مَنْ خَلَقَ الكَونَ؟ وَمَنْ خَلَقَنِي؟ وَلِمَاذَا؟
સૃષ્ટિને કોણે પેદા કરી? મને કોણે પેદા કર્યો? એને કેમ પેદા કર્યા?
اللَّجْنَةُ العِلْمِيَّةُ
بِرِئَاسَةِ الشُّؤُونِ الدِّينِيَّةِ بِالمَسْجِدِ الحَرَامِ وَالمَسْجِدِ النَّبَوِيِّ
મસ્જિદે હરામ અને મસ્જિદે નબવીમાં દીન બાબતો વર્ણન કરતી પ્રમુખ સંસ્થા
સૃષ્ટિને કોણે પેદા કરી? મને કોણે પેદા કર્યો? એને કેમ પેદા કર્યા?
અલ્ લજ્નહ અલ્ ઇલ્મીય્યહ બિ રિઆસતિશ્ શુઊનિદ્ દીનિય્યહ બિલ્ મસ્જિદિલ્ હરામિ વલ્ મસ્જિદિન્ નબવી (મસ્જિદે હરામ અને મસ્જિદે નબવીમાં દીનની બાબતો વર્ણન કરતી વૈજ્ઞાનિક પ્રમુખ સંસ્થા)
શું હું સત્યના માર્ગ પર છું?
આકાશો અને જમીનનો સર્જક કોણ છે? અને તેમાં સ્થાયી અપાર અને મહાન વસ્તુઓનો સર્જક કોણ છે, જેને ઘેરી શકાતી નથી?
આકાશ અને જમીનમાં ચોક્કસ, વિસ્તૃત વ્યવસ્થા કોણે બનાવી?
માનવીને કોણે પેદા કર્યો? અને કોણે તેને કાન, આંખ અને બુદ્ધિ આપી? અને કોણે તેને વસ્તુઓની ઓળખ અને તેની વાસ્તવિકતાનો આભાસ કરતાં શીખવાડ્યું?
કોણે તમારા શરીરના ચોક્કસ અંગોની કારીગરી કરી? અને કોણે તમને આ સુંદર સ્વરૂપ આપ્યું?
સૃષ્ટિના વિભિન્ન પ્રકારના જીવિત સર્જનમાં ચિંતન મનન કરો, અને (જણાવો કે) કોણે તેમને આટલા સ્રૂવરૂપો અને રંગો સાથે પેદા કર્યા?
વર્ષોથી આ મહાન સૃષ્ટિ પોતાના સચોટ નિયમો સાથે કેવી રીતે વ્યવસ્થિત અને સ્થિર રૂપે ચાલી રહી છે?
આ દુનિયાને સંચાલિત કરતાં કેટલાક નિયમોને કોણે સ્થાપિત કર્યા? (જેમકે: જીવન, મૃત્યુ, જીવોનું પ્રજનન, દિવસ અને રાત, ઋતુઓનું પરિવર્તન, વગેરે)?
શું આ સૃષ્ટિ જાતે જ અસ્એતિત્વમાં આવી ગઈ છે? અથવા શું આ બિનઅસ્તિત્વ માંથી અસ્તિત્વમાં આવી છે? અથવા શું આ બધુ સંયોગ દ્વારા થઈ ગયું છે? અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿أَمۡ خُلِقُواْ مِنۡ غَيۡرِ شَيۡءٍ أَمۡ هُمُ ٱلۡخَٰلِقُونَ٣٥ أَمۡ خَلَقُواْ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَۚ بَل لَّا يُوقِنُونَ36﴾
{શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે ? અથવા તો આ પોતે સર્જન કરનારા છે? (૩૫)
શું આકાશો અને ધરતીને તે લોકોએ પેદા કર્યા છે ? સાચી વાત એ છે કે તેઓ (અલ્લાહની કુદરત પર) યકીન જ નથી રાખતા. (૩૬)} [સૂરે અત્ તૂર: ૩૫-૩૬].
જો આપણે પોતાનું સર્જન નથી કર્યું, અને આ આ અશક્ય છે કે આપણે જાતે જ બિનઅસ્તિત્વમાંથી અસ્તિત્વમાં આવી જઈએ, અથવા એક સંયોગ દ્વારા પેદા થઈ જઈએ, તો આ વાત સત્ય છે, અને જેમાં કોઈ શંકા નથી કે આ સંસારનો કોઈ એક મહાન અને શક્તિશાળી સર્જક હોવો જોઈએ; કારણકે આ સૃષ્ટિ માટે પોતાનું સર્જન કરવું અશક્ય છે, અથવા તે બિન અસ્તિત્વમાંથી અસ્તિત્વમાં આવી જવું પણ અશક્ય છે, એવી જ રીતે તે પણ અશક્ય છે કે તે સંયોગ દ્વારા અસ્તિત્વમાં આવી જાય!
માનવી એવી વસ્તુઓના અસ્તિત્વ પર કેવી રીતે વિશ્વાસ ધરાવે છે, જેને તે જોઈ પણ નથી શકતો? જેમકે: (લાગણીઓ,બુદ્ધિ, આત્મા, એહસાસ, મોહબ્બત) શું એટલા માટે નહીં કે તે તેના પ્રભાવને જુએ છે, તો આવી સ્થિતિમાં કોઈ માનવી આ વિશાળ સૃષ્ટિના સર્જકના અસ્તિત્વનો કેવી રીતે ઇન્કાર કરી શકે છે, જ્યારે કે તે તેના સર્જન, તેની કારીગરી અને તેની રેહમતના પ્રભાવને જુએ છે?!
કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ જો તેને કહેવામાં આવે કે આ મકાન કોઈના બાંધકામ વગર અસ્તિત્વમાં આવી ગયું છે તો તે ભરોસો નહીં કરે! અથવા જો તેને કહેવામાં આવે: કે આ બિનઅસ્તિત્વમાંથી અસ્તિત્વમાં આમ જ આવી ગયું છે! તો કેટલાક લોકો આ વત પર કેવી રીતે ભરોસો કરી લે છે કે આ મહાન સૃષ્ટિ કોઈ સર્જક વગર અસ્તિત્વમાં આવી ગઈ છે? એક બુદ્ધિશાળી વ્યક્તિ આ કેવી રીતે સ્વીકારે છે કે આ સૃષ્ટિ અને તેનું સચોટ બંધારણ સંયોગ દ્વારા અસ્તિત્વમાં આવી ગયું છે?
આ દરેક બાબતો આપણને એક પરિણામ સુધી પહોંચાડે છે, કે આ સૃષ્ટિનો એક મહાન, શક્તિશાળી પાલનહાર છે, જે તેને ચલાવી રહ્યો છે, અને તે એકલો જ ઈબાદતને લાયક છે, અને તેને છોડીને જેની પણ ઈબાદત કરવામાં આવે છે, તે અયોગ્ય અને બાતેલ છે, અને તેઓ ઈબાદતને લાયક નથી.
ખરેખર પાલનહાર જ મહાન સર્જક છે
ખરેખર આ સૃષ્ટિનો એક સર્જનહાર છે, તે જ માલિક, વ્યવસ્થાપક, રોજી અને જીવન અને મૃત્યુ આપનાર છે, તે જ છે, જેણે આ જમીનનું સર્જન કરી તેને રહેવા લાયક બનાવી, તે જ છે, જેણે આકાશો અને તેમાં રહેલા સર્જકોનું સર્જન કર્યું, અને તે જ છે, જેણે સૂર્ય ચંદ્ર, અને દિવસ અને રાત્રિનું સર્જન કર્યું, અને આ સચોટ વ્યવસ્થા કરી, જે તેની મહાનતા દર્શાવે છે.
અને તે જ છે, જેણે હવાને આપણા માટે આધિન કરી દીધી, જેના વગર આપણું જીવન નથી, અને તે જ છે, જેણે આપણા પર વરસાદ વરસાવ્યો, નદીઓ અને સમુદ્રોને આપણાં માટે આધીન કરી દીધા, અને તે જ છે, જેણે આપણું પાલન-પોષણ કર્યું અને જ્યારે આપણે આપણી માતાના પેટમાં કમજોર બાળકના રૂપમાં હતા, તો તે જ આપણી સુરક્ષા કરી, અને તે જ છે જેણે આપણાં જન્મ થી લઇ મૃત સુધી આપણાં શરીરની રગોમાં લોહીને દોડતું કર્યું.
આ પાલનહાર, સર્જનહાર અને રોજી આપનાર છે, તે અલ્લાહ જ છે, જે પવિત્ર અને ઉચ્ચ છે
અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿إِنَّ رَبَّكُمُ ٱللَّهُ ٱلَّذِي خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ فِي سِتَّةِ أَيَّامٖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ يُغۡشِي ٱلَّيۡلَ ٱلنَّهَارَ يَطۡلُبُهُۥ حَثِيثٗا وَٱلشَّمۡسَ وَٱلۡقَمَرَ وَٱلنُّجُومَ مُسَخَّرَٰتِۭ بِأَمۡرِهِۦٓۗ أَلَا لَهُ ٱلۡخَلۡقُ وَٱلۡأَمۡرُۗ تَبَارَكَ ٱللَّهُ رَبُّ ٱلۡعَٰلَمِينَ54﴾
{નિ:શંક તમારો પાલનહાર તે અલ્લાહ જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન છ દિવસમાં કર્યુ, પછી અર્શ પર બિરાજમાન થયો, તે દિવસને રાત વડે છુપાવી દે છે, પછી દિવસ રાતની પાછળ નીકળી આવે છે, અને સૂર્ય, ચંદ્ર અને તારાઓ આ બધી વસ્તુઓ તે (અલ્લાહ)ના હુકમનું અનુસરણ કરે છે, યાદ રાખો! તેણે જ સર્જન કર્યું છે, તો આદેશ પણ તેનો જ ચાલશે, અલ્લાહ ખૂબ જ બરક્તવાળો છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.} [સૂરે અલ્ અઅરાફ: ૫૪].
અલ્લાહ જ સૃષ્ટિની દરેક વસ્તુનો પાલનહાર અને સર્જનહાર છે, તે વસ્તુઓનો પણ જેને આપણે જોઈ શકીએ છીએ અને જેને આપણે જોઈ નથી શકતા તેનો પણ, અને તેના સિવાયની દરેક વસ્તુ તેના સર્જનમાંથી છે, અને તે એકલો જ ઈબાદતને લાયક છે, અને તેની સાથે કોઇની પણ ઈબાદત કરવામાં નહીં આવે, અને તેની કુદરતમાં, સર્જનમાં, વ્યવસ્થા અને ઈબાદતમાં તેનો કોઈ ભાગીદાર નથી.
અને જો આપણે એવું માંની લઈએ કે અલ્લાહ સિવાય પણ બીજા અન્ય પૂજયો છે, તો આ સૃષ્ટિની વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જશે; કારણકે તે અશક્ય છે, કે બે પૂજયો એક સમયે આ સૃષ્ટિના કાર્યોને ચલાવે, અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿لَوۡ كَانَ فِيهِمَآ ءَالِهَةٌ إِلَّا ٱللَّهُ لَفَسَدَتَا...﴾
{જો આકાશ અને ધરતીમાં અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય હોત તો આ બન્ને અસ્ત-વ્યસ્ત થઇ જાત} [સૂરે અલ્ અંબિયા: ૨૨].
પાલનહાર સર્જકના ગુણો
પવિત્ર પાલનહારના અસંખ્ય સુંદર નામો છે, અને તેના ખૂબ જ ઉચ્ચ ગુણો છે, જે તેની મહાનતા દર્શાવે છે, અને તેના નામો માંથી: "અલ્ ખાલિક" (સર્જનહાર) અને "અલ્લાહ" તેનો અર્થ: તે સાચો ઇલાહ જે ઈબાદતને લાયક છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, અને તે "અલ્ હય્ય" (હંમેશા જીવિત રહેનાર), "અલ્ કય્યુમ"(હંમેશા કાયમ રહેનાર), "અર્ રહીમ" (દયાળુ), અર્ રાઝિક" (રોજી આપનાર) અને "અલ્ કરીમ" (કૃપા કરનાર) છે, અલ્લાહ તઆલાએ કુરઆન કરીમમાં કહ્યું:
﴿ٱللَّهُ لَآ إِلَٰهَ إِلَّا هُوَ ٱلۡحَيُّ ٱلۡقَيُّومُۚ لَا تَأۡخُذُهُۥ سِنَةٞ وَلَا نَوۡمٞۚ لَّهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَمَا فِي ٱلۡأَرۡضِۗ مَن ذَا ٱلَّذِي يَشۡفَعُ عِندَهُۥٓ إِلَّا بِإِذۡنِهِۦۚ يَعۡلَمُ مَا بَيۡنَ أَيۡدِيهِمۡ وَمَا خَلۡفَهُمۡۖ وَلَا يُحِيطُونَ بِشَيۡءٖ مِّنۡ عِلۡمِهِۦٓ إِلَّا بِمَا شَآءَۚ وَسِعَ كُرۡسِيُّهُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَۖ وَلَا يَـُٔودُهُۥ حِفۡظُهُمَاۚ وَهُوَ ٱلۡعَلِيُّ ٱلۡعَظِيمُ255﴾
{અલ્લાહ સિવાય કોઈ જ ઇલાહ નથી, જે હંમેશાથી જીવિત છે અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, દરેક તેનું જ છે કોણ છે, જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે? જે કંઈ લોકોની સામે છે, તે તેને પણ જાણે છે અને જે કંઈ તેમનાથી અદ્રશ્ય છે, તેને પણ જાણે છે, તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી થાકતો નથી, તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો છે.} [સૂરે અલ્ બકરહ: ૨૫૫].
અને અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ١ ٱللَّهُ ٱلصَّمَدُ ٢ لَمۡ يَلِدۡ وَلَمۡ يُولَدۡ ٣ وَلَمۡ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ4﴾
{હે પયગંબર ! કહી દો, અલ્લાહ એક જ છે. (૧)
અલ્લાહ બેનિયાજ છે. (૨)
ન તો તેનો જન્મ થયો અને ન તો તેણે કોઈને જન્મ આપ્યો. (૩)
તેમાં જેવો બીજો કોઈ નથી. (૪)} [સૂરે અલ્ ઇખલાસ: ૧-૪].
સાચો પાલનહાર ઇલાહ (અલ્લાહ) પોતાના દરેક ગુણોમાં પરિપૂર્ણ છે.
તેના ગુણો માંથી એક ગુણ એ પણ છે કે તે ઇલાહ (પૂજ્ય) છે, અને તેના સિવાય જે કઈ પણ છે તે તેનું સર્જન છે, જેઓ તેના આદેશોનું પાલન કરવાને આધીન છે.
તેના ગુણો માંથી એક ગુણ એ પણ છે કે તે "અલ્ હય્ય" (હંમેશા જીવિત રહેનાર) અને "અલ્ કય્યુમ" (દરેકની સંભાળ રાખનાર) છે, અલ્લાહ જ છે, જેણે દરેક જાનદારને જીવન આપ્યું છે, અને તેમને બિનઅસ્તિત્વમાંથી અસ્તિત્વમાં લાવ્યો છે, અને તે જ તેમની તેમના અસ્તિત્વ સાથે સંભાળ રાખનાર અને રોજી આપનાર છે, અલ્લાહ હંમેશાથી જીવિત છે અને તેને ક્યારેય મૃત્યુ નહીં આવે, અને તેનું નષ્ટ થવું અશક્ય છે, અને તે કાયમ રહેનાર છે, તેને ક્યારેય ઊંઘ નથી આવતી, પરંતુ તે ને ન તો તેને જોકું આવે છે, ન તો ઊંઘ.
અને તેના ગુણો માંથી એક ગુણ તે પણ છે કે તે "અલ્ અલીમ" (દરેક વસ્તુને જાણનાર) છે, તેનાથી આકાશ અને જમીનની કોઈ પણ વસ્તુ છુપાયેલી નથી,
તેના ગુણો માંથી એક ગુણ "અસ્ સમીઅ" (સાંભળવાવાળો) અને "અલ્ બસીર" (જોવાવાળો) છે, અર્થાત્ તે દરેક વસ્તુને સાંભળે છે અને દરેક સર્જનને જુએ છે, અને તેમના દિલમાં જે પણ ખ્યાલો આવે છે અને દિલમાં છુપાયેલી દરેક વાતોને સારી રીતે જાણે છે, અને અલ્લાહ તઆલાથી આકાશ અને જમીનની કોઈ વસ્તુ છુપાયેલી નથી.
એવી જ રીતે તેનો એક ગુણ "અલ્ કદીર" (અત્યંત બળવાન) છે, તેને કોઈ અસક્ષમ નથી કરી શકતું, અને ન તો કોઈ પણ તેના ઈરાદાને ટાળી શકે છે, તે જે ઈચ્છે છે કરે છે અને જે ઈચ્છે છે તેને રોકી દે છે, અને તે જે ઈચ્છે તેને આગળ કરે છે અને જે ઈચ્છે તેને પાછળ કરે છે, અને તે સંપૂણ હિકમતવાળો છે.
અને તે અલ્લાહના ગુણો માંથી એક ગુણ "અલ્ ખાલિક: (સર્જનહાર, પેદા કરવાવાળો)", "અર્ રાઝિક: (રોજી આપનાર)" અને "અલ્ મુદબ્બિર: ( વ્યવસ્થાપક)" છે, તે જ છે જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે અને તે જ તેનું સંચાલન કરે છે, અને દરેક સર્જન અને સૃષ્ટિ તેના આધીન છે.
એવી જ રીતે તેના ગુણો માંથી એક ગુણ એ છે કે તે પીડિતોની ફરિયાદો સાંભળે છે, તકલીફમાં સપડાયેલા લોકોને રાહત આપે છે અને તેમના દુ:ખને દૂર કરે છે. જ્યારે કોઈ પણ સર્જનને કોઈ તકલીફ પહોંચે છે, તો તે અત્યંત જરૂરતના સમયે તેની તરફ જ પાછો ફરે છે.
ઈબાદત ફક્ત અલ્લાહ તઆલા માટે જ છે; કારણકે તે એકલો જ સંપૂર્ણ ઈબાદતને લાયક છે, તેના સિવાય અન્યની ઈબાદત કરવી યોગ્ય નથી; કારણકે તેના સિવાય જેની પણ ઈબાદત કરવામાં આવે છે તે પૂજયો ખોટા અને બાતેલ છે, જે અધૂરા, મૃત્યુ પામનારા અને નષ્ટ થનારા છે.
અલ્લાહ તઆલાએ આપણને એવી બુદ્ધિ આપી છે, જે તેની મહાનતાનો આભાસ કરે છે, અને તેણે આપણી અંદર એક એવી ફિતરત રાખી છે જે ભલાઈને પસંદ કરે છે, અને બુરાઈને નાપસંદ કરે છે, અને જ્યારે આપણે અલ્લાહ તરફ પાછા ફરીએ છીએ તો આપણને શાંતિ પ્રાપ્ત થાય છે, અને આ જ ફિતરત તેની સંપૂર્ણતા દર્શાવે છે, અને તેનામાં કોઈ પણ પ્રકારની ખામી નથી અને તે પવિત્ર છે.
એક બુદ્ધિશાળી વ્યક્તિ માટે યોગ્ય નથી કે તે એક સંપૂર્ણ (અલ્લાહને) છોડીને અધૂરાની ઈબાદત કરે, અથવા એવા વ્યક્તિની ઈબાદત કરે જે તેના જેવા અથવા તેનાથી પણ નીચા દરજ્જાવાળા હોય.
તે પૂજ્ય પાલનહાર મનુષ્ય, દેવતા, પથ્થર, વૃક્ષ કે જાનવર (ઈબાદતને લાયક નથી) હોય સકતા!
પાલનહાર તો તે છે, જે આકશોની ઉપર છે, અને જે પોતાના અર્શ પર બિરાજમાન છે, જે પોતાના સર્જનથી અલગ છે, જેનામાં તેના સર્જનની કોઈ વસ્તુ નથી, અને ન તો તેની કોઈ વસ્તુ તેના સર્જનમાં છે, અને તે પોતાના સર્જનીઓ માંથી કોઈનામાં રહેતો નથી અને ન તો તે તેમનો અવતાર લે છે.
કોઈ વસ્તુ પાલનહાર જેવી નથી, અને તે સાંભળવાવાળો અને જોવાવાળો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને તે પોતાના સર્જનીઓથી બેનિયાઝ છે, ન તો તે ઊંઘે છે ન તો તે ખાવાનું ખાઈ છે, અને તે મહાન છે તે વસ્તુથી કે તેને પત્ની અથવા સંતાનની જરૂર પડે; કારણકે સર્જનહારમાં મહાન ગુણો છે, અને તેની ક્યારેય અધૂરા કે અસક્ષમ ગુણો દ્વારા સરખામણી કરી શકાતી નથી.
અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ضُرِبَ مَثَلٞ فَٱسۡتَمِعُواْ لَهُۥٓۚ إِنَّ ٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ لَن يَخۡلُقُواْ ذُبَابٗا وَلَوِ ٱجۡتَمَعُواْ لَهُۥۖ وَإِن يَسۡلُبۡهُمُ ٱلذُّبَابُ شَيۡـٔٗا لَّا يَسۡتَنقِذُوهُ مِنۡهُۚ ضَعُفَ ٱلطَّالِبُ وَٱلۡمَطۡلُوبُ ٧٣ مَا قَدَرُواْ ٱللَّهَ حَقَّ قَدۡرِهِۦٓۚ إِنَّ ٱللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ74﴾
{હે લોકો ! તમારી સમક્ષ એક ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે, કાન લગાવી સાંભળો ! અલ્લાહ સિવાય જેને પણ તમે પોકારો છો, જો તે બધા જ એકઠા થઇ જાય તો પણ એક માખીનું પણ સર્જન નથી કરી શકતા,પરંતુ જો માખી તેમની પાસેથી કોઈ વસ્તુ લઇ લે તો આ લોકો તો તેને પણ તેની પાસેથી છીનવી નથી શકતા, ખૂબ જ નબળો છે, જે માંગી રહ્યો છે અને ખૂબજ નબળો છે તે, જેની પાસે માંગવામાં આવી રહ્યું છે. (૭૩)
તે લોકોએ અલ્લાહની પ્રતિષ્ઠા પ્રમાણે અલ્લાહની કદર ન કરી, અલ્લાહ તઆલા ખૂબ જ તાકાતવર, ઝબરદસ્ત છે. (૭૪)} [સૂરે અલ્ હજ્જ: ૭૩-૭૪].
આ મહાન સર્જનહારે આપણને કેમ પેદા કર્યા? અને તે આપણી પાસેથી શું ઈચ્છે છે?
શું તે શક્ય છે કે અલ્લાહએ આ બધા જીવોને કોઈ હેતુ વિના પેદા કર્યા હોય? શું તેણે તેમને વ્યર્થ પેદા કર્યા છે? જ્યારે તે હિકમતવાળો અને સર્વજ્ઞાની છે?
જેણે આપણને આટલી ચોકસાઈ અને સંપૂણતા સાથે પેદા કર્યા હોય, અને આકાશ તેમજ જમીનની દરેક ફાયદાવાળી વસ્તુને આપણાં માટે આધીન કરી હોય, તો શું તે આપણને કોઈ હેતુ વગર પેદા કરી શકે છે? અથવા સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ લીધા વિના આપણને છોડી શકે છે? જેમાં આપણે વ્યસ્ત છે, જેમકે: આપણે અહીંયા કેમ છે? અને મૃત્યુ પછી શું? અને આપણાં સર્જનનો હેતુ શું છે?
અને શું તે શક્ય છે કે અત્યાચારીને કોઈ સઝા આપવામાં ન આવે અને સત્કાર્યો કરનારને કોઈ બદલો આપવામાં ન આવે?
પવિત્ર અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿أَفَحَسِبۡتُمۡ أَنَّمَا خَلَقۡنَٰكُمۡ عَبَثٗا وَأَنَّكُمۡ إِلَيۡنَا لَا تُرۡجَعُونَ115﴾
{શુ આ લોકો એવું સમજે છે કે અમે તેમને બેકાર પેદા કર્યા છે, અને તેમને અમારી તરફ પાછા ફરવાનું નથી?} [સૂરે અલ મુઅમિનૂન: ૧૧૫].
પરંતુ અલ્લાહએ પયગંબરોને મોકલ્યા જેથી આપણે આપણા અસ્તિત્વનો હેતુ જાણી શકીએ, અને તેઓ આપણું માર્ગદર્શન કરે કે આપણે કેવી રીતે અલ્લાહની ઈબાદત કરવી જોઈએ અને કેવી રીતે તેની નિકટતા પ્રાપ્ત કરવી જોઈએ, અને તે આપણાંથી શું ઈચ્છે છે! અને આપણે કેવી રીતે તેની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ છીએ, અને તેઓ આપણને જણાવે કે આપણે મૃત્યુ પછી ક્યાં જવાનું છે?
અને અલ્લાહએ પયગંબરોને મોકલ્યા, જેથી તેઓ આપણને જણાવે કે અલ્લાહ એકલો જ ઈબાદતને લાયક છે, અને તે પયગંબરોએ આપણને તેની ઈબાદત કરવાનો તરીકો શીખવાડે, અને તેના આદેશો અને નિષેધ કાર્યોની જાણ કરે, અને એવી જ રીતે આપણને સારા અખ્લાક શીખવાડે, જો આપણે તેને અપનાવીએ તો આપણું જીવન સારું અને દરેક પ્રકારની ભલાઈઓ અને બરકતોથી ભરેલું હશે.
અને ખરેખર અલ્લાહએ ઘણા પયગંબરો મોકલ્યા, જેમકે: (નૂહ, ઈબ્રાહીમ, મૂસા ઈસા), અને તે પયગંબરોની મુઅજિઝા (ચમત્કારો) અને નિશાનીઓ વડે મદદ કરી, અને તે મુઅજિઝાઓ તેમની સત્યતાનો પુરાવા છે કે તેઓ અલ્લાહ તરફથી આવેલા પેગમબરો છે, અને અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ છે.
અને ખરેખર તે પયગંબરોએ આપણને જણાવ્યું કે આ જીવન ફક્ત એક પરીક્ષા છે અને સાચુ જીવન તો મૃત્યુ પછીનું જીવન છે
અને ત્યાં મોમિનો માટે જન્નત છે, જેઓ ફક્ત એક અલ્લાહની ઈબાદત કરતાં હતા અને દરેક પયગંબરો પર ઈમાન ધરાવતા હતા, અને એવી જ રીતે ત્યાં એક જહન્નમ પણ છે જે કાફિરો માટે છે, જેઓ અલ્લાહની સાથે સાથે અન્યની પણ ઈબાદત કરતાં હતા, અથવા અલ્લાહએ મોકલેલા પયગંબરો માંથી કોઈ પયગંબર પર ઈમાન ધરાવતા ન હતા.
અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿يَٰبَنِيٓ ءَادَمَ إِمَّا يَأۡتِيَنَّكُمۡ رُسُلٞ مِّنكُمۡ يَقُصُّونَ عَلَيۡكُمۡ ءَايَٰتِي فَمَنِ ٱتَّقَىٰ وَأَصۡلَحَ فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ ٣٥ وَٱلَّذِينَ كَذَّبُواْ بِـَٔايَٰتِنَا وَٱسۡتَكۡبَرُواْ عَنۡهَآ أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ36﴾
{હે આદમના સંતાનો! જો તમારી પાસે તમારા માંથી જ કોઈ પયગંબર આવે, અને જે મારા આદેશોને તમારી સમક્ષ રજૂ કરે, તો જે વ્યક્તિ ડરવા લાગે અને સુધારો કરી લે તો તે લોકો પર ન તો કોઇ ભય હશે અને ન તો તે નિરાશ થશે. (૩૫)
અને જે લોકો અમારા આદેશોને જુઠલાવી દીધા અને તેની સામે ઘમંડ કરે છે, તે લોકો જ જહન્નમી છે, તેઓ તેમાં હંમેશા રહેશે. (૩૬) } [સૂરે અલ્ અઅરાફ: ૩૫-૩૬].
અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿يَٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱعۡبُدُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُمۡ وَٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُونَ ٢١ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ فِرَٰشٗا وَٱلسَّمَآءَ بِنَآءٗ وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجَ بِهِۦ مِنَ ٱلثَّمَرَٰتِ رِزۡقٗا لَّكُمۡۖ فَلَا تَجۡعَلُواْ لِلَّهِ أَندَادٗا وَأَنتُمۡ تَعۡلَمُونَ ٢٢ وَإِن كُنتُمۡ فِي رَيۡبٖ مِّمَّا نَزَّلۡنَا عَلَىٰ عَبۡدِنَا فَأۡتُواْ بِسُورَةٖ مِّن مِّثۡلِهِۦ وَٱدۡعُواْ شُهَدَآءَكُم مِّن دُونِ ٱللَّهِ إِن كُنتُمۡ صَٰدِقِينَ ٢٣ فَإِن لَّمۡ تَفۡعَلُواْ وَلَن تَفۡعَلُواْ فَٱتَّقُواْ ٱلنَّارَ ٱلَّتِي وَقُودُهَا ٱلنَّاسُ وَٱلۡحِجَارَةُۖ أُعِدَّتۡ لِلۡكَٰفِرِينَ ٢٤ وَبَشِّرِ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ أَنَّ لَهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ كُلَّمَا رُزِقُواْ مِنۡهَا مِن ثَمَرَةٖ رِّزۡقٗا قَالُواْ هَٰذَا ٱلَّذِي رُزِقۡنَا مِن قَبۡلُۖ وَأُتُواْ بِهِۦ مُتَشَٰبِهٗاۖ وَلَهُمۡ فِيهَآ أَزۡوَٰجٞ مُّطَهَّرَةٞۖ وَهُمۡ فِيهَا خَٰلِدُونَ25﴾
{હે લોકો! પોતાના તે પાલનહારની બંદગી કરો, જેણે તમને પણ પેદા કર્યા અને તમારા પહેલાના લોકોને પણ, (અને તેની ઈબાદત એટલા માટે કરો) કે તમે પરહેજગાર બની શકો. (૨૧)
તે અલ્લાહની (ઈબાદત કરો) જેણે તમારા માટે ધરતીને પાથરણું અને આકાશને છત બનાવ્યું અને આકાશમાંથી પાણી વરસાવી તેનાથી ફળ પૈદા કરી તમને રોજી આપી, ખબરદાર! (આ બધી વાતો) જાણતા હોવા છતાંય અલ્લાહની સાથે બીજાને ભાગીદાર ન બનાવશો. (૨૨)
અને (હે કાફિરો!) અમે જે કંઇ પણ પોતાના બંદા (મુહમ્મદ) પર ઉતાર્યું છે, તેમાં જો તમને કંઇ પણ શંકા હોય, તો આના જેવી એક સૂરહ (પાઠ) તો બનાવી લાવો, જો તમે સાચા હોય તો અલ્લાહ તઆલાને છોડીને પોતાના મદદ કરવાવાળાઓને પણ બોલાવી લો. (૨૩)
અને જો તમે આ કામ ન કરી શકો, અને તમે આ કામ ક્યારેય પણ નથી કરી શકતા, તો પછી (જહન્નમની) આગથી બચો, જેનું ઇંધણ માનવી અને પત્થર હશે, જે કાફિરો માટે તૈયાર કરવામાં આવી છે. (૨૪)
(હે પયગંબર!) ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓને તે જન્નતોની ખુશખબરી આપી દો, જેની નીચે નહેરો વહી રહી છે, જ્યારે પણ તેઓને (તે જન્નત) માંથી કોઈ ફળ રોજી માટે આપવામાં આવશે, તો તેઓ કહેશે કે આ તો તે જ ફળ છે, જે અમને આનાથી પહેલા (દુનિયામાં) આપવામાં આવ્યું હતું, (કારણકે જે ફળ તેમને આપવામાં આવશે) તે ફળ રૂપમાં દુનિયાના ફળ જેવું હશે, તેમજ તે (ઈમાનવાળાઓ) માટે પવિત્ર પત્નિઓ હશે, અને તેઓ તે જન્નતોમાં હંમેશા રહેશે. (૨૫)} [સૂરે અલ્ બકરહ: ૨૧-૨૫].
આટલી સંખ્યામાં પયગંબરો કેમ આવ્યા?
ખરેખર અલ્લાહએ દરેક કોમ તરફ પયગંબરોને મોકલ્યા, એવી કોઈ કોમ નથી જેની તરફ પયગંબર ન આવ્યા હોય, તેઓ તેમને પોતાના પાલનહારની ઈબાદત તરફ બોલાવતા હતા, અને તેમને અલ્લાહના આદેશો અને અલ્લાહએ પ્રતિબંધિત કરેલ કાર્યો વિષે જણાવતા હતા, અને તે દરેક પયગંબરોની દઅવતનો હેતુ ફક્ત એક અલ્લાહની ઈબાદત હતો, જ્યારે કોઈ કોમ તેમના પયગંબરે લાવેલ તૌહીદના આદેશને છોડવા અથવા તેમાં ફેરફાર કરવા લાગતી, તો અલ્લાહ એક બીજા પયગંબરને તેમની તરફ માર્ગદર્શન આપનાર બનાવી મોકલી દેતો, જેથી તે પયગંબર તે આદેશને સુધારી લોકોને તેમની મૂળ ફિતરત અલ્લાહની તૌહીદ અને તેના અનુસરણ તરફ લાવે,
અહી સુધી કે અલ્લાહએ પયગંબરી મુહમ્મદ ﷺ પર પૂર્ણ કરી, જેઓ સંપૂર્ણ દીન અને સમગ્ર માનવજાતિ માટે કયામત સુધી હંમેશા રહેવાવાળી શરીઅત લઈને આવ્યા, જે એક સંપૂર્ણ શરીઅત અને પાછલી દરેક શરીઅતોને રદ કરે છે, અને અલ્લાહએ આ શરીઅતને કયામત સુધી બાકી રહેવાવાળી બનાવી.
કોઈ પણ વ્યક્તિ દરેક પયગંબરો પર ઇમાન લાવ્યા વગર મોમિન નથી બની શકતો
અલ્લાહ જ છે, જેણે પયગંબરોને મોકલ્યા છે, અને સમગ્ર સર્જનને તેમનું અનુસરણ કરવાનો આદેશ આપ્યો છે, જે કોઈ તેમના માંથી એક પણ પયગંબરની વાતનો અસ્વીકાર કરશે તો તેણે દરેક પયગંબરોનો અસ્વીકાર કર્યો એમ માનવામાં આવશે, અને તેનાથી મોટો કોઈ ગુનોહ નથી કે એક વ્યક્તિ અલ્લાહની વહીનો અસ્વીકાર કરે, અને જન્નતમાં દાખલ થવા માટે દરેક પયગંબરો પર ઈમાન લાવવું જરૂરી છે.
આ સમયે દરેક માટે અલ્લાહ પર, અલ્લાહના દરેક પયગંબરો પર અને આખિરતના દિવસ પર ઈમાન લાવવું જરૂરી છે, અને આ સમયે આ ફક્ત અલ્લાહના અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ પર ઈમાન લાવીને જ થઈ શકશે, જેમને હંમેશા રહેવાવાળા મુઅજિઝા વડે સમર્થન આપવામાં આવ્યું, અને તે કુરઆન કરીમ છે, જેની સુરક્ષાની જવાબદારી પોતે અલ્લાહએ લીધી છે.
અલ્લાહએ પવિત્ર કુરઆનમાં વર્ણન કર્યું કે જે વ્યક્તિએ કોઈ પણ પયગંબરો માંથી એક પયગંબર પર ઈમાન લાવવાનો ઇન્કાર કરશે તો તેણે અલ્લાહનો ઇન્કાર કર્યો, અને તેની વહીને જુઠલાવી, અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿إِنَّ ٱلَّذِينَ يَكۡفُرُونَ بِٱللَّهِ وَرُسُلِهِۦ وَيُرِيدُونَ أَن يُفَرِّقُواْ بَيۡنَ ٱللَّهِ وَرُسُلِهِۦ وَيَقُولُونَ نُؤۡمِنُ بِبَعۡضٖ وَنَكۡفُرُ بِبَعۡضٖ وَيُرِيدُونَ أَن يَتَّخِذُواْ بَيۡنَ ذَٰلِكَ سَبِيلًا ١٥٠ أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡكَٰفِرُونَ حَقّٗاۚ وَأَعۡتَدۡنَا لِلۡكَٰفِرِينَ عَذَابٗا مُّهِينٗا151﴾
{જે લોકો અલ્લાહનો અને તેના પયગંબરોનો ઇન્કાર કરે છે અને ઇચ્છે છે કે અલ્લાહ અને તેના પયગંબર વચ્ચે ભેદભાવ રાખે અને કહે છે કે કેટલાક પયગંબરો પર અમારું ઈમાન છે અને કેટલાક પર (ઈમાન) નથી અને એવું ઇચ્છે છે કે કૂફર અને ઈમાન વચ્ચે (એક ત્રીજો) માર્ગ અપનાવી લે. (૧૫૦)
આવા લોકો જ ખરેખર કાફિર છે, અને અમે કાફિરો માટે અપમાનિત કરવાવાળો અઝાબ તૈયાર કરી રાખ્યો છે. {૧૫૧}} [સૂરે અન્ નિસા: ૧૫૦-૧૫૧].
એટલા માટે આપણે સૌ મુસ્લિમ અલ્લાહના આદેશોનું પાલન કરી અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવીએ છીએ, સાથે સાથે દરેક પયગંબરો અને પાછલી દરેક કિતાબો પર ઈમાન ધરાવીએ છીએ, અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿ءَامَنَ ٱلرَّسُولُ بِمَآ أُنزِلَ إِلَيۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّن رُّسُلِهِۦۚ وَقَالُواْ سَمِعۡنَا وَأَطَعۡنَاۖ غُفۡرَانَكَ رَبَّنَا وَإِلَيۡكَ ٱلۡمَصِيرُ285﴾
{પયગંબરો પર જે કંઈ તેમના પાલનહાર તરફથી ઉતર્યું, તેના પર તે પોતે પણ ઇમાન લાવ્યા અને સૌ ઇમાનવાળાઓ પર ઈમાન લાવ્યા, તેઓ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવે છે, અને કહે છે કે અમે પયંગબરો માંથી કોઇ પયગંબર વચ્ચે તફાવત નથી કરતા, તેઓએ કહે છે કે અમે આદેશો સાંભળ્યા અને આજ્ઞાનું પાલન કર્યું, હે અમારા પાલનહાર ! અમે તારી માફી ઇચ્છીએ છીએ અને અમને તારી જ તરફ પાછા ફરવાનું છે.} [સૂરે અલ્ બકરહ: ૨૮૫].
કુરઆન કરીમ શું છે?
કુરઆન કરીમ તે અલ્લાહનું કલામ (વાણી) અને વહી છે, જે તેણે પોતાના અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ પર ઉતાર્યું છે, અને તે એક મહાન મુઅજિઝો છે, જે નબી ﷺ ની નબૂવ્વતની સત્યતાનો પુરાવો છે, અને કુરઆન કરીમના દરેક આદેશો સાચા અને તેની દરેક જાણકારી સાચી છે,
અને અલ્લાહ તઆલાએ તેને જૂઠલાવવાવાળા લોકોને એક ચેલેન્જ આપ્યું કે તેઓ તેના જેવી એક સૂરહ બનાવી લઈ આવે, પરંતુ તેઓ તેની સામગ્રીની મહાનતા અને વ્યાપક્તાના કારણે આમ કરવામાં અસમર્થ રહ્યા; જેમાં દુનિયા અને આખિરતમાં માનવીના જીવનની દરેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને તેમાં ઈમાનને લગતા દરેક પુરાવાઓ છે, જેના પર એક માનવીએ ઈમાન ધરાવવું જરૂરી છે,
જેમકે તેમાં આદેશો અને પ્રતિબંધોનો પણ સમાવેશ છે, જે માનવીને તેના પાલનહાર, પોતાની ઝાત, અને અન્ય સર્જન સાથે સંબંધ રાખવામાં મદદ રૂપ થાય છે, અને આ દરેક બાબતો સ્પષ્ટ અને વ્યાપક રૂપમાં વર્ણન કરવામાં આવી છે,
એવી જ રીતે તેમાં કેટલાક તાર્કિક અને વૈજ્ઞાનિક પુરાવાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે એ વાતનો પુરાવો છે કે આ કિતાબ માનવજાત તરફથી નથી, પરંતુ તે સમગ્ર સૃષ્ટિના પવિત્ર અને ઉચ્ચ પાલનહાર તરફથી છે.
ઇસ્લામ શું છે?
ઇસ્લામ તે છે: અલ્લાહની તોહીદનો સ્વીકાર કરવો અને અલ્લાહ સમક્ષ માથું જુકાવી દેવું, આજ્ઞાકારી બની તેનો આદેશ માની લેવો, અને હૃદય પૂર્વક તેની શરીઅતનો સ્વીકાર કરવો, અને તે દરેકનો ઇન્કાર કરવો જેની અલ્લાહને છોડીને ઈબાદત કરવામાં આવે છે.
અને ખરેખર અલ્લાહએ દરેક પયગંબરોને એક જ સંદેશો આપી મોકલ્યા: તે સંદેશ એ છે કે કોઈને પણ અલ્લાહનો ભાગીદાર ઠેહરાવ્યા વિના ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવી, અને તેના સિવાય જેની પણ ઈબાદત કરવામાં આવે છે તેનો ઇન્કાર કરવો.
ઇસ્લામ તે દરેક પયગંબરોનો દીન છે, અને તે દરેકની દઅવત એક જ હતી, પરંતુ તેમની શરીઅતો જુદી જુદી હતી, આજે ફક્ત મુસલમાનો જ તે સાચા દીન પર કાયમ છે, જે દરેક પયગંબરો લઈને આવ્યા હતા, અને આ સમયે ફક્ત ઇસ્લામનો સદેશ જ સાચો છે, અને આ સર્જનહાર તરફથી માનવતા માટેનો અંતિમ સંદેશ છે,
બસ પાલનહારે ઇબ્રાહીમ, મૂસા, ઈસા અલૈહિમુસ્ સલામને મોકલ્યા, તેણે જ અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ ને એવી ઇસ્લામી શરીઅત સાથે મોકલ્યા જેના દ્વારા પાછલી દરેક શરીઅતોને રદ કરી દેવામાં આવી.
ઇસ્લામ સિવાયના દરેક ધર્મો જેની લોકો આજે ઈબાદત કરી રહ્યા છે, તે એવા ધર્મો છે, જેને માનવીઓએ બનાવ્યા છે, અથવા જે આદેશો અલ્લાહ તરફથી હતા તેમાં માનવીઓની હેરાફેરી કરી, છેવટે તે પાખંડીઓની અંધશ્રદ્ધા, દંતકથાઓ અને માનવ પ્રયાસોનું મિક્ષણ બની ગયા.
હા, મુસલમાનોનો ધર્મ તે એક સ્પષ્ટ ધર્મ છે, જેમાં કોઈ ફેરફાર થયો નથી, જેમકે તેમની ઈબાદતો જેના દ્વારા તેઓ અલ્લાહની ઈબાદત કરે છે, તે પણ એક જ છે, તેમાંથી દરેક પાંચ વખતની નમાઝ પઢે છે, પોતાના માલો માંથી ઝકાત આપે છે, અને રમજાન મહિનાના રોઝા રાખે છે, અને તેમની કિતાબ, કુરઆન કરીમમાં ચિંતન-મનન કરે છે, જે દરેક શહેરોમાં એક જ છે, અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿...ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗاۚ فَمَنِ ٱضۡطُرَّ فِي مَخۡمَصَةٍ غَيۡرَ مُتَجَانِفٖ لِّإِثۡمٖ فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ﴾
{આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો, બસ! જે વ્યક્તિ સખત ભૂખના કારણે ,(આ હરામ કરેલી વસ્તુઓ માંથી કોઈ વસ્તુ ખાવા પર) આકુળવ્યાકુળ થઇ જાય, શરત એ છે કે કોઇ ગુનાહ તરફ તેની ઇચ્છા ન હોય, તો ખરેખર અલ્લાહ તઆલા માફ કરનાર અને ઘણો જ કૃપાળુ છે.} [સૂરે અલ્ માઇદહ: ૩].
અલ્લાહ તઆલા કુરઆનમાં કહ્યું:
﴿قُلۡ ءَامَنَّا بِٱللَّهِ وَمَآ أُنزِلَ عَلَيۡنَا وَمَآ أُنزِلَ عَلَىٰٓ إِبۡرَٰهِيمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَٱلۡأَسۡبَاطِ وَمَآ أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَٱلنَّبِيُّونَ مِن رَّبِّهِمۡ لَا نُفَرِّقُ بَيۡنَ أَحَدٖ مِّنۡهُمۡ وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ ٨٤ وَمَن يَبۡتَغِ غَيۡرَ ٱلۡإِسۡلَٰمِ دِينٗا فَلَن يُقۡبَلَ مِنۡهُ وَهُوَ فِي ٱلۡأٓخِرَةِ مِنَ ٱلۡخَٰسِرِينَ85﴾
{તમે કહી દો કે અમે અલ્લાહ તઆલા અને જે કંઇ અમારા પર ઉતારવામાં આવ્યું છે અને જે કંઇ ઇબ્રાહીમ, ઇસ્માઇલ, યાકૂબ અને તેઓના સંતાનો પર ઉતારવામાં આવ્યું અને જે કંઇ મૂસા, ઇસા, અને બીજા પયગંબરોને અલ્લાહ તઆલા તરફથી આપવામાં આવ્યું. તે સૌ પર ઇમાન લાવ્યા. અમે તેઓ માંથી કોઇની વચ્ચે ભેદભાવ નથી કરતા અને અમે અલ્લાહ તઆલાના આજ્ઞાકારી છે. (૮૪)
{અને જે વ્યક્તિ ઇસ્લામ વગર બીજો દીન શોધે તેનો દીન કબૂલ કરવામાં નહીં આવે અને તે આખિરતમાં નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે. (૮૫)} [સૂરે આલિ ઇમરાન: ૮૪-૮૫].
ઇસ્લામ દીન જ સંપૂર્ણ જીવન પદ્ધતિ છે, જે સામાન્ય સમજ અને તર્ક સાથે સુસંગત છે, અને સામાન્ય લોકો દ્વારા સ્વીકારવામાં આવે છે, તેને મહાન સર્જકે તેની રચના માટે કાયદો બનાવ્યો છે, દુનિયા અને આખિરત બન્નેમાં લોકો માટે ઇસ્લામ ભલાઈ અને ખુશખબર આપનાર દીન છે, કોઈ વ્યક્તિ કોઈની જાતપાતના કારણે અલગ નથી, ન તો પોતાના રંગ અને રૂપ દ્વારા અલગ છે, દરેક લોકો બરાબર છે, કોઈ વ્યક્તિને કોઈ વ્યક્તિ પર પ્રાથમિકતા આપવામાં આવી નથી, હા નેક અમલ પ્રમાણે એકબીજા પર પ્રાથમિકતા હોઈ શકે છે.
અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿مَنۡ عَمِلَ صَٰلِحٗا مِّن ذَكَرٍ أَوۡ أُنثَىٰ وَهُوَ مُؤۡمِنٞ فَلَنُحۡيِيَنَّهُۥ حَيَوٰةٗ طَيِّبَةٗۖ وَلَنَجۡزِيَنَّهُمۡ أَجۡرَهُم بِأَحۡسَنِ مَا كَانُواْ يَعۡمَلُونَ97﴾
{અને જે વ્યક્તિ ઈમાનની સ્થિતિમાં નેક કાર્યો કરશે, પુરુષ હોય કે સ્ત્રી, તો ખરેખર અમે તેમને શ્રેષ્ઠ જીવન આપીશું, અને તેમના નેક કાર્યોનો શ્રેષ્ઠ બદલો અમે તેમને જરૂર આપીશું.} [સૂરે અન્ નહલ :૯૭].
ઇસ્લામ ખુશીઓનો માર્ગ છે
ઇસ્લામ એ દરેક પયગંબરોનો ધર્મ છે, હા! આ ફક્ત અરબના લોકોનો ધર્મ નથી, પરંતુ સમગ્ર માનવજાતિ માટેનો ધર્મ છે.
ઇસ્લામ જ દુનિયાની સાચી ખુશી અને આખિરતની શાશ્વત ખુશીનો માર્ગ છે.
ઇસ્લામ જ એક માત્ર એવો ધર્મ છે, જે શરીર અને આત્મા બંનેની જરૂરતો પૂરી પાડે છે, અને દરેક માનવ સમસ્યાનોનો ઉલેક બતાવે છે, અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿قَالَ ٱهۡبِطَا مِنۡهَا جَمِيعَۢاۖ بَعۡضُكُمۡ لِبَعۡضٍ عَدُوّٞۖ فَإِمَّا يَأۡتِيَنَّكُم مِّنِّي هُدٗى فَمَنِ ٱتَّبَعَ هُدَايَ فَلَا يَضِلُّ وَلَا يَشۡقَىٰ 123 وَمَنۡ أَعۡرَضَ عَن ذِكۡرِي فَإِنَّ لَهُۥ مَعِيشَةٗ ضَنكٗا وَنَحۡشُرُهُۥ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ أَعۡمَىٰ124﴾
{અલ્લાહ તઆલાએ કહ્યું કે તમે બન્ને (અર્થાત ઇન્સાન અને શેતાન) અહીંયાથી ઊતરી જાવ, તમે એકબીજાના દુશ્મન છો, હવે તમારી પાસે ક્યારેય મારા તરફથી માર્ગદર્શન આવે તો, જે મારા માર્ગદર્શનનું અનુસરણ કરશે તો તે ન તો ગુમરાહ થશે અને ન તો તેને તકલીફ ઉઠવવી પડશે. (૧૨૩)
અને જે મારી યાદથી મોઢું ફેરવશે તેનું જીવન તંગીમાં રહેશે. અને કયામતના દિવસે અમે તેને આંધળો કરી ઉઠાવીશું. (૧૨૪) } [સૂરે તોહા: ૧૨૩-૧૨૪].
એક મુસલમાનને દુનિયા અને આખિરતમાં શું ફાયદો છે?
ઇસ્લામના ઘણા ફાયદા છે, જેમ કે:
૧- દીનીયમાં એ સફળતા અને સન્માન કે માનવી અલ્લાહનો બંદો બની જીવન પસાર કરે, નહીં તો તે શૈતાન, અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરનારો બની જાય છે.
૨- આખિરતમાં તે સફળતા કે તેને અલ્લાહની માફી અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, અને અલ્લાહ તેને જન્નત અને તેની હંમેશા રહેવવાળી અને ક્યારેય ખતમ ન થનારી નેઅમતો આપે છે, અને તે પણ તે જહન્નમના અઝાબથી પણ બચી જાય છે.
૩- મોમિન કયામતના દિવસે, નબીઓ, સત્યની પુષ્ટિ કરનારાઓ, શહીદો, ન્યાયીઓ સાથે હશે, આવા લોકોનો સાથ કેટલો સુંદર હશે! અને જે લોકો ઈમાન નથી લાવતા તેઓ કાફિરો, દુષ્ટ, ગુનેગારો અને ફસાદીઓ સાથે હશે.
૪- જે લોકોને અલ્લાહ જન્નતમાં દાખલ કરશે, તેઓ મૃત્યુ, બીમારી, દુ:ખ, ઘડપણ અથવા તકલીફથી બચીને હંમેશાવાળી ખુશીમાં રહેશે, અને તેમની પાસે તે દરેક વસ્તુ હશે જેની તેઓ ઈચ્છા કરશે, અને જે લોકો જહન્નમમાં દાખલ થશે તેઓ હંમેશા અને કાયમી અઝાબમાં રહશે.
૫- જન્નતમાં એવી નેઅમતો છે, જેને ન તો કોઈ આંખે જોઈ હશે, ન તો કોઈ કાને તેના વિષે સાંભળ્યું હશે, અને ન તો તેની કલ્પના કોઈ માનવીના દિલે કરી હશે, તેની એક દલીલ, અલ્લાહ તઆલાની આ આયત છે:
﴿مَنۡ عَمِلَ صَٰلِحٗا مِّن ذَكَرٍ أَوۡ أُنثَىٰ وَهُوَ مُؤۡمِنٞ فَلَنُحۡيِيَنَّهُۥ حَيَوٰةٗ طَيِّبَةٗۖ وَلَنَجۡزِيَنَّهُمۡ أَجۡرَهُم بِأَحۡسَنِ مَا كَانُواْ يَعۡمَلُونَ97﴾
{અને જે વ્યક્તિ ઈમાનની સ્થિતિમાં નેક કાર્યો કરશે, પુરુષ હોય કે સ્ત્રી, તો ખરેખર અમે તેમને શ્રેષ્ઠ જીવન આપીશું, અને તેમના નેક કાર્યોનો શ્રેષ્ઠ બદલો અમે તેમને જરૂર આપીશું.} [સૂરે અન્ નહલ: ૯૭].
અને અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿فَلَا تَعۡلَمُ نَفۡسٞ مَّآ أُخۡفِيَ لَهُم مِّن قُرَّةِ أَعۡيُنٖ جَزَآءَۢ بِمَا كَانُواْ يَعۡمَلُونَ17﴾
{કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે, જે કંઈ આ લોકો કરતા હતા, આ તેનો બદલો છે} [સૂરે અસ્ સજદહ: ૧૭].
એક બિન-મુસ્લિમને શું નુકસાન થાય છે?
જે લોકો ઇસ્લામને સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દે છે, તેઓ સૌથી મોટી જાણકારી પ્રાપ્ત કરવાથી વંચિત રહી જાય છે, જે અલ્લાહની ઓળખ અને તેના વિષેની માહિતી છે, તેની સાથે સાથે તેઓ અલ્લાહ પર ભરોસો કરવાનું પણ ખોઈ દે છે, જે દુનિયાના જીવનમાં સુરક્ષા અને મનની શાંતિ પ્રદાન કરે છે, અને સાથે સાથે આખિરતમાં હંમેશાની નેઅમતો (ભેટો) થી પણ વંચિત રહી જાય છે.
એવી જ રીતે તે અલ્લાહ તરફથી માનવીઓ માટે મોકલવામાં આવેલી મહાન કિતાબમાં ચિંતન મનન કરવાનું અને તે મહાન કિતાબ પર ઈમાન લાવવાથી પણ વંચિત રહી જાય છે.
એવી જ રીતે માનવી અલ્લાહના મહાન પયગંબરો પર ઈમાન લાવવાથી અને કયામતના દિવસે જન્નતમાં તેમની સાથે દાખલ થવાથી પણ વંચિત થઈ જાય છે, તે સિવાય તેને શૈતાન, જાલિમો અને ગુનેગારો સાથે જહન્નમમાં દાખલ થવું પડશે, અને આ ઠેકાળું પણ ખરાબ છે અને આ સાથીઓ પણ.
અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿قُلۡ إِنَّ ٱلۡخَٰسِرِينَ ٱلَّذِينَ خَسِرُوٓاْ أَنفُسَهُمۡ وَأَهۡلِيهِمۡ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۗ أَلَا ذَٰلِكَ هُوَ ٱلۡخُسۡرَانُ ٱلۡمُبِينُ 15 لَهُم مِّن فَوۡقِهِمۡ ظُلَلٞ مِّنَ ٱلنَّارِ وَمِن تَحۡتِهِمۡ ظُلَلٞۚ ذَٰلِكَ يُخَوِّفُ ٱللَّهُ بِهِۦ عِبَادَهُۥۚ يَٰعِبَادِ فَٱتَّقُونِ16﴾
{તમે તેના સિવાય જેની બંદગી કરવા ઇચ્છો, કરતા રહો, કહી દો! કે સાચે જ મુક્સાન ઉઠાવનારા તે લોકો છે, જેમણે કયામતનાં દિવસે પોતાને અને પોતાના ઘરવાળાઓને નુકસાનમાં નાંખી દીધા, યાદ રાખો કે ખુલ્લું નુકસાન, આ જ છે. (૧૫)
આવા લોકો માટે તેમના ઉપર પણ આગના વાદળો હશે અને નીચે પણ, આ જ તે વસ્તુ છે, જેનાથી અલ્લાહ તઆલા બંદાઓને ડરાવી રહ્યો છે. હે મારા બંદાઓ! બસ! તમે મારાથી ડરતા રહો. (૧૬) } [સૂરે અઝ્ ઝુમર: ૧૫-૧૬].
જે વ્યક્તિ આખિરતમાં મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય, તેણે મુસલમાન થઇ અલ્લાહનો આજ્ઞાકારી અને પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો અનુયાયી બની જવું જોઈએ
દરેક નબીઓ અને પયગંબરો જેના પર દરેક એકમત છે, આખિરતમાં ફક્ત તે લોકોને જ મુક્તિ મળશે, જે મુસલમાનો ફક્ત એક અલ્લાહ પર ઈમાન ધરાવે છે, અને કોઈને તેની સાથે ભાગીદાર ઠેહરાવતા નથી, અને દરેક પયગંબરો પર ઈમાન ધરાવે છે, તે દરેક વ્યક્તિ જે પયગંબરો અને તેમના અનુયાયીઓને સાચા માની તેમના પર ઈમાન ધરાવે છે, તે જન્નતમાં દાખલ થશે અને જહન્નમથી પણ બચી જશે.
જે લોકો અલ્લાહના પયગંબર મૂસા અલૈહિસ્ સલામના સમયે હતા અને તેમના પર ઈમાન લાવ્યા અને તેમણે લાવેલ શિક્ષાઓનું અનુસરણ કર્યું, તો તેઓ સાચા મુસલમાન અને મોમિન હતા, પરંતુ જ્યારે અલ્લાહએ ઈસા અલૈહિસ્ સલામને મોકલ્યા તો મૂસા અલૈહિસ્ સલામના અનુયાયીઓ માટે ઈસા અલૈહિસ્ સલામ પર ઈમાન લાવવું અને તેમનું અનુસરણ કરવું જરૂરી છે.
તો આવી સ્થિતિમાં જે લોકો ઈસા અલૈહિસ્ સલામ પર ઈમાન લઈ આવ્યા, તો તેઓ જ સદાચારી મુસલમાન છે, તે વિરુદ્ધ જે વ્યક્તિ ઈસા અલૈહિસ્ સલામનો ઇન્કાર કરે અને કહે કે હું તો મૂસા અલૈહિસ્ સલામના દીન પર કાયમ છું, તો તે મોમિન નથી; કારણકે તેણે અલ્લાહએ મોકલેલા એક પયગંબર પર ઈમાન લાવવાથી ઇન્કાર કર્યો,
ફરી જ્યારે અલ્લાહ તઆલાએ અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ ને મોકલ્યા, તો દરેક લોકો માટે જરૂરી છે કે તેઓ તેમના પર ઈમાન લાવે; કારણકે જે પાલનહારે મૂસા અલૈહિસ્ સલામ અને ઈસા અલૈહિસ્ સલામને મોકલ્યા હતા, તેણે જ અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ ને મોકલ્યા છે, તો જે વ્યક્તિ મુહમ્મદ ﷺ ને માનવાથી ઇન્કાર કરી દે અને કહે કે હું તો મૂસા અલૈહિસ્ સલામ અને ઈસા અલૈહિસ્ સલામનું અનુસરણ કરતો રહીશ તો તે મોમિન નથી.
કોઈ વ્યક્તિ માટે તે કહેવું પૂરતું નથી કે તે મુસલમાનોનો આદર કરે છે, અને ન તો આખિરતમાં નજાત મેળવવા માટે સદકો આપવો, ગરીબોની મદદ કરવી પૂરતી છે, પરંતુ તેણે અલ્લાહ પર, તેની કિતાબો પર, તેના પયગંબરો પર અને આખિરતના દિવસો પર ઈમાન લાવવું જરૂરી છે, ત્યારે જ અલ્લાહ તેના સત્કાર્યો કબૂલ કરશે! શિર્ક, કુફ્ર અને અલ્લાહએ ઉતારેલી વહીને જુઠલાવવી અથવા તેના અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ ની પયગંબરીને જુઠલાવવા સિવાય બીજો કોઈ મોટો ગુનોહ નથી.
બસ યહૂદીઓ, ઈસાઇઓ અને અન્ય બીજા લોકોએ જેઓ મુહમ્મદ ﷺ ના સંદેશા વિષે સાંભળ્યું અને તેમના પર ઈમાન લાવવા અને ઇસ્લામનો સ્વીકાર કરવાથી ઇન્કાર કર્યો, તો તેઓ જહન્નમમાં હશે અને તેઓ ત્યાં હંમેશા હંમેશ રહેશે, અને આ જ અલ્લાહનો આદેશ છે, કોઈ માનવીનો આદેશ નથી, અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ وَٱلۡمُشۡرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَٰلِدِينَ فِيهَآۚ أُوْلَٰٓئِكَ هُمۡ شَرُّ ٱلۡبَرِيَّةِ6﴾
{અહલે કિતાબ અને મુશરિક લોકો માંથી જે લોકોએ કુફ્ર કર્યું , તે સૌ જહન્નમની આગમાં જશે, જ્યાં તેઓ હંમેશા રહેશે, આ લોકો દરેક સર્જનીઓ માંથી દુષ્ટ સર્જન છે.} [સૂરે અલ્ બય્યિનહ: ૬].
જો કે અલ્લાહ તરફથી માનવજાતિ માટે અંતિમ સંદેશો આવી ચૂક્યો છે, એટલા માટે તે દરેક વ્યક્તિ જે ઇસ્લામ વિષે સાંભળે, તેના માટે જરૂરી છે, કે તેના પર ઈમાન લાવે, તેના નિયમોનું પાલન કરે અને તેના આદેશો અને પ્રતિબંધોનું અનુસરણ કરે, જેથી જે વ્યક્તિએ પણ આ અંતિમ સંદેશાને સાંભળ્યા પછી તેને માનવાથી ઇન્કાર કર્યો, તો અલ્લાહ તેની પાસેથી કઈ પણ સ્વીકારશે નહીં (અર્થાત્ તેણે ઇસ્લામ સિવાય અપનાવેલો કોઈ પણ ધર્મ સ્વીકારશે નહીં), અને તેને આખિરતમાં અઝાબ આપવામાં આવશે.
તેની દલીલો માંથી એક દલીલ, અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿وَمَن يَبۡتَغِ غَيۡرَ ٱلۡإِسۡلَٰمِ دِينٗا فَلَن يُقۡبَلَ مِنۡهُ وَهُوَ فِي ٱلۡأٓخِرَةِ مِنَ ٱلۡخَٰسِرِينَ85﴾
{અને જે વ્યક્તિ ઇસ્લામ વગર બીજો દીન શોધે તેનો દીન કબૂલ કરવામાં નહીં આવે અને તે આખિરતમાં નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે. (૮૫)} [સૂરે આલિ ઇમરાન: ૮૫].
અને અલ્લાહ તઆલાએ કહ્યું:
﴿قُلۡ يَٰٓأَهۡلَ ٱلۡكِتَٰبِ تَعَالَوۡاْ إِلَىٰ كَلِمَةٖ سَوَآءِۭ بَيۡنَنَا وَبَيۡنَكُمۡ أَلَّا نَعۡبُدَ إِلَّا ٱللَّهَ وَلَا نُشۡرِكَ بِهِۦ شَيۡـٔٗا وَلَا يَتَّخِذَ بَعۡضُنَا بَعۡضًا أَرۡبَابٗا مِّن دُونِ ٱللَّهِۚ فَإِن تَوَلَّوۡاْ فَقُولُواْ ٱشۡهَدُواْ بِأَنَّا مُسۡلِمُونَ64﴾
{તમે કહી દો કે હે કિતાબવાળાઓ ! એવી ન્યાયવાળી વાત તરફ આવો જે અમારા અને તમારામાં સમાન છે, અને એ વાત એ કે આપણે અલ્લાહ તઆલા સિવાય કોઇની બંદગી ન કરીએ, ન તેની સાથે કોઇને ભાગીદાર ઠેરવીએ, ન તો તમારા માંથી કોઈ વ્યક્તિ અલ્લાહ તઆલાને છોડીને અન્યને રબ બનાવે, જો તેઓ આ વાતથી મોઢું ફેરવી લે તો તમે કહી દો કે સાક્ષી રહો અમે તો મુસલમાન છે} [સૂરે આલિ ઇમરાન: ૬૪].
મુસલમાનો માટે શું જરૂરી છે?
મુસલમાનો માટે જરૂરી છે કે તેઓ આ છ સ્થંભો (અરકાન) પર ઈમાન લાવે:
૧- અલ્લાહ પર ઈમાન જે સર્જનહાર, રોજી આપનાર, વ્યવસ્થપાક, અને માલિક છે, તેના જેવું કોઈ નથી, તેની ન તો પત્ની છે ન તો સંતાન, અને તે એકલો જ ઈબાદતને લાયક છે, અને તેના સિવાય અન્યની ઈબાદત કરવામાં ન આવે, અને એવો અકીદો રાખવો કે તેના સિવાય જેની પણ ઈબાદત કરવામાં આવે છે તે અયોગ્ય અને બાતેલ છે.
૨- ફરિશ્તાઓ પર ઈમાન, જે અલ્લાહના બંદાઓ છે, જેમને અલ્લાહએ નૂર (પ્રકાશ) દ્વારા પેદા કર્યા છે, તેમનું એક કાર્યો તે છે કે તેઓ અલ્લાહ તરફથી વહી લઈ પયગંબરો પાસે આવે છે.
૩- તે દરેક કિતાબો પર ઇમાન, જેને અલ્લાહ તઆલાએ પોતાના પયગંબરો પર ઉતારી છે (જેમકે: તૌરાત, ઇન્જીલ, -તેના ફેરફાર પહેલા-) અને છેલ્લી કિતાબ કુરઆન કરીમ પર ઈમાન લાવવું જરૂરી છે.
૪- દરેક પયગંબરો પર ઈમાન લાવવું, જેમકે; નૂહ, ઈબ્રાહીમ, મૂસા, ઈસા અને અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ પર, અને તે વાત પર ઈમાન ધરાવવું કે તેઓ સૌ માનવીઓ હતા, તેમના પર અલ્લાહએ વહી યતરી હતી, અને તેમને એવા મુઅજિઝાઓ અને નિશાનીઓ આપી હતી જે તેમના સત્યતાનો પુરાવો હોતી.
૫- આખિરતના દિવસ પર ઈમાન લાવવું, જ્યારે અલ્લાહ દરેક પહેલા અને પાછલા લોકોને ઊભા કરશે અને તેમની વચ્ચે નિર્ણય કરશે, અને મોમિનોને જન્નતમાં દાખલ કરશે, અને કાફિરોને જહન્નમમાં દાખલ કરશે.
૬- તકદીર પર ઈમાન લાવવું, અને તે વત પર ઈમાન લાવવું કે અલ્લાહ જે કઈ પણ ભૂતકાળમાં થઈ ચૂક્યું છે અને જે કઈ પણ ભવિષ્યમાં થવાનું છે તેને જાણે છે, અને અલ્લાહ દરેક વસ્તુને સારી રીતે જાણે છે, અને અલ્લાહએ દરેક વસ્તુને લખી પણ રાખી છે, આ સૃષ્ટિમાં જે કઈ પણ થાય છે, તે તેની મરજી પ્રમાણે થાય છે, અને તે જ દરેક વસ્તુને પેદા કરનાર છે.
અને અલ્લાહના આદેશ મુજબ તેની ઈબાદત કરવી, જેમાં નમાઝ, ઝકાત, રોઝા અને જો શક્તિ હોય તો હજનો સમાવેશ થાય છે. ફરી તે પોતાન દીન (ધર્મ) ની શિક્ષા પ્રાપ્ત કરવી, જે દુનિયામાં સુખ અને આખિરતમાં તેની મુક્તિનો સ્ત્રોત બનશે.
***
અનુક્રમણિકા
ખરેખર પાલનહાર જ મહાન સર્જક છે 5
આ પાલનહાર, સર્જનહાર અને રોજી આપનાર છે, તે અલ્લાહ જ છે, જે પવિત્ર અને ઉચ્ચ છે 6
પાલનહાર સર્જકના ગુણો 8
સાચો પાલનહાર ઇલાહ (અલ્લાહ) પોતાના દરેક ગુણોમાં પરિપૂર્ણ છે. 9
આ મહાન સર્જનહારે આપણને કેમ પેદા કર્યા? અને તે આપણી પાસેથી શું ઈચ્છે છે? 14
આટલી સંખ્યામાં પયગંબરો કેમ આવ્યા? 19
કોઈ પણ વ્યક્તિ દરેક પયગંબરો પર ઇમાન લાવ્યા વગર મોમિન નથી બની શકતો 21
કુરઆન કરીમ શું છે? 23
ઇસ્લામ શું છે? 25
ઇસ્લામ ખુશીઓનો માર્ગ છે 29
એક મુસલમાનને દુનિયા અને આખિરતમાં શું ફાયદો છે? 30
એક બિન-મુસ્લિમને શું નુકસાન થાય છે? 32
જે વ્યક્તિ આખિરતમાં મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય, તેણે મુસલમાન થઇ અલ્લાહનો આજ્ઞાકારી અને પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો અનુયાયી બની જવું જોઈએ 34
મુસલમાનો માટે શું જરૂરી છે? 38
***