أحكام الهدي والأضاحي والتذكية (غوجاراتية)

رسالة موجزة، تضمنت أهم ما يحتاجه المسلم في أحكام الهدي والأضاحي والتذكية؛ حتى يكون المسلم على علمٍ وبصيرة بأمور دينه.

  • earth ભાષા
    (غوجاراتية)
  • earth લેખક:
    اللجنة العلمية برئاسة الشؤون الدينية بالمسجد الحرام والمسجد النبوي
PHPWord

 

 

أَحْكَامُ الهَدْيِ وَالأَضَاحِي وَالتَّذْكِيَةِ

 

હદ્-ય, કુરબાની અને ઝબેહ કરવાના કેટલાક આદેશો

 

 

 

اللَّجْنَةُ العِلْمِيَّةُ

بِرِئَاسَةِ الشُّؤُونِ الدِّينِيَّةِ بِالمَسْجِدِ الحَرَامِ وَالمَسْجِدِ النَّبَوِيِّ

 

મસ્જિદે હરામ અને મસ્જિદે નબવીમાં

દીન બાબતો વર્ણન કરતી પ્રમુખ સંસ્થા

 


بِسْمِ اللهِ الرَّحمَنِ الرَّحِيمِ

પ્રસ્તાવના

દરેક પ્રકારની પ્રશંસા સૃષ્ટીના પાલનહાર અલ્લાહ માટે જ છે, દરુદ અને સલામતી ઉતરે, તે નબી પર, જેમને સૃષ્ટિ માટે અત્યંત દયાળુ બનાવી મોકલવામાં આવ્યા છે, તેમજ તેમના પરિવારવાળા અને સાથીઓ પર અને તેમના પર, જેઓ આપનું અનુસરણ કરે છે અને કયામત સુધી આપના માર્ગ પર ચાલે છે, ત્યાર પછી:

આ એક સંક્ષિપ્ત પુસ્તિકા છે, જેમાં હદયના જાનવર, કુરબાની જાનવર તેમજ તેને ઝબેહ કરવાના કેટલાક મહત્વપૂર્ણ આદેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને જાણવા દરેક મુસલમાનનો માટે અનિવાર્ય છે, આ પુસ્તિકામાં અમે હરમૈન શરીફૈનના મુલાકાતીઓ માટે સંકલિત કર્યું છે, જેથી તેઓ પોતાના ધર્મની બાબતોમાં જ્ઞાન અને સમજ મેળવી શકે, અમે અત્યંત કૃપાળુ અને ઉદાર અલ્લાહથી દુઆ કરીએ છીએ કે તે આ પત્રિકાને ફાયદાકારક બનાવે, તેને નેક અને ફક્ત તેની પ્રસન્નતા માટે બનાવે, તે જ શ્રેષ્ઠ બદલો આપનાર અને આશા રાખવા માટે ખૂબ જ સન્માનીય છે.

અલ્ લજ્નહ ઇલ્મીય્યહ બિ જમ્ઇય્યતિ ખિદમતિલ્ મુહ્તવી અલ્ ઇસ્લામી બિલ્ લુગાત્ (અલગ અલગ ભાષાઓમાં ઇસ્લામિક કન્ટેન્ટની સેવા સંગઠનની વૈજ્ઞાનિક સમિતિ)

 

 

***

 


હદ્-યના જાનવર અને કુરબાનીના જાનવરો બાબતે કેટલાક આદેશો

અલ્ હદ્-ય: તે દરેક વસ્તુ, જે અલ્લાહના પવિત્ર ઘર હરમમાં રજૂ કરવામાં આવતી હોય, ઢોર તેમજ અન્ય જાનવર, જે હરમમાં ઝબેહ કરવામાં આવતા હોય, તેને હદ્-ય એટલા માટે કહેવામાં આવે છે કે તે અલ્લાહની નિકટતા માટે રજૂ કરવામાં આવે છે.

અલિફ પર પેશ "ઉઝ્હિય્યહ" અથવા ઝેર "ઇઝ્હિય્યહ": તે જાનવર, જે ઈદના દિવસે અથવા તશરિકના દિવસોમાં અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવામાં માટે ઝબેહ કરવામાં આવતું હોય.

આ બાબતે મુસલમાનોનો ઇજમાઅ (સર્વસંમતિ) છે.

હદ્-યનું શ્રેષ્ઠ જાનવર: ઊંટ, પછી ગાય, જો તેને સંપૂર્ણ રીતે કાઢવામાં આવે; તેની કિંમત વધારે હોવાના કારણે, તેમાં માસ વધારે હોવાના કારણે જેથી ગરીબોને વધુ ફાયદો પહોંચે, પછી બકરી.

દરેક પ્રકારમાં સૌથી શ્રેષ્ઠ જાનવર તે છે, જે જાનદાર તેમજ મોંઘું હોય; કારણકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું:

﴿ذَٰلِكَۖ وَمَن يُعَظِّمۡ شَعَٰٓئِرَ ٱللَّهِ فَإِنَّهَا مِن تَقۡوَى ٱلۡقُلُوبِ 32﴾

(આ પ્રમાણેના (દરેક કાર્યો) થી બચવું જોઈએ, અને જે વ્યક્તિ અલ્લાહની નિશાનીઓની ઇજજત કરે, આવું તેના દિલમાં અલ્લાહના ડરના કારણે છે}. ([સૂરે હજ: ૩૨].

અઝ્ ઝોઅન પૂરતું થઈ જશે, અને તે ઘેટું જેના છો મહિના પૂર્ણ થઈ ગયા હોય, અને તેના સિવાય અન્ય ઊંટ ગાય અને બકરી જેના આગળના બે દાંત પડી ગયા હોય, મુસિન્નહ (જેના આગળના બે દાંત પડી ગયા હોય) ઊંટ: જેના પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા હોય, અને ગાય: જેના બે વર્ષ પૂર્ણ થઈ ગયા હોય, અને બકરી: જેનું એક વર્ષ પૂર્ણ થઈ ગયું હોય.

હદ્-ય અને કુરબાની માટે ઘરવાળાઓ તરફથી એક બકરી પૂરતી ગણવામાં આવશે, તેમજ ઊંટ અને ગાયમાં હદ્-ય તેમજ કુરબાની બન્ને માટે સાત લોકો ભેગા થઈ કરી શકે છે; કારણકે જાબિર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમાની હદીષ છે, તેમણે કહ્યું:

 

«نَحَرْنَا مَعَ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ عَامَ الْحُدَيْبِيَةِ الْبَدَنَةَ عَنْ سَبْعَةٍ، وَالْبَقَرَةَ عَنْ سَبْعَةٍ».

«અમે હુદૈબિયહના વર્ષે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હાજરીમાં સાત લોકો તરફથી એક ઊંટ ઝબેહ કર્યું અને ગાય પણ સાત લોકો તરફથી ઝબેહ કરી». એક બીજી રિવાયતના શબ્દો આ પ્રમાણે છે:

«خَرَجْنَا مَعَ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ مُهِلِّينَ بِالْحَجِّ فَأَمَرَنَا رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَنْ نَشْتَرِكَ فِي الْإِبِلِ وَالْبَقَرِ كُلُّ سَبْعَةٍ مِّنَّا فِي بَدَنَةٍ».

«હજ માટે તલ્બિયહ પઢતા અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે નીકળ્યા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને આદેશ આપ્યો કે અમે ઊંટ અને ગાયમાં ભાગીદાર બની જઈએ, અમારા માંથી સાત લોકો એક કુરબાનીમાં ભાગીદાર બને». એક બીજી રિવાયતના શબ્દો છે:

«حَجَجْنَا مَعَ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَنَحَرْنَا الْبَعِيرَ عَنْ سَبْعَةٍ، وَالْبَقَرَةَ عَنْ سَبْعَةٍ».

«અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હજ કર્યું, અમે સાત લોકો ભેગા મળીને ઊંટ કુરબાન કર્યું તેમજ સાત લોકો તરફથી એક ગાય ઝબેહ કરી».1

અબૂ અય્યુબ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુની હદીષ છે, જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે તમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયમાં કઈ રીતે કુરબાની કરતા હતા, તો તેમણે કહ્યું:

«كَانَ الرَّجُلُ يُضَحِّي بِالْشَاةِ عَنْهُ وَعَنْ أَهْلِ بَيْتِهِ، فَيَأْكُلُونَ، وَيُطْعِمُونَ، حَتَّى تَبَاهَى النَّاسُ فَصَارَتْ كَمَا تَرَى».

«એક વ્યક્તિ પોતાના અને પોતાના ઘરવાળા તરફથી એક બકરીની કુરબાની કરતો, તેઓ પોતે પણ ખાતા અને અન્ય લોકોને પણ ખવડાવતા હતા, અહીં સુધી કે લોકો (વધારે કુરબાની કરવાના કારણે) એકબીજા પર ફખર કરી રહ્યા છે, હવે સ્થિતિ એવી થઈ ગઈ છે, જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો».2

એક બકરી ઊંટ અને ગાયમાં સાત ભાગ કરતા શ્રેષ્ઠ છે.

હદ્-ય અથવા કુરબાની માટે સ્વસ્થ જાનવર, તેમજ સ્વસ્થ અંગો અને જાનદાર જાનવર જ માન્ય ગણવામાં આવશે; જે જાનવરની એક જ આંખ હોય અથવા અંધ જાનવર, તેમજ અત્યંત પાતળું જાનવર, જે શરીરે ભરાવદાર ન હોય, તેમજ લગડું જાનવર ભલેને તે શરીરે ખૂબ સ્વસ્થ હોય, જેના આગળના મુખ્ય બે દાત તૂટી ગયા હોય, તેમજ એવી બકરી જેના આંચળ વૃદ્ધાવસ્થાને કારણે સુકાઈ ગયા હોય, અથવા એવી બીમાર જેની બીમારી સ્પષ્ટ દેખાય આવે, તો આ પ્રમાણેના જાનવર માન્ય ગણવામાં નહીં આવે; કારણકે બરાઅ બિન્ આઝિબ રઝી અલ્લાહુ અન્હુની હદીષ છે, તેમણે કહ્યું: અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ઊભા હતા, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

«أَرْبَعٌ لَا تَجُوزُ فِي الْأَضَاحِي: الْعَوْرَاءُ الْبَيِّنُ عَوَرُهَا، وَالْمَرِيضَةُ الْبَيِّنُ مَرَضُهَا، وَالْعَرْجَاءُ الْبَيِّنُ ظَلْعُهَا، وَالْعَجْفَاءُ الَّتِي لا تُنْقِي».

«ચાર પ્રકારના જાનવર કુરબાની માટે માન્ય નહીં ગણાય, એક કાણું જાનવર, જે આંખોથી સંપૂર્ણ અંધ હોય, બીજું બિમાર, જેની બીમારી સ્પષ્ટ દેખાઈ આવે, ત્રીજું લંગડું જાનવર, જેનું લંગડાપણું સ્પષ્ટ હોય, ચોથું પાતળું, વૃદ્ધ અને નબળું જાનવર, જેના હાડકાંમાં માંસ ન હોય».3

ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ કહ્યું: "જ્ઞાની લોકો આ વાત પર અમલ કરે છે".4

હજ્જે તમત્તુઅ માટે હદ્-યનું જાનવર તેમજ કુરબાનીનું જાનવર ઝબેહ કરવાનો સમય સાચા મંતવ્ય પ્રમાણે ઈદની નમાઝ પછીથી લઈ કે અય્યામે તશરીક સુધીનો છે.

હજ્જે તમત્તુઅ અને કીરાનનું હદ્-યના જાનવર તેમજ કુરબાનીના જાનવર માંથી ખાવું મુસ્તહબ છે, અને તેનો ત્રીજો ભાગ હદીયો અને સદકો કરવો, જેવું કે ઉચ્ચ અલ્લાહ તઆલાએ કહ્યું:

﴿...فَكُلُواْ مِنۡهَا وَأَطۡعِمُواْ ٱلۡبَآئِسَ ٱلۡفَقِيرَ﴾

{બસ! તમે પોતે પણ ખાઓ અને ભુખ્યા ફકીરોને પણ ખવડાવો} [સૂરે હજ: ૨૮].

જુબરાન માટે ઝબહ કરવામાં આવતું જાનવર અર્થાત્: કોઈ અનિવાર્ય કાર્ય છૂટી જવા પર અથવા કોઈ કાર્યમાં કમી રહી જવા પર જે જાનવર ઝબહ કરવામાં આવે તે, તો તેમાંથી ખાવું યોગ્ય નથી.

જે વ્યક્તિ કુરબાની કરવાની ઈચ્છા ધરાવતો હોય, અને જો ઝિલ્ હિજ્જહ મહિનાનો ચાંદ દેખાય જાય, તો તેના માટે પોતાના વાળ, અને નખ માંથી કુરબાની સુધી કંઈ પણ કાપવું યોગ્ય નથી, કારણકે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ કહ્યું:

«إِذَا دَخَلَ الْعَشَرُ، وَأَرَادَ أَحَدُكُمْ أَنْ يُضَحِّيَ؛ فَلَا يَأْخُذْ مِنْ شَعْرِهِ وَلَا مِنْ أَظْفَارِهِ شَيْئًا، حَتَّى يُضَحِّيَ».

«જ્યારે ઝિલ્ હિજ્જહના દસ દિવસો આવી જાય, અને જે વ્યક્તિ કુરબાની કરવાની ઈચ્છા રાખતો હોય, તે પોતાના વાળ અને નખ માંથી કઈ પણ ન કાપે, જ્યાં સુધી તે કુરબાની કરી લે».5

પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના વાળ અને નખ કાપી લે, તો તે અલ્લાહ પાસે માફી માંગે, તેના પર ફિદયો આપવો જરૂરી નથી.

હદ્-ય અને કુરબાનીના જાનવર અને અન્ય જાનવર ઝબહ કરવાની રીત નીચે વર્ણન કરવામાં આવી રહી છે:

૧- સમજદાર મુલસમાન અથવા જેને કિતાબ (અર્થાત્ યહૂદી અને ઈસાઈ) આપવામાં આવી છે તે જ વ્યક્તિ જાનવર ઝબેહ કરે, તેને દીનના આદેશ પર અમલ કરવાનો હેતુ સાથે ઝબેહ કરે, અલ્લાહ સિવાય અન્ય માટે ઝબેહ ન કરે, અને ન તો અલ્લાહ સિવાય કોઈના માટે યોગ્ય સમજે, ઝબેહ કરતી વખતે અલ્લાહનું નામ લેવું, તેને ધારદાર વસ્તુ દ્વારા ઝબેહ કરવું, દાંત અને નખ વડે ન કરે, જ્યાં લોહી નીકળવાની જગ્યા હોય છે, ત્યા જ ઝબેહ કરવું, જે વ્યક્તિ ઝબેહ કરી રહ્યો હોય, તેને શરીઅત પ્રમાણે વર્ણવેલ ઝબેહ કરવાની રીતની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ.6

૨- તેને કુરબાનીનું જાનવર પસંદ કરવાનો અધિકાર છે, અને તે ઉત્તમ કુરબાની કરે; કહ્યું:

«ضَحَّى رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِكَبْشَيْنِ أَمْلَحَيْنِ، أَقْرَنَيْنِ، ذَبَحَهُمَا بِيَدِهِ، وَسَمَّى، وَكَبَّرَ، وَوَضَعَ رِجْلَهُ عَلَى صِفَاحِهِمَا».

«નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે સિંગડાવાળા કાબરચિતરા ઘેટાંની કુરબાની કરી, બંનેને પોતાના હાથ વડે ઝબેહ કર્યા, બિસ્મિલ્લાહ કહ્યું, અલ્લાહુ અકબર કહ્યું, અને પોતાનો પગ બન્નેની ગરદન પર મુક્યો».7

૩- જાનવર ઝબેહ કરતી વખતે તેના પર દયા દાખવવી, તે દરેક કામ કરવું, જે તેને આરામ પહોંચાડે, તેમાંથી: ધારદાર છરીનો ઉપયોગ કરવો, ઝબેહ કરવાના સ્થાને ખૂબ તાકાત અને જલ્દીથી ઝબેહ કરવામાં આવે, કારણકે નોંધપાત્ર વાત એ છે કે જાનવરને તડપાવયા વગર ઝબેહ કરવામાં આવે, કારણકે શદ્દાદ બિન્ ઔસ રઝી અલ્લાહુ અન્હુની હદીષછે, તેમણે કહ્યું: મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બે વાતો યાદ કરી, કહ્યું:

«إِنَّ اللَّهَ كَتَبَ الْإِحْسَانَ عَلَى كُلِّ شَيْءٍ، فَإِذَا قَتَلْتُمْ فَأَحْسِنُوا الْقِتْلَةَ، وَإِذَا ذَبَحْتُمْ فَأَحْسِنُوا الذَّبْحَ، وَلْيُحِدَّ أَحَدُكُمْ شَفْرَتَهُ، فَلْيُرِحْ ذَبِيحَتَهُ».

«નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને સારી રીતે કરવાનો આદેશ આપ્યો છે, જો તમે (કિસાસ, બદલા રૂપે અથવા સજા તરીકે) કતલ કરો તો સારી રીતે કતલ કરો, એવી જ રિતે જ્યારે તમે જાનવર ઝબેહ કરવા ઈચ્છો, તો સારી રીતે ઝબેહ કરો, અને તમારા માંથી દરેક વ્યક્તિ પોતાની છરીને ધારદાર કરી લે, અને પોતાના જાનવરને આરામ પહોંચાડે».8

છરી અથવા ચાકુને જાનવરની સામે ધારદાર ન કરવી; કારણકે ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની હદીષ છે, તેમણે કહ્યું:

أَمَرَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِحَدِّ الشَّفَارِ، وَأَنْ تُوَارَى عَنِ الْبَهَائِمِ، وَقَالَ: «إِذَا ذَبَحَ أَحَدُكُمْ؛ فَلْيُجْهِزْ».

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ છરીને ધારદાર કરવા અને તેને જાનવરથી છુપાવવાનો આદેશ આપ્યો છે, અને કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ જાનવર ઝબેહ કરે, તો સારી રીતે ઝબેહ કરે, જેથી તેના પ્રાણ જલ્દી નીકળી જાય».9

૪- જો કુરબાનીનું જાનવર ઊંટ હોય; તો તેનો ડાબો હાથ બાંધી નહર (છરી અથવા ધારદાર વસ્તુ વડે ઊંટના ગળા અથવા છાતીમાં મારવી) કરવું; કારણકે અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની હદીષ છે: "તેઓ એક વ્યક્તિ પાસે આવ્યા, જે પોતાના ઊંટને બેસાડી ઝબેહ કરી રહ્યો હતો, તો તેમણે કહ્યું: ઊંટને ઉભું કરી તેને બાંધી દો, ફરી તેને નહર કરો, આ જ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત છે".10

૫- જો ઝબેહ માટે જાનવર ઊંટ સિવાય અન્ય જાનવર હોય, તો તેને ડાબી બાજુ સુવડાવવામાં આવે અને તેના ગળા પર પગ મુકવામાં આવે; જેથી તે સ્થિર થઈ જાય; કારણકે અનસ રઝી અલ્લાહુ અન્હુની હદીષ છે, તેમણે કહ્યું:

«ضَحَّى رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ بِكَبْشَيْنِ، أَمْلَحَيْنِ، أَقْرَنَيْنِ، ذَبَحَهُمَا بِيَدِهِ، وَسَمَّى، وَكَبَّرَ، وَوَضَعَ رِجْلَهُ عَلَى صِفَاحِهِمَا».

«નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે સિંગડાવાળા કાબરચિતરા ઘેટાંની કુરબાની કરી, બંનેને પોતાના હાથ વડે ઝબહે કર્યા, બિસ્મિલ્લાહ કહ્યું, અલ્લાહુ અકબર કહ્યું, અને પોતાનો પગ બન્નેની ગરદન પર મુક્યો».11

૬- ઝબેહ અને નહર કરતી વખતે અલ્લાહનું નામ લેવું; કારણકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું:

﴿فَكُلُواْ مِمَّا ذُكِرَ ٱسۡمُ ٱللَّهِ عَلَيۡهِ إِن كُنتُم بِـَٔايَٰتِهِۦ مُؤۡمِنِينَ 118﴾

{(હે ઈમાનવાળાઓ!) જો તમે અલ્લાહની આયતો પર ઈમાન ધરાવતા હોય તો જે વસ્તુ પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય તેને ખાઓ}. [સૂરે અલ્ અન્આમ: ૧૧૮], એવી જ રીતે ઉચ્ચ અલ્લાહએ કહ્યું:

﴿وَلَا تَأۡكُلُواْ مِمَّا لَمۡ يُذۡكَرِ ٱسۡمُ ٱللَّهِ عَلَيۡهِ وَإِنَّهُۥ لَفِسۡق وَإِنَّ ٱلشَّيَٰطِينَ لَيُوحُونَ إِلَىٰٓ أَوۡلِيَآئِهِمۡ لِيُجَٰدِلُوكُمۡۖ وَإِنۡ أَطَعۡتُمُوهُمۡ إِنَّكُمۡ لَمُشۡرِكُونَ 121﴾

{અને જે વસ્તુ પર અલ્લાહનું નામ લેવામાં ન આવ્યું હોય તેને ન ખાઓ, કારણકે આ ગુનાહની વાત છે, નિઃશંક શેતાન પોતાના દોસ્તોના દિલોમાં શંકાઓ અને વિવાદાસ્પદ વાતો ઉભી કરતો રહે છે, જેથી તેઓ તમારી સાથે ઝઘડો કરતા રહે અને જો તમે તેમની વાતો માની લેશો તો તમે પણ મુશરિક બની જશો}. [સૂરે અલ્ અનઆમ: ૧૨૧], એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

 

«مَا أَنْهَرَ الدَّمَ وَذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ؛ فَكُلُوهُ مَا لَمْ يَكُنْ سِنًّا وَلَا ظُفْرًا».

«જે જાનવર પર ઝબેહ કરતી વખતે અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, તેને ખાવું હલાલ છે, હા, દાંત અથવા નખ વડે ઝબેહ કરવામાં આવ્યું ન હોય».12

બિસ્મિલ્લાહ સાથે અલ્લાહુ અકબર કહેવું મુસ્તહબ છે; કારણકે જાબિર રઝી અલ્લાહુ અન્હુની હદીષ છે, તેઓએ કહ્યું: હું કુરબાનીના દિવસે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ઇદની નમાઝ વખતે હાજર હતો, જ્યારે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમે ખુતબો પૂર્ણ કર્યો, તો મિમ્બર પરથી ઉતર્યા, ઘેટા પાસે આવ્યા અને તેને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના હાથથી ઝબેહ કર્યું, અને કહ્યું:

«بِسْمِ اللَّهِ وَاللَّهُ أَكْبَرُ، هَذَا عَنِّي وَعَنْ مَنْ لَمْ يُضَحِّ مِنْ أُمَّتِي».

«"બિસ્મિલ્લાહિ વલ્લાહુ અકબર" અલ્લાહના નામથી, અલ્લાહ સૌથી મોટો છે, આ કુરબાની મારા તરફથી અને મારી કોમના તે દરેક વ્યક્તિ તરફથી, જે કુરબાની નથી કરી રહ્યો».13

૭- ગળું, અન્નનળી, અને ગળાની રગોને કાપવી અને લોહી વહાવવું: ઇમામ ઇબ્ને બાઝ રહિમહુલ્લાહએ કહ્યું: (ઊંટ, ગાય અને ઘેટાંની શરીઅત પ્રમાણે ઝબેહ કરવાની ત્રણ સ્થિતિ વર્ણન કરવામાં આવી છે:

પહેલી સ્થિતિ: ઝબેહ કરનાર: ગળું, અન્નનળી અને ગળાની બે રગોને કાપે, જે ઝબેહ કરવાની સૌથી સંપૂર્ણ અને શ્રેષ્ઠ સ્વરૂપ છે, જો આ ચાર કાપવામાં આવે, તો દરેક વિદ્વાનોના મતે તે ઝબેહ કરેલ જાનવર હલાલ છે.

બીજી સ્થિતિ: ગળું, અન્નનળી અને ગળા બેમાંથી એક નસ કાપવામાં આવે છે; આ રીત હલાલ, માન્ય અને સારી છે, ભલે તે પહેલા કરતા ઓછું છે.

ત્રીજી સ્થિતિ: સામાન્ય રીતે ગળામાં બે નસો કાપ્યા વિના કાપવું પણ માન્ય છે, વિદ્વાનોના એક જૂથે કહ્યું છે, અને તેમનો પુરાવા પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીષ દ્વારા મળે છે:

«مَا أَنْهَرَ الدَّمَ وَذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ فَكُلُوا، لَيْسَ السِّنَّ وَالظُّفْرَ».

«જે ધારદાર વસ્તુ દ્વારા ઝબેહ કરવામાં આવેલું જાનવર અને તેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, તો તેને ખાઈ શકો છો, અને જે દાંત અને નખ વડે કરવામાં આવેલ જાનવર નથી ખાઈ શકતા»,14 આ બાબતે આ જ પસંદ કરેલો અભિપ્રાય છે.15

અલ્લાહથી દુઆ છે કે તે આપણને શીખેલ જ્ઞાન થી ફાયદો પહોંચાડે, અને આપણને તે જ જ્ઞાન શીખવાડે જે આપણાં માટે લાભદાયક હોય, ખરેખર તે અત્યંત દાનવીર અને ઉદાર છે, અલ્લાહની સલામતી અને દરૂદ ઉતરે આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, તેમના ઘરવાળાઓ પર ખૂબ ખૂબ રહમતો ઉતરે.

***


આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે.

આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ, ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહ, ઈમામ નસાઈ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રીવાયત કરી છે.

આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે.

આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

અલ્લામહ મુહમ્મદ બિન અલ્ ઉષૈમીનની પુસ્તક "અહકામુલ્ અઝ્હિય્યહ" (પાના નંબર: ૫૬-૮૭).

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે.

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે અને ઇમામ અલ્બાની રહિમહુલ્લાહએ આ હદીષને સહીહ કહી છે.

આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

જુઓ: ઈબ્ને બાઝ રહિમહુલ્લાહની મજમૂઉ ફતાવા, (૧૮/૨૬).

આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.