رَضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُۚ أُوْلَٰٓئِكَ حِزۡبُ ٱللَّهِۚ أَلَآ إِنَّ حِزۡبَ ٱللَّهِ هُمُ ٱلۡمُفۡلِحُونَ22﴾

{જે લોકો અલ્લાહ તઆલા અને કિયામતના દિવસ પર ઇમાન ધરાવે છે, તમે ક્યારેય તેમને નહીં જુવો કે તેઓ એવા લોકો સાથે મિત્રતા કરતા હોય, જેઓ અલ્લાહ અને તેના પયગંબરના વિરોધી છે, ભલેને પછી તેમના પિતા, દિકરા અને ભાઇ અથવા તેમના કુંટુબીઓ પણ કેમ ન હોય, આ જ તે લોકો છે, જેમના હૃદયોમાં અલ્લાહ તઆલાએ ઇમાન સાબિત કરી દીધું છે. અને પોતાના તરફથી એક રૂહ તેમની મદદ કારી છે. અલ્લાહ તેમને એવા બગીચામાં દાખલ કરશે, જેની નીચે નહેરો વહી રહી છે. જ્યાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ તેમનાથી ખુશ થઇ ગયો અને તેઓ અલ્લાહથી ખુશ થઇ ગયા, આ અલ્લાહનું જૂથ છે. સાંભળો! ખરેખર અલ્લાહ ના જૂથવાળાઓ જ સફળ થવાવાળા લોકો છે.૨૨} [અલ્ મુજાદલહ: ૨૨].

જાણી લો - અલ્લાહ તમને તેની આજ્ઞાપાલનની તૌફીક આપે -: કે હનીફિય્યહ - ઈબ્રાહીમની મિલ્લત - એ છે કે તમે ફક્ત એક અલ્લાહની જ બંદગી કરો, દીનને તેના માટે જ ખાલિસ કરીને, અને મૂળ આ વસ્તુનો આદેશ અલ્લાહ તઆલાએ દરેકને આપ્યો છે અને તેના માટે જ તેમને પેદા કર્યા છે; જેમકે અલ્લાહ તઆલાએ કહ્યું :

﴿وَمَا خَلَقۡتُ ٱلۡجِنَّ وَٱلۡإِنسَ إِلَّا لِيَعۡبُدُونِ56﴾

{મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે ૫૬}. [અઝ્ ઝારિયાત: ૫૬], અને "યઅબુદુનિ" નો અર્થ છે: તેઓ મને એક માને છે.

અલ્લાહએ જેનો આદેશ આપ્યો છે તેમાં સૌથી મહાન તૌહીદ છે, અને તે છે: ફક્ત અલ્લાહની જ ઈબાદત કરવી.

અને જે બાબતોથી રોકવામાં આવ્યા છે તેમા સૌથી મોટો ગુનોહ શિર્ક છે, શિર્ક એટલે કે: તેની સાથે બીજાને પોકારવું.

દલીલ : અલ્લાહ તઆલા કહે છે :

﴿وَٱعۡبُدُواْ ٱللَّهَ وَلَا تُشۡرِكُواْ بِهِۦ شَيۡـٔٗا...﴾

{અને અલ્લાહ તઆલાની બંદગી કરો અને તેની સાથે કોઇને ભાગીદાર ન ઠેરવો...}. [અન્ નિસા : ૩૬].

બસ, જો તમને પૂછવામાં આવે કે: તે ત્રણ મૂળભૂત સિદ્ધાંતો કયા છે, જેનું જ્ઞાન મેળવવું દરેક માણસ માટે જરૂરી છે?

તો કહો: બંદાએ પોતાના રબને, પોતાના દીનને અને પોતાના નબી મુહમ્મદ ﷺ ને ઓળખવા.

[પહેલો સિદ્ધાંત]

પછી જ્યારે તને પૂછવામાં આવે: તારો પાલનહાર કોણ છે?

તો તમે કહો: મારો પાલનહાર અલ્લાહ છે, જેણે મારું પાલન-પોષણ કર્યું, અને પોતાની નેઅમતો વડે સમગ્ર સૃષ્ટિનું પાલન-પોષણ કર્યું, અને તે જ મારો મઅબૂદ છે, તેના સિવાય મારો કોઈ મઅબૂદ નથી; અને તેની દલીલ અલ્લાહ તઆલાનું આ આયત છે:

﴿ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ2﴾

{દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.૨}. [અલ્ ફાતિહા: ૨]. અને અલ્લાહ સિવાય દરેક વસ્તુ સૃષ્ટિ છે, અને હું તે સૃષ્ટિમાંથી એક છું.

પછી જો તમને પૂછવામાં આવે કે તમે તમારા પાલનહારને કેવી રીતે ઓળખ્યા?

તો કહો: તેની નિશાનીઓ અને તેની સર્જનીઓ વડે.

અને તેની નિશાનીઓ માંથી: દિવસ-રાત અને સૂર્ય-ચંદ્ર.

અને તેના સર્જનોમાંથી છે: સાત આકાશો અને જે કંઈ પણ તેમાં છે, અને સાત ઝમીનો અને જે કંઈ પણ તેમાં છે, અને જે કંઈ તે બન્નેની વચ્ચે છે.

તેની દલીલ, અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿وَمِنۡ ءَايَٰتِهِ ٱلَّيۡلُ وَٱلنَّهَارُ وَٱلشَّمۡسُ وَٱلۡقَمَرُۚ لَا تَسۡجُدُواْ لِلشَّمۡسِ وَلَا لِلۡقَمَرِ وَٱسۡجُدُواْۤ لِلَّهِۤ ٱلَّذِي خَلَقَهُنَّ إِن كُنتُمۡ إِيَّاهُ تَعۡبُدُونَ37﴾

{દિવસ-રાત અને સૂર્ય-ચંદ્ર (તેની જ) નિશાનીઓ માંથી છે, તમે સૂર્યને સિજદો ન કરો અને ન તો ચંદ્રને, પરંતુ સિજદો તે અલ્લાહ માટે કરો, જેણે તે સૌનું સર્જન કર્યું, જો તમારે તેની જ બંદગી કરવી હોય તો ૩૭}. [ફુસ્સિલત: ૩૭].

અને અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ يُغۡشِي ٱلَّيۡلَ ٱلنَّهَارَ يَطۡلُبُهُۥ حَثِيثٗا وَٱلشَّمۡسَ وَٱلۡقَمَرَ وَٱلنُّجُومَ مُسَخَّرَٰتِۭ بِأَمۡرِهِۦٓۗ أَلَا لَهُ ٱلۡخَلۡقُ وَٱلۡأَمۡرُۗ تَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ54﴾

{નિ:શંક તમારો પાલનહાર તે અલ્લાહ જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન છ દિવસમાં કર્યુ, પછી અર્શ પર બિરાજમાન થયો, તે દિવસને રાત વડે છુપાવી દે છે, પછી દિવસ રાતનો પાછળ નીકળી આવે છે, અને સૂર્ય, ચંદ્ર અને તારાઓ આ બધી વસ્તુઓ તે (અલ્લાહ)ના હુકમનું અનુસરણ કરે છે, યાદ રાખો! તેણે જ સર્જન કર્યું છે, તો આદેશ પણ તેનો જ ચાલશે, અલ્લાહ ખૂબ જ બરક્તવાળો છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે ૫૪}. [અલ્ અઅરાફ: ૫૪].

અને રબ જ મઅબૂદ્ છે; તેની દલીલ, અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱعۡبُدُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُمۡ وَٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُونَ21 ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ فِرَٰشٗا وَٱلسَّمَآءَ بِنَآءٗ وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجَ بِهِۦ مِنَ ٱلثَّمَرَٰتِ رِزۡقٗا لَّكُمۡۖ فَلَا تَجۡعَلُواْ لِلَّهِ أَندَادٗا وَأَنتُمۡ تَعۡلَمُونَ22﴾

{હે લોકો! પોતાના તે પાલનહારની બંદગી કરો, જેણે તમને પણ પેદા કર્યા અને તમારા પહેલાના લોકોને પણ, (અને તેની ઈબાદત એટલા માટે કરો) કે તમે પરહેજગાર બની શકો.૨૧

{તે અલ્લાહની (ઈબાદત કરો) જેણે તમારા માટે ધરતીને પાથરણું અને આકાશને છત બનાવ્યું અને આકાશમાંથી પાણી વરસાવી તેનાથી ફળ પૈદા કરી તમને રોજી આપી, ખબરદાર! (આ બધી વાતો) જાણતા હોવા છતાંય અલ્લાહની સાથે બીજાને ભાગીદાર ન બનાવશો.} [અલ્ બકરહ: ૨૧-૨૨].

ઈમામ ઈબ્ને કષીર રહિમહુલ્લાહએ કહ્યું: આ વસ્તુઓને પેદા કરવાવાળો જ ઈબાદતને લાયક છે.

અને ઈબાદતના જે પ્રકારોનો અલ્લાહ એ આદેશ આપ્યો છે તે આ છે: જેમ કે ઇસ્લામ, ઈમાન અને ઇહસાન; અને તેમાંથી જ છે: દુઆ, ખોફ, ઉમ્મીદ, તવક્કુલ, રગબત, રહબત, ખુશૂઅ, ખશિયત, ઇનાબત, મદદ માંગવી, આશરો લેવો, મુસીબતમાં અલ્લાહને પોકારવો, ઝબેહ કરવું, અને નઝર માનવી, અને આ સિવાય ઈબાદતના બીજા પ્રકારો જેનો અલ્લાહ એ હુકમ આપ્યો છે. આ બધીજ ઈબાદતો ફક્ત અલ્લાહ તઆલા માટે જ છે. અને તેની દલીલ અલ્લાહ તઆલાનું ફરમાન છે:

﴿وَأَنَّ ٱلۡمَسَٰجِدَ لِلَّهِ فَلَا تَدۡعُواْ مَعَ ٱللَّهِ أَحَدٗا18﴾

અને એ કે મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે. બસ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્યને ન પોકારો ૧૮}. [અલ્ જિન: ૧૮].

બસ! જે કોઈએ તેમાંથી કોઈ પણ વસ્તુ અલ્લાહ સિવાય બીજા કોઈના માટે સાબિત કરી, તો તે મુશરિક, કાફિર છે; અને તેની દલીલ અલ્લાહ તઆલાએ કહ્યું :

﴿وَمَن يَدۡعُ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ لَا بُرۡهَٰنَ لَهُۥ بِهِۦ فَإِنَّمَا حِسَابُهُۥ عِندَ رَبِّهِۦٓۚ إِنَّهُۥ لَا يُفۡلِحُ ٱلۡكَٰفِرُونَ117﴾

જે વ્યક્તિ અલ્લાહ સાથે કોઈ બીજા ઇલાહને પોકારશે, જેનો કોઈ પુરાવો તેમની પાસે નથી, બસ! તેનો હિસાબ તો તેના પાલનહાર પાસે જ છે, આવા કાફિર ક્યારેય સફળ નહીં થાય૧૧૭}. [અલ્ મુઅમિનૂન: ૧૧૭].

હદીષમાં છે:

"الدُّعَاءُ مُخُّ العِبَادَةِ".

«દુઆ ઈબાદતનો સાર છે».

દલીલ : અલ્લાહ તઆલાએ કહ્યું :

﴿وَقَالَ رَبُّكُمُ ٱدۡعُونِيٓ أَسۡتَجِبۡ لَكُمۡۚ إِنَّ ٱلَّذِينَ يَسۡتَكۡبِرُونَ عَنۡ عِبَادَتِي سَيَدۡخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ60﴾

અને તમારા પાલનહારનો આદેશ છે કે તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે૬૦}. [ગાફિર : ૬૦].

ડર માટેનો પુરાવો, અલ્લાહ તઆલાએ કહ્યું :

﴿...فَلَا تَخَافُوهُمۡ وَخَافُونِ إِن كُنتُم مُّؤۡمِنِينَ﴾

{...તમે તે ઇન્કારીઓથી ભયભીત ન થાઓ અને મારો ડર રાખો, જો તમે ઇમાનવાળાઓ હોય}. [આલિ ઇમરાન: ૧૭૫].

ફક્ત એક અલ્લાહ પાસે જ સવાબની આશા રાખવી જોઈએ તેનો પુરાવો : અલ્લાહ તઆલા કહે છે :

﴿...فَمَن كَانَ يَرۡجُواْ لِقَآءَ رَبِّهِۦ فَلۡيَعۡمَلۡ عَمَلٗا صَٰلِحٗا وَلَا يُشۡرِكۡ بِعِبَادَةِ رَبِّهِۦٓ أَحَدَۢا﴾

{...તો જેને પણ પોતાના પાલનહારની સાથે મુલાકાતની ઇચ્છા હોય તેણે સત્કાર્ય કરવા જોઇએ અને પોતાના પાલનહારની બંદગીમાં કોઈ બીજાને ભાગીદાર ન ઠેરવે}. [અલ્ કહફ : ૧૧૦].

તવક્કુલ (અલ્લાહ પર સંપૂર્ણ ભરોસો કરવો)નો પુરાવો : અલ્લાહ તઆલા કહે છે :

﴿...وَعَلَى ٱللَّهِ فَتَوَكَّلُوٓاْ إِن كُنتُم مُّؤۡمِنِينَ﴾

{...અને જો તમે ઈમાનવાળાઓ હોવ તો તમારે અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ}. [અલ્ માઈદહ: ૨૩], અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું:

﴿...وَمَن يَتَوَكَّلۡ عَلَى ٱللَّهِ فَهُوَ حَسۡبُهُ...﴾

{...અને જે વ્યક્તિ અલ્લાહ પર ભરોસો કરશે તો અલ્લાહ તેના માટે પૂરતો છે}. [અત્ તલાક: ૩].

નેકી કરી સવાબની આશા તેમજ ગુનાહ પર મળતી સજા અને ભય. : અલ્લાહ તઆલા કહે છે :

﴿...إِنَّهُمۡ كَانُواْ يُسَٰرِعُونَ فِي ٱلۡخَيۡرَٰتِ وَيَدۡعُونَنَا رَغَبٗا وَرَهَبٗاۖ وَكَانُواْ لَنَا خَٰشِعِينَ﴾

{...આ બધા પ્રભુત્વશાળી લોકો સત્કાર્ય તરફ ઉતાવળ કરતા હતાં અને અમને આશા અને ડર બન્નેની સાથે પોકારતા હતાં અને અમારી સામે આજીજી કરવાવાળા હતાં}. [અલ્ અન્બિયા : ૯૦].

ખરેખર ડર માટે પુરાવો : અલ્લાહ તઆલા કહે છે :

﴿...فَلَا تَخۡشَوۡهُمۡ وَٱخۡشَوۡنِ...﴾

{...તમે તેઓથી ન ડરશો અને મારાથી ડરતા રહેજો}. [અલ્ માઈદહ: ૩].

અલ્લાહ તરફ ઝૂકી જવું, તેનો પુરાવો : અલ્લાહ તઆલા કહે છે :

﴿وَأَنِيبُوٓاْ إِلَىٰ رَبِّكُمۡ وَأَسۡلِمُواْ لَهُ...﴾

{...તમે પોતાના પાલનહાર તરફ ઝૂકી જાઓ અને તેના આદેશોનું પાલન કરતા રહો...}. [અઝ્ ઝુમર: ૫૪].

ઇસ્તિઆનત (ફક્ત અલ્લાહ પાસે જ મદદ તલબ કરવામાં આવે} તેનો પુરાવો: અલ્લાહ તઆલા કહે છે :

﴿إِيَّاكَ نَعۡبُدُ وَإِيَّاكَ نَسۡتَعِينُ5﴾

{અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ૫}. [અલ્ ફાતિહા : ૫]. હદીષમાં છે:

"إِذَا اسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاللَّهِ".

"જ્યારે તમે મદદ માંગો તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માંગો."

ઇસ્તિઆઝા (અલ્લાહનું જ શરણ માંગવામાં આવે) પુરાવો : અલ્લાહ તઆલા કહે છે :

﴿قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ1﴾

{તમે કહી દો! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું૧}. [અલ્ ફલક: ૧] અને

﴿قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ1﴾

{તમે કહી દો! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું૧}. [અન્ નાસ:૧].

ઇસ્તિગાસા (ફરિયાદ પર તેની સામે જ કરવામાં આવે) પુરાવો : અલ્લાહ તઆલા કહે છે :

﴿إِذۡ تَسۡتَغِيثُونَ رَبَّكُمۡ فَٱسۡتَجَابَ لَكُمۡ...﴾

{(તે સમયને યાદ કરો) જ્યારે કે તમે પોતાના પાલનહાર સામે ફરિયાદ કરી રહ્યા હતા, પછી અલ્લાહ તઆલાએ તમારી (ફરિયાદ) સાંભળી લીધી...}. [અલ્ અન્ફાલ: ૯].

ઝબહની દલીલ, અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿قُلۡ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحۡيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ162 لَا شَرِيكَ لَهُ...﴾

{તમે કહી દો કે, નિ:શંક મારી નમાઝ, અને મારી દરેક બંદગીઓ અને મારું જીવન અને મારું મૃત્યુ, આ બધું ફકત અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો માલિક છે.૧૬૨

તેનો કોઇ ભાગીદાર નથી...}. [અલ્ અન્આમ : ૧૬૨-૧૬૩], આપ ﷺ ની સુન્નત માંથી:

"لَعَنَ اللَّهُ مَنْ ذَبَحَ لِغَيْرِ اللَّهِ".

«અલ્લાહની લઅનત થાય તે વ્યક્તિ પર, જે અલ્લાહ સિવાય અન્ય માટે જાનવર ઝબેહ કરે»

નઝર (મન્નત) ની દલીલ : અલ્લાહ તઆલા કહે છે :

﴿يُوفُونَ بِٱلنَّذۡرِ وَيَخَافُونَ يَوۡمٗا كَانَ شَرُّهُۥ مُسۡتَطِيرٗا7﴾

{આ તે લોકો હશે, જેઓ પોતાની નઝર પુરી કરે છે. અને તે દિવસથી ડરે છે, જેની આપત્તિ ચારેય બાજુ ફેલાયેલી હશે૭}. [અલ્ ઇન્સાન : ૭].

[બીજો નિયમ]

દલીલો સાથે ઇસ્લામ દીનનું જ્ઞાન, અને તે છે: અલ્લાહની તોહીદનો સ્વીકાર કરવો અને અલ્લાહ સમક્ષ માથું જુકાવી દેવું, આજ્ઞાકારી બની તેનો આદેશ માની લેવો અને શિર્ક તેમજ શિર્ક કરવાવાળાઓના માર્ગથી દૂર રહેવું.

અને તે ત્રણ દરજ્જા છે: ઇસ્લામ, ઈમાન અને એહસાન.

અને દરેક ક્રમના અરકાન (સ્તંભ) હોય છે.

ઇસ્લામના પાંચ પિલરો છે: તે વાતની સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના પયગંબર છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, રમઝાનના રોઝા રાખવા, અને બૈતુલ્લાહનો હજ્જ કરવો.

શહાદતની દલીલ : અલ્લાહ તઆલા કહે છે :

﴿شَهِدَ ٱللَّهُ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّا هُوَ وَٱلۡمَلَٰٓئِكَةُ وَأُوْلُواْ ٱلۡعِلۡمِ قَآئِمَۢا بِٱلۡقِسۡطِۚ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ18﴾

{અલ્લાહ તઆલાએ, ફરિશ્તાઓએ અને જ્ઞાનવાળાઓએ એ વાતની સાક્ષી આપે છે કે અલ્લાહ તઆલા સિવાય કોઇ ઇલાહ નથી અને તે હંમેશા ન્યાય કરવાવાળો છે, તે વિજયી અને હિકમતવાળા સિવાય કોઇ બંદગીને લાયક નથી૧૮}. [આલિ ઇમરાન: ૧૮].

અને તેનો અર્થ થાય છે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી.

લા ઇલાહ" એટલે અલ્લાહ સિવાય જેની પણ ઈબાદત કરવામાં આવે છે તે દરેકનો ઇન્કાર કરવો.

ઇલ્લલ્લાહ" ઈબાદતને ફક્ત એક અલ્લાહ માટે જ સાબિત કરવુ.

અલ્લાહની ઈબાદતમાં તેનો કોઈ ભાગીદાર નથી, જેવી રીતે તેના સામ્રાજ્યમાં તેનો કોઈ ભાગીદાર નથી.

અને તેની સમજૂતી જે તેને સ્પષ્ટ કરે છે તે અલ્લાહ તઆલાનો આદેશ છે:

﴿وَإِذۡ قَالَ إِبۡرَٰهِيمُ لِأَبِيهِ وَقَوۡمِهِۦٓ إِنَّنِي بَرَآءٞ مِّمَّا تَعۡبُدُونَ26 إِلَّا ٱلَّذِي فَطَرَنِي..﴾

{અને (તે સમયને યાદ કરો) જ્યારે ઇબ્રાહીમે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે હું તે વસ્તુને નથી માનતો, જેની બંદગી તમે કરો છો.૨૬

હું તો ફક્ત તેની જ બંદગી કરું છું, જેણે મારું સર્જન કર્યું..} [અઝ્ ઝુખ્રુફ: ૨૬-૨૭]، અને અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿قُلۡ يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ تَعَالَوۡاْ إِلَىٰ كَلِمَةٖ سَوَآءِۭ بَيۡنَنَا وَبَيۡنَكُمۡ أَلَّا نَعۡبُدَ إِلَّا ٱللَّهَ وَلَا نُشۡرِكَ بِهِۦ شَيۡـٔٗا وَلَا يَتَّخِذَ بَعۡضُنَا بَعۡضًا أَرۡبَابٗا مِّن دُونِ ٱللَّهِۚ فَإِن تَوَلَّوۡاْ فَقُولُواْ ٱشۡهَدُواْ بِأَنَّا مُسۡلِمُونَ64﴾

{તમે કહી દો કે હે કિતાબવાળાઓ! એવી ન્યાયવાળી વાત તરફ આવો જે અમારા અને તમારામાં સમાન છે, અને એ વાત એ કે આપણે અલ્લાહ તઆલા સિવાય કોઇની બંદગી ન કરીએ, ન તેની સાથે કોઇને ભાગીદાર ઠેરવીએ, ન તો તમારા માંથી કોઈ વ્યક્તિ અલ્લાહ તઆલાને છોડીને અન્યને રબ બનાવે, જો તેઓ આ વાતથી મોઢું ફેરવી લેં તો તમે કહી દો કે સાક્ષી રહો અમે તો મુસલમાન છે૬૪}. [આલિ ઇમરાન : ૬૪].

અને મુહમ્મદ અલ્લાહના પયગંબર હોવાના પુરાવા; અલ્લાહ તઆલાનો આદેશ છે:

﴿لَقَدۡ جَآءَكُمۡ رَسُولٞ مِّنۡ أَنفُسِكُمۡ عَزِيزٌ عَلَيۡهِ مَا عَنِتُّمۡ حَرِيصٌ عَلَيۡكُم بِٱلۡمُؤۡمِنِينَ رَءُوفٞ رَّحِيمٞ128﴾

{(લોકો) તમારી પાસે એક એવા પયગંબર આવ્યા છે, જે તમારા માંથી જ છે, જો તમને કોઈ તકલીફ પહોચે તો તેને સારું નથી લાગતું, જે તમારા ફાયદા માટે ઘણા ઇચ્છુક હોય છે, મોમિનો માટે ખૂબ જ દયાળુ અને માયાળુ છે૧૨૮}. [અત્ તૌબા: ૧૨૮].

અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, એ સાક્ષીનો અર્થ: તેમણે જે આદેશ આપ્યો તેનું અનુસરણ કરવું, તેમણે જે ખબર આપી તેની પુષ્ટિ કરવી, જે વાતોથી રોક્યા અને સચેત કર્યા હોય તેનાથી બચવું, અને અલ્લાહની ઈબાદત ફક્ત તેમણે વર્ણવેલ નિયમ પ્રમાણે જ કરવી.

નમાઝ, ઝકાત અને તોહીદની સમજૂતી માટે પુરાવા : અલ્લાહ તઆલા કહે છે:

﴿وَمَآ أُمِرُوٓاْ إِلَّا لِيَعۡبُدُواْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ حُنَفَآءَ وَيُقِيمُواْ ٱلصَّلَوٰةَ وَيُؤۡتُواْ ٱلزَّكَوٰةَۚ وَذَٰلِكَ دِينُ ٱلۡقَيِّمَةِ5﴾

{અને તેમને આદેશ તો એ જ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઈબાદત એવી રીતે કરે કે બંદગી તરફ એકત્રિત થઇ ફક્ત તેના માટે જ કરે, અને નમાઝને કાયમ કરે., તેમજ ઝકાત આપતા રહે. આ જ સાચો દીન છે૫}. [અલ્ બય્યિનહ: ૫].

રોઝાની દલીલ : અલ્લાહ તઆલા કહે છે :

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ كُتِبَ عَلَيۡكُمُ ٱلصِّيَامُ كَمَا كُتِبَ عَلَى ٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُونَ183﴾

{હે ઇમાનવાળાઓ! તમારા પર રોઝા રાખવા જરૂરી કરી દેવામાં આવ્યા છે, જેવી રીતે તમારા પહેલાના લોકો પર જરૂરી કરી દેવામાં આવ્યા હતા, જેથી તમે ડરવાવાળા બની જાઓ.૧૮૩}. [અલ્ બકરહ : ૧૮૩].

હજ માટે અલ્લાહએ કહ્યું :

﴿...وَلِلَّهِ عَلَى ٱلنَّاسِ حِجُّ ٱلۡبَيۡتِ مَنِ ٱسۡتَطَاعَ إِلَيۡهِ سَبِيلٗاۚ وَمَن كَفَرَ فَإِنَّ ٱللَّهَ غَنِيٌّ عَنِ ٱلۡعَٰلَمِينَ﴾

{અને લોકો પર અલ્લાહ તઆલાનો હક એ છે કે જે વ્યક્તિ તેના ઘર સુધી પહોંચી શકતો હોય તે આ ઘરનો હજ કરે, અને જે કોઇ આ આદેશનો ઇન્કાર કરશે (તે સારી રીતે સમજી લે) કે અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિથી બેનિયાઝ છે૯૭}. [આલિ ઇમરાન : ૯૭].

બીજો દરજ્જો: ઈમાન; અને તેની સિત્તેર કરતા વધુ શાખાઓ છે, સૌથી ઉચ્ચ શાખા લા ઇલાહ ઇલ્લલ્લાહુ કહેવું, અને સૌથી નીચી શાખા રસ્તા વચ્ચેથી તકલીફ આપનારી વસ્તુ હટાવવી, અને હયા ઈમાનની શાખાઓ માંથી છે.

અને તેના છ અરકાન છે: અલ્લાહ પર, તેના ફરિશ્તાઓ પર, તેની કિતાબો પર, તેના પયગંબરો પર, આખિરતના દિવસ પર, અને સારી તેમજ ખરાબ તકદીર પર ઈમાન લાવવું.

આ છ સિદ્ધાંતો માટે કહેવામાં આવ્યું :

﴿لَّيۡسَ ٱلۡبِرَّ أَن تُوَلُّواْ وُجُوهَكُمۡ قِبَلَ ٱلۡمَشۡرِقِ وَٱلۡمَغۡرِبِ وَلَٰكِنَّ ٱلۡبِرَّ مَنۡ ءَامَنَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَٱلۡمَلَٰٓئِكَةِ وَٱلۡكِتَٰبِ وَٱلنَّبِيِّـۧنَ...﴾

{નેકી પુર્વ અને પશ્ર્ચિમ તરફ મોઢું કરવામાં જ નથી પરંતુ ખરેખર નેકી તે છે કે કોઈ વ્યક્તિ અલ્લાહ તઆલા પર, કયામતના દિવસ પર, ફરિશ્તાઓ પર, અલ્લાહની કિતાબ પર અને પયગંબરો પર ઇમાન ધરાવે છે...}. [અલ્ બકરહ : ૧૭૭].

તકદીર માટે પુરાવો : અલ્લાહ તઆલા કહે છે :

﴿إِنَّا كُلَّ شَيۡءٍ خَلَقۡنَٰهُ بِقَدَرٖ49﴾

{નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે૪૯}. [અલ્ કમર: ૪૯].

ત્રીજો દરજ્જો: એહસાન. તેનો એક જ સિદ્ધાંત છે: તમે અલ્લાહની ઈબાદત એવી રીતે કરો જાણે કે તમે તેને જોઈ રહ્યા છો, અને જો તમે તેને જોઈ નથી શકતા, તો તે તો તમને જોઈ જ રહ્યો છે.

તેની દલીલ, અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿إِنَّ ٱللَّهَ مَعَ ٱلَّذِينَ ٱتَّقَواْ وَّٱلَّذِينَ هُم مُّحۡسِنُونَ128﴾

{નિ:શંક અલ્લાહ તઆલા પરહેજગારો અને સદાચારી લોકો સાથે છે૧૨૮}. [અન્ નહલ: ૧૨૮].

અને અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿وَتَوَكَّلۡ عَلَى ٱلۡعَزِيزِ ٱلرَّحِيمِ217 ٱلَّذِي يَرَىٰكَ حِينَ تَقُومُ218 وَتَقَلُّبَكَ فِي ٱلسَّٰجِدِينَ219﴾

{અને વિજયી, દયાળુ અલ્લાહ પર ભરોસો કર. ૨૧૭

જે તમને જોતો રહે છે, જ્યારે તમે (ઈબાદત માટે) ઊભા થાવ છો૨૧૮

અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારા (રૂકુઅ અને સીજદા)ને પણ જોવે છે.219}. [અશ્ શુઅરાઅ : ૨૧૭-૨૧૯].

અને અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿وَمَا تَكُونُ فِي شَأۡنٖ وَمَا تَتۡلُواْ مِنۡهُ مِن قُرۡءَانٖ وَلَا تَعۡمَلُونَ مِنۡ عَمَلٍ إِلَّا كُنَّا عَلَيۡكُمۡ شُهُودًا إِذۡ تُفِيضُونَ فِيهِ...﴾

{(હે નબી!) તમે કોઈ પણ સ્થિતિમાં હોવ અને જે કંઈ પણ કુરઆન માંથી પઢી રહ્યા છો અને જે કંઈ પણ કાર્ય કરો છો અમે બધું જ જાણીએ છીએ જ્યારે તમે તે કાર્યમાં વ્યસ્ત હોવ છો...} [યૂનુસ: ૬૧]. સંપૂર્ણ આયત.

અને સુન્નતથી દલીલ: જિબ્રઈલની પ્રખ્યાત હદીષ, ઉમર રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે, તેમણે કહ્યું:

"بَيْنَمَا نَحْنُ عِنْدَ رَسُولِ اللَّهِ ﷺ ذَاتَ يَوْمٍ، إِذْ طَلَعَ عَلَيْنَا رَجُلٌ، شَدِيدُ بَيَاضِ الثِّيَابِ، شَدِيدُ سَوَادِ الشَّعَرِ، لَا يُرَى عَلَيْهِ أَثَرُ السَّفَرِ، وَلَا يَعْرِفُهُ مِنَّا أَحَدٌ، حَتَّى جَلَسَ إِلَى النَّبِيِّ ﷺ فَأَسْنَدَ رُكْبَتَيْهِ إِلَى رُكْبَتَيْهِ، وَوَضَعَ كَفَّيْهِ عَلَى فَخِذَيْهِ، وَقَالَ: يَا مُحَمَّدُ !

એક દિવસે અમે આપ ﷺ પાસે બેઠા હતા અચાનક એક વ્યક્તિ અમારી પાસે આવી પહોંચ્યો, જેના કપડાં એકદમ સફેદ અને વાળ ખૂબ કાળા હતા, તેના પર સફરની કોઈ નિશાની દેખાતી ન હતી અને અમારામાંથી કોઈ તેને ઓળખતું પણ ન હતું, અહીં સુધી કે તે આપ ﷺ પાસે બેસી ગયો, તેણે પોતાના ઘૂંટણ આપ ﷺ ના ઘૂંટણ સાથે ભેગા કરી દીધા અને પોતાની હથેળીઓને પોતાની સાથળ ઉપર મૂકી દીધી, અને કહ્યું: હે મુહમ્મદ!

أَخْبِرْنِي عَنِ الإِسْلَامِ؟

ઇસ્લામ વિશે માહિતી આપો?

فَقَالَ رَسُولُ اللَّهِ ﷺ: الإِسْلَامُ: أَنْ تَشْهَدَ أَلَّا إِلَهَ إِلَّا اللَّهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللَّهِ، وَتُقِيمَ الصَّلَاةَ، وَتُؤْتِيَ الزَّكَاةَ، وَتَصُومَ رَمَضَانَ، وَتَحُجَّ البَيْتَ إِنِ اسْتَطَعْتَ إِلَيْهِ سَبِيلًا، قَالَ: صَدَقْتَ - فَعَجِبْنَا لَهُ، يَسْأَلُهُ وَيُصَدِّقُهُ –.

તો અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: ઇસ્લામ: તમે તે વાતની ગવાહી આપો કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરો, ઝકાત આપો, રમઝાનના રોઝા રાખો, અને જો શક્તિ ધરાવતા હોય તો બૈતુલ્લાહનો હજ કરો, તેમણે કહ્યું: તમે સાચું કહ્યું - તો અમને તેના પર આશ્ચર્ય થયું, કે તેઓ સવાલ પણ કરે છે અને તેની પુષ્ટિ પણ કરે છે :

قَالَ: فَأَخْبِرْنِي عَنِ الْإِيمَانِ؟

તેમણે કહ્યું: મને ઈમાન વિશે જણાવો?

قَالَ: أَنْ تُؤْمِنَ بِاللَّهِ، وَمَلَائِكَتِهِ، وَكُتُبِهِ، وَرُسُلِهِ، وَاليَوْمِ الْآخِرِ، وَتُؤْمِنَ بِالقَدَرِ خَيْرِهِ وَشَرِّهِ، قَالَ: صَدَقْتَ.

કહ્યું: તમે અલ્લાહ પર, તેના ફરિશ્તાઓ પર, તેની કિતાબો પર, તેના પયગંબરો પર અને કયામતના દિવસ પર ઈમાન લાવો, અને તકદીરના સારા અને ખરાબ હોવા પર ઈમાન લાવો, તેણે કહ્યું: તમે સાચું કહ્યું.

قَالَ: فَأَخْبِرْنِي عَنِ الْإِحْسَانِ؟

તેણે કહ્યું: તો મને એહસાન વિષે જણાવો?

قَالَ: أَنْ تَعْبُدَ اللَّهَ كَأَنَّكَ تَرَاهُ، فَإِنْ لَمْ تَكُنْ تَرَاهُ فَإِنَّهُ يَرَاكَ.

તેમણે કહ્યું: તમે અલ્લાહની ઈબાદત એવી રીતે કરો, જેવું કે તમે તેને જોઈ રહ્યા છો, અને જો તમે તેને જોઈ નથી શકતા, તો તે તો તમને જોઈ જ રહ્યો છે.

قَالَ: فَأَخْبِرْنِي عَنِ السَّاعَةِ؟

તેણે કહ્યું: તો મને કયામત વિશે જણાવો?

قَالَ: مَا المَسْؤُولُ عَنْهَا بِأَعْلَمَ مِنَ السَّائِلِ.

તેમણે કહ્યું: "જેને તેના વિશે સવાલ કરવામાં આવ્યો છે, તે સવાલ કરનાર કરતાં વધુ જાણતો નથી.

قَالَ: فَأَخْبِرْنِي عَنْ أَمَارَاتِهَا؟

તેણે કહ્યું: તો મને તેની નિશાનીઓ વિશે જણાવો?

قَالَ: أَنْ تَلِدَ الأَمَةُ رَبَّتَهَا، وَأَنْ تَرَى الحُفَاةَ العُرَاةَ العَالَةَ رِعَاءَ الشَّاءِ، يَتَطَاوَلُونَ فِي البُنْيَانِ.

કહ્યું: દાસી તેની માલકિનને જન્મ આપે, અને તમે ઉઘાડા પગવાળા, નગ્ન લોકોને, કંગાળ, ઘેટાં-બકરાં ચરાવનારાઓને ઊંચી ઇમારતો બનાવવામાં એકબીજાથી સ્પર્ધા કરતા જોશો.

قَالَ: ثُمَّ انْطَلَقَ فَلَبِثْتُ مَلِيًّا، ثُمَّ قَالَ لِي: يَا عُمَرُ! أَتَدْرِي مَنِ السَّائِلُ؟ قُلْتُ: اللَّهُ وَرَسُولُهُ أَعْلَمُ، قَالَ: فَإِنَّهُ جِبْرِيلُ، أَتَاكُمْ يُعَلِّمُكُمْ دِينَكُمْ".

(ઉમર રઝી અલ્લાહુ અન્હુ) કહે છે: પછી તે (સવાલ કરનાર) ચાલ્યો ગયો, હું ઘણી વાર સુધી રોકાયો, પછી આપ ﷺ એ મને પૂછ્યું: «ઉમર! જાણો છો આ સવાલ કરનાર કોણ હતો?» મેં કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ જ વધારે જાણે છે, આપ ﷺ એ કહ્યું: «આ જિબ્રઇલ હતા, જેઓ તમને તમારો દીન શીખવાડવા આવ્યા હતા».

[અલ્ અસ્લ અસ્ સાલિસ].

તમારા નબી મુહમ્મદ ﷺ, તેઓ મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ્ મુત્તલિબ બિન હાશિમ છે, અને હાશિમ કુરેશ માંથી છે, અને કુરેશ અરબ માંથી છે, અને અરબ ઈસ્માઈલ બિન ઈબ્રાહિમની સંતાન માંથી છે, તેમના પર અને આપણા વ્હાલા નબી પર લાખો કરોડો દરૂદ અને સલામ.

આપની ઉંમર ત્રેસઠ વર્ષની હતી, જેમાંથી ચાળીસ વર્ષ નુબૂવ્વત પહેલાના, અને ત્રેવીસ વર્ષ પયગંબરીની સ્થિતિમાં હતા.

આપને 'ઇકરા' (પઢો) આ આયત ઉતારી આપને નબી બનાવવામાં આવ્યા, અને 'અલ-મુદ્દસ્સિર' થી રસૂલ બનાવવામાં આવ્યા, અને આપનું વતન મક્કા હતું.

અલ્લાહ તઆલાએ તેમને શિર્કથી સચેત કરવા અને તૌહીદ તરફ આમંત્રિત કરવા માટે મોકલ્યા; અને તેની દલીલ અલ્લાહ તઆલાનું કથન છે:

﴿يَٰٓأَيُّهَا ٱلۡمُدَّثِّرُ1 قُمۡ فَأَنذِرۡ2 وَرَبَّكَ فَكَبِّرۡ3 وَثِيَابَكَ فَطَهِّرۡ4 وَٱلرُّجۡزَ فَٱهۡجُرۡ5 وَلَا تَمۡنُن تَسۡتَكۡثِرُ6 وَلِرَبِّكَ فَٱصۡبِرۡ7﴾

{હે (મુહમ્મદ) ! જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો.1

ઉઠો અને (લોકોને ખરાબ પરિણામથી) ડરાવો.2

અને પોતાના પાલનહારની મહાનતા બયાન કરો3

અને પોતાના કપડા પાક સાફ રાખો.4

અને ગંદકીથી દૂર રહો.5

અને વધુ પ્રાપ્તિ માટે એહસાન ન કરશો.6

અને પોતાના પાલનહાર માટે સબર કરો.7}. [અલ્ મુદષ્ષિર: ૧-૭].

અને તેનો અર્થ

﴿قُمۡ فَأَنذِرۡ﴾

ઉઠો અને (લોકોને ખરાબ પરિણામથી) ડરાવો. શિર્કથી ડરાવો અને તૌહીદ તરફ બોલાવવું.

﴿وَرَبَّكَ فَكَبِّرۡ﴾

{અને પોતાના પાલનહારની મહાનતા બયાન કરો}

અર્થાત્: તૌહીદ વડે તેની મહાનતા બયાન કર.

﴿وَثِيَابَكَ فَطَهِّرۡ﴾

{અને પોતાના કપડા પાક સાફ રાખો.}

એટલે કે, પોતાના અમલોને શિર્કથી પાક કરો.

﴿وَٱلرُّجۡزَ فَٱهۡجُرۡ﴾

{અને ગંદકીથી દૂર રહો.}

અર-રુજ્ઝ: મૂર્તિઓ. તેને છોડી દેવું: અર્થાત્ તેનાથી અળગા રહો, તેમજ તેનાથી અને તેમાં સપડાયેલા લોકોને નકારવા.

આપ ﷺ દસ વર્ષ સુધી તૌહીદ તરફ લોકોને બોલાવતા રહ્યા અને દસ વર્ષ પછી આપને આકાશ તરફ લઈ જવામાં આવ્યા, અને આપ પર પાંચ વક્તની નમાઝ ફર્ઝ કરવામાં આવી, અને આપ ﷺ એ મક્કહમાં ત્રણ વર્ષ સુધી નમાઝ પઢી, ત્યાર પછી આપને મદીના તરફ હિજરત કરવાનો આદેશ આપવામાં આવ્યો.

હિજરત: શિર્કના શહેરમાંથી નીકળી ઇસ્લામી શહેર તરફ જવું.

અને આ ઉમ્મત પર શિર્કના શહેરમાંથી ઇસ્લામી શહેર તરફ હિજરત કરવી ફરજ છે, અને તે કયામત સુધી બાકી રહેશે.

તેના પુરાવા રૂપે, અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿إِنَّ ٱلَّذِينَ تَوَفَّىٰهُمُ ٱلۡمَلَٰٓئِكَةُ ظَالِمِيٓ أَنفُسِهِمۡ قَالُواْ فِيمَ كُنتُمۡۖ قَالُواْ كُنَّا مُسۡتَضۡعَفِينَ فِي ٱلۡأَرۡضِۚ قَالُوٓاْ أَلَمۡ تَكُنۡ أَرۡضُ ٱللَّهِ وَٰسِعَةٗ فَتُهَاجِرُواْ فِيهَاۚ فَأُوْلَٰٓئِكَ مَأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ وَسَآءَتۡ مَصِيرًا97 إِلَّا ٱلۡمُسۡتَضۡعَفِينَ مِنَ ٱلرِّجَالِ وَٱلنِّسَآءِ وَٱلۡوِلۡدَٰنِ لَا يَسۡتَطِيعُونَ حِيلَةٗ وَلَا يَهۡتَدُونَ سَبِيلٗا98﴾

{જે લોકો પોતાના પર અત્યાચાર કરે છે, જ્યારે ફરિશ્તાઓ તેઓનો પ્રાણ કાઢે છે તો પૂછે છે તમે કેવી સ્થિતિમાં હતા? આ લોકો જવાબ આપે છે કે અમે અમારી જગ્યાએ અશક્ત અને વિવશ હતા, ફરિશ્તાઓ જવાબ આપે છે શું અલ્લાહ તઆલાની ધરતી વિશાળ ન હતી કે તમે હિજરત કરી જતા? આ જ તે લોકો છે, જેમનું ઠેકાણું જહન્નમ છે અને તે ખરાબ ઠેકાણું છે૯૭

પરંતુ જે પુરુષ, સ્ત્રીઓ અને બાળકો લાચાર છે, જેઓ ત્યાંથી નીકળવાનો કોઈ માર્ગ અથવા યુક્તિ નથી પામતા.૯૮}. [અન્ નિસા: ૯૭-૯૮].

અને અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿يَٰعِبَادِيَ ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِنَّ أَرۡضِي وَٰسِعَةٞ فَإِيَّٰيَ فَٱعۡبُدُونِ56﴾

{હે મારા ઈમાનવાળા બંદાઓ! (જો તમારા માટે મક્કાની ધરતી તંગ થઇ ગઈ હોય તો) મારી ધરતી ઘણી વિશાળ છે, તમે મારી જ બંદગી કરો૫૬}. [અલ્ અન્કબૂત:૫૬].

બગવી રહ.એ કહ્યું: આ આયતના ઉતરવાનું કારણ: મક્કહના તે મુસ્લિમો છે જેમણે હિજરત કરી ન હતી, અલ્લાહે તેમને ઈમાનના નામથી બોલાવ્યા છે.

સુન્નત માંથી હિજરતની દલીલ : આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ કહ્યું:

"لَا تَنْقَطِعُ الهِجْرَةُ حَتَّى تَنْقَطِعَ التَّوْبَةُ، وَلَا تَنْقَطِعُ التَّوْبَةُ حَتَّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا".

«હિજરત ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી તૌબા બંધ ન થઈ જાય, અને તૌબા ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ માંથી નહી નીકળે.»

પછી જયારે આપ ﷺ મદીના શહેરમાં સ્થાયી થયા, ત્યારે ઇસ્લામના બાકીના આદેશો - જેવા કે ઝકાત, રોઝા, હજ, અઝાન, જેહાદ, અને સારી વાતનો હુકમ કરવો અને ખરાબ વાતથી રોકવું - નો આદેશ આપવામાં આવ્યા, અને આપ ﷺ આના પર દસ વર્ષ કાયમ રહ્યા.

આપ ﷺ વફાત પામ્યા અને આપનો દીન બાકી છે, અને આ જ તેમનો દીન છે, એવી કોઈ ભલાઈ નથી જે આપે કોમને બતાવી ન હોય, અને એવી કોઈ બુરાઈ નથી જેનાથી આપે કોમને સાવચેત ન કરી હોય.

અને જે ભલાઈ તરફ તેમણે માર્ગદર્શન કર્યું તે તૌહીદ છે, અને તે તમામ બાબતો જેને અલ્લાહ પસંદ કરે છે અને જેનાથી તે રાજી થાય છે.

અને જે બુરાઈથી તેમને ચેતવ્યા તે છે: શિર્ક, અને તે દરેક વસ્તુ જેને અલ્લાહ નાપસંદ કરે છે અને અસ્વીકાર કરે છે.

અલ્લાહ એ તેમને દરેક લોકો માટે મોકલ્યા, અને દરેક જિન્ન અને ઇન્સાન પર તેમની આજ્ઞાપાલન અનિવાર્ય કરી; અને તેની દલીલ અલ્લાહ તઆલાનો આ આદેશ છે:

﴿قُلۡ يَٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنِّي رَسُولُ ٱللَّهِ إِلَيۡكُمۡ جَمِيعًا...﴾

{તમે કહી દો કે હે લોકો! હું તમારી સૌની તરફ તે અલ્લાહનો પયગંબર છું...}. [અલ્ અઅરાફ: ૧૫૮].

અને અલ્લાહે તેના દ્વારા દીનને સંપૂર્ણ કરી દીધો; અને તેની દલીલ, અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗاۚ...﴾

{...આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો...}. [અલ્ માઈદહ: ૩].

તેમના મૃત્યુની દલીલ : અલ્લાહ તઆલા કહે છે :

﴿إِنَّكَ مَيِّتٞ وَإِنَّهُم مَّيِّتُونَ30 ثُمَّ إِنَّكُمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ عِندَ رَبِّكُمۡ تَخۡتَصِمُونَ31﴾

{(હે પયગંબર) ખરેખર તમને પણ મૃત્યુ આવશે અને આ સૌ લોકો પણ મૃત્યુ પામશે.30

પછી તમે સૌ કયામતના દિવસે પોતાના પાલનહારની સામે ઝઘડો કરશો.31}.

[અઝ્ ઝુમર:૩૦-૩૧].

અને લોકો મૃત્યુ પામ્યા પછી ફરીવાર ઉઠાડવામાં આવશે; અને તેની દલીલ અલ્લાહ તઆલાની આયત છે:

﴿مِنۡهَا خَلَقۡنَٰكُمۡ وَفِيهَا نُعِيدُكُمۡ وَمِنۡهَا نُخۡرِجُكُمۡ تَارَةً أُخۡرَىٰ55﴾

{તે જ ધરતી માંથી અમે તમારું સર્જન કર્યું અને તેમાં જ પાછા ફેરવીશું અને તેમાંથી જ ફરીવાર તમને સૌને બહાર કાઢીશું.55}. [તોહા: ૫૫]. અને અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿وَٱللَّهُ أَنۢبَتَكُم مِّنَ ٱلۡأَرۡضِ نَبَاتٗا17 ثُمَّ يُعِيدُكُمۡ فِيهَا وَيُخۡرِجُكُمۡ إِخۡرَاجٗا18﴾

{અને તમને જમીનથી એક (વિશેષ દેખરેખ હેઠળ) ઉગાડયા. (એટલે કે સર્જન કર્યુ)૧૭

ફરી તમને તેમાં જ પરત કરશે અને (એક ખાસ રીતે) ફરી કાઢશે.૧૮} . [નૂહ : ૧૭-૧૮].

અને ઉઠાવ્યા પછી તેમના અમલોનો હિસાબ થશે અને તે પ્રમાણે બદલો આપવામાં આવશે; અને તેની દલીલ અલ્લાહ તઆલાની આયત છે:

﴿...لِيَجۡزِيَ ٱلَّذِينَ أَسَٰٓـُٔواْ بِمَا عَمِلُواْ وَيَجۡزِيَ ٱلَّذِينَ أَحۡسَنُواْ بِٱلۡحُسۡنَى﴾

{...જેથી અલ્લાહ તઆલા ખરાબ કાર્ય કરવાવાળાને તેમના કર્મોનો બદલો આપે અને સારા કર્મ કરવાવાળાઓને સારો બદલો આપે.}.

[અન્ નજમ: ૩૧].

અને જેણે મૃત્યુ પછી ફરીવાર જીવિત થવાને જુઠલાવ્યું, તેણે કુફ્ર કર્યું; અને તેની દલીલ અલ્લાહ તઆલાની આયત છે:

﴿زَعَمَ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَن لَّن يُبۡعَثُواْۚ قُلۡ بَلَىٰ وَرَبِّي لَتُبۡعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلۡتُمۡۚ وَذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ7﴾

{(આખિરતનો) ઇન્કાર કરવાવાળાઓએ એવું વિચારી લીધુ છે કે તેઓ ફરી વાર જીવિત કરવામાં નહીં આવે, તમે ટીમને કહીં દો કે કેમ નહીં? અલ્લાહની કસમ! તમે ચોક્કસ ફરીવાર જીવિત કરવામાં આવશો. પછી જે કંઇ પણ તમે કરતા રહ્યા, તેની ખબર (તમને) આપવામાં આવશે અને અલ્લાહ માટે આ ઘણું સરળ છે.૭}. [અત્ તગાબુન: ૭].

અને અલ્લાહ તઆલાએ તમામ પયગંબરોને ખુશખબરી આપનાર અને સચેત કરવાવાળા બનાવીને મોકલ્યા; અને તેની દલીલ અલ્લાહ તઆલાનું આ કથન છે:

﴿رُّسُلٗا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى ٱللَّهِ حُجَّةُۢ بَعۡدَ ٱلرُّسُلِۚ...﴾

{આ દરેક પયગંબર (લોકોને) ખુશખબરી આપનાર અને સચેત કરવાવાળા હતા, જેથી આ પયગંબરો આવી ગયા પછી લોકો માટે અલ્લાહ પર કોઇ દલીલ બાકી ન રહે...}. [અન્ નિસા : ૧૬૫].

સૌ પ્રથમ પયગંબર નૂહ અ.સ. છે.

અને તેમનામાં અંતિમ મુહમ્મદ ﷺ છે, તેઓ અંતિમ નબી છે, તેમના પછી કોઈ નબી નહીં આવે; અને તેની દલીલ અલ્લાહ તઆલાનો આ કૌલ છે:

﴿مَّا كَانَ مُحَمَّدٌ أَبَآ أَحَدٖ مِّن رِّجَالِكُمۡ وَلَٰكِن رَّسُولَ ٱللَّهِ وَخَاتَمَ ٱلنَّبِيِّـۧنَ...﴾

{(હે લોકો!) કોઇ પુરુષના પિતા મુહમ્મદ નથી, પરંતુ મુહમ્મદ ﷺ ફક્ત અલ્લાહના પયગંબર છે અને ખાતમુન્ નબીય્યીન્ (પયગંબરોમાં છેલ્લા નબી) છે...} [અલ્ અહઝાબ: ૪૦].

અને સૌ પ્રથમ પયગંબર નૂહ અ.સ. હોવાની દલીલ: અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿إِنَّآ أَوۡحَيۡنَآ إِلَيۡكَ كَمَآ أَوۡحَيۡنَآ إِلَىٰ نُوحٖ وَٱلنَّبِيِّـۧنَ مِنۢ بَعۡدِهِ...﴾

{(હે પયગંબર!) અમે તમારી તરફ એવી જ રીતે વહી કરી છે કે જેવી રીતે કે નૂહ અને તેઓ પછી આવનારા પયગંબરો તરફ કરી હતી...}

[અન્ નિસા: ૧૬૩].

અને દરેક કોમ તરફ અલ્લાહએ એક પયગંબર મોકલ્યા - નૂહથી લઈને મુહમ્મદ સુધી - જે તેમને ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવાનો આદેશ આપતા હતા, અને તેમને તાગૂતની ઈબાદત કરવાથી રોકતા હતા; અને તેની દલીલ અલ્લાહ તઆલાનો આ કથન છે:

﴿وَلَقَدۡ بَعَثۡنَا فِي كُلِّ أُمَّةٖ رَّسُولًا أَنِ ٱعۡبُدُواْ ٱللَّهَ وَٱجۡتَنِبُواْ ٱلطَّٰغُوتَ...﴾

{અમે દરેક કોમમાં પયગંબર મોક્લ્યા, (જે તેમને આ જ વાત કહેતા હતા) કે અલ્લાહની ઈબાદત કરો, અને તાગૂતથી બચો...} [અન્ નહલ: ૩૬].

અલ્લાહએ તમામ બંદાઓ પર અનિવાર્ય કર્યું છે: તાગૂતનો ઇન્કાર કરવો, અને અલ્લાહ પર ઈમાન લાવવું.

ઈમામ ઇબ્ને કય્યિમ રહિમહુલ્લાહએ કહ્યું: તાગૂતનો અર્થ: તે દરેક વસ્તુ જેના દ્વારા બંદો પોતાની હદ વટાવી દે છે, ભલે તે મઅબૂદ હોય, અથવા જેનું અનુસરણ કરવામાં આવે, અથવા જેની આજ્ઞાનું પાલન કરવામાં આવે.

તાગૂત ઘણા બધા છે, અને તેમના સરદારો પાંચ છે: ઇબ્લીસ - અલ્લાહ તેના પર લાનત કરે, અને જેની ઇબાદત કરવામાં આવે અને તે તેનાથી રાજી હોય, અને જે લોકોને પોતાની ઇબાદત તરફ બોલાવે, અને જે ગૈબના ઇલ્મમાંથી કઈ પણ જાણવાનો દાવો કરે, અને જે અલ્લાહએ ઉતારેલા કાનૂન સિવાય શાસન કરે.

તેની દલીલ, અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿لَآ إِكۡرَاهَ فِي ٱلدِّينِۖ قَد تَّبَيَّنَ ٱلرُّشۡدُ مِنَ ٱلۡغَيِّۚ فَمَن يَكۡفُرۡ بِٱلطَّٰغُوتِ وَيُؤۡمِنۢ بِٱللَّهِ فَقَدِ ٱسۡتَمۡسَكَ بِٱلۡعُرۡوَةِ ٱلۡوُثۡقَىٰ لَا ٱنفِصَامَ لَهَاۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ256﴾

{દીન બાબતે કોઇ બળજબરી નથી, હિદાયત ગુમરાહીના બદલામાં સ્પષ્ટ થઈ ગઈ છે, જેણે તાગૂતનો ઇન્કાર કર્યો અને અલ્લાહ પર ઈમાન લાવ્યો, તેણે મજબુત કડાને પકડી લીધો, જે ક્યારેય નહી તુટે અને અલ્લાહ તઆલા સાંભળવાવાળો અને જાણવાવાળો છે.} [અલ્ બકરહ:૨૫૬]، આ જ "લા ઇલાહ ઇલ્ લલ્લાહ" નો અર્થ છે, અને હદીષમાં છે:

"رَأْسُ الأَمْرِ: الإِسْلَامُ، وَعَمُودُهُ: الصَّلَاةُ، وَذِرْوَةُ سَنَامِهِ: الجِهَادُ فِي سَبِيلِ اللَّهِ".

દીનની મૂળ વાત: ઇસ્લામ, તેન્ઓ: સિદ્ધાંત નમાઝ, અને તેની ચોટી: અલ્લાહના માર્ગમાં જિહાદ.

અલ્લાહ વધુ જાણે છે.

 

 

***

અનુક્રમણિકા

 

[પહેલો સિદ્ધાંત] 7

[બીજો નિયમ] 16

[અલ્ અસ્લ અસ્ સાલિસ]. 27

***

 

gu36v2.0 - 26/09/2026