PHPWord

 

 

فَضْلُ عَشْرِ ذِي الحِجَّةِ

 

ઝિલ્ હિજ્જહના પહેલા
દસ દિવસની મહત્ત્વતા

 

 

 

 

اللَّجْنَةُ العِلْمِيَّةُ

بِرِئَاسَةِ الشُّؤُونِ الدِّينِيَّةِ بِالمَسْجِدِ الحَرَامِ وَالمَسْجِدِ النَّبَوِيِّ

 

મસ્જિદે હરામ અને મસ્જિદે નબવીમાં
દીન બાબતો વર્ણન કરતી પ્રમુખ સંસ્થા

 


بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ

પ્રસ્તાવના

દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે, દરૂદ અને સલામતી ઉતરે, તેમના પર જે સમગ્ર સૃષ્ટિ માટે દયાળુ બનાવી મોકલવામાં આવ્યા હતા, તથા તેમના ઘરવાળાઓ, તેમના સહાબા અને તેમના માર્ગનું અનુસરણ કરનારાઓ પર, અને કયામત સુધી તેમના માર્ગદર્શન પર અડગ રહેવાવાળાઓ પર, ત્યાર પછી:

આ એક સંક્ષિપ્ત પુસ્તિકા છે, જેમાં ઝિલ્ હિજ્જહના પહેલાં દસ દિવસોની મહત્ત્વતા વિશે તે મહત્વપૂર્ણ વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને જાણવાની દરેક મુસલમાનને જરૂરત હોય છે, આ પુસ્તિકામાં અમે હરમૈન શરીફૈનના મુલાકાતીઓ માટે સંકલિત કર્યું છે, જેથી તેઓ પોતાના ધર્મની બાબતોમાં જ્ઞાન અને સમજ મેળવી શકે, અમે અત્યંત કૃપાળુ અને ઉદાર અલ્લાહથી દુઆ કરીએ છીએ કે તે આ પત્રિકાને ફાયદાકારક બનાવે, તેને નેક અને ફક્ત તેની પ્રસન્નતા માટે બનાવે, તે જ શ્રેષ્ઠ બદલો આપનાર અને આશા રાખવા માટે સૌથી માનનીય છે.

અલ્ લજ્નહ ઇલ્મીય્યહ બિ જમ્ઇય્યતિ ખિદમતિલ્ મુહ્તવી અલ્ ઇસ્લામી બિલ્ લુગાત્ (અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક સામગ્રી સેવા સંગઠનની વૈજ્ઞાનિક સમિતિ)

 

ઝિલ્ હિજ્જહના પહેલા દસ દિવસની મહત્ત્વતાઓ

ઝિલ્ હિજ્જહના દસ દિવસો, જેની ઘણી મહત્ત્વતાઓ છે, જેને અલ્લાહએ પોતાની પુસ્તકમાં અને તેના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની હદીષમાં સ્પષ્ટ કર્યું છે, આ જ તે દિવસો છે, જેના સોગંદ અલ્લાહએ પોતાની પુસ્તકમાં લીધા અને કહ્યું:

﴿وَٱلۡفَجۡرِ 1 وَلَيَالٍ عَشۡرٍ 2﴾

{કસમ છે ફજરના સમયની, અને દસ રાતોની}. [અલ્ ફજર: ૧-૨], તે ઝિલ્ હિજ્જહના પ્રથમ દસ દિવસો છે, જેમ કે ઈબ્ને અબ્બાસ, ઈબ્ને ઝુબૈર, મુજાહિદ, ઈબ્ને કષીર, ઈબ્ને કય્યિમ અને અન્ય આગલા તેમજ પાછલા સદાચારી પૂર્વજોએ કહ્યું છે.1

આ તે જ દિવસો છે, જેમાં કરવામાં આવેલ સત્કાર્યો અલ્લાહના માર્ગમાં કરવામાં આવેલ જિહાદ (યુદ્ધ)થી પણ વધુ શ્રેષ્ઠ છે; કારણકે ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાની હદીષ છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર -સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ- એ કહ્યું:

«مَا مِنْ أَيَّامٍ الْعَمَلُ الصَّالِحُ فِيهِنَّ أَحَبُّ إِلَى اللَّهِ مِنْ هَذِهِ الْأَيَّامِ الْعَشَرِ»، قَالُوا: يَا رَسُولَ اللَّهِ! وَلَا الْجِهَادُ فِي سَبِيلِ اللَّهِ؟ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «وَلَا الْجِهَادُ فِي سَبِيلِ اللَّهِ، إِلَّا رَجُلٌ خَرَجَ بِنَفْسِهِ وَمَالِهِ فَلَمْ يَرْجِعْ مِنْ ذَٰلِكَ بِشَيْءٍ».

«એવા કોઈ દિવસો નથી, જેમાં સત્કાર્યો કરવા અલ્લાહની નજીક આ દસ દિવસોમાં સત્કાર્યો કરવાથી વધુ શ્રેષ્ઠ હોય», સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ પૂછ્યું: હે અલ્લાહના પયગંબર! શું અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવું પણ નહીં? અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવું પણ નહીં, પરંતુ તે જિહાદ (યુદ્ધ) કરનાર, જે પોતાનો માલ અને જાન બંને સાથે અલ્લાહના માર્ગમાં નીકળ્યો અને પછી તે કંઈ પણ લીધા વગર પાછો ન આવે».2

 

ઝિલ્ હિજ્જહના પહેલા દસ દિવસોમાં સત્કાર્યોની મહત્ત્વતા

૧- હજ અને ઉમરહ કરવા, જે આ દસ દિવસોમાં સૌથી શ્રેષ્ઠ કાર્યો માંથી છે; કારણકે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

«مَن حَجَّ هَذَا الْبَيْتِ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ رَجَعَ كَيَوْمِ وَلَدَتْهُ أُمُّهُ».

«જે વ્યક્તિએ આ ઘરની એવી રીતે હજ કરી તથા હજના દિવસોમાં વ્યર્થ વાત અને ખરાબ કૃત્યોથી બચીને રહ્યો, તે વ્યક્તિ તે દિવસની માફક ફરશે, જે દિવસે તેની માતાએ તેને જન્મ આપ્યો હતો». એવી જ રીતે મુસ્લિમના શબ્દોમાં છે:

«مَن أَتَى هَذَا الْبَيْتِ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ؛ رَجَعَ كَيَوْمٍ وَلَدَتْهُ أُمُّهُ».

«જે વ્યક્તિ અલ્લાહના આ ઘરમાં આવ્યો, તથા (હજના) દિવસોમાં વ્યર્થ વાત અને ખરાબ કૃત્યોથી બચીને રહ્યો, તો તે (ગુનાહોથી પવિત્ર થઈ) એવી રિતે પાછો ફરશે, જે રિતે તેની માતાએ તેને જન્મ આપ્યો હતો».3 તો આપનું નિવેદન: (જે વ્યક્તિ અલ્લાહના આ ઘરમાં આવ્યો) તેની સમજૂતીમાં હજ અને ઉમરહ બંનેનો સમાવેશ થાય છે, અને પ્રસંશા અલ્લાહ માટે જ છે, આપ અલૈહિસ્ સલાતુ વસ્સલામએ કહ્યું:

«الْعُمْرَةُ إِلَى الْعُمْرَةِ كَفَّارَةٌ لِمَا بَيْنَهُمَا، وَالْحَجُّ الْمَبْرُورُ لَيْسَ لَهُ جَزَاءٌ إِلَّا الْجَنَّةُ».

«એક ઉમરહ બીજા ઉમરહ સુધી થનાર (નાના) ગુનાહો માટેનો કફ્ફારો છે અને હજ્જે મબરૂર, તેનો બદલો જન્નત સિવાય કંઈ નથી».4

૨- નવ દિવસોના રોઝા રાખવા, અથવા જેટલા શક્ય હોય એટલા રોઝા રાખવા; કારણકે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

«مَا مِنْ أَيَّامٍ الْعَمَلُ الصَّالِحُ فِيهِنَّ أَحَبُّ إِلَى اللَّهِ مِنْ هَذِهِ الْأَيَّامِ الْعَشَرِ».

«એવા કોઈ દિવસો નથી, જેમાં સત્કાર્યો કરવા અલ્લાહની નજીક આ દસ દિવસોમાં સત્કાર્યો કરવાથી વધુ શ્રેષ્ઠ હોય», રોઝા સત્કાર્યોમાં સૌથી મહાન છે અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના પર ખૂબ ભાર આપ્યો અને તેના પ્રત્યે પ્રેરિત કર્યા છે, આ જ સંદર્ભમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

«مَا مِنْ عَبْدٍ يَصُومُ يَوْمًا فِي سَبِيلِ اللَّهِ إِلَّا بَاعَدَ اللَّهُ بِذَلِكَ الْيَوْمِ وَجْهَهُ عَنِ النَّارِ سَبْعِينَ خَرِيفًا».

«કોઈ પણ વ્યક્તિ જો અલ્લાહના માર્ગમાં એક દિવસનો રોઝો રાખે છે, તો અલ્લાહ તે એક દિવસના બદલામાં તેના ચહેરાને જહન્નમતથી સિત્તેરવર્ષ સુધી દૂરી કરી દે છે».5

૩- યૌમુન્ નહર (કુરબાનીના દિવસે) થી તશરીક (ઝિલ્ હિજ્જહની અગીયારમી, બારમી, અને તેરમી તારીખ) ના દિવસો સુધી કુરબાની કરવી, અને તે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે:

«ضَحَّى بِكَبْشَيْنِ أَمْلَحَيْنِ، أَقْرَنَيْنِ، ذَبَحَهُمَا بِيَدِهِ، وَسَمَّى وَكَبَّرَ وَوَضَعَ رِجْلَهُ عَلَى صِفَاحِهِمَا».

«બે શિંગડાવાળા કાબરચિતરા ઘેટાંની કુરબાની કરી, બંનેને પોતાના હાથ વડે ઝબહે કર્યા, બિસ્મિલ્લાહ કહ્યું, અલ્લાહુ અકબર કહ્યું, અને પોતાનો પગ બન્નેના ગળા પર મુક્યો».6

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

«مَا عَمِلَ ابْنُ آدَمَ مِنْ عَمَلٍ يَوْمَ النَّحْرِ أَحَبُّ إِلَى اللَّهِ مِنْ إِهْرَاقِ الدَّمِ، وَإِنَّهُ لَيُؤْتَى يَوْمَ الْقِيَامَةِ بِقُرُونِهَا وَأَشْعَارِهَا وَأَظْلافِهَا، وَإِنَّ الدَّمَ لَيَقَعُ مِنَ اللَّهِ بِمَكَانٍ قَبْلَ أَنْ يَقَعَ فِي الْأَرْضِ، فَطَيِّبُوا بِهَا نَفْسًا».

«ઈબ્ને આદમ માટે યૌમુન્ નહર (કુરબાનીનો દિવસ) કરવામાં આવેલ કોઈ પણ કાર્ય અલ્લાહની નજીક લોહી વહાવવાથી વધુ પ્રિય નથી, કયામતના દિવસે તે પોતાના શિંગડા, વાળા અને ખુર સાથે લાવવામાં આવશે, અને લોહી તે સ્થાન પર પડતાં પહેલાં જ અલ્લાહ પાસે પહોંચે છે, એટલા માટે તેને ખુશીથી કરો».7

જ્યારે ઝિલ્ હિજ્જહના દસ દિવસો શરૂ થાય, તો જે વ્યક્તિ કુરબાની કરવા ઈચ્છતો હોય, તો પોતાના વાળ અને શરીર માંથી કઈ પણ ન કાપે, કારણકે ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હાની હદીષ છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

«إِذَا رَأَيْتُمْ هِلَالَ ذِي الْحِجَّةِ وَأَرَادَ أَحَدُكُمْ أَنْ يُضَحِّيَ؛ فَلْيُمْسِكْ عَنْ شَعْرِهِ وَأَظْفَارِهِ».

«જ્યારે તમે ઝિલ્ હિજ્જહનો ચાંદ જુઓ અને તમારા માંથી કોઈ કુરબાની કરવાની ઈચ્છા ધરાવતો હોય, તો તે પોતાના વાળ અને નખ ન કાપે». એક બીજી રિવાયતમાં છે:

«... فَلَا يَأْخُذَنَّ مِنْ شَعْرِهِ وَلَا مِنْ أَظْفَارِهِ شَيْئًا حَتَّى يُضَحِّيَ».

«... તે પોતાના વાળ અને નખ માંથી કઈ પણ ન કાપે, જ્યાં સુધી તેકુરબાની કરી લે».8

૪- આ દસ દિવસો અને તશરીકના દિવસોમાં તકબીર (અલ્લાહની મહાનતા વર્ણન કરવી), તહલીલ (અલ્લાહના એકમાત્ર ઇલાહ હોવાનું એલાન કરવું) અને ખૂબ જ અલ્લાહનો ઝિક્ર કરવો, અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની હદીષના કારણે, જેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

«مَا مِنْ أَيَّامٍ أَعْظَمَ عِندَ اللَّهِ وَلَا أَحَبُّ إِلَيْهِ مِنَ الْعَمَلِ فِيهِنَّ مِنْ هَذِهِ الْأَيَّامِ الْعَشَرِ، فَأَكْثِرُوا فِيهِنَّ: مِنَ التَّهْلِيلِ، وَالتَّكْبِيرِ، وَالتَّحْمِيدِ».

«એવા કોઈ દિવસો નથી જેમાં સત્કાર્યો કરવા અલ્લાહની નજીક આ દસ દિવસોમાં સત્કાર્યો કરવાથી વધુ શ્રેષ્ઠ હોય, તેથી આ દિવસોમાં ખૂબ જ: તહલીલ (અલ્લાહના એકમાત્ર ઇલાહ હોવાનું એલાન કરો), તકબીર (અલ્લાહની મોટાઈ વર્ણન કરો), તહ્મીદ (અલ્લાહની પ્રસંશા કરો)».9

તકબીરના બે પ્રકાર નીચે મુજબ છે:

પહેલો પ્રકાર: સામાન્ય તકબીર, જે નમાઝ પછીની તકબીરો સાથે જોડાયેલી નથી, પરંતુ તે દરેક સમયમાં પઢી શકાય છે.

ઈદુલ્ અઝ્હાના સમયે સામાન્ય તકબીરો ઝિલ્ હિજ્જહની પહેલી તારીખથી લઈ તશરીકના દિવસોના અંત સુધી, દરેક સમયે, રાત અને દિવસમાં, રસ્તાઓ, બજારો, મસ્જિદો, ઘરો અને તે દરેક જગ્યાએ જ્યાં ઉચ્ચ અલ્લાહનો ઝિક્ર કરવો માન્ય હોય, ત્યાં પઢી શકાય છે.

બીજો પ્રકાર: મર્યાદિત તકબીર: તે તકબીરો જે ઈદુલ્ અઝ્હાના દિવસોમાં નમાઝ પછી પઢવામાં આવે છે, તેનો સમય અને રીત નીચે મુજબ છે:

પહેલું: મર્યાદિત તકબીરનો સમય: અરફાના દિવસે ફજરની નમાઝ પછી શરૂ થાય છે અને તશરીકના ત્રીજા દિવસે અસરની નમાઝ પછી પૂર્ણ થાય છે, આ તકબીરો હાજી સિવાય અન્ય લોકો માટે છે, હાજી માટે તે તકબીરોની શરૂઆત કુરબાનીના દિવસે ઝોહરની નમાઝથી થાય છે.

બીજું: તકબીરની રીત: ("અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઇલાહ ઇલ્ લલ્લાહ, વલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, વ લિલ્લાહિલ્ હમ્દ્" (અર્થ: અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અને અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહ સૌથી મોટો છે, દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે છે).10

૫- હજ ન કરનાર માટે ઈદની નમાઝ પઢવાનો પ્રયત્ન કરવો, ત્યાં જલ્દી જવું અને ખુતબો સાંભળવો; કારણકે તે ઇસ્લામની મહાન નિશાનીઓ માંથી એક છે; તેની મહાનતાના કારણે સ્ત્રીઓને પણ તેમાં આવવાનો આદેશ આપ્યો, કુંવારી અને માસિકવાળી સ્ત્રીઓ પણ તેમ ભાગ લેવાનો આદેશ આપવામાં આવ્યો; ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:

«كُنَّا نُؤْمَرُ أَنْ نَخْرُجَ يَوْمَ الْعِيدِ حَتَّى نُخْرِجَ الْبِكْرَ مِنْ خِدْرِهَا، حَتَّى نُخْرِجَ الْحُيَّضَ فَيَكُنَّ خَلْفَ النَّاسِ، فَيُكَبِّرْنَ بِتَكْبِيرِهِمْ، وَيَدْعُونَ بِدَعَائِهِمْ، وَيَرْجُونَ بَرَكَةَ ذَلِكَ الْيَوْمِ وَطَهَارَتِهِ».

«અમને ઈદના દિવસે પોતે પણ બહાર નીકળવાનો, અપરિણીત સ્ત્રીઓ અને માસિક ધર્મ ધરાવતી સ્ત્રીઓને પણ બહાર કાઢવાનો અને લોકોની પાછળ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો, કે તેણીઓ પણ સામાન્ય લોકોની માફક તકબીર કહે, દુઆ કરે અને જે તે દિવસની બરકત અને પવિત્રતાની આશા રાખે છે». એક બીજી રિવાયતના શબ્દો છે:

«وَأَمَرَ الْحُيَّضَ أَنْ يَعْتَزِلْنَ مُصَلَّىٰ الْمُسْلِمِينَ».

«તથા માસિકે થયેલી સ્ત્રીઓને આદેશ આપ્યો કે તેણીઓ મુસલમાનોની ઈદગાહથી અલગ રહે».11

૬- ખૂબ જ સત્કાર્યો કરવા, નફિલ ઈબાદતો માંથી: જેમકે, નમાઝ, સદકો, કુરઆનની તિલાવત, સત્કાર્યોનો આદેશ આપ્યો અને દુષ્ટ કાર્યોથી રોકવા, પાડોસીઓ સાથે સારો વ્યવહાર કરવો, સંબંધીઓ સાથે સારો વ્યવહાર કરવો, અને અન્ય નેક કાર્યો કરવા; કારણકે હદીષમાં સામાન્ય રીતે કહેવામાં આવ્યું છે:

«مَا مِنْ أَيَّامٍ الْعَمَلُ الصَّالِحُ فِيهِنَّ أَحَبُّ إِلَى اللَّهِ مِنْ هَذِهِ الْأَيَّامِ الْعَشَرِ»، قَالُوا: يَا رَسُولَ اللَّهِ! وَلا الْجِهَادُ فِي سَبِيلِ اللَّهِ؟ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «وَلَا الْجِهَادُ فِي سَبِيلِ اللَّهِ، إِلَّا رَجُلٌ خَرَجَ بِنَفْسِهِ وَمَالِهِ فَلَمْ يَرْجِعْ مِنْ ذَلِكَ بِشَيْءٍ».

«એવા કોઈ દિવસો નથી જેમાં સત્કાર્યો કરવા અલ્લાહની નજીક આ દસ દિવસોમાં સત્કાર્યો કરવાથી વધુ શ્રેષ્ઠ હોય», સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ પૂછ્યું: હે અલ્લાહના પયગંબર! શું અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવું પણ નહીં? અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવું પણ નહીં, પરંતુ તે જિહાદ (યુદ્ધ) કરનાર, જે પોતાનો માલ અને જાન બંને સાથે અલ્લાહના માર્ગમાં નીકળ્યો અને પછી તે કંઈ પણ લીધા વગર પાછો ન આવે».12

 

અલ્લાહથી દુઆ છે કે તે આપણને શીખેલ જ્ઞાન થી ફાયદો પહોંચાડે, અને આપણને તે જ જ્ઞાન શીખવાડે જે આપણાં માટે લાભદાયક હોય, ખરેખર તે અત્યંત દાનવીર અને ઉદાર છે, અલ્લાહની સલામતી અને દરૂદ ઉતરે આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, તેમના ઘરવાળાઓ પર ખૂબ ખૂબ રહમતો ઉતરે.

 

 

 

 

***

અનુક્રમણિકા

 

ઝિલ્ હિજ્જહના પહેલા દસ દિવસની મહત્ત્વતાઓ 3

ઝિલ્ હિજ્જહના પહેલા દસ દિવસોમાં સત્કાર્યોની મહત્ત્વતા 5

 

 

***


આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, અને શબ્દો તિર્મિઝીના છે.

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

આ હદીષને ઈમામ તિર્મિઝીરહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

જુઓ: ઈબ્ને કુદામહની અલ્ મુગ્ની, (૨/૨૯૦), અશ્ શર્હુલ્ કબીર જે અલ્ મુક્નિઅ અને અલ્ ઇન્સાફ સાથે છે, (૫/૩૮૦).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, અને શબ્દો તિર્મિઝીના છે.

તફસીર ઈબ્ને કષીર (૪/૧૦૬), ઝાદુલ્ મઆદ (૧/૫૬).